“મોબાઈલ”
સત્ય ઘટના આધારીત લઘુ વાર્તા
લેખકઃ વિજયસિંહ રાજપૂત
આજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકનાં મોબાઈલ વાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે,મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો,
મોબાઈલવાળા ને મે પુછયુ ભાઈ શું છે..??
મોબાઈલવાળા એ કહ્યું (ધીમા અવાજે) આ માજીને એક નો એક છોકરો છે ૪૦ વિધા જમીન છે.
માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે..સરકારી નોકરી હતી પેંશન આવે છે..પણ દિકરો અને વહુ મૂંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે .. મોટા બંગલા માં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર થયા હશે..
આધૂનીક વહુ ને આ નથી ગમતુ કે એમનો હસબંડ(માજીનો દિકરો)દિવસ માં દસ વાર એની મંમી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને એ બ્લોક કરેલો છે
મેં એક મોટો નીસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રીપેર કરી આપું….
માજી માટે ચા મંગાવી હુ મોબાઈલ વાળા એ બનાવેલી ચેમ્બરમાં ગયો માજી ના દિકરા ને મારા મોબાઈલ માંથી ફોન કર્યો ..
મારૂ નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફીસ પર આવ્યા છે ૧ લાખ નો વિઘો જમીન કહે છે તમને મંજૂર છે ને??
મૂંબઈગરો ઉછાળ્યો અરે બાપુ ૧૦ લાખની વિઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાઈ ચાર કરોડ ની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે
મે હંસીને કહ્યું મે પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે,
એ કહે રહો હું બા ને ફોન કરૂ
મે બાના મોબાઈલમાં માજી દિકરા અને વહુ નંબર બ્લોક કર્યા હતા.
હું ચેમ્બરમાં થી બહાર આવ્યો.માજીને કહ્યું બા આ મોબાઈલ ૨૪કલાકમાં ચાલુ થઈ જશે.ત્યાં સુધી SwitchOff રાખવો પડશે..
માજી થોડી નીરાશ થયા મે કહ્યું “બા”હું તમારા ગામ બાજુ જાવ છું તમને ઘર સુધી ઉતારતો જાવ ..
મોબાઈલ વાળા સામે જોઈ માજી એ કહ્યું તમારા જેવો ભગવાન ય નહી.
રસ્તામાં માજીએ દિકરા ને કંઈ રીતે ઉછેર કર્યો અને કેન્દ્ર સરકાર નો કર્મચારી બનાવ્યો એ બધુ જ જણાવ્યું માજી ના સ્વ. BSFમાં કામ કરતા હતા. દંપતી એક ના એક
દિકરા ને બહુ લાડકો થી મોટો કર્યો હતો.પતિની ગેરહાજરીમાં માજીએ ૪૦ વિઘા ખેતી અને કૌટોબિંક જવાબદારીઓ વહન કરતા કરતા ચાલીસ લાખ જેવી મૂડી એકઠી કરી હતી, જે દિકરા ને મુંબઈ ચાર રૂમ નો ફલેટ
લેવા માટે માજીએ આપી દિધા હતા છોકરા ના ઘરે પણ એક સાત વર્ષ નો દિકરો હતો આ વાતચીત દરમ્યાન જાણ્યું હતું વહુ પણ બહુ જ સુંદર અને દેખાવડી હતી એ માડી ની વાત માં જાણવા મળ્યું હતું
આ બધી વાતો કરતા માડી નું ઘર આવી ગયું વિશાળ બંગલા જેવું ગામ થી દૂર ત્રણ ચાર મકાનો વચ્ચે નિવાસ સ્થાન હતું .માડી એ ચા પીવા નું કહ્યું પણ મને ટેવ નથી કહી મે માજી એ આપેલ પાણી પી હું માજી ના ઘર થી મારા ગામ તરફ ગાડી ભગાવી મૂકી..
હું ત્રીજા દિવસે માજી ના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશી એ કહ્યું કે બે દિવસ પહેલા દિકરો અને વહુ આવ્યા હતા માજી ને મુંબઈ લઈ ગયા અને વાડી ગામ ના કણબી પટેલને ૩૩% ભાગે વાવેતર કરવા આપી દિધી
મીશન માજી મોબાઈલ સફળ થયું ..મારી પાસે ફોનનંબર હતો મે ફોન કર્યો માજીને
મે કહ્યું બા જય માતાજી મોબાઈલ ની દુકાને મળ્યો હતો એ બાપૂ બોલું છુ મોબાઈલ ચાલુ થઈ ગયો??
માજીએ કહ્યું હવે મોબાઈલ ની શું જરૂર દિકરો અને વહુ ના ઘરે મુંબઈ આવી ગઈ છું
એઈ બેય સામાને સામા જ હોય છે.
મે કહ્યું આ મારો નંબર છે હવે મોબાઈલ બગડે તો ફોન કરજો..જય માતાજી🙏
ફોન કટ થઈ ગયો આંખો સજળ ..