The Author वात्सल्य Follow Current Read દિવ્યાંનો જન્મદિવસ By वात्सल्य Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books My Devil Hubby Rebirth Love - 55 अब आगे छिपकली सुन कर उस लड़की ने अपने हाथों की मुट्ठी गुस्से... तेरी मेरी यारी - 12 (अंतिम भाग) (12)मकान पर पहुँच कर संजय ने दरवाज़ा खटखटाया। रॉकी ने... मोमल : डायरी की गहराई - 38 पिछले भाग में हम ने देखा कि फीलिक्स ने खुद पर काबू तो कर लिय... Secret Billionair जंगलों के बीचों बीच बना एक सुनसान घर जिसके अंदर लाशों का ढेर... बैरी पिया.... - 58 अब तक : शिविका बोली " क्या आप खिला सकती हैं दादी... ?? " ।शि... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share દિવ્યાંનો જન્મદિવસ (3) 730 1.8k દિવ્યાનો જનમ દિવસ🌹🌹💞🌹🌹દિવ્યા એટલે ડાહી દીકરી,દિવ્યા એટલે નમ્રતાની મૂર્તિ,દિવ્યા એટલે કુનેહ અને કામમાં પ્રવીણ છોકરી, દિવ્યા એટલે દિલનો દરિયો,દિવ્યા એટલો મહેફિલની મીણબત્તી,દિવ્યા એટલે જાતે બળીને વાતાવરણ ને ખુશ્બુથી ભરતી અગરબત્તી,દિવ્યા એટલે દિવ્યતાની મૂર્તિ, દિવ્યા એટલે દરેકને ગમતી ફુલપરી.ભગવાને એને ખુબ નવરાશની પળમાં એક એક અંગ પાછળ તન્મયતાથી તૈયાર કરેલી સાક્ષાત સંગેમરમરની મૂર્તિ.તેને માટે જેટલી ઉપમા આપીયે તો પણ ઉપમા આપનાર પૂરું વર્ણન ન કરી શકે એવી સૌની લાડકવાયી દીકરી.લલાટ પર શોભતી ઝીણી ઝીણી ચાંદની.હાથ એના કોમળ, કોઈ અડકે તો એને ડાઘ પડે એ બોલે તો જાણે જસવંતિના ફૂલો ખરતાં લાગે.આવી અદ્ભૂત મૂર્તિ માટે તેના મમ્મી પપ્પા,તેનો ભાઈ,આખા ગામની દરેક છોકરીઓની એ ચહિતિ હતી દિવ્યા!!દિવ્યાની સહેલીઓનો આખા ગામની, કોઈ એમ ન કહી શકે કે દિવ્યા મારી સખી નથી.દિવ્યાની દરેક સખી દિવ્યા મારી બેનપણી છે,તેમ અન્યને કહેવાનું ગૌરવ સમજતી.કોઈ એમ ન કે કે આ દિવ્યાની બેનપણી નથી!તેને દરેકમાં દિવ્યતા દેખાતી.અને તેની આંખ બધામાં દિવ્યતા જોતી.દરેકમાં તે પ્રેમની દિવ્યતાનાં દર્શન કરતી મૂર્તિ એટલે જાણે મંદિરમાં સોળે અલંકાર સજાવીને દર્શન માટે ખુલ્લી મુકેલી મૂર્તિ!આટલી અપ્રતિમ ત્રિલોક સુંદરી દિવ્યતાની આંખો,કાન,હોઠ,ગાલ,નાક જોઈને જ તેના પપ્પાએ જ જેવી અવતરી તેવીજ એના ગ્રહો ચોઘડિયાં,રાશિ ચક્ર જોઈ તેનું નામ "દિવ્યા" જ રાખવું તેવા હરખે સમાતા પપ્પાએ જ એનું નામ દિવ્યા જ રાખી લીધું.દિવ્યાની આજે" birthday" હતી.દિવ્યા હવે ખાસ્સી મોટી દેખાતી હતી.આજે તેના જન્મદિવસની ખુશીમાં નાનકડો બર્થ-ડે સેલિબ્રેશનનો એક રાત્રી કાર્યક્રમ પણ આયોજિત કરેલો હતો.સૌ બેનપણીઓ,મિત્રોને આમંત્રિત કરેલા હતા.તેની કોલેજના પ્રોફેસરથી માંડી સહધ્યાયી મિત્રો પણ આ નાનકડા પરંતુ ભવ્ય ઉત્સવ નિહાળવા આવી પહોંચ્યા હતા.કોલેજમાં તેનું ત્રીજા વરસનું રિઝલ્ટ પણ જોગનુજોગ આજે આવી ગયું હતું.દિવ્યા બધામાં દિવ્ય હતી તો ભણવામાં પણ તે તેજસ્વી હતી.તેનો પ્રથમ નંબર હતો.પોતાના ક્લાસના સ્ટુડન્ટ સાથે પ્રોફેસર્સ પરિવારને આમંત્રણ હતું.પાલનપુરથી નજીકનાં ગામડે પોતાને ઘેર આ અવસર રાખ્યો હતો.ગામની દરેક સખીઓને આ નાનકડા અવસરને દીપાવવા આવી જવા આમંત્રણ કાર્ડ એડવાન્સ પહોંચાડી દીધાં હતાં.સાચું તો એ હતું કે તે જાતે આ નાનકડા ગામની અંદર ઘેર ઘેર જઈ રૂબરૂ આમંત્રણ આપી આવી હતી.તે ખુબ ખુશ હતી.ડબ્બલ ખુશી હતી.રસોયાને બોલાવીને નાસ્તા ચા ઠંડા પીણાંની અદ્ભૂત વ્યવસ્થા કરી હતી.તેના એક શબ્દે કોઈ જ કામ બાકી રહી ગયું નહોતું. સૌ આમંત્રિત હાજર હતાં.કેક ઘરને આંગણે સુશોભિત રંગોળીમાં એક નાનકડા સ્ટુલની ઉપર મુકવામાં આવી.આ તેનું એકવીસમું વરસ સ્ટાર્ટ થવાનો દિવસ હતો.એ પહેલી વખત આ સેલિબ્રેશન આયોજિત કરી રહી હતી.અપાર ખુશી હતી.તેનો નાનો ભાઈ તેના પપ્પા મમ્મી બધાંજ તૈયાર થઇને હાજર હતાં.સંગીત ધીમું ધીમું વાગતું હતું.રંગબેરંગી રોશનીથી તેનું ઘર ઝળહળી ઉઠ્યું હતું.ફળીયાના બાળકો માટે ચોકલેટથી માંડી નાની નાની ચેરનો ઓર્ડર આપતાં તે યોગ્ય જગ્યાએ ગોઠવાઈ ગયાં હતાં.તેના પપ્પાએ તેની લાડકી દીકરી માટે તેના જન્મદિવસની ઉજવણીમાં કોઈ કચાસ ન રહે તે માટે થાય તેટલો તમામ ખર્ચ કરી લાડકી દીકરી માટે આ અવસર માંડ્યો હતો. દિવ્યાના પપ્પા એક ખાનગી કંપનીના માલિક હતા.એટલે તેની લક્ષ્મી જેવી દીકરીને ઉછેર માટે માટે કોઈ જ કમી બાકી રાખી ન હતી.તેની મમ્મીએ પોતાની લાડકી દીકરી માટે અગાઉથી તેને ગમતાં ડ્રેસ ડિઝાઇન કરી રાખ્યા હતા.પોતાના પરિવાર સહિત તમામ મહેમાનો હવે કેક કાપવાની પળ માટે દિવ્યાની રાહ જોવાઈ રહી હતી.તેની સખીઓ દિવ્યાને તેના કક્ષમાંથી શણગારી ધીમે ધીમે અગાઉથી ફૂલોવડે સજાવેલી કેડી પર એક એક કોમળ પગલાં પાડતી લાવવામાં આવી.તેના બન્ને બાજુઓને પકડેલી સખીઓ પણ ખુબ ખુશ હતી.નાનકડા ચોકમાં સજાવેલા મંડપમાં તારલીયા ટમટમતા હતા.વિવિધરંગી રોશનીથી દિવ્યાની બર્થડેના live casting દરેક મિત્રો પોતાના મોબાઈલમાં સેવ કરી રહ્યા હતા.વિડિઓ ગ્રાફી પણ ખુબજ સરસ રીતે દરેક આમંત્રિતને કચકડે મઢી રહ્યા હતા.દિવ્યાને એક સુશોભિત ચેર પર બેસાડવામાં આવી કે જેથી દરેકને દેખાય અને આ અવસરને પોત પોતાના મોબાઈલમાં યાદગીરીની ભેટ સચવાય તેમ પ્રયોજિત થઇ રહ્યું હતું.ત્યાં દિવ્યાના પપ્પા બોલ્યાં...... દિવ્યા બેટા એક મિનિટ થોભી જા........બધાંની નજર દિવ્યાના પપ્પા એવા દેવશંકર દવે પર પડી. બાજુમાં દિવ્યાની મમ્મી મરક મરક હસતાં જોઈ બધાંને આંચકો લાગ્યો છતાં કોઈ હજુ એક વધુ ખુશીનું પિંછું ઉમેરાવાનું હોય તેમ દરેકની આંખમાં વીજળીના પલકારા જેમ આ પળ ચમકાવી ગઈ.પરંતુ ખુશીની આ પળ એટલે તેના પપ્પાના ગળે આવીને ઉભા રહેલા શબ્દો તરફ ફરી બધાંની નજર અને કાન ગયા.આજે મારે આંગણે એક નાનકડો પરંતુ મારી લાડકી અને સૌની લાડકી દિવ્યાના જન્મદિવસ નિમિત્તે આ અવસરમાં આપ સૌ મારે આંગણે મારી દીકરીના પરસ્પર પ્યારથી પોતાનો અગત્યનો સમય કાઢી આવ્યા છો તેનો મને મારા પરિવારને ખુબ આનંદ છે.અને એ આનંદ આપ સૌને પણ છે.પણ હજુ એક ખુશી મારી દિવ્યા માટે અહીં રજૂ કરું છું....એમ કહી.....કઈંક દૂર દૂર ઉભેલા બધાથી દૂર અને બધાંના અજાણ્યા એવા એક યુવક પર મીટ મંડાણી.દિવ્યા પણ ક્ષણિક ક્ષોભસહ પપ્પાના હોઠ સામું તાકી રહી પરંતુ મમ્મીના ચહેરા પર હાસ્યની છોળો ઊડતી જોઈ મનોમન તે પણ ખુશીના કોઈ મેસેજ હશે તેમ માની પપ્પા પર નજર સ્થિર કરી શબ્દો સાંભળવા આતુર થઇ.તેના પાપા બોલ્યા.... મારી દીકરી માટે એક બીજી ખુશી અત્યારે આપવા માગુ છું તે.......,ક્ષણિક શબ્દોને અટકાવી....... તેના પપ્પાનો ઈશારો સમજી એક સોહામણો યુવક આવી ઉભો હતો...મારી દીકરી માટે મને જેટલી ખુશી છે,તે ખુશીને બેવડાવી આજે અત્યારે બધાંની વચ્ચે કહું છું,કે દીકરીની ચીરકાળ ખુશી "દેવાંગ" ના હાથમાં દિવ્યાંનો હાથ આપી વ્યક્ત કરું છું.આ સાંભળી તાળીઓના ગળગળાટ થયા દેવાંગ દિવ્યાને ગમતો હતો.પપ્પાના મિત્રને ઘેર અવાર નવાર દિવ્યા પપ્પા સાથે જતી એટલે પપ્પાના મિત્રનો પુત્ર દેવાંગ દિવ્યાને પસંદ કરી બેઠો હતો.પરસ્પરની લાગણીઓ બન્ને પક્ષ અનુમતી અગાઉથી લઈને આ એક પ્રસંગ ઉભો કર્યો હતો...પપ્પાને દિવ્યા કહેતી પાપા મને દેવાંગ ગમે છે.જયારે પણ તમે મારું સગું કરવાના હો ત્યારે કરજો.. પણ દેવાંગ વગર બીજે નહીં કરતા.જુઓ ને દેવાંગ ના મમ્મી પપ્પા પણ કેટલાં સારાં છે.તમારા મિત્ર પણ છે.!!!તમારી દીકરી તમને વ્હાલી છે તો એક પીછું વ્હાલનું ના દઈ શકો?તમેં દેવાંગના પપ્પા જોડે વાત કરી લો..ને પપ્પા!તમે મને ખુશી આપવામાં ક્યાંય કસર કરી નથી.આખા ગામમાં હું લાડકી છું.જેટલી તમારી છું.આખુ ગામ કોલેજ મારી ખોટી વાત નહીં કરતું.તમે જેટલા સમજુ છો તેટલા પપ્પા તમેં ઉદાર પણ છો.ભલે હું તમારી દીકરી હોઉં પણ મારો ઉછેર તમેં એક મિત્ર ભાવે કર્યો છે.મારી કોઈપણ મનની મૂંઝવણ તમને કહીં છે.અને તમેં સમયે સમયે દૂર પણ કરી છે.તો તમારી આ દીકરીની આ વાત તમેં નહીં જ અવગણો.દિવ્યાના પપ્પા આ બધી આજીજી મનમાં સંઘરી મનમાં સંકલ્પ લઇ બેઠા હતા કે દિવ્યાની પસંદ ખોટી નથી.પરંતુ તેનું સ્ટડી પૂરું થાય અને કોઈ સારો પ્રસંગ જોઈ હું દિવ્યાનું સગું દેવાંગ સાથે જ કરીશ.આ વાત દેવાંગના પપ્પાને કહીં હતી એટલે વાત બધી પાકી જ હતી.માત્ર અવસરનો મોકો જોવાતો હતો.જેટલી વખત દેવાંગના ઘેર પપ્પા જતા તેટલી વખત દિવ્યા સાથે જતી.તેને જવાનો ઉમળકો તેને તેના દેવાંગને મળવાનો હતો.જે આજનો અવસર ઉત્તમ હતો.સમય જોઈ દિવ્યાને ભેટ આપવી હતી.દીકરી દિવ્યા ઉભી થઇ દેવાંગને નમન કરી પપ્પા મમ્મીના આશીર્વાદ લઇ...પપ્પાને ભેટી પડી. ..પપ્પા પપ્પા તમેં મારા પપ્પા તો હતા પણ સાચા મિત્ર આજે ઠર્યા.નાના ભાઈની નજીક બોલાવી ચારેય જ્ણની એક લાક્ષણિક તસ્વીર ખેંચી દિવ્યા સાથે એક વધુ ચેર લાવી જોડાજોડ દેવાંગ જોડે એ ગોઠવાઈ.એકમેકના હાથે કેકચપ્પુ વડે કેક કાપી સૌએ તાળીઓથી સુપર જોડી ને વધાવી લીધી.કેક સૌને વહેંચી પોતે એકમેકને મોમાં મૂકી....નાસ્તો કરી સૌ ગરબે ઘુમ્યાં.... - વાત્ત્સલ્ય Download Our App