તરનેજા સોહમ સામે લુચ્ચુ હસીને એનો હિસાબ જોવા લાગ્યો. એકાઉન્ટની શીટ જોતો જોતો વારે ઘડીએ સોહમ તરફ નજર કરી લેતો.. બાયડીની જેમ હસી લેતો.. એણે કહ્યું “તારો હિસાબતો મેં તૈયારજ રાખેલો.” એમ કહી એણે નવોઢાની જેમ અંગમરોડ આપીને આંખ મીચકારીને કહ્યું “એય હેન્ડસમ તું ગયો પણ મને ખૂબ યાદ આવતો...”
સોહમે ગુસ્સો કાબુમાં રાખીને કહ્યું “તારે શ્રીનિવાસ છે બધે શા માટે નજર બગાડે છે ? ચાલ મારે કેટલા નીકળે છે ?” તરનેજાએ કહ્યું “એ શ્રીનિવાસ તો.. છોડ તારો હિસાબ તારે 38 હજાર લેવાનાં નિકળે છે ઉભો રહે હું સર પાસે જઇને વાઉચર પર સહી કરાવી આવું પછી પૈસા આપું...”
એમ કહી એ એની જગ્યાએથી ઉભો થઇ કમર લચકાવતો શ્રીનિવાસની ચેમ્બરમાં ગયો.
લગભગ 15-20 મીનીટ પછી પાછો આવ્યો એનો ચહેરો પડી ગયેલો હતો... એ ચૂપચાપ આવી એની જગ્યાએ બેસી ગયો અને સોહમને કહ્યું “આનાં પર તારી સહી કરી દે.. હવે તારે કોઇ સંબંધ કંપની સાથે નથી રહ્યો તને તારાં પૈસા આપી દઊં છું.”
એમ કહી એણે કેશ લેવા તિજોરી ખોલી અંદરથી 500 અને 100 ની નોટો કાઢી ગણીને સોહમને આપી.
સોહમે બધાં પૈસા ગણ્યાં પૂરા 38 હજાર હતાં. એણે પૈસા એની બેગમાં મૂક્યાં. અને તરનેજાને કહ્યું “થેંક્યુ ડાર્લીંગ.. પણ તારો ચહેરો ઉતરેલો કેમ છે ?”
તરનેજાએ થોડી નારાજગી સાથે કહ્યું “તેં બોસને અમારાં સંબંધ વિશે સંભળાવ્યું ? તારે એવું કરવાની શું જરૂર હતી ? મને સીધું હિસાબ માટે કહ્યું હોત તોય તારો હિસાબ કરી આપત. હવે એ મારી સાથે નહીં બોલે.”
સોહમે એની નજીક જતાં એની આંખમાં આંખ પરોવીને કહ્યું “એ બોલશે.... બધુંજ કરશે એનાં જેવો દુરાચારી અને નરાધમ કોઇ નથી તારું લૂંટાવાનું નક્કીજ છે તું તારે એશ કર...”
આમ કહી સોહમ શાનવીની સામે એક નજર કરી સડસડાટ ઓફીસથી બહાર નીકળી ગયો.
સોહમ ઓફીસમાંથી નીચે આવી... સ્ટ્રીટનાં છેડે આવેલી એની બેંકમાં ધૂસ્યો અંદર જઇને, એની બેન્કર પાસે પહોંચ્યો અને એણે કહ્યું “માલિની મારાં ક્રેડીટ કાર્ડનાં પૈસા કેટલાં ચૂકવવાનાં છે હું રોકડાજ ભરવા આવ્યો છું” માલિનીએ સફેદ દંતાલી બતાવતાં કહ્યું “અરે હાય સોહમ શું વાત છે આજે તારીખ પહેલાં ભરવા આવી ગયો વેલ ડન ચાલ હમણાંજ કહું છું એટલા ભરી દે”.
સોહમે કહ્યું “હાં ટેન્શન ના જોઇએ અને તમારાં વારે વારે આવતાં મેસેજ ટોર્ચર કરે છે બોલ કેટલાં છે ?” માલિનીએ મીઠું સ્માઇલ આપતાં કહ્યું “બધાં થઇને માત્ર 16 હજાર છે.. મેસેજ હું નથી કરતી સીસ્ટમથી બારોબાર ઓટોમેટીક થાય છે.. સાચું કહું એ બહાને તું બેંકમાં તો આવે એમ કહી આંખ મારી....”
સોહમે કહ્યું “તું હજી સુધરી નહીં સ્કૂલમાં હતી હજી એવીજ છે. મારે એક સાંધતા તેર તૂટે છે અને તને મશ્કરી સૂજે છે”. માલિનીએ કહ્યું “અરે યાદ છે હું સ્કૂલમાં હતી ત્યારથી તને પસંદ કરું છું કાશ.. જ્ઞાતિ એક હોત તો હું મારાં આઇબાબાને સમજાવી શક્ત તનેજ પરણી જાત.. હું રહી..” ત્યાં સોહમે કહ્યું “બસ હવે બહુ ફ્લર્ટ ના કર..” સોહમે 16 હજાર રોકડા આપીને સ્લીપ લીધી.. માલિની કહે “બધુ હું ભરીને સિક્કો મારી આપું છું આટલુ કામ તારુ કરીશ મને ખુશી થશે.”
“હજી હું કુંવારીજ છું.. વિચાર થાય તો કહેજે ભાગી જઇશું.. કે તારી જીંદગીમાં કોઇ આવી ગઇ છે ?” સોહમે કહ્યું “હું કુંવારો છું પણ એંગેજ છું સોરી...” એમ કહી સ્લીપ લઇ ઝડપથી બેંકની બહાર નીકળી ગયો.
એને સ્કૂલની યાદો તાજી થઇ ગઇ. એ અને માલિની એકજ કલાસમાં બારમાં સુધી સાથેજ હતા.. માલિની કોમર્સમાં ગઇ એ એન્જીન્યરીંગ માટે પ્રયત્ન કરી રહેલો માલિનીએ એને મોઢે કહેલું.. “સોહમ હું તને પસંદ કરુ છું તું સેટ થઇ જાય પછી હું ઘરે વાત કરીશ આઇ લવ યું”. સોહમે કહ્યું “ખોટા સ્વપ્ન ના જોઇશ મારાં માથે ઘણી જવાબદારીઓ છે પ્રેમ કરવાની ઐયાશી હું કરી શકું એમ નથી. સારો છોકરો મળે પરણી જજે.. બાય.. હજી એ બધુ યાદ છે માલિનીને..”. પછી બધાંજ વિચાર ખંખેરીએ આગળ વધ્યો.
સોહમે ઘડીયાળમાં જોયું બધું કામ નીપટાવતાં 4.30 થઇ ગયાં છે એણે વિચાર્યું હવે સીધો સ્ટેશને જઊં. ઇશ્વરે મારો હિસાબ કંપનીમાં કરી આપ્યો નહીંતર મારું શું થાત ? ક્રેડીટકાર્ડથી દવા, ડોક્ટર અને બીજા ખર્ચ કાઢેલાં બધાં ચૂકવાઇ ગયાં.
સોહમ વિચારવા લાગ્યો મેં કડપ ના બતાવ્યો હોત અને તરનેજાનું નામ દઇ બોસને દબાવ્યો ના હોત તો મારાં પૈસા ના નીકળત. ચાલતોજ ચર્ચગેટ સ્ટેશન પહોચી જઊં ત્યાં સુધીમાં 5 વાગી જશે અને પ્રભાકર આવી જશે.
એણે ચાલતાં ચાલતાં પ્રભાકરને ફોન કર્યો અને પેલાએ સામેથી તરતજ ઉપાડ્યો. પ્રભાકરે કહ્યું “ભાઉ હું તો અહીં કોફી શોપ પાસે હણાંજ પહોચ્યો તું હજી કેટલે છે ?”
સોહમે કહ્યું “ હું બસ આવી રહ્યો છું 5-7 મીનીટમાં તારી પાસેજ હોઇશ”. પ્રભાકરે કહ્યું “ભલે આવ હું રાહ જોઉ છું” એમ કહીને ફોન કાપ્યો.
સોહમ ઝડપથી ચર્ચગેટ સ્ટેશન તરફ જવા લાગયો એને વિચાર આવ્યો પ્રભાકરને શું ફાયદો હશે જે મને અઘોરી પાસે લઇ જાય છે ? બીજું મને એ ના સમજાયું કે મારી બધી અંગત વાતો એને કેવી રીતે ખબર ? મેં એને જે નથી કીધું એ કેવી રીતે ખબર ?
શું અઘોરી પાસેથી શક્તિ મળી હશે ? આ પ્રભાકર પણ સમજાતો નથી...પણ મારે એકવાર એ અઘોરીબાબા ને મળવું છે બધાં રહસ્ય જાણવાં છે આમ વિચારતો વિચારતો સોહમ કોફી શોપ પાસે પહોંચ્યો.. પ્રભાકરે હાથ કરીને એ ઉભો છે એ દર્શાવ્યું નજીક આવતાં પ્રભાકરે કહ્યું “અત્યારે ફાસ્ટ છે આપણે દાદરથી ટ્રેઇન બદલી વિક્રોલી જવું પડશે ચાલ ટ્રેઇન આવી ગઇ...” બંન્ને જણાં દોડીને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-59