કિંમત : ₹ 299 /- ( ભાષા : ગુજરાતી)
ભાવાનુવાદ : ચિરાગ ઠક્કર ' જય '
લેખક વિશે : હાલના સમયના ભારતના જાણીતા પૌરાણિક કથાશાસ્ત્રી તથા એક એવા કટાર લેખક જે જ્ઞાન અને તથ્યોને આધારે ભારત- વર્ષનો ઈતિહાસ, ધર્મ, પરંપરા, માન્યતાા, સંસ્કૃતિ જેવા વિષયો આજની નવી પેઢીને રસપ્રદ રીતે પિરસી રહ્યા છે.
** ** ** ** ** ** ** ** ** ** ** **
# પ્રસ્તાવના
આવો હવે શરુ કર્યે સફર આપણા પુસ્તકની ,
આપ સૌને મારા પ્રણામ 🙏 ,
# મુખ્ય-પૃષ્ઠ
કોઈપણ પુસ્તકના વાંચનની શરૂઆત તેના મુખ્ય- પૃષ્ઠ એટલે કે કવરપેજ થી થઈ જતી હોય છે. આ પુસ્તકના સોનેરી ચમકતા મુખ્ય પૃષ્ઠ પર શ્રી શ્રવણ કુમાર તથા કાવડમાં બિરાજમાન તેમના પૂજનીય માતા-પિતાના દર્શન સરળ તથા કલાત્મક ચિત્રકારી સ્વરૂપે થાય છે.
# સ્થળ
આગળ વધતા બીજા નંબરના પાના ઉપર 32 તીર્થસ્થાન નાં નામ દર્શાવ્યા છે. તેમાંથી કેટલાક જાણીતા, કેટલાક અજાણ્યા, તો કેટલાક અટપટા શહેર તથા સ્થળના નામ જોવા મળે છે.
# પરિચય
પરિચય વિભાગ તરફ આપેલી પ્રથમ અનુક્રમણિકા માં આ 32 સ્થળોને તેમના નિર્માણ- સમય ને 3000 પૂર્વે થી લઈને વર્તમાન સુધીમાં વિભાજિત કરેલ જોવા મળે છે. જે અનુક્રમણિકા તરફ વાચકનું ખાસ ધ્યાન દોરે છે.
વૈદિક કાળ - 3000 વર્ષથી - 5 સ્થળ
શ્રમણયુગ - 2500 વર્ષથી - 3 સ્થળ
પૌરાણિક યુગ - 1500 વર્ષથી - 6 સ્થળ
તાંત્રિક યુગ - 1000 વર્ષથી - 4 સ્થળ
મુસ્લિમ યુગ - 800 વર્ષથી - 4 સ્થળ
ભક્તિ યુગ - 700 વર્ષથી - 4 સ્થળ
યુરોપિયન યુગ - 400 વર્ષથી - 3 સ્થળ
ભારત દેશ - વર્તમાન - 3 સ્થળ
આગળ ના ભાગ - પરિચય વિભાગમાં શ્રવણ કુમારની લોક જાણીતી સંક્ષેપમાં વાર્તા કહેવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇતિહાસમાં તીર્થ સ્થાનોનું મહત્વ દર્શાવે છે.
ત્યારબાદ ભારત વર્ષની ઉત્પત્તિ, વિભિન્ન સમયમાં તેનું સ્થાન તથા નામ, સરિતા, સંસ્કૃતિ, શિવ - શક્તિ, શ્રી વિષ્ણુ તથા તેમના અવતાર, જૈનના પર્વત શિખરો, બૌદ્ધ ના સ્તૂપ, નદીઓ નાં સંગમ સ્થાનો તથા વનવાટિકા વિશેની ટૂંકી જાણકારીનો સાર તીર્થ સ્થાનોની ઉત્પત્તિ ના મૂળ રજૂ કરે છે.
# મુખ્ય ઉદ્દેશ
અનુક્રમણિકા તથા પરિચયની જાણકારી સૂચવે છે કે પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ ભારત વર્ષના વિવિધ યાત્રા સ્થળો ના ઉદગમન, તેણી જાણકારી અને તેના ગહનમાં રહેલી વાર્તા તથા મહત્વ સમજાવવાનો છે.
*** *** *** **** *** *** ***
પ્રથમ - વૈદિક કાળ - સ્થળ 5
વૈદિક કાળ એટલે ભ્રમણ કરતા સંતો - ઋષિઓનો સમય.
સ્થળ 1 - વારાણસી - દેવોનું નગર - પુરાણી નગરી
રાજ્ય : ઉત્તર પ્રદેશ
ગંગાના ઉત્તર પ્રવાહ પર વસેલા કાશી શહેરની સિદ્ધિઓ, ત્યાંના સાધુઓની અલૌકિક શક્તિઓ , શિવનું પ્રિય રહેઠાણ તથા રાજા દીવોદાસનો સમૃદ્ધ રાજ્ય એટલે વારાણસી ......
આ તીર્થસ્થાન જેટલું કાશી વિશ્વનાથ સ્વરૂપે હિન્દુ ધર્મનાં લોકો માટે મહત્વનું છે, તે જ રીતે કબીર અને તુલસીદાસનું આ નગર સુફી પરંપરાના મુસ્લિમો માટે પણ મહત્વ ધરાવે છે. બૌદ્ધ ધર્મના ચાર તીર્થકરોની આ જન્મભૂમિ છે.
આ તીર્થસ્થાનના પરિચયમાં રાજા દીવોદાસ ની વાર્તા ખૂબ રસપ્રદ લાગશે.
* * * * * * * * * * * *
સ્થળ - 2 - સૌંદત્તી - રેણુકા દેવી મંદિર- યેલ્લામ્મા મંદિર - મસ્તક કપાયેલ મા
રાજ્ય : કર્ણાટક
આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા નિર્માણ પામેલ આ પ્રાચીન બાંધકામ - મંદિર વિશે અંકિત કરેલ વિભિન્ન લોકવાર્તાઓ અને તેની સાથે સંકળાયેલ રિવાજો આશ્ચર્ય પેદા કરનારા છે.
વિષ્ણુનાં પાચમાં અવતાર એવા પરશુરામ અને તેમના માતા એટલે રાજકુમારી રેણુકા દેવી.
પરશુરામ દ્વારા પોતાની જ માતા ના મસ્તકને વિંઝવાની વાત અને ત્યાર બાદ રેણુકા દેવીનું મસ્તક મૂર્તિ સ્વરૂપે માથે મૂકીને પૂજન કરવાની રીત, માતા ને સમર્પિત થતી કુંવારિકાઓ, યોગ્ગપા અને યોગતી બનતા સ્ત્રી પુરુષો ની વાત, દરેક વસ્તુને પુસ્તકમાં ખુબ ઝીણવટ પૂર્વક દર્શાવાવમાં આવી છે.
મનોવૈજ્ઞાનિક દષ્ટિ એ, માતા રેણુકા ની વાર્તા હાલ નાં સમય શું શીખવી જાય છે, તે લેખકની દષ્ટિ એ કહેવામાં આવ્યું છે. જે ખુબ સંવેદનશીલ વિષય છે.
* * * * * * * * * * * *
ક્રમશ
- દીપ્તિ ઠકકર