The Author वात्सल्य Follow Current Read વાલમિયા છોડી ને મત જાજે રે... By वात्सल्य Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books My Devil Hubby Rebirth Love - 55 अब आगे छिपकली सुन कर उस लड़की ने अपने हाथों की मुट्ठी गुस्से... तेरी मेरी यारी - 12 (अंतिम भाग) (12)मकान पर पहुँच कर संजय ने दरवाज़ा खटखटाया। रॉकी ने... मोमल : डायरी की गहराई - 38 पिछले भाग में हम ने देखा कि फीलिक्स ने खुद पर काबू तो कर लिय... Secret Billionair जंगलों के बीचों बीच बना एक सुनसान घर जिसके अंदर लाशों का ढेर... बैरी पिया.... - 58 अब तक : शिविका बोली " क्या आप खिला सकती हैं दादी... ?? " ।शि... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share વાલમિયા છોડી ને મત જાજે રે... (1) 558 1.6k વાલમિયા છોડીને મત જાજે રે.....♥️🌹♥️ વડનગરની વાંકીચૂંકી ગલિઓમાંથી પસાર થતી શર્મિષ્ઠા સરોવરની જવાની શેરીઓમાં સૌમ્યા સાથે સરખી સહેલીઓ સંગ સાગર જેવડી ગાગર લઇ મલકતી પાણીની હેલ ભરી બાપે આરંભેલા હવન માટે આખો દિવસ આવન જાવન કરતી હતી.સૌમ્યના બાપ એક મોટા કથાકારને આમંત્રિત કરવાના હતા.જાત મહેનતમાં માનનારા આ માધ્યમવર્ગીય પરિવારને દર છ માસે આવા પ્રકારના અલગ અલગ યજ્ઞિય કર્યો કરી તેમાંથી મળતી રૂપિયાની થોડી જરૂરિયાતની રકમ લઇ પર સેવામાં ખર્ચ કરનાર પરિવાર હતું.સૌમ્યા પણ ધાર્મિક સ્વભાવની હતી.તેનો બાપ જે વાત કરે તે વાત શિરોમાન્ય ગણી આ નવયૌવના આ અગાઉના બે ત્રણ દિવસથી તળાવની માટી અને તળાવનું જળ ઉપાડી ઉપાડી બાપાને સાથ આપતી દીકરી ઉપર અપાર હેત હતું.દીકરી હોંશે હેલ ઉપાડી ઉપાડી થાકી જતી તો ઘડીક ઘડીક વિસામો લઇ બાજુના ઘરની અંદર તેની સખી સંગ સત્સંગ કરી લેતી.બે ત્રણ દિવસમાં કડિયા કારીગર આવવાના હતા એટલે જરૂરી ઈટ,રેતી,સિમેન્ટ,છાણ,માટી એકત્રિત કરી રહી હતી કે જેથી કારીગરને કામ કરવામાં તકલીફ ન પડે.******કડિયા મજૂર બે દિવસ બાદ આવી ગયા.મોટી ચોકડી બનાવી તેમાં નવી તાજી માટીના લીંપણ થવા લાગ્યાં અને જોતજોતામાં મસ્ત હવન કુંડી બની ગઈ.સાથે સાથે ફરતે માટી મિશ્રિત છાણનું લીંપણ કરવામાં આવ્યું.રંગબેરંગી રંગોળી સજાવી,ચોકમાં આસોપાલવનાં તોરણ બંધાવ્યાં, આંગણે તોરણ લગાવ્યાં,ચોક બહાર પ્રવેશદ્વાર પર આવકાર સૂત્રો સજાવ્યાં,આખી શેરીમાં સફાઈના સાવરણા ઘુમ્યા,સૌને મનમાં થયું આટલુ સારુ ભગવાનનું કામ થતું હોય તો શેરીમાં પોતપોતાની હદમાં આવતા શેરીના ભાગમાં રંગોળી પુરી.હિન્દૂ મુસ્લિમ ભેદ ભૂલી સૌ એક બની ભગવદ કાર્યમાં જોડાણાં,દરેકના દરવાજે આસોપાલવનાં તોરણ બંધાણાં,યજ્ઞ શાળા ઉપર વિધવિધ રંગના મંડપ બંધાણા અને એ શેરી આખી બન્ને છેડે જાણે ભગવાન પધારવાના હોય તેમ સૌએ કબાટના કાટ લાગી ગયેલા કમાડ ખોલ્યાં,નવાં કપડાં કાઢી અબાલ સૌ વૃદ્ધ સ્નાનાદી કરી પરવાર્યા,બાળાઓ સામૈયા માટે અવનવી ડિઝાઇનો માં મટકાં શણગાયાઁ.શેરી માહોલ્લામાં દરેક જગ્યાએ ઉપદેશાત્મક સૂત્રોને ઉપસાવ્યાં આમ વિધ-વિધ પ્રકારે એક નાનકડા પ્રસંગને સૌએ હળીમળી સર્વ સફાઈ શણગારની કામગીરી સંપૂર્ણ કરી લીધી.સૌમ્યાના ઘરને આંગણે નર્સરીમાંથી સુશોભિત ફૂલછોડ સહિત કુંડાં મંગાવ્યા તે પણ છકડા ટેમ્પામાં પહોંચી ગયાં.જોત જોતામાં યજ્ઞચોક ચાંદની જેમ ચમકવા લાગ્યો.મંડપની ચંદેણીમાં ચોટેલા અભલામાંને મનમાં થયું કે હું ચમકું હું ચમકુંની હૉડ જામી.સૌમ્યા અને સૌમ્યના પપ્પા તૅમજ બે નાના ભાઈ ફટાકડા ફુગ્ગા લાવ્યા.તે પણ શેરીમાં રહેતા ભાઈબંધોની ટોળી ભેગી કરી ફુગ્ગા ફુલાવી હાર તોરા સિરિયલો બનાવી ઉછળ કૂદ કરવાં લાગ્યા.શેરીની સ્ત્રીઓથી વડનગરે બ્યુટીપાર્લરો ઉભરાયાં,સાડી ડ્રેસ બજારે ભીડ જામી.આમ સર્વત્ર શેરીઓમાં આ પ્રસંગને પોતાનો સમજી બની શકે તેટલી સાજ સજાવટ કરવાં લાગ્યા.ગામના સરપંચ,આગેવાનો,સગા સંબંધીને આમંત્રણ પત્રિકાઓ પહોંચી,જાહેરાતના પાનિયા દીવાલે લાગ્યાં.વડનગરના તમામ રસ્તામાં જામેલા ઉકરડા ગંદકીના નિકાલ થવા લાગ્યા.વડનગર સાચા અર્થમાં વડું નગર છે તેમ તમામના ચહેરે પ્રસન્નતા આવવા લાગી.વડનગર પંચાયતે સાથ પૂર્યો અને શર્મિષ્ઠા તળાવની ફરતે સફાઈ કામ તેમજ તાના-રીરીની સમાધિ સ્થાને સફાઈ શુશોભન થવા લાગ્યું.વડનગર સ્થિત પ્રખ્યાત કીર્તિતોરણ અને નરસિંહ મહેતા ચોકમાં સફાઈ શણગાર થવા લાગ્યાં...વડનગરને આંગણે રૂડો અવસરિયો આવ્યો,ઢોલ ઢબુકવા લાગ્યા,શરણાઈયોમાં શાસ્ત્રીય સપ્ત સૂર ગુંજવા લાગ્યા,ગાયકો પોતાના બેન્ડવાજા દ્વારા ગીતો ગાવા લાગ્યા..."आने से उनकी आयी बहार......"વડનગરના સૌએ એક નાનકડા ઉત્સાહને ઠાંસી ઠાંસી ભર્યો.સૌમ્યા આજ ખુબ ખુશ હતી.સૌની પ્રેરક હતી.કોલેજની યુવતી હતી.સૌની ચાહિતી હતી.ભણવામાં હંમેશા પ્રથમ લાવતી.તમામ કામમાં એ અગ્રેસર હતી.એટલે વગનગર કોલેજની સૌની માનીતી હતી.તેની સાથે હંમેશાં સાથ આપતો સરગમ તેનો સાચો મિત્ર હતો.તે પણ શહેર બહારથી જે કંઈ ચીજ વસ્તુ લાવવા તે તેના મિત્રો સાથે ખડેપગે હાજર હતો.તેને ભજનિક અને યજ્ઞકર્તા મહેમાનોને લાવવા તેમની યોગ્ય જગ્યાએ બેસાડવા વ્યવસ્થા કરવા અને ભોજન શાળામાં ધ્યાન આપવાની જવાબદારી આપી હતી તે નિભાવતો હતો.ઉતારા બેઠક વ્યવસ્થા માટે મિત્રોની ફોજ તૈનાત હતી.માઈક વ્યવસ્થા અને વડનગરના પ્રખ્યાત ગાયિકા ગાયકોને આમંત્રિત કરી દીધાં હતાં.બે પાંચ બાળાઓને પ્રાર્થના અને સ્વાગત યજ્ઞ પ્રારંભ માટે નક્કી કરી દીધાં હતાં.વર્તમાનપત્રોમાં સ્થાનિક ખબરપત્રીઓએ ફ્રી ચાર્જમાં ખબર છાપી દીધી હતી.કથા,ભજનિક,આમંત્રિત મહેમાન માટે લાલ ઝાઝમ પથરાઈ ગઈ હતી.અત્તર અગરબત્તીની સોડમ અને ઘીના દિવા ધૂપની મહેક સૌને અનુભવાતી હતી.માનો...તમામ તૈયારીઓ આરંભાઇ ચુકી હતી.પ્રસંગ ઉદ્ઘાટન માટે દીપ જ્યોતિ તૈયાર હતી.મહાત્મા મહેમાન ગામને પ્રવેશ દ્વારે આવી ચુક્યા હતા.ઢોલ ધ્રીબાંગ થતા હતા.સૌ સામૈયા સાથે ભજન ધૂન ગીતો વડે સૌ મહેમાનોને કંકુ તિલક કરી યજ્ઞ મંડપમાં પાવન પગલાં કરવા હરખાતાં યજ્ઞ શાળાએ બિરાજયાં.પ્રાર્થના,ગણપતિ વંદના,સ્વાગતગીત,પ્રવચન જેવી પ્રાસંગિક વિધિ બાદ યજ્ઞ મંડપમાં આહુતિઓ અપાઈ.સૌમ્યના મમ્મી પપ્પા અને બન્ને નાના ભાઈ હવન કુંડીએ જોડા જોડ બેઠક લીધી.સૌમ્યા તેના પ્રેમિની રાહ જોતી હતી.ચારે ત રફ નજર ઘુમાવતી.હતી.પરંતુ સૌ મહેમાનો વચ્ચે તેનો પ્રેમી સરગમ નજર સામે દેખાતો નહોતો.સૌમ્યના ચહેરા પર શંકાની સોયો ભોંકાવા લાગી.અનેક વિચારોમા તેનું ચિત્ત ભમવા લાગ્યું.કોને કહેવું સરગમ ક્યાં છે? કોઈને ખબર ન્હોતી કે સૌમ્યા સરગમને પ્રેમ કરે છે! સરગમને પણ આવા ખરા સમયે અલોપ થવું કેટલું યોગ્ય હતું? સરગમ આવ nને હું તારી વાટ જોઉં છું.મનમાં ભગવાનને વિનવે છે ભગવાન કૃષ્ણ મારા સરગમને મારી પાસે મોકલ!ચહેરા પર બનાવટી હાસ્ય અને ચમકતા ચહેરા પર પરસેવાની શેરો ફૂટવા લાગી.મેકપ ધોવાવા લાગ્યો.સૌ કોઈ હવે અધિરાં હતાં કે કોની વાટ જોવાય છે? એકબીજાના ચહેરા સામું જોયા બાદ સૌમ્યના ચહેરાના હાવભાવ પર નજર સ્થિર થતી હતી.અચાનક યજ્ઞ મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો,સરગમ આવી ગયો હતો.સૌમ્યા ના ચહેરા પર ચમક હતી,આંખોમાં ગુસ્સો અને દિલમાં જ્વાળા હતી.બધાંની વચ્ચે તે બેઠી હતી જો અત્યારે સૌમ્યા સરગમ નજીક એકાંતમાં હોત તો ધીબી નાખ્યો હોત પણ વેરવૃત્તિ દાબી ને તે ગમ ખાઈ ગઈ હતી કેમકે પોતાનો પ્રસંગ હતો.પોતાના ઘરનો પ્રસંગ હતો.એટલે ચૂપ રહેવામાં જ એને હજાર ગણી ભલાઈ હતી!!!!સરગમ અને સરગમનો પૂરો પરિવાર સજી ધજી આવ્યો હતો.પ્રિ-પ્લાનિંગ સાથે તેના પરિવારને તે હરખે તેડી લાવ્યો હતો.યજ્ઞહોતાઓએ યજ્ઞિય કાર્ય સંપન્ન કર્યું.એક કામ સંપન્ન કરવાનું બાકી હતું તો સૌમ્યના પપ્પાએ માઈક હાથમાં લઇ જાહેરાત કરી કે સરગમનો પરિવાર અહીં હાજર છે તે આગળ આવે સાથે સરગમ પણ આવે.****બીજી બાજુ સૌમ્યા ના દિલમાં ધડકનોએ ગતિ વધારી દીધી.... મારા બાપા શું કરવાના મૂડમાં છે?ત્યાં તો સરગમ પરિવાર યજ્ઞ કુંડી નજીક આવ્યો.પરિવારજનો,નગરજનો,મિત્રો,સગા સબંધીઓની હાજરીમા બ્રાહ્મણ મહાશયે સૌમ્યા અને સરગમને નજીક બોલાવી ગોળ ધાણા ના ગાગડાં અને નાડાછડીના તંતુ વડે ગાંઠ બાંધી દીધી.સૌએ તાળીઓના ગડગડાટ સાથે આ રસમ માન્ય ગણી આશીર્વાદ આપ્યા.સૌને સૌમ્યાએ સ્વહસ્તે જમાડી યજ્ઞની છેલ્લી આહુતિ આપી પૂર્ણાહુતિ કરી.માઇકમાં ગરબો વાગતો હતો "વાલમિયા છોડીને મત જા..જો રે...". - વાત્ત્સલ્ય Download Our App