કારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ જડમૂળમાંથી મટાડે છે કારેલાં, પણ કારેલાના કડવા સ્વાદના કારણે લોકો તેનાથી દૂર ભાગે છે. આજે તમારા માટે લાવ્યા છીએ કારેલાનું શાક બનાવવાની ખાસ રેસિપિ, જેનાથી શાક નહીં લાગે કડવું અને ઘરમાં બધાં ખાશે હોંશે-હોંશે.આ રીતે બનાવો કારેલાનું શાક, ફટાફટ બની જશે અને નહીં લાગે કડવું.કારેલાનું ટેસ્ટી શાક ૨ અલગ રીતે બનાવવાની ખાસ રેસિપિ. ચોમાસામાં વરસાદ ની ઋતું માં ગવાતું ગીત આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.....
રીત:-1
સામગ્રી:
200 ગ્રામ કારેલા
1 ચમચી ખાંડ
1 ચમચી મીઠું
1ચમચી લીંબૂનો રસ
1/2 ચમચી હળદર
3 ચમચી તેલ
1 ચમચી સુકું નારિયેળ
1 ચમચી લાલ મરચું
1 ચમચી જીરૂ પાઉડર
4 નંગ લવિંગ
4-5 મીઠાં લીમડાનાં પાન
બનાવવાની રીત:-
સૌ પ્રથમ કારેલાને સમારી લો. હવે તેમાં મીઠું અને હળદર મિક્સ કરીને પાંચ મિનિટ માટે એક બાજુ સાઇડમાં મૂકી દો. હવે તેમાંથી પાણી નીતારીને કારેલાને બહાર નીકાળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને લીમડો અને કારેલા ઉમેરો અને ને આછા બ્રાઉન રંગના થાય ત્યા સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં નારિયેળ, લાલ મરચું પાઉડર,જીરૂ પાઉડર અને લવિંગને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને સાંતળેલા કારેલામાં મિક્સ કરી દો. હવે 2 મિનિટ સુધી રહેવા દો. કારેલા બરાબર ચઢી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો.તૈયાર છે ખાટા-મીઠા કારેલાનું શાક.....
તમે કાજુ ગાંઠિયા નું શાક, કાજુ મસાલા, કાજુ પનીર નું શાક ખાધુ હસે પણ આજે હું તમારા માટે કાજુ કારેલાનું શાક ની રેસીપી લઈ ને આવ્યો છું.કાજુ કારેલાનું શાક સ્વાદમાં ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.
ટેસ્ટી કાજુ કારેલાનું શાક બનાવવાની ખાસ રેસિપિ......
રીત:-2
સામગ્રી:
1. 300 ગ્રામ કારેલા
2. એક લીંબુનો રસ
3.3 ચમચી તેલ
4.1 ટી.સ્પૂન રાઈ
5.1 ટીસ્પૂન જીરુ,
6. 1/4 ટીસ્પૂન હિંગ
7.3/4 કપ કાજુ
8. 1/2 ટીસ્પૂન હળદર
9.1 ટીસ્પૂન ધાણાજીરુ
10.દોઢથી બે ટી સ્પૂન લાલ મરચું
11.જરૂરિયાત પ્રમાણે મીઠું
12.બે ટીસ્પૂન ખાંડ
આપણે બનાવીશું કાજુ કારેલા નું શાક. સૌપ્રથમ 300 ગ્રામ કારેલા લઈને એની છાલ કાઢીને લાંબા ટુકડા કરી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને એક લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. કારેલાને ઢાંકીને દસ પંદર મિનિટ રહેવા દો. હવે આ કારેલાંને નીચોવીને પાણીથી કાઢી લો. આમ કરવાથી કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જશે.
હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ ૧ ટી.સ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરુ, 1/4 ટીસ્પૂન હિંગ અને 3/4 કપ કાજુ નાખીને હલાવી લો. આ કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. પછી તેમાં કારેલા એડ કરીને મિક્સ કરી લો.
કાજુ નાખવાથી આ શાક ટેસ્ટી બનશે. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરુ, દોઢથી બે ટી સ્પૂન લાલ મરચું અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લો. આપણે કારેલામાં થોડું મીઠું નાખેલું હોવાથી અહીંયા આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું.
કઢાઈને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી રહેવા દો. હવે એમાં એક કે બે ટીસ્પૂન ખાંડ નાખીને હલાવી લો. કઢાઈને ફરીથી ઢાંકીને ત્રણથી પાંચ મિનિટ આ શાકને કુક થવા દો. કાજુ કારેલા નું શાક ખાવા માટે તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.