Street No.69 - 55 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-55

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-55

સ્ટ પકડી સોહમ ઓફીસ જવા માટે નીકળ્યો પણ કઇ ઓફીસ ત્યાંથી તો છૂટો કરેલો હતો છતાં એ કંઇક મનમાં નક્કી કરીને નીકળેલો. ટ્રેઇનમાં કાયમ સફર કરતી ટોળકી જોઇ એ એલોકો પાસે ગયો. બેસવાની જગ્યા પ્રભાકરે કરી આપી. પ્રભાકરે પૂછ્યું પણ ખરું “ભાઉ શું હાલચાલ છે ? સાંભળ્યુ છે તમારી જોબ ગઇ અચાનક કેમ ?”

સોહમે શાંતિથી સાંભળ્યુ પછી બોલ્યો "યાર છોડને ચાલ્યા કરે બોસ ગરમ થઇ ગયેલો મારાંથી ટાર્ગેટ પ્રમાણે કામ નહોતું થયું વળી હું થોડાં ફેમીલી પ્રોબ્લેમમાં ફસાયેલું છું તમને તો ખબરજ છે આપણો મીડલ કલાસવાળા માણસોએ બધાં મોર્ચે જંગ લડવાની હોય છે પણ ઠીક થઇ જશે કોઇ ચિંતાની વાત નથી”.

પ્રભાકરે કહ્યું “વાત તો સાચી છે ભાઉ દરેક ફેમીલીમાં કઈને કંઇ પ્રોબ્લેમ હોયજ છે પણ હું અઘોરી બાબાનાં આશીર્વાદથી અને એમનાં ટુચકા બતાવે એ કરું મારું કામ નીકળી જાય છે યાર તારે પણ આવું કંઇ કરવું જોઇએ આપણે પરિસ્થિતિઓની સામે લડવા એટલાં સક્ષ્મ નથી હોતાં આવી કોઇ શક્તિઓની મદદ લેવીજ પડે છે. મારી આઇ ઘણાં જ્યોતીષઓનાં પગથીયા ઘસી આવેલી કંઇને કંઇ પ્રયોગો ઉચ્ચારો કર્યા તંત્ર મંત્રથી કંઇ વળ્યું નહીં પણ અઘોરીઓ પાસે સચોટ ઉપાય હોય છે તું પણ આવું કંઇક કર.. તું પહેલાં ફસાયેલો હતો પછી વચ્ચે તારી ગાડી પુરપાટ ચાલી પાછો મુશ્કેલીમાં છે”.

“મને ખબર છે તને કોઇ અઘોરણનો સાથ મળેલો એનું શું થયું ?” હવે સોહમ ચમક્યો એણે કહ્યું “પણ તને આવી બધી કેવી રીતે ખબર ? મારી બધીજ ખબર રાખે છે ?” એણે પ્રભાકરની સામે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું....

પ્રભાકરે કહ્યું “મારી પાસે કોઇ એવી શક્તિ નથી કે મને બધી ખબર પડે હું કાયમ અઘોરી પાસે નિયમિત જઊં છું એ જે કહે એ સેવા આપું છું અને બધાં લાભ મેળવું છું એમનાંથીજ મને બધી ખબર પડે છે તું પણ ઇચ્છતો હોય તો આવ મારી સાથે સાંજે ઓફીસથી છૂટીને જઇશું...”

સોહમે કહ્યું “ક્યા અઘોરી પાસે જાય છે ?” બંન્ને જણાં તમે માંથી તું પર આવી ગયેલાં મિત્રની જેમ. સોહમનાં પ્રશ્ન પછી પ્રભાકરે કહ્યું “તું ગયો હતો એ અઘોરી નથી આ કોઇ બીજા અઘોરી છે આસામનાં આદેશગીરી અઘોરી છે અને અમુક સમયેજ અહીં હોય છે પણ પ્રખર અઘોરી છે.... માયાળુ છે પણ એ એમને ક્રોધ આવે તો બધુ સત્યાનાશ કરી નાંખે.. અહીં લોકોનાં પ્રશ્ન ઉકલેવા અને પીડા માંથી મુક્ત કરવાની ક્રિયાઓ કરાવે છે. એમનું એવું કહેવું છે કે એનાંથી એમનો પાવર.. શક્તિ વધે છે”. સોહમ શાંતિથી સાંભળી રહ્યો એને આશા જાગી સાથે સાથે સાવીએ લખેલાં કાગળની વાતો યાદ આવી ગઇ.

સોહમે પ્રભાકરને કહ્યું “હું આવીશ તારી સાથે ક્યારે કેટલા વાગે જવું છે ? મારાં ઘણાં પ્રશ્નો અને વિચારો મારે રજૂ કરવા છે તેઓ જે કહેશે એ સેવા કરવા તૈયાર છું..”.

પ્રભાકરે કહ્યું “ભાઉ આજે અમાસ છે આજે દિવસ પણ ઉત્તમ છે અમાસના દિવસે આમ પણ અઘોરીઓની તાકાત ખૂબ વધી જાય છે પણ હું તને જણાવી દઊં એમનાં મોઢે જે સેવા બોલાય એ કરવી પડશે... સાંભળ્યાં પછી પાછીપાની નહીં કરી શકાય એ તૈયારી હોય તો જ જઇએ.”

સોહમે કહ્યું “નહીં કરું પાછી પાની એ જે કહેશે બોલશે એ સેવા સ્વીકારીશ બધાં મારાં કામ થવાં જોઇએ મારાં જીવનમાં પવનની લહેરખી નહીં તોફાન આવ્યાં છે જે હું જીરવી શકુ એમ નથી પણ જવાનું ક્યાં છે ?”

પ્રભાકરે કહ્યું “ તું આટલો દ્દઢ નિશ્ચયથી કહી રહ્યો છે તો ચાલ આજેજ જઇએ વિક્રોલીથી આગળ જતાં ડુંગરાળ વિસ્તાર છે ત્યાં એક ડુંગર પર નાની સ્માધી જેવુ છે ત્યાં આદેશગીરીનું સ્થાન છે સાંજે મોડામાં મોડું 5 વાગે આપણે નીકળવું પડે વિક્રોલીથી કોઇ પણ સાધનમાં ડુંગર સુધી જવાય છે પછી પગપાળા પર જવું પડશે ઓછામાં ઓછો કલાક નીકળી જશે”.

સોહમે કહ્યું “મને વાંધો નથી હું ચર્ચગેટ સ્ટેશન 5 વાગે કોફી શોપ પાસે આવી જઇશ સાથે જઇએ આજે... પણ એક પ્રશ્ન પૂછું ?”

પ્રભાકરે કહ્યું ”હાં હાં નિશ્ચિંત થઇને પૂછ.” સોહમે કહ્યું “પણ... આની પહેલાં તું મારાંથી દૂર જતો રહેલો કે તારી સાથે ના કહેવાય નહીંતર …..અને તું હવે મને ત્યાં લઇ જવા માટે આટલો ઉત્સાહીત છે અને મદદ કરવા તૈયાર થઇ ગયો એનું કારણ પૂછી શકું ?”

પ્રભાકરને હસુ આવી ગયું એણે કહ્યું “તને લઇ જવામાં તારાં પ્રશ્નો તો ઉકલશે પણ મને ઘણો ફાયદો થવાનો છે”.

સોહમે કહ્યું “એટલે ? મને મદદ કરવાથી અને અધોરી પાસે લઇ જાવથી તને શું ફાયદો ?” પ્રભાકરે કહ્યું “એનો જવાબ ચોક્કસ આપીશ પણ હમણાં નહીં ત્યાં ગયાં પછી પાછાં ફરતાં તને કહીશ કારણ કે મારાં જવાબનું પ્રમાણ પણ તને મળી જશે હવે વધુ ચર્ચા પછી કરીશું ચર્ચગેટ આવી ગયું...”

સોહમે કહ્યું “ભલે..” બંન્ને જણાં બીજી ભીડ સાથે ચર્ચગેટ સ્ટેશન ઉતરી ગયાં. સ્ટેશનથી બહાર નીકળતાં પહેલાં સોહમે કહ્યું “પ્રભાકર આ કોફી શોપ પાસે શાર્પ 5 વાગે હું તારી રાહ જોઇશ”.

પ્રભાકરે કહ્યું “ભલે દેવા સાથ આપવાનાં છે આજે મને એમ કહી હસીને કહ્યું ચાલો 5 વાગે મળીશું”. એમ કહીને એ સ્ટેશન બહાર નીકળી ગયો.

સોહમ થોડવાર વિચારમાં પડી ગયો એને થયું મારે ઘણાં પ્રશ્નોનાં જવાબ અત્યારે વિચારવા પડશે આજ પ્રભાકરે પહેલાં દરિયા પાસેનાં અઘોરીનીજ કદાચ વાત કરી હતી હવે આ નવા અઘોરી... આ અઘોરીઓ એમનાં સ્થાનથી આટલે દૂર આવાં મોટાં શહેરોમાં શેના માટે આવે છે ? સાવી પણ ગંગા કિનારે ગઇ હતી પછી અહીં સ્ટ્રીટ-69 નાં છેડે અહીં અઘોરી પાસે આવી હતી આ બધું શું રહસ્ય છે ?

સુનિતાએ કહેલું એ કોઇ ખેંચાણથી દરિયા પાસે ગઇ હતી અને સાવીએ કહેલું તારી બેન એની સાથે જોબ કરતાં છોકરા સાથે સંબંધ છે પછી દરિયે આવી હતી અને સુનિતા... આ બધું શું ચક્કર છે ?

સોહમે વિચારવાનું બંધ કરી ઓફીસ જઇને જે અધૂરું કામ હતું એ પુરુ કરવા ઓફીસ તરફ જવા લાગ્યો એનાં મનમાં ઘણાં વિચાર અને ગણત્રી હતી.. સાવીએ લખેલાં કાગળમાં વાંચેલું શું એજ થઇ રહ્યું છે ? મારે.. પછી એ વિચારતો અટક્યો.. વિચારો વિચારોમાં એની ઓફીસ સુધી આવી ગયેલો.

લીફ્ટમાં પ્રવેશ કર્યો લીફ્ટ બંધ થઇ... અને લીફ્ટમાં એવો પવન ફૂંકાયો એ ગભરાયો બંધ લીફ્ટમાં એ ભલે ઉપર જઇ રહેલો પણ આટલો પવન કેવી રીતે શક્ય છે ? એનાં આખાં શરીરે પરસેવો થઇ ગયો.. લીફ્ટની બહાર નીકળ્યો...





વધુ આવતા અંકે ---- પ્રકરણ-56