Prem - Nafrat - 64 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૬૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૬૪

પ્રેમ નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૪

આરવ અનેક વખત વિદેશ જઇ આવ્યો હતો. તે વિદેશમાં ભાણ્યો હતો. પરંતુ ભારતીય સંસ્કૃતિને છોડી ન હતી. આજે તે વિદેશની ધરતી પર ઉતર્યો ત્યારે એક અજીબ લાગણી થઇ રહી હતી. રચના સાથે લગ્ન કર્યા પછી પહેલી વખત એક એક્સ્પોમાં દુબઇ આવવાનું થયું હતું. અહીં લાઇટોની ઝાકઝમાળ અને ઊંચી બિલ્ડિંગોની હારમાળાઓ જોઇ આંખો અંજાઇ જતી હતી. તે ટેકસીમાં હોટલ પર આવ્યો અને થોડા કલાક માટે આરામ ફરમાવી રહ્યો. ભારતના અને દુબઇના સમયમાં માંડ દોઢ કલાકનો ફરક હતો. જેટલેગ જેવું કંઇ અનુભવાયું નહીં. અને પૂરતો આરામ મળી જતાં તે તાજગીનો અનુભવ કરી રહ્યો હતો. તેને રચનાની કમી સતત ખલતી હતી. રચના આવી હોત તો કેટલું સારું થયું હોત? એની સાથે હનીમૂન માણવાની મજા આવી ગઇ હોત! આરવ અચાનક રંગીન વિચારો પર ચઢી ગયો. ઘડિયાળમાં સમય જોતાં તેને થયું કે રાત પડવાની છે. આસપાસમાં ફરવા જવું જોઇએ.

તેણે હોટલના રિસેપ્શન પર નજીકની મોબાઇલની સારી દુકાન વિશે માહિતી મેળવી. રિસેપ્શનિસ્ટે કહ્યું કે બધી દુકાનો સારી જ છે. પણ એક દુકાન વધારે ચાલે છે. તેનું કારણ એ સોશિયલ મિડિયા પર નવા નવા વિડિયો અપલોડ કરે છે. બહારના દેશથી જે કોઇ મોબાઇલ લેવા દુબઇ આવે છે એ અહેસાનભાઇની 'માય સીટી મોબાઇલ' ની અચૂક મુલાકાત લે છે. આરવને થયું કે પોતાનો મોબાઇલનો ધંધો છે અને એ મોબાઇલના એક્સ્પોમાં ભાગ લેવા આવ્યો છે ત્યારે આ દુકાનની મુલાકાત લેવી જ જોઇએ.

તેણે ટેક્સી બોલાવી અને દુબઇની એ મશહૂર મોબાઇલ ફોનની દુકાન પર પહોંચી ગયો. એ દરમ્યાનમાં તેણે ગૂગલ પર સર્ચ કરીને અહેસાનભાઇના વિડિયો જોઇ લીધા હતા. એમાં એક વાત એની આંખે ઊડીને વળગી હતી કે તેઓ બીજા કરતાં ઘણા ઓછા ભાવે મોબાઇલ વેચતા હતા અને દિવસમાં કોઇ એક એવા ગ્રાહકને એક મોબાઇલ મફતમાં આપતા હતા જેનો મોબાઇલ સાવ જૂનો થઇ ગયો હોય. એ ગ્રાહક સાથેનો વિડિયો સોશિયલ મિડિયા પર મૂકતા હતા. દુકાનની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ હતું.

આરવ 'માય સીટી મોબાઇલ' દુકાન પર પહોંચ્યો ત્યારે બહુ ભીડ હતી. અંદર પ્રવેશવા માટે દસ મિનિટ રાહ જોવી પડી. દરમ્યાનમાં આસપાસની દુકાનો પર નજર નાખતા ખ્યાલ આવ્યો કે બીજાને ત્યાં રડ્યાખડ્યા ગ્રાહકો હતા. 'માય સીટી મોબાઇલ' ની રોનક જ અલગ હતી. આરવ દુકાનમાં પ્રવેશ્યો અને અહેસાનભાઇને મળ્યો. એમણે દિલથી સ્વાગત કર્યું. આરવે પોતે મોબાઇલ કંપનીનો માલિક હોવાની વાત કરી ત્યારે એમણે વધારે સન્માન આપ્યું અને પોતાની કેબિનમાં બેસાડ્યો. અહેસાનભાઇની વાત પરથી આરવનો જાણવા મળ્યું કે દરરોજ ૬૦૦ થી વધુ મોબાઇલનું વેચાણ થતું હોવાતી તે ઓછા ભાવમાં આપતા હતા. જે બીજા વેપારીઓને પરવડતું ન હતું. આરવે અહેસાનભાઇ સાથે 'ઓલ ઇન વન મોબાઇલ' નો ધંધો શરૂ કરવાની ચર્ચા કરી. જ્યારે અહેસાનભાઇએ પોતાનું કમિશન કહ્યું ત્યારે આરવ ચોંકી ગયો. એમણે ચાળીશ ટકા ઓછા ભાવથી મોબાઇલ ફોન ખરીદવાની વાત કરી. આરવનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. અહેસાનભાઇ અત્યારે એક અમેરિકી કંપની સાથે ટાઇઅપ કરીને મોબાઇલ ખરીદી રહ્યા હતા. આરવે વિચાર કરવા થોડો સમય માગ્યો.

આરવ 'માય સીટી મોબાઇલ' દુકાનમાંથી નીકળીને બીજી કેટલીક મોબાઇલની દુકાનોમાં આંટો મારી આવ્યો. એણે નોંધ્યું કે અહેસાનભાઇ બીજા દુકાનદારો કરતાં વીસ ટકા ઓછા ભાવથી મોબાઇલ વેચતા હતા. આ બાબત જોખમી હતી. પરવડે એવો સોદો ન હતો. અને પોતે ચાળીશ ટકા ઓછા ભાવથી મોબાઇલ આપવા લાગે તો ભારતીયો દુબઇ આવીને મોબાઇલ ખરીદી શકે છે. અને ભારતમાં તેને મૂળ ભાવથી વેચે તો સારો નફો કમાઇ શકે છે. આમ કરવું પોતાના ધંધા માટે હિતાવહ નથી. ભારતમાં જ ઓછા નફામાં વેચવામાં ભલાઇ છે. આરવને થયું કે અહેસાનભાઇ પાસેથી ઘણી બાબતો જાણવા મળી છે. એનો ઉપયોગ 'ઓલ ઇન વન મોબાઇલ' ની પ્રગતિમાં કરી શકાય એમ છે.

આરવ હોટલ પર આવ્યો ત્યારે ત્યાં કોઇની પાર્ટી ચાલી રહી હતી. હોટલ તરફથી બધાંને આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું. આરવને અચાનક શું સૂઝ્યું કે પાર્ટી જોવા હૉલમાં પ્રવેશ્યો. ત્યાંની ઝાકઝમાળ અને ચકચૌંધથી તે અંજાયો. અરબી સંગીતનો માહોલ એના દિલમાં હલચલ મચાવવા લાગ્યો. તે કાર્યક્રમ જોવા બેસી ગયો. બે યુવતીઓ પોતાના અંગઉપાંગોને એવી રીતે હલાવી રહી હતી કે દિલમાં હલચલ વધી જતી હતી. થોડીવાર તે ગ્લેમરના મોહપાશમાં જકડાયેલો રહ્યો પણ પછી આ વાતાવરણ પોતાના માટે નથી એનો ખ્યાલ આવતાં રૂમ પર આવી ગયો.

આરવ ડિજિટલ કીથી દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો અને દરવાજો બંધ થયો પછી તેના કાને ધીમું અરબી સંગીત સંભળાવા લાગ્યું. તે નવાઇથી આમતેમ જોવા લાગ્યો. તેની ત્રણ કમરાવાળી રૂમમાં છેલ્લી રૂમમાંથી સંગીત વહી આવતું હતું. તે ઝડપી પગલે ત્યાં પહોંચ્યો અને જોયું તો એક યુવતી બહાર ચાલતી પાર્ટીમાં નાચતી હતી એવું જ નાચી રહી છે. એનું મોં પારદર્શક કપડાથી ઢાંકેલું હતું અને શરીર પર નામ માત્રના કપડાં હતા. આરવ એ હસીનાને તાકી જ રહ્યો. એનો ઇરાદો શું હતો એ સમજતા આરવને વાર ના લાગી. પણ એક અજાણી યુવતી પોતાના કમરામાં એવી રીતે આવી ગઇ? એવો સવાલ થવા લાગ્યો.

ક્રમશ: