Bina's illness... in Gujarati Love Stories by वात्सल्य books and stories PDF | બીનાની બીમારી ...

Featured Books
Categories
Share

બીનાની બીમારી ...


બિનલ બાઈક લઇ દરરોજ એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝરની નોકરીએ જતો.ગામમાંથી તેની સાથે નવયુગ કોલેજમાં બી.એ.ના પ્રથમ વર્ષમાં સ્ટડીએ જતી આવતી બીના બિનલના બાઈક પર લિફ્ટ કરતી.બિનલ કીમ ગામનો યુવા અને સુરતની નવયુગ કોલેજનો ગ્રેજ્યુએટ હતો.એટલે બિનલના બાઈક પર બીના તેની કોલેજના નજીકના પીકપ સ્ટેન્ડ પાસે ઉતરી જતી અને બિનલ ત્યાંથી નોકરીએ જતો.
દરરોજ સાથે આવતી જતી બીનાને અચાનક એક દિવસ પેટમાં દર્દ થવા લાગ્યું.બીનાએ બિનલને ખેતરોના સુમસામ ખેતર વચ્ચે જતા સુરત સાયણ સડક પર બાઈક ઉભું રખાવીને બાઈક પરથી નીચે ઉતરી જમીનમાં બેસી ગઈ બોલી....
બિનલ મને પેટમાં સખત પીડા થાય છે.
મારાથી સહન નહીં થતું... મને તું દવાખાના ભેગી કર!!!! જલ્દી....
બીનાને રસ્તે એકલી મૂકી જવુ મુનાસીબ ન માન્યું.બાઈક પર બેસવાની હિંમત ખોઈ પેટની પીડાને કારણે એ કાંસતી હતી.
બિનલને કંઈજ સૂઝ પડતી ન્હોતી કે હું બીનાને શું દવા કરું?એક બાજુ નોકરીએ જવાનું મોડું થતું હતું અને બીજી બાજુ બીનાની ચિંતા સતાવવા લાગી.તેને તેના બાઈક પર લટકાવેલી વોટર બેગમાંથી એણે બીનાને પાણી પાયું... અને બીનાને આશ્વાસન આપતો બોલ્યો કે
બીના થોડી કાઠી થા હિંમત રાખ!હું કઈંક કરું છું.તેના મોબાઈલ વડે એણે 108 ને ફોન જોડ્યો.....
એમ્બયુલન્સ આવી..
તેમાં બીનાના દફ્તર સાથે સીફ્ટ કરી બિનલ નજીક કોઇ દુકાન હોય તો બાઈક મૂકીને તે પણ 108 માં બીનાની સાથે નજીકના દવાખાને લઇ જાય.તેમ સ્વગત વિચાર કરી 108 ના ડ્રાઈવરને કીધું કે નજીક દુકાન આવે છે,ત્યાં મારું બાઈક મૂકી દઉં છું અને હું પણ તમારી સાથે બેસીને બીનાને નજીકમાં દવાખાનું છે ત્યાં છે ત્યાં તેને તાત્કાલિક સારવાર તપાસ કરાવી પછી આગળ વિચારું.
108 એ એમને જહાંગીરપુરાના એક ખાનગી દવાખાને છોડી જ્તા રહ્યા.હાજર ડૉક્ટરે તાત્કાલિક આ કેસ ટ્રે પરથી સ્પેશલ રૂમમાં સુવડાવી તપાસમાં લીધો.ડૉક્ટર સહીત તમામ સ્ટાફ બીનાની સારવાર પાછળ લાગ્યો.સવારના સાડા દસ વાગી ગયાં હતા.બિનલને નોકરી જોઈન કરવાનો સમય હોસ્પીટલ પર દીવાલે ટાંગેલી ઘડિયાળે ટકોરા પાડી વિચારમાંથી જગવ્યો.બીના તપાસ રૂમમાં સૂતી હતી.બિનલે તેની ઓફિસમાં મોબાઈલ પર ઓફીસરને વાત કરી અને કીધું કે સર!
આજે મારાથી કામે નહીં અવાય.મારા સબંધી અચાનક મારી સાથે બાઈક પર હતાં અને ચાલુ બાઇકે એમને અચાનક શું થઇ ગયું તે ખબર નથી પણ અત્યારે હું હોસ્પિટલ પર લાવ્યો છું તપાસ ચાલે છે.તપાસ કર્યાં પછી એના ઘરનાને જાણ કરી બોલાવીશ.એ લોકો આવ્યા પછી જ હું નીકળું બાકી એમને એકલા છોડીને મરાથી નહીં આવી શકાયઃ જો સારુ હશે તો હું લેટ આવીશ નહીં તો મારી આજની રજા ગણશો.
સામેથી સર નો હકારાત્મક રીપ્લાય મળતાં.
ok.....
બિનલભાઈ! તે દર્દીને સારવાર કરાવો.... આજે નહીં અવાય તો પણ કંઈ જ વાંધો નહીં.આ માનવતાનું કામ છે.
ફોન કાપીને બાંકડે બેઠેલા બિનલનની નજર સામે ભગવાન ગણેશની પ્રતિમા દેખાઈ.તેમણે ઉભા થઇ ભગવાનને નમન કરી દયાળુ ભાવે પ્રાર્થના કરી કે ભગવાન સારુ કરી દેજો બિના ને નહિ તો તેનો પરિવાર મારા પર શું કરશે,શું કહેશે તે તો તમેં જ જાણો.
ડોક્ટર તપાસ કરી તેમની ચેમ્બરમાં જ્તા રહ્યા.... બિનલ તરત જ બીના પાસે ગયો...
બોલ્યો બીના.....! બીના...!
બીનાએ આંખ ખોલી અને આંસુ સાથે કશુંય બોલ્યા વગર તે મનોમન વિચારમાં ખોવાઈ ગઈ.
ત્યાં ડૉક્ટરની ચેમ્બરમાં બિનલને બોલાવવાની રેકટરે બૂમ પાડી... બિના ની સાથે કોણ સગું આવ્યુ છે,તેમને સાહેબ અંદર બોલાવે છે.
બિનલ ઉભો થઇ ડૉક્ટર સાહેબની ચેમ્બરમા સાહેબ આવું ! કહી અંદર ઉભો રહ્યો ડૉક્ટર સાહેબે કીધુ કે બેસો!
તે સોફામાં બેઠો....
ડોકટરે કીધું કે આ બેન તમારે શું સગી થાય?
બિનલ થોડો વિમાસણમાં પડ્યો.... ડોકરર બિનલની મૌન અને મુખકૃતિ વાંચી સમજી ગયા.
Any way!
આ બેનને પેટમાં ગાંઠ છે.તેને ઑપરેશન કરવું પડશે.તાત્કાલિક જ કરાવવું પડશે નહીં તો તેને તકલીફ વધી જશે....
બિનલ માત્ર ડોક્ટર સામું જોઈ જ રહ્યો..... તેણે જાણે ભાન ગુમાવી દીધું હોય તેમ તેના મુખ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.
ડોક્ટર બોલ્યા બોલો શું કરવું છે,આગળ ભાઈ? જે હોય તે મને વિચારીને કહો અને બહાર બેસો પછી તમને આ બાકીના કેસ તપાસીને બોલાવું છું.
બિનલ ખાલી માથું હલાવી તે બીનાના બેડ પાસે આવીને બેઠો.અને બીના ને કીધું કે
બીના! તારા પપ્પા મમ્મીનો નંબર આપ! હું કૉલ કરીને એમને બોલાવી લઉં.
બીના એ કીધું કે મારું બેગ મને આપો તેમાં મારા ભાઈનો નંબર છે.તે મોબાઈલમાંથી કાઢીને કહું...
બિનલે બીનાની બેગ હાથમાં આપી અને બેગ માં મોબાઈલ કાઢતાં કાઢતાં બોલી બીના બોલી..બિનલ.......!
ડોકટરે શું કીધું કે મારે ઘરનાને બોલાવવાની જરૂર પડી?
બિનલ કીધું કં બીના! તું કૉલ કરી તારા ઘરનનાંને બોલાવ,તારે થોડા દિવસ અહીં રહેવું પડશે...
ઓહ!..... બીનાથી એક ઉંડો નિસાશો નંખાઈ ગયો.
ફરી એક આશાભરી નજરે બોલી બિનલ મને શું થયું છે તે તો કે! ડોક્ટરે શું 7કીધુંતે તો કે યાર!
છતાં બિનલ ચૂપ રહ્યો.... કંઈ નહીં..
તું મને નંબર આપ હું તારા ભાઈ ને કૉલ કરી બોલાવું છું તે બધું કહેશે.
બિનલે બીનાના ભાઈને કૉલ જોડ્યો,.. સામે ભાઈ બોલ્યો.. બોલ બીના!
બિનલ બોલ્યો હું બિનલ બોલું છું...તમારી બેન બીના જહાંગીરપુરાની એક હોસ્પિટલમાં છે,મેં એને દાખળ કરી છે હું જોડે જ છું.હું નોકરી પર જતો હતો અને તે મારી સાથે બાઈક પર હતી....
હેં...... શું.... મારી બેનને અકસ્માત.......!!
બિનલ બોલ્યો..... ના ભાઈ... કોઇ અકસ્માત નથી... તમે હોસ્પિટલ આવો... પછી માંડી ને વાત કરું.મેં નોકરી પર આજે કૉલ કરી રજા લઇ લીધી છે.તમે આવો ત્યાં સુધી બીના પાસે છું.
કૉલ કાપી બીનાનો ભાઈ તેની પત્નીને લઇ હોસ્પીટલ તરફ તરતજ બાઈક પર રવાના થયો.
બીજી તરફ બિનલ સતત બીનાના ચહેરા તરફ નજર કર્યે જતો હતો.તેણે બીનાને આવતાં જતાં કોઇ દિવસ આ રીતે નીરખી ક્યારેય જોઈ જ ન્હોતી.તે બાઈક પર આવતી જતી તો મોઢે દુપટ્ટો બાંધીને જ બેસતી.તેની માત્ર આંખો જ દેખાતી.. કેમકે ખુલ્લી બાઈક પર અને સાયણ સુગરની ધુમાડાવાળી પ્રદુષણ યુક્ત હવાથી રક્ષણ મેળવવા તેને ફરજીયાત દુપટ્ટો બાંધવો પડતો.તે બીનલના ફળીયામાં જ રહેતી હતી.એટલે માત્ર ફળીયાની છોકરી છે,તેટલોજ પરિચય હતો.આજે હોસ્પીટલની પથારીએ ખુલ્લા મુખે એ આંખ બંધ કરી સુનમૂન સૂતી હતી અને વિચાર કરતી હતી કે મને બિનલ અહીં ના લાવ્યો હોત તો મારું શું થતે? કેટલો સારો છોકરો છે?મારી સામે ક્યારેય એણે ખોટી નજરે જોઈ જ નથી.એની નોકરીનો ટાઇમ અને મારો કોલેજનો ટાઈમ જવા આવવાનો એક હતો અને રસ્તો પણ એક!એ કાયમ મને લેવા અને વળતા રિસીવ કરવા નિર્ધારિત સમયે એ નક્કી કરેલા સ્થળે આવી જતો.મેં ક્યારેય બસની રાહ જોઈ જ નહીં કેમકે તે પહેલાં એ આવી જતો.શું એને મારા પર લાગણી હશે,પ્રેમ હશે? શું હશે? શા માટે મને લેવા કાયમ ઉભો રહેતો હશે? શું મને પ્રેમ કરતો હશે? એટલે મને લેવા ઉભો રહેતો હશે? આવા અનેક સવાલ અને શંકા મનમાં ઉથલા મારવા લાગી.
બિનલ પણ બીનાની આંખમાં આંસુને પોતાના હાથ રૂમાલ વડે લુછતો પૂછ્યા કરતો હતો કે બીના તને ઇન્જેક્શન આપ્યું છે,એટલે દુખાવો ઓછો થયો હશે... બોલ કોઇ તકલીફ તો નથી થતી ને બીના ? તું ના ગભરાઈશ.. તારો ભાઈ આવી રહ્યો છે... એ આવે એટલે હું પછી નોકરીએ નીકળું ! આટલુ કહેતાં બીના એ બિનલનો હાથ પકડી ને બોલી... બિનલ...!!! આજે મારી જોડે નહીં રોકાય? કાયમ તું મારી વાટ જુએ છે અને મારી બીમારી શું છે તે મને કીધા વગર મને હોસ્પિટલ પર એકલી મૂકી જતો રહીશ? તો મને શું કામ હોસ્પિટલ ભેગી કરી? મને ત્યાંજ મરી જવા દેવી હતી? શું કામ દરરોજ મને લેવા મૂકવા મારી વાટ જોતો'તો? તને મારા પર પ્રેમ ના હોય તો જા નોકરીએ ભલે હું મરી જાઉં?
આટલુ બીના બોલતાં બીનાને હોઠે હાથ મૂકી અટકાવી બોલ્યો! ચૂપ કર...!! હું તને ક્યાં મૂકી ને ભાગી ગયો? તને લેવા મૂકવા હું એટલા માટે આવું છું કે તું મને નાનપણથી જ ગમે છે.એટલે તારી વાટ જોઉં છું.પણ મારા મનની વાત તને આજ સુધી કહીં શક્યો નહીં.કેમકે તે કોઇ દિવસ આવી વાત કરવા કોઇ જ અણસાર આવવા દીધો જ નથી.તારો ચહેરો જોવા હું કાયમ તડપતો પણ તું તો આખો દુપટ્ટો બાંધી આવે એટલે મોઢું પણ હું જોઈ ન શકતો....કાશ! તે કોઇ વાત કરી હોત....
આટલી વાત બન્નેની ચાલુ હતી ત્યાં બીના ના ભાઈ ભાભી હોસ્પિટલ આવી ગયાં... અને બિનલ પાસે બધી વિગત જાણી પછી ભાઈ ભાભી ચિંતાગ્રસ્ત ચહેરે આગળ શું કરવું તેની ચિંતા કરવા લાગ્યાં.
ત્યાં ડોકટરે બોલાવ્યા.! બીનાનો ભાઈ અને બિનલ બેઉ ફરી ડોક્ટર પાસે બેઠા અને ડોકટરે કીધું કે હવે બીના માટે શું વિચાર કર્યો?
બીનાનો ભાઈ બોલ્યો ડોક્ટર સાહેબ....એને બે ત્રણ દિવસ રાહત મળે તેવી દવા આપો અમેં પાછા સગવડ કરીને તમારે ત્યાં આવી જઈશું.
બીનાના ભાઈએ ડોક્ટરને વિનતી કરી અને બે દિવસની દવા લઇ સૌ બીનાને લઇ ઘેર આવ્યાં.
બીજા ત્રીજા દિવસ પછી બીનાને પુનઃ દાખલ કરી.ગાંઠનું ઑપરેશન કરી,હોસ્પીટલના બિછાને બિનલે ઓફિસમાં રજા મૂકી સતત બીનાની સેવામા હાજર રહ્યો.હૂંફ અને પ્રેમથી બીનાનું દર્દ જલ્દી રીકવર થતાં તેને ચોથા દિવસે રજા મળી.સતત બીનાની નજર સામે બિનલ હાજર હતો.બીના ના દુઃખે બિનલ પણ કણસતો ભગવાન ગણપતિને પ્રાર્થના કરતો કે મારી બીનાને જલ્દી સારી કરજે મારા ભગવાન! હવે તેના શરીરમાં એવી કોઇ તકલીફ ના આપતો કે તેને દુઃખી હું પણ દુઃખ અનુભવું.
ઘર આવી ગયું,કારમાંથી બાવડું પકડી બીનાને ઘરમાં લઇ ગયાં.
પછી તે પણ પોતાને ઘરે ગયો.સતત એક અઠવાડિયાની રજાથી ઓફિસ કામ પણ ખુબ પેન્ડિંગ હતું એટલે થોડા કલાક મોડા રોકાઈ ને કામ પતાવી તે સીધો બીનાને ઘેર મળવા જતો.બીના બિનલની લાગણીઓ જોઈ બીના ના પરિવારે વિચાર્યું કે બીના બિનલ ની રાશિ એક છે રાસ્તી પણ બેઉમા છે તો હવે બન્નેને શા માટે અલગ કરીએ? અને બન્ને ના વડીલોને સમજાવી મનાવી બીના બિનલના પ્યાર પર મહોર મારી.કોલેજનું ભણવાનું પત્યે પછી તેનાં મેરેજ કરવાનું સૌ એ નક્કી કરી લીધું.બિનલ હવે સારી થઇ gai હતી..
દરમ્યાન બેઉ બાઈક પર આવે જાય છે.પહેલાં નજીકના બસ સ્ટોપ પર બિનલ બીના ને છોડી દેતો હતો.હવે છેક કૉલેજના ગેટ સુધી મૂકીને બિનલ નોકરીએ જાય છે...
- સવદાનજી મકવાણા(વાત્સલ્ય )