The Scorpion - 73 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 

દેવ અને દેવમાલિકા અંધકારમય ઠંડા વાતાવરણમાં એકબીજાને વળગીને ઉભા છે હજી થોડાં સમય પહેલાં તો ઓળખ થઇ થોડી વાતો થઇ કુદરતની સુંદરતાં માણતાં માણતાં એકબીજાની પસંદગી થઇ ગઇ બેઊ અંગે જાણે એક થવા પ્રયત્ન કરી રહેલાં.. પ્રણયની કથા શરૂ થઇ ગઇ.

દેવે કહ્યું "દેવી તું માલિક હું ગુલામ છું તારો તારું સૌંદર્ય, તારો સ્વભાવ આ તારું સંગેમરમરનું શરીર તારો સ્વચ્છ પવિત્ર જીવ આવતીકાલનું ભવિષ્ય બધુજ તારી સાથે જોડી રહ્યું છે. બલ્કે જોડાઇ ગયું છે મારું રોમ રોમ તને મારાંમાં કેદ કરી લેવા ઉશ્કેરાઇ રહ્યું છે આટલો આવેગ આટલો પ્રેમ કદી મેં અનુભવ્યો નથી એક સુંદર સ્ત્રીનાં હોઠનો સ્પર્શ આવો હોય ? આવો પવિત્ર આલ્હાદક જેની અસર મૃત્યુ સુધી ભૂલાશે નહીં દેવી.. દેવી આઇ લવ યું.... તને પ્રથમ નજરે પસંદ કરી હતી પણ પ્રણય આટલો જલ્દી થશે ખબર નહોતી”.

દેવીએ કહ્યું “દેવ આજે હું સંપૂર્ણતા અનુભવું છું. સ્ત્રીઓમાં સૌંદર્યતો હોયજ છે કોઇમાં ઓછું કોઇમાં કંઇક વધુ.. સૌદર્ય પારખવાની ખાસ નજર હોય છે સૌદર્ય રૂપ એ આકર્ષણનું માત્ર માધ્યમ નથી. પણ જ્યારે પ્રેમ સ્ફુરે- ઊભરે એની પાછળ જીવથી જીવની નીકટતા આવે છે સામ સામે જીવને ખબર પડી જાય છે કે આજ મારું સાચું પાત્ર છે જીવ-આત્મા એ એક પરમાત્માનો અંશજ છે જે પરમાત્મામાંથી આવ્યો હોય એનામાં ખૂબ શક્તિ અને ક્ષમતા હોય છે”

“તારાં જીવે અને મારાં જીવે આંખોનો માધ્યમ બનાવીને પસંદગીની મ્હોર મારી અને દેહનાં અંગ સમા હોઠે એને સાક્ષી બનાવીને પ્રેમરસ લૂંટ્યો.”

દેવે કહ્યું “તેં ખુબ સાચી વાત કીધી આટલી ઊંડાઇ અને અર્થસભર વાત કરીને મારું દીલ વધુ જીતી લીધું. સાચી વાત છે સ્ત્રીપુરુષનાં આકર્ષણમાં માત્ર દેહનું રૂપ કે સૌદર્ય માત્ર કારણ નથી પણ આંખમાં થી ઉદભવતો ભાવ એક કુદરતી ખેંચાણ હોય છે પોતાનું છે આ એવું મત્તું મારીને પ્રેમનો સ્વીકાર થઇ જાય છે હું સંપૂર્ણ સંમત છું.”

દેવે દેવીને અગાસીમાં થોડાં પગલાં આગળ જઇને કહ્યું દેવી આ રાત્રી... અહોરાત્રી જે ખૂબ સુંદર છે સાક્ષાત છે આ લાખો કરોડો તારાઓની સાક્ષીમાં તારાં પ્રેમનો સ્વીકાર કરુ છું મારો પ્રેમ તને સમર્પિત કરુ છું હું આ જન્મ કે આવનારાં જન્મો સુધી તને જ વફાદાર રહીશ. સ્ત્રી એટલે તું મારી પ્રણયસાથી તું... તુંજ પ્રેમિકા પત્નિ હમસફર બધુજ માત્ર તું મારુ વચન છે.”

દેવ અવકાશ તરફ જોઇને સાક્ષી બનાવીને દેવીને કહી રહ્યો હતો એનો હાથ દેવીનાં હાથમાં હતો. દેવી એને ખૂબ આનંદ સાથે જોઇ રહી હતી સાંબળી રહી હતી. દેવીએ કહ્યું “દેવ તારો હાથ મારાં હાથમાં છે એનો અર્થ સમજે છે ને. મારો હાથ તારાં હાથમાં નથી”. દેવ એને આશ્ચર્યથી સાંભળી રહ્યો.

દેવીએ કહ્યું “તારો હાથ મારાં હાથમાં છે એટલે કે હું તને કદી નહીં છોડું તું મારી સાથે રહે કે દૂર પણ હું તારાંમય હોઇશ તનેજ પ્રેમ કરતી રહીશ મારાં માટે મારો પતિ, પ્રેમી કે મારો મહાદેવ બધુજ આજથી માત્ર તુંજ મેં તને મહાદેવ સમક્ષ કહું ઉપમા આપી આમા બધુજ આવી ગયું. માઁ ગૌરી પાર્વતી જેમ મહાદેવને કદી છોડે નહીં જેટલી વફાદાર રહે તને ત્યાં સુધી કહું છું કે મારી આંખ, જ્ઞાન, મન વિચાર વાણી વર્તન ક્યાંય પર-પુરુષનો પડછાયો સુંધ્ધાં નહીં હોય મારું મન હૃદય કર્મ અને પળ પળ હવે તારામય હશે તારી હશે મારી એક એક શ્વાશ તારાથીજ હશે અને મારી પાત્રતાજ મારો ગુરુર અને રોબ હશે તને મેળવી હું બધુજ મેળવી ચૂકી આ મારું પણ વચન છે.”

દેવે આ સાંભળીને એને છાતી સરસી ચાંપી દીધી એનાં કપાળ, આંખ, હોઠ, ગાલ, ગરદન, ડોક કાન બધેજ અસંખ્ય ચૂમીઓ ભરી લીધી.

“દેવી.. ઓહ દેવ.. આઇ લવ યુ.” કહીને સાવ જાણે પીગળીને દેવમાં સમાઇ ગઇ બંન્ને જણાં ક્યાંય સુધી આ મુદ્દામાં રહ્યાં.

ત્યાં દાદર પરની લાઇટથી બધે અજવાળું થયુ દેવ અને દેવી છૂટા પડવાં જાય પહેલાંજ આકાંક્ષા નું ત્યાં આગમન થઇ ગયું બંન્ને જણાનો આ ઐક્યનો પોઝ જોઇને આકાક્ષાનું આશ્ચર્યથી મોઢું ખૂલ્લુ રહી ગયું એ બોલી પડી “ભાઇ...”

દેવ અને દેવી છૂટાં પડ્યાં અને દેવે એની બહેન આકાંક્ષાને કહ્યું. “એય આકુ જો આ તારી ભાભી અને મારી પ્રિયતમા પત્નિ દેવમાલિકા....” આકાંક્ષા આનંદ પામતી બંન્ને જણાંની નજીક ગઇ અને બોલી “બંન્નેને કોન્ગ્રેચ્યુલેશન્સ. આઇ લાઇક ઇટ..,ભાઇ તમે ભાભી ખૂબ સુંદર શોધી... મને ખૂબ ગમ્યું.” દેવીએ કહ્યું “આકાંક્ષા થેંક્સ પણ અમને કંઇ ખબરજ ના રહી અને બસ પ્રેમ થયો પસંદ કરી લીધાં.”

આકાંક્ષાએ કહ્યું “દેવીભાભી…” એમ કહેતાં હસી પડી. પછી બોલી “દેવભાઇ અહીં આવ્યા ત્યારથી મને અંદર ને અંદર કંઇક ગંધ આવતી હતી કે ભાઇની વિકેટ અહીં પડી જવાની છે પણ મારાં ભાઇ પણ દેવ છે હાં... દેવી ભાભી... ક્યાંય ઉતરતા નથી.”

દેવીએ કહ્યું “સાચી વાત આ દેવીનાં દેવ.. હું એમનામાં પરોવાઇને પ્રેમ કરતી જીવીશ મને જે કુદરતે આવું મૂલ્યાવાન ઘરેણું એક અમૂલ્ય હીરો આપ્યો છે એની કદર કરુ છું સાચું કહુતો મને જ્યારે એને પ્રથમ વાર જોયો ત્યારેજ ઘંટડી વાગી ગઇ હતી બલ્કે મારી જાતને કાબૂ કરી રહી હતી પણ અંતે જે થવાનું હતું એ થયુંજ.”

દેવે આકાંક્ષા સામે જોઇને કહ્યું “હવે મારે તારાં માટે હીરો શોધવાનો છે.” આકાંક્ષાએ કહ્યું “પહેલાં તમારું પાકુ કરીને મંમી પાપાને જણાવો પછી મારી વાત અને હજી હું નાની છું.”

દેવીએ કહ્યું “આનાંથી વધુ પાકુ શું હોય જે સંબંધને કુદરત મ્હોર મારી છે એની સાક્ષીમાં અને એકબીજાને વચન આપ્યા છે સમર્પિત થયા છે પાપા મંમીને પણ જાણ થશેજ.... અમેજ કરીશું. મને વિશ્વાસ છે પાપા મંમી વિરોધ નહીં કરે.”

દેવે કહ્યું “આપણે બંન્ને સાથે રહીને ચારે જણની સામે કહીશું કબૂલ કરીશું. ક્યાંય આગળ પાછળ વાત નહીં સીધે સીધુ કબૂલાતનામું...”.

દેવીએ કહ્યું “હાં સાચેજ સારો આઇડીયા છે પણ આકાંક્ષા હું તને એકવાત કહું "આપણે માં મહાદેવની પૂજા અને પ્રાણપ્રતિષ્ઠાની પૂજા ચાલી રહેલી ત્યારથી સાથે જ હતાં... મેં જે કંઇ માર્ક કર્યુ જોયું સાંભળ્યુ છે એનાંથી મારાં મનમાં એક વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે....”

એ આગળબોલે પહેલાં દેવે પૂછ્યું “કઇ વાત ?”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-74