Dhup-Chhanv - 88 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 88

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 88

એક દિવસ પોતાના હાથમાં એક સુંદર ફૂલોનો ગુલદસ્તો લઈને અપેક્ષા શ્રી ધીમંત શેઠને મળવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે તેમના બંગલામાં પ્રવેશી. સવાત્રણ કરોડના આલિશાન બંગલામાં શ્રી ધીમંત શેઠ એકલા જ રહેતા હતા તે જાણીને અપેક્ષાને ખૂબ નવાઈ લાગી. શ્રી ધીમંત શેઠ પોતાની પૂજામાં વ્યસ્ત હતા તેથી અપેક્ષા તેમની રાહ જોતી વ્હાઈટ કલરના મખમલી સોફા ઉપર બેઠી હતી અને વિચારી રહી હતી કે, આટલા મોટા બંગલામાં શ્રી ધીમંત શેઠ એકલા જ કેમ રહેતા હશે?
હવે આગળ....
થોડીવાર પછી પોતાની પૂજા પૂરી કરીને શ્રી ધીમંત શેઠ ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો તેમણે એક સ્વચ્છ સુંદર લાઈટ ગ્રે કલરના ડ્રેસમાં સજ્જ સ્માઈલી ફેસમાં અપેક્ષાને જોઈ.
તે અપેક્ષાને એકદમ ફ્રેશ મૂડમાં જોઈને ખુશ થઈ ગયા. અપેક્ષા તેમને જોઈને તેમને માન આપવા માટે ઉભી થઈ ગઈ અને તેમને પગે લાગી અને બોલી કે, "હું તમારો આભાર માનું તેટલો ઓછો છે, કદાચ તમે મારી ટ્રીટમેન્ટ ન કરાવી હોત તો હજીપણ હું ઠીક ન થઈ હોત અને મારું કોઈ ભવિષ્ય જ ન રહ્યું હોત.."
ધીમંત શેઠે તેને વચ્ચે જ બોલતાં અટકાવી અને કહ્યું કે, "હું તો માત્ર નિમિત્ત બન્યો છું, બાકી ઉપરવાળાને જે મંજૂર હોય તે જ થાય છે માટે તારે આભાર તો ઉપરવાળાનો જ માનવો રહ્યો."
અપેક્ષા મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, મારે માટે આટલું બધું કરવા છતાં આ માણસના ચહેરા ઉપર લેશમાત્ર અભિમાન કે ઉપકારનો ભાવ શુધ્ધાં નથી ખરેખર આ માણસ મહાન છે.
વિચારોમાં ખોવાયેલી અપેક્ષા હજુ પોતાની જગ્યાએ જ ઉભી હતી એટલે ધીમંત શેઠે તેને બેસવા માટે ઈશારો કર્યો અને પોતાના ઘરમાં લાલજી જે રસોઈ પણ બનાવતો હતો અને ઘરનું બધુંજ કામકાજ પણ સંભાળી લેતો હતો તેને બોલાવ્યો અને તેમણે તેને પોતાને માટે અને અપેક્ષાને માટે ચા નાસ્તો લાવવાનું કહ્યું.
અપેક્ષાની નજર દિવાલ ઉપર લટકાવેલા એક સુંદર સ્ત્રીના ફોટા ઉપર ચીટકેલી હતી તે જોઈને અપેક્ષા તેમને કંઈ પૂછે કે મનમાં કંઈ વિચારે તે પહેલાં જ ધીમંત શેઠે પોતાના જીવનની વાસ્તવિકતા તેની સામે રજૂ કરતાં કહ્યું કે, "જો અપેક્ષા આ મારી પત્ની રીમાનો ફોટો છે, તે મને છોડીને બહુ દૂર ચાલી ગઈ છે. તેને કાર ડ્રાઈવ કરવાનો અને લોંગ ડ્રાઈવનો ખૂબ શોખ હતો એક દિવસ તે પોતાની એસેન્ટ કાર લઈને પોતાની મસ્તીમાં ને મસ્તીમાં ઘણે દૂર નીકળી ગઈ હતી અને રોડ ખાલી મળતાં તે ખૂબ ફાસ્ટ ડ્રાઈવ કરી રહી હતી તેની સાથે તેની એક ફ્રેન્ડ મેઘા પણ હતી તે વારંવાર તેને કારની સ્પીડ સ્લોવ કરવા માટે ટોકતી રહી પણ રીમાને ખૂબ ઓવર કોન્ફિડન્સ હતો અને તેનાં એ ઓવર કોન્ફિડન્સમાં સામેથી ફૂલ સ્પીડમાં એક ટ્રક આવતી હતી તેની સાથે તેની કાર ટકરાઈ ગઈ અને રીમાનું ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ ડેથ થઈ ગયું તેની ફ્રેન્ડ પણ હોસ્પિટલાઈઝ્ડ હતી પણ તે બચી ગઈ હતી.." અને આટલું બોલતાં બોલતાં ધીમંત શેઠની આંખ જરા ભીની થઈ ગઈ હતી અને અવાજ જરા નરમ પડી ગયો હતો તે જોતાં જ અપેક્ષાને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે ધીમંત શેઠ પોતાની પત્નીને ખૂબ ચાહતાં હતાં.
અપેક્ષાએ સ્વાભાવિકપણે જ ધીમંત શેઠને પૂછી લીધું કે, "સર તો પછી બીજા લગ્ન તમે.."
અને ધીમંત શેઠે તેને બોલતાં વચ્ચે જ અટકાવી અને તે બોલ્યા કે, "હા, રીમાના ગયા પછી હું ખૂબજ ગહેરા શોકમાં ડૂબી ગયો હતો મને તેમ કરવા માટે મારા બધાજ સગાંવહાલાંએ ખૂબ ફોર્સ કર્યો હતો અને ખૂબજ સમજાવ્યો પણ હતો પરંતુ તેમ કરવા માટે મારું મન જરાપણ માનતું નહોતું કારણ કે હું મારી રીમાને ખૂબ જ ચાહતો હતો અને તે પણ મને ખૂબજ પ્રેમ કરતી હતી અમે બંનેએ સાથે મળીને લગ્નજીવનના ખૂબ સ્વપ્ન જોયા હતા પરંતુ ધાર્યું તો ધણીનું જ થાય છે તે કહેવત છે ને તે સાચી છે. થોડા સમય પછી એવું વિચાર્યું પણ હતું કે તેનાં જેવી ચાહવાવાળી જો કોઈ મળી જશે તો ચોક્કસ લગ્ન કરી લઈશ પણ હજીસુધી મારી રીમા જેવી કોઈ બીજી છોકરી મને મળી નથી.." અને ધીમંત શેઠની નજર સામે હજુપણ પોતાની રીમા તરવરી રહી હતી અને તેમણે એક ઉંડો નિસાસો નાંખ્યો.
અપેક્ષા વાતને વળાંક આપતાં બોલી કે, "એટલે હજુ તમારી શોધ પૂરી નથી થઈ એમ જ ને..?"
"હા બસ એવું જ સમજને.." અને ધીમંત શેઠે અપેક્ષાની સામે જોયું અને સ્માઈલ આપ્યું.
અપેક્ષા અને ધીમંત શેઠ વચ્ચે આ બધી વાતો ચાલી રહી હતી અને એટલામાં લાલજી ગોલ્ડન ટ્રેમાં સિલ્વર કોટેડ બાઉલમાં ચા અને નાસ્તામાં ગરમાગરમ પૌંઆ બનાવીને લાવ્યો એટલે ધીમંત શેઠે અપેક્ષાને ચા નાસ્તો લેવાનું કહ્યું.
ચા નાસ્તો કરતાં કરતાં ધીમંત શેઠ અપેક્ષાને તે હવે આગળ શું કરવા માંગે છે તે વિશે થોડી પૂછપરછ કરવા લાગ્યા.
અપેક્ષા ભણેલીગણેલી અને ખૂબજ હોંશિયાર છોકરી હતી એટલે તે કોઈ સારી જગ્યાએ જો પોતાને જોબ મળી જાય તો કરવા ઈચ્છે છે તેમ તેણે જણાવ્યું. ધીમંત શેઠે તેને એકાઉન્ટ વિશે, કમ્પ્યૂટર વિશે કેટલું નોલેજ છે તે જાણી લીધું અને બીજે દિવસે પોતાની ઓફિસમાં તેને જોબ માટે બોલાવી.
અપેક્ષાએ મારી મોમને પૂછીને હું આપને જવાબ આપું તેમ જણાવ્યું અને ચા નાસ્તો કરીને ફરીથી ધીમંત શેઠનો તેમજ લાલજીભાઈએ તેને ચા નાસ્તો કરાવ્યો તે બદલ તેમનો આભાર માનીને તે પોતાના ઘરે જવા માટે નીકળી...
વધુ આગળના ભાગમાં...
શું લક્ષ્મી અપેક્ષાને ધીમંત શેઠને ત્યાં જોબ કરવા માટે મોકલશે..??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/1/23