Pranay Parinay - 8 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 8

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 8

'સમાયરા.. ખબરદાર બીજી વાર એ શબ્દ બોલી છે તો..' વિવાન ખીજાઈને બોલ્યો.


'શું કામ પતિદેવ..? મારા વરને પતિદેવ ના કહું તો કોને પાડોશીને કહું?' સમાઈરાએ એને હજુ વધુ ચીડવ્યો.


કાવ્યાને આ જોવાની મજા પડતી હતી.. વૈભવી ફઈ સમાઈરાને આંખો બતાવીને વારવાની કોશિશ કરી રહ્યા હતા.


'ફઈ આને કંઈ કહો.. નહીં તો હવે હું મારીશ.. ' વિવાને ફઈને ફરિયાદ કરી.


'શું તમે બેઉ તોફાને ચઢ્યા છો? નાના છો હવે!? અલી એય સમી.. તું ઉતર તો નીચે..' વૈભવી ફઈએ ડારો આપ્યો. પણ સમાઈરા પર કોઈ અસર ના થઈ.


'હવે તું જો..' કહીને વિવાને એક પડખે ઝૂકીને સમાઈરાને સોફા પર પટકી.


'આઉચ.. ઓ માઆઆઆ…' સમાયરા ચિલ્લાઇ.



**

પ્રણય પરિણય ભાગ ૮



'આ શું… પતિદેવ? ઘરવાળીને આમ પટકાય?'

સમાઈરા ઉભી થતાં બોલી.


'શટ અપ.. ડોન્ટ કોલ મી પતિદેવ.. અને તને કોણે ડાહી કરી હતી મારી પીઠ પર ચઢવા માટે?' વિવાન ભવાં ઉંચકીને બોલ્યો.


'હાં તો પીઠ પર જ તો ચઢી હતી.. માથા પર તો નહોતી ચઢીને? અને હું એકવાર નહીં દસ વાર કહીશ પતિદેવ..' સમાઈરા વિવાનના ચાળા પાડતા બોલી.


'આહહ.. ડિસગસ્ટિંગ…' કહીને એ પાછળ ફર્યો અને કાવ્યા પાસે ગયો.


'હાઉ આર યૂ ફીલિંગ નાઉં..?' વિવાને કાવ્યાના માથે હાથ મૂકીને પૂછ્યું.


'આઇ એમ ફાઇન નાઉં ભાઈ.' કાવ્યા મુસ્કુરાતી બોલી.


'ગુડ.. મહારાજને બોલ મારી કોફી મારા રૂમમાં મોકલાવે.' કહીને વિવાન તેની રૂમમાં ગયો. જતાં જતાં સમાઈરા તરફ મોઢું મચકોડતો ગયો.


'હાય.. મૈ મર જાઉં..' સમાઈરા વિવાનની પીઠ તરફ જોઈને બોલી, અને સોફા પરથી ઉભી થઇ.


'તારો ભાઈ એક નંબરનો ખડુસ છે..' સમાઈરા કાવ્યા પાસે જઈને બોલી.


'તો પછી તું એને છંછેડે છે શું કામ?' કાવ્યાએ પૂછ્યું.


'એને ચીડાયેલો જોવાની મને મજા આવે છે યાર.. અને બસ છ મહિના ખમી જા.. એકવાર મારી ડિગ્રી થઇ જાયને પછી આ ઘરમાં હું વહુ બનીને આવીશ.. પછી તારે મને ભાભી કહેવાની સમજી? સમ્મુ.. ને બચ્ચા.. ને એવું બધું બિલકુલ નહીં ચાલે.' સમાઈરા બોલી.


'એ તો જ્યારે ભાઈ તને પરણશે ત્યારે ને?' કાવ્યા લટકો કરીને બોલી.


'વ્હોટ ડૂ યૂ મિન?'


'આઇ મિન, ભાઈને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ તો?' કાવ્યા મસ્તી કરતાં બોલી.


'મજાકમાં પણ આવું બોલવાનું નહીં.. આઇ ડોન્ટ લાઈક ઈટ.. ' બોલીને સમાઈરા પગ પછાડતી પોતાની રૂમમાં ગઈ.


'આવુ કેવુ..! પોતે મજાક કરે તો ચાલે.. બીજાએ નહીં કરવાની. ગજબ કહેવાય.. હે ભગવાન બચાવજે મારા ભાઈને..' કહીને કાવ્યા કિચન તરફ ગઇ.

**

ગઝલની રૂમમાં મ્યુઝિક સિસ્ટમ પર લાઉડ મ્યુઝિક વાગી રહ્યું હતું અને ગઝલ એ મ્યુઝિકના તાલે બેડ પર કુદકા મારતી નાચી રહી હતી.

નીચે એના ઘરની બેલ વાગી. કામવાળી ગીતાએ દરવાજો ખોલ્યો.


સામે એક વ્યક્તિ સુંદર મજાનો ફૂલોનો બૂકે લઈને ઉભો હતો.


'કોનુ કામ છે..?' ગીતાએ તે વ્યક્તિને પૂછ્યું.


'મિસ ગઝલ કાપડિયા માટે આ બૂકે અને ચોકલેટ છે.' એ વ્યક્તિ બૂકે આગળ કર્યો.


'કોણે મોકલાવ્યો છે?' ગીતાએ પૂછ્યું.


'એ તો મને આઈડિયા નથી, હું તો ડિલિવરી બૉય છું.'


'એક મિનિટ ઉભો રહે ભાઈ..' બોલીને ગીતાએ કૃપાને સાદ પાડ્યો : 'ભાભી… જરા આવો તો..'


'શું થયું ગીતા..?' કૃપા એના રૂમમાંથી બહાર આવતા બોલી.


'આ ભાઇ ગઝલબેન માટે ચોકલેટ અને ફૂલ લાવ્યો છે, કોણે મોકલાવ્યા પૂછ્યું તો કેય ખબર નથી..' ગીતા બોલી.


'હા ઠીક છે તું અંદર જા.' કૃપાએ એને અંદર મોકલી અને ડિલિવરી બૉયને એજ ગીતા વાળો પ્રશ્ન કર્યો : 'કોણે મોકલ્યું છે આ?'


'મને ખબર નથી મે'મ, ફ્લાવર શોપ પર ઓનલાઈન બૂકિંગ હતું. અમે તો ફક્ત કુરિયર હેન્ડલ કરીએ છીએ. ઉપર કાર્ડ છે એમા નામ લખ્યું હશે મે'મ, અમને વાંચવાની છૂટ નથી.' ડિલિવરી બૉય બોલ્યો.


'ઠીક છે લાવ.' કૃપા બોલી.


'અહીં સાઇન કરી આપો મે'મ..'

કૃપાએ સાઇન કરીને બૂકે તથા ચોકલેટ્સ લીધા.


'ગઝલ માટે આવ્યો છે કોણે મોકલ્યા હશે?' બૂકે ટેબલ પર મૂકતાં કૃપા સ્વગત બબડી.

તેણે કાર્ડ કાઢ્યું અંદર સરસ લાઈન્સ લખી હતી.


"હૈ ઇશ્ક તો ફિર અસર ભી હોગા,

જિતના હૈ ઈધર, ઉધર ભી હોગા."

-Sweet Heart.


કાર્ડ વાંચીને કૃપાએ નવાઈથી આઇબ્રો ઉંચી કરી અને ગઝલને સાદ પાડ્યો.


'ગઝલઅઅ..' કૃપાએ જોરથી સાદ પાડ્યો પણ લાઉડ મ્યુઝિકને કારણે ગઝલને સંભળાયો નહીં.

છેવટે કૃપા બૂકે અને ચોકલેટનું બોક્સ લઇને ઉપર ગઝલની રૂમમાં ગઈ. ત્યાં જઇને જોયું તો મેડમ મસ્ત ફૂલ વોલ્યુમ રાખીને બેડ પર કૂદકાં મારીને ડાન્સ કરી રહી હતી. કૃપા તરફ એનું ધ્યાન જ ના ગયું.


કૃપાએ મ્યુઝિક સિસ્ટમ બંધ કરી. અચાનક મ્યુઝિક કેમ બંધ થયું એ જોવા ગઝલએ પાછળ ફરીને જોયું તો કૃપા હાથમાં ફૂલોનો બૂકે લઈને ઉભી હતી.


'અરે ભાભી.. મ્યુઝિક કેમ બંધ કર્યું? અને આ શું બૂકે લઈને ક્યાં ઉપડ્યાં?'


'તું ટીશર્ટ સરખુ કર પહેલા..' ગઝલના એક ખભા પરથી નીચે ઉતરી ગયેલા ટીશર્ટને જોઈને કૃપા બોલી.

ગઝલએ હોઠ વંકાવીને ટીશર્ટ સરખુ કર્યું.


'હમ્મ.. હવે આ લે..' કૃપા એના હાથમાં બૂકે આપતા બોલી.


'આ શું ભાભી મને કેમ આપો છો?' ગઝલએ પૂછ્યું.


'એ તારા માટે આવ્યો છે એટલે તને આપ્યો.'

ગઝલ કૃપાની સામે જોઈ રહી. તેને કંઈ સમજાઈ નહોતું રહ્યું.


'અને અંદર એક શાયરી લખેલું કાર્ડ પણ છે, ખોલીને જો.' કૃપા આંખો નચાવતા બોલી.


'મારા માટે? કોણે મોકલ્યું?' કૃપા બોલી


'એ તો તારે મને કહેવાનુ છે, અને બધુ સાચે સાચું કહેવાનું છે' કૃપાએ કહ્યુ.


ગઝલએ બુકે લીધો, કાર્ડ ખોલીને જોયું, અંદર લખેલી શાયરી વાંચીને એને આશ્ચર્ય થયું કે આવું કાર્ડ બૂકે સાથે કોણે મોકલ્યું હશે? એણે કાર્ડને આગળ પાછળ ફેરવીને જોયુ.


'શું થયું? જોયું કોણે મોકલ્યું છે?' કૃપાએ અધીરાઇથી પૂછ્યું.


'શું ખબર ભાભી... આ કાર્ડ પર તો નામ ઠામ કશું લખ્યું નથી, કોણે મોકલ્યું હશે?' ગઝલએ પણ આશ્ચર્ય પ્રગટ કર્યું.


'મતલબ તનેય ખબર નથી..?'


'ભાભી.. મને ખબર હોય તો હું તમને થોડી પુછું?'


'પેલુ ચોકલેટનું બોક્સ ખોલીને જો કદાચ એમાં નામ લખ્યું હશે' કૃપા બોલી.


ગઝલએ બોક્સ ખોલ્યું એમા ઘણી બધી ચોકલેટ હતી. એક કાર્ડ પણ હતું.

એમા લખ્યું હતું :

"મીઠી મીઠી ગર્લ માટે મીઠી મીઠી ચોકલેટ"


'આમા પણ નામ ઠેકાણું કંઈ નથી.' ગઝલ કૃપાને કાર્ડ દેખાડતા બોલી.


'હમ્મ... અનનોન લવર..' કૃપા એકદમ ધીમેથી બોલી છતાં ગઝલ સાંભળી ગઈ.


'શું ભાભી તમે પણ..' એ ખીજાઈને બોલી.


'અરે પાગલ.. વિચાર કર કોણ તને આ ચોકલેટ, બૂકે મોકલી શકે?' કહીને હસતી હસતી કૃપા નીચે જતી રહી.


કૃપાના ગયા પછી ગઝલએ ફરીવાર ધ્યાનથી બૂકે જોયો, ચોકલેટનુ બોકસ જોયું અને બેઉ કાર્ડસ્ પણ તપાસ્યા. પણ એને કોઈ હિન્ટ ના મળી.


'મને બૂકે કોણ મોકલી શકે..?' બોક્સમાંથી ચોકલેટ કાઢીને ખાતા ગઝલ વિચારી રહી હતી.


"મલ્હાર.." એને અચાનક સ્ટ્રાઈક થઇ: 'મલ્હારે જ મોકલ્યા હશે આ ચોકલેટ અને બૂકે.'


મલ્હારનો વિચાર આવતાજ ગઝલ રોમાંચિત થઈ ઉઠી. એના મનમાં તરંગો ઉઠવા લાગ્યાં. એ બેડ પર પડી.. એક તકિયો ઉઠાવીને છાતી સરસો દબાવ્યો. એના હોઠ પર મધુર મુસ્કાન આવી ગઈ. થોડી ક્ષણો પછી એના ખ્યાલમાં આવ્યું કે મલ્હારે એને પર્સનલ નંબર વાળુ કાર્ડ આપ્યું હતું.

એ સફાળા ઉભી થઇ. નંબર શોધવાની અધીરાઇમાં એણે તેની પાસે હતા એ બધા પર્સ કાઢીને ઠલવ્યા અને અંદરના બધા સામાનનો બેડ પર પથારો કર્યો.


ઘણું શોધવા છતાં એમાંથી મલ્હારનું કાર્ડ એને મળ્યું નહીં. એણે આખો વોર્ડરૉબ ખાલી કરી નાખ્યો પણ એને નિરાશા સિવાય કશું મળ્યું નહીં.


એ નીચે ગઈ અને કૃપાને પૂછ્યું:

'ભાભી.. મારી રૂમમાં કોઈએ સાફ સફાઇ કરી હતી કે? મારો અમુક સામાન મિસિંગ છે.'


'તારા રૂમની સફાઈ તો હું ખુદ માથે ઉભી રહીને કરાવું છું.. કોઈ વસ્તુ જવાની શક્યતા જ નથી.' કૃપા બોલી.


'એમ નહીં મારા પર્સમાં અમુક કાર્ડસ્ હતા જે નથી મળી રહ્યાં. તમે જોયા છે?' ગઝલએ પૂછ્યું.


'કયા કાર્ડ ? અમે કોઈ તો તારા પર્સને હાથ લગાવતા નથી.. હશે તો ત્યાં જ હશે, તું જો સરખી રીતે..' કહીને કૃપા પોતાના કામે વળગી.


ગઝલ ઉદાસ થઈને પોતાના રૂમમાં પાછી ફરી. એણે ફરી એક વાર બધો સામાન ફંફોસ્યો પણ મલ્હારનું કાર્ડ ક્યાંય મળ્યું નહીં એટલે ગઝલનો મૂડ ઓફ્ફ થઇ ગયો અ એણે ગુસ્સાથી બધો સામાન આમતેમ ફંગોળી દીધો.

.

.

ક્રમશઃ


**

❤ તમારી કોમેન્ટ્સ અને રેટિંગની રાહમાં.. ❤