ગતઅંકથી શરુ
પ્રભાએ કારની બ્રેક મારી અને ત્યાં અનિરુદ્ધ કઈ બોલે તે પહેલા જ વિશ્વાસએ પોતાનું કથન રજુ કરતા જણાવ્યું, આશ્રમમાં મારી ટીમ છે જે બાસ્કેટ બોલ શીખવશે ભાણીયાને, પ્રભા હસવા લાગી હા હા કોલેજના સમયથી વિશ્વાસ લીડર રહ્યો એની ટિમ તો રહેવાની જ ને, કાર આગળ વધવા લાગી અનિરુદ્ધ પોતાના ઓફિસે ગયો અને પ્રભાએ કારને પોતાના ઓફિસના પાર્કિગમાં ઉભી રાખી ટેબલ ઉપર એક ફાઈલ હતી ડિફેન્સમાં સબૂત હતા જેને અદાલત આગળ રજુ કરવાનાં હતા જમીન હતી જેની ઉપર દબાણ હતું એક ક્રિમિનલનું જેની ઉપર 2 ધોકેધાડીના કેશ અને એક મારપીટ કરવાનો કેશ હતો, પ્રભાએ કેશ વાંચવાનું શરુ કર્યું અને બીજા દિવસે મિટિંગ ફિક્સ રાખી જે વ્યક્તિનો કેશ તે લડવાની હતી..
પ્રભાએ તેની સામે બેઠેલા બ્રેઈલ લિપિમાં કંઈક વાંચી રહેલા વિશ્વાસ ઉપર પોતાની એક મંદ મુસ્કાન સાથે જોતા કહ્યું શું વાંચે છે વિશ્વાસ,? કઈ નહિ પ્રભા નવલકથા છે ડીટેકટીવ સ્ટોટી વાંચું છું જેથી મને તારા આ કેશો જાણવામાં પણ મદદ મળી રહે વિશ્વાસે મંદ અવાજે હસતા હસતા કહ્યું,...." ઓ વિશ્વાસ એટલે જ તું આખો દિવસ કંઈક ને કંઈક વાંચ્યા કરે જેથી ભવિષ્યમાં તને કામે લાગે એજ ને? પ્રભાને થોડી શરારત સુજી, હા પ્રભા કોઈ સારા વકીલે કહ્યું છે વાંચેલું ક્યારેય અસફળ જતું નથી અને એ વકીલનું જીવન પણ વાંચવા મળે તો હું વાંચીશ વિશ્વાસના અવાજમાં ગહેરાઈ હતી સાથે - સાથે સમજણની સાચોટતા પણ ખરી..
ફરીથી વિશ્વાસ નોવેલ વાંચવા લાગ્યો એના હાથ બ્રેઈલ લિપિ ઉપરના અક્ષરોને સારી રીતે સમજી શકતા હતા કારણકે હવે ટેવ પડી ગઈ હતી અને અંધકારને બ્રેઈલ લિપિ દ્વારા સમજીને પ્રકાશ સાથે પરોવવું એને ગમતું હતું.....જાસૂસી કહાનીનો ગહેરો પ્રભાવ માણસ ઉપર પડતો હોય છે જો માણસ ખુદને એ કહાનીથી તત્પર ગણાવવા લાગે તો ઘણી બાબતો તેના આચરણમા પણ લાવી શકાયઃ છે નવલકથાના પહેલા પ્રકરણના અંતમાં આ પ્રકારના ફિલસૂફીથી ભરપૂર શબ્દો હતા..
વિશ્વાસે બગાસું ખાતા કહ્યું પ્રભા ચાલ મેં એક પ્રકરણ પૂરું કર્યું અને સાંજ પણ થઇ ગઈ છે ઘરે જઈએ, પ્રભાએ પણ વોલ ઉપર લાગેલી ઘડિયાળ ઉપર નજર ફેરવતા કહ્યું હા 8 વાગવા આવ્યા એને ફાઈલ લીધી અને વિશ્વાસનો હાથ પકડી એને ઉભો કર્યો ઓફિસના બોસ એટલેકે એના કાકાએ પણ તેમને જવાની પરવાનગી આપી, કરમાં બેઠા પછી કેયા એ ચાવી ગુમાવી કાર પાર્કિગમાંથી બહાર નીકળ્યા બાદ પ્રભાએ કહ્યું શું કરે છે તારી સપનાની રાજકુમારી? વિશ્વાસે હસતા મોઢે કહ્યું કઈ નહિ મેં હજી એનો ફેસ નથી જોયો કારણકે એ સપનામાં આવે છે એક પહાડ ઉપર ઉભી હોય છે જેવો હું એની નજીક જાઉં છું એવુ જ સપનું પૂરું થાય છે અને એલાર્મ વાગવા માંડે છે.. બંને ખડખડાટ હસવા લાગ્યા...
કાર ધીરે ધીરે વિશ્વાસના ઘર નજીક પહોચી અને વિશ્વાસ ઘરે પહોંચ્યો ત્યાંથી કાર પ્રભાએ આગળ પોતાના ઘર તરફ વધારી રસ્તો સુમસાન હતો એટલા માટે એનું મન સોન્ગ સાંભળવાનું થયું એને શરુ કરેલું સોન્ગ ધીરે ધીરે કરમાં પ્રસરી ગયું જેના બોલ હતા વ્હાલામ આવોને... આવોને વ્હાલામ આવોને... સોન્ગ પૂરું થતા થતા પ્રભાનું ઘર આવી ગયું પ્રભાએ જમ્યા પછી ડાયરીમાં આજના દિવસ વિશેની માહિતી લખી...
પ્રભાથી સવા નવ વાગ્યાં આસ પાસ બેડ પર વિચારો કરતા કરતા ઊંઘમાં ડુબાઈ જવાયું, અચાનક કોલેજની યાદો સ્વપ્ન રૂપે આખો નજીક વહેવા લાગી બાસ્કેટ બોલ રમતો વિશ્વાસ બોલને બાસ્કેટમાં જતો હતો અને અચાનક તે લપસ્યો અને પ્રભાથી બોલાયું વિશ્વાસ...