Scarecrow - 1 in Gujarati Horror Stories by Dipak Sosa books and stories PDF | Scarecrow - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Scarecrow - 1



આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે પાત્ર સાથે સંકળાયેલ નથી.



આ વાત છે ૨૦ વર્ષ જુની જ્યારે ગામડાઓ નો વિકાસ કોઈ ખાસ થયો ન હતો, જ્યારે લોકો ખેતરમાં કામ કરીને પોતાનું જીવન વ્યવહાર ચલાવતાં હતાં, આ વાત છે ગુજરાત ના એક નાનકડા ગામની

આ ગામમાં રમેશ ભાઈ નામના એક ખેડૂત રહેતા હતા ,તેમનું ગામમાં એક નાનકડા ઘરમાં રહેતુ સામાન્ય પરીવાર હતું.તેમની પત્ની અને બે પુત્ર હતા, ખેતી માં તેમના ઘરનું ગુજરાન ન ચાલતું હોવાથી તેમણે તેમના બંને પુત્રો ને શહેરમાં મોકલી દીધા હતા અને બંને પતિ પત્ની ગામમાં રહી ખેતી કરતા,

એક દિવસ રમેશ ભાઈ ખુશ હતા, તેમના કુટુંબી ભાઈ ના છોકરીના લગ્ન હોવાથી .તેમના પુત્ર ને ફોન કર્યો,

"હાલો,નરા કેમ છે, શું કરે ભાઈ."
" મજામાં પપ્પા, ભાઈ સુતા છે, તમે કેમ છો અને મમ્મી શું કરે."
" હું મજામાં છું તારા મમ્મી અહીંયા જો બેઠી પાંહે,લે એને આપું ."
"હાલો," "હા મમ્મી કેમ છે"
" આ મજા છે આંયાં,પણ ભાઈ કેમ હુંતો છે."
"એ એમને નાઇટ શિફ્ટ હતી એટલે"
" એવી નૈટ શિફ ,બેટ શિફ મને ખબર નો પડે "
" એ બધું મેક ને જે કેવાનું છે એ કે ને "
" શું કહેવાનું હતું "
" એ આ ભરતભાઈની છોકરીના લગ્ન છે, એટલે બેય ભાયુ ચાર પાંચ દિવસ ની રજા લઈ આવો અને છે ને તારા બાપા હાટુ ને મારી નવા કપડાં લેતાવજો ,લે તારા બાપા ને આપું"
"હાભળ ભાઈ ને કેજે કે રજા માગી લે અને વહેલા વયાવજો "
"સારું વાંધો નય , હું ઓફિસે જાવ છું પછી વાત કરીએ"
" હારુ હાલો જય માતાજી "

ફોન મુક્યા પછી રમેશ ભાઈ ગાડું બાંધવા લાગ્યા.

" હવે થોડા દિ વાડીએ જાવાનું બન રાખો " રમેશ ભાઈ ને ગાડું બાંધતા જોઈ નયના બેન બોલ્યા

" હા ખબર સે હવે પણ હજુ લગ્ન ને ઘણી વાર સે, તું ભાત લઈ આવજે . "એમ કહી રમેશ ભાઈ ગાડું લઈ ખેતરે જવા નીકળી ગયા.

*હાલો હજી ભાત ની વાર સે તા વાહીદુ કરી પરભા બેનને ઘરે જયાવુ કાંઈ કામ તો હશે .લગનનુ ઘર છે એટલે* એમ પોતાની સાથે વાત કરતા કરતા ઘરકામ માં લાગી ગયા .

આ બાજુ રમેશ ભાઈ ખેતરે જવા ગામમાં થી નીકળી રહ્યા હતા ત્યાં તેમને એક બ્રાહ્મણે રોક્યા.

" એ લા રમેશ ભાઈ કેમ આજ વાડીએ તમારા ઘરે તો લગન છે ને "
" હા હા વાત હાસી તમારી પણ આજ શીંગ લેવા આવવાના છે એટલે "

" રમેશ ભાઈ તો હવે પૈસા વાળા થઈ જાહે વો." સામેથી એક અડધી ઉંમરના ભાઈ બોલ્યા.

*થઈ ગયા બેય ભેગા હવે આખો દિ આંયાં બેહી ગામનો ઓટલો ભાંગશે*
"કાં ક્યાં ખોવાઈ ગયા રમેશ ભાઈ"
" ક્યાં ઈ ન ઈ , હાલો હું નિકળુ હવે,સીતારામ."
"સીતારામ" "સીતારામ"

"જોયું મનસુખ દાદા હવે આ બોઉ ઉસા હાલવા મડા સે "
" હા, એ તો ઠીક પણ આ કનુભાઈ નો આવા હજી "
"હા અતારે તો આવી જાતા હોય "

" આ આવા જોને , કયા રઈ ગયા હતા એલા? આજ મોડું થય ગયુ "
" એલા દાદા આ છાપુ લેવા ગયો થો જો ને આ જ મોડુ થયુ ગયુ હતુ"
"લાવો તઇ હું છે આ જ હમાસાર "
" હા આ લ્યો દાદા " એમ કહી કનુભાઈ એમની દુકાન ખોલવા લાગ્યા.

" હું સે મનસુખ દાદા એવું તે તમારું મોઢું આમ થય ગયું" હમીર ભાઈ મનસુખ દાદા ને પેપર વાંચતા જોઈ બોલ્યા.

"એલા આ જોવો આ તો આપણા પાહેના ગામનું સે ,જોવો તો ખરા કેમ મારા હશે આ બધાને "
" ઠીક એટલે કાલ પોલીસ ની ગાડીઓનો અવાજ આવતો થો,મને લાગુ કે મને હોણુ આવતુ હશે પણ હાસુ નિકળુ ." હજી કનુભાઈ એટલું બોલ્ય
ત્યાં ગામની અંદર થી પોલીસ ની એક ગાડી તે લોકો ની પાસે આવી ઉભી રહી.

" સીતારામ સાબ "
"સીતારામ દાદા , તમને લોકો ને ખબર તો હશે જ કે કાલે તમારા બાજુના ગામમાં બે લોકો ના ખુબ જ વિભત્સ રીતે ખુન થઈ ગયા છે .તો ગામમાં સરપંચ ને જાણ કરી દીધી એટલે ,રાતે ઘરેથી બહાર કોઈ નિકળે નહીં , સીતારામ."
" હો સાબ, સીતારામ."
"આવુ તો ક્યારેય નથી જોયું વો એટલા સમય થા "
"હવે તો રાતે બાર જ નથી નિકળવું , તમે દાદા વહેલા ઘરે વયાજાજો "
" લાવો કનુભાઈ ચા થય ગી વોય તો ."
"હા લાવો કનુભાઈ ચા પાય દયો એટલે વહેલા પુજા પાઠ કરી ઘરે જાવી."
એમ કહી મનસુખ દાદા ચા પી ને જતા રહ્યા .
" આમ જોવો તો ખરી કનુભાઈ આમ કેમ મારો હશે, કોઈ કરુણ હ્રદય વાળુ વોય તો ઘરેથી બાર જ નો નિકળે ને ખાવાનું ભાંગી જાય ઈ અલગ લ્યો કનુભાઈ તમારું પેપર." પેપર વાંચ્યા પછી હમીર ભાઈ ચાલ્યા ગયા, ગામમાં હવે એક અલગ જ સન્નાટો છવાઈ ગયો, ગામમાં કોક જ બહાર દેખાય, મોટા ભાગના લોકો ઘરોની અંદર હતા કારણ કે સરપંચ દ્વારા ગામમાં ચેતવણી આપી દેવાય હતી બધા જ લોકો ડર ને લીધે બહાર નીકળી શકતા નહોતા.


ગામમાં હવે એક અજાણ્યા ભય નો માહોલ છવાઇ ગયો હતો.અને આ ભય ની વચ્ચે શું ભરતભાઈ ના ઘરનો પ્રસંગ થઈ શકશે? સ્ટોરી નો આ પહેલો પાર્ટ છે, એટલે સ્ટોરી નાની છે,જે આગળના ભાગમાં કવર થશે




Tbc____