કોલેજનો પહેલો દિવસ.
તો આગળના ભાગમાં તમે જોયું કે કેવી રીતે મિત અને પ્રિત બંને પાકા મિત્રો જુદા થયા અને મિત ભારે ગડમથલ સાથે કોલેજ માટે નીકળ્યો.
તમને.ઘણા બધા સવાલો થતા હશે જેમ કે....
શું થશે હવે?
શું બંને મળશે?
શું તેમની મિત્રતા આટલી જ હતી?
તો બધા સવાલોના જવાબ તમને મળશે આજના આ ભાગમાં
તો વાંચો અને આનંદ લો આજનો આ ભાગ- કોલેજનો પહેલો દિવસ.
મિત જાતજાતના વિચારો કરતો કરતો ક્યારે કોલેજ પહોંચી ગયો તેની તેને ખબર જ ના પડી. હવે મિત પોતાનું બાઈક પાર્ક કારી કોલેજમાં દાખલ થયો.મિતે કોમ્પ્યૂટર એન્જિનિરિગમાં એડમિશન લીધું હતું.તેણે બે-ત્રણ જણાને પોતાના કલાસ વિશે પૂછ્યું અને તે કલાસમાં પહોચી ગયો.
કલાસમાં દાખલ થતા જ તેને જોયું કે અહીં તો ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠેલા હતા.ઘણા લોકોના તો પોતાના ગ્રુપ પણ બની ગયા હતા.કેટલાક છોકરાઓ એકબીજાની મસ્તી કરતા હતા.તો કોઈ એકબીજાને પોતાનો પરિચય આપતા હતા.એક ખૂણામાં ૫-૭ છોકરીઓ બેઠેલી હતી અને વાતો કરતી હતી.કુલ મળીને આખા કલાસમાં બધા કંઈક ને કંઇક પ્રવૃત્તિ કરતા હતા.પણ આ બધાની વચ્ચે એક વ્યક્તિ બેન્ચ પર માથું નમાવીને સૂતી હતી અને તે એકલો જ હતો.મિતને આ કંઈક અજુગતું લાગ્યું.
મિતને થયું શું ખબર હશે કોઈ મારા જેબુ જેને કોઈ મિત્ર નહીં મળ્યું હોય અને એકલો હશે.મિતને થયું કે લાવને તેની જ બાજુમાં જઈને બેસું.આમ પણ હું કોઈને ઓળખતો નથી તો આ બહાને કોઈ સાથે પરિચય થઈ જશે.તે તરત જ તેની બાજુમાં ગયો અને પૂછ્યું,"શું હું અહીં બેશું?"
તે વ્યક્તિએ કઈ જવાબ ના આપ્યો કે ના તો ઉપર જોયું.બસ માત્ર માથું હલાવીને હા પાડી.મિતને થયું કે ગજબ માણસ છે કોઈ સામે ચાલીને તેની બાજુમાં આવીને બેસવા માટે પૂછે છે અને તે સામે પણ નથી જોતો.મિત તેની બાજુમાં બેસી ગયો પણ તે વ્યક્તિએ કોઈ પ્રતિભાવ ન આપ્યો.
થોડીવાર તો મિતે આમતેમ આખા ક્લાસમાં જોયું પણ તેને કોઈપણ વ્યકિત જાણીતી ન લાગી એટલે છેવટે તેને બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે જ વાત કરવાનું નક્કી કર્યું.મિતે કહ્યું, "મારું નામ મિત છે અને તમારું?"
તેને એક જવાબની અપેક્ષા હતી પણ તે વ્યકિતએ કોઈ જવાબ ન આપ્યો.હવે મિતને થયું કે આ વ્યક્તિ તો ખૂબ જ રુષ્ઠ છે અને કદાચ એટલે જ કોઈ તેની સાથે વાત નથી કરી રહ્યું.
હવે મિતને થયું કે હું ક્યાંક બીજે બેસી જાવ પણ જેવો તે ઉભો થયો કે દરવાજામાંથી પોફેસર દાખલ થયા.તેમના આવતા જ કલાસનો માહોલ બદલાઈ ગયો.અચાનક જ જાણે બધું જ શાંત થઈ ગયું અને બધા પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા.પોફેસરે બધાને બેસવા કહ્યું.બધા બેસી ગયા અને પોફેસરે પોતાનો પરિચય આપ્યો અને પોતે શું ભણાવશે તેના વિશે જણાવ્યું.પછી તેમણે ભણાવવાનું ચાલુ કર્યું.મિત ખૂબ જ ધ્યાનથી સરની વાત સાંભળતો હતો.અચાનક તેને થયું કે હવે તો બાજુવાળા સાથે વાત કરું.તેને બાજુમાં જોયું અને તે જોતો જ રહી ગયો.તેને થયું કે આટલા ટાઇમથી તે આ વ્યક્તિની બાજુમાં બેઠો હતો?તેને પોતાની આંખો પર વિશ્વાસ જ નહતો આવતો.તે આ વાત માની જ નહતો શકતો.
કોણ હશે એ વ્યક્તિ?
શું મિત તેને ઓળખે છે?
શું આ મિતનો કોઈ મિત્ર હશે કે પછી દુશ્મન?
આવા ઘણા બધાં સવાલો તમને થતા હશે પણ આ બધા સવાલોના જવાબ જાણવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.
બધા સવાલોના જવાબ મળશે વાર્તાના આગળના ભાગ માં
તો તમને વાર્તાનો આ ભાગ કેવો લાગ્યો તે મને જણાવો અને આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે મને ફોલો કરો.ફરી મળીશું વાર્તાના આગળના ભાગમાં 🙏