[1/7, 1:06 PM] savdanji makwana: અશ્ક !!!!!!!
મેં બૂમ પાડી અને હજારોની ભીડ વચ્ચે જેમ પોતાના પ્રિયજનની શોધ માત્ર આંખો જ શોધી લે તેમ અશ્ક ને એ શોધી લે... ઘટાદાર કાળા ભમ્મર વાંકડીયા વાળ,મૂછનો દોરો હજુ ખેતરમાં પડતા વરસાદના પાણીનાં ટીપાંને ધરતીમાતા તૃપ્ત થયાના ઓડકાર કરી જયારે એ ટીપું ધીરે ધીરે વાંકુચૂકું ચાસમાં જગ્યા કરતું જયારે શેઢે છલકતું મલકતું નદીના સીધા પ્રવાહમાં ખળખળ વહેવા લાગે ત્યારે સીધું અને શાંત બની દરિયા તરફ વહેવા લાગે તેમ અશ્કના મૂછના વાળ આડા અવળા સીધા દોર થઇ જેમ ખેડૂતો પોતાના ખેતરમાં વધી ગયેલી વાડને ધારિયા કુહાડી વડે નકામા વધી ગયેલા કાંટા ઝાડી ઝાંખરા કાપી સરખાં કરે તેમ અશ્ક પણ આજે સવારે આરસી સામે પોતાનો કાંસકો લઈ માથામાં રીતસર ખેડૂત દંતાળ લઇ ખેડતો હોય તેમ વિચિત્ર પ્રકારના હાસ્ય સભર મુખ સાથે પોતાની નાની બેનની આંખમાં આ ચેનચાળા ન દેખાય તેમ મૂછ ને તાવ દઈ ભાઈ મુશ્કરાતો હતા.
અચાનક બેનની બૂમ પડી ભાઈ વિસ્મય મુખે નજર ઘુમાવી તો જાણે પોતાનાં શમણામાં રાચતો અશ્ક ઉપર કોઈએ કૂઠારાઘાત કરે તેમ....
શું છે ચાંપલી....!!!!!
કહીં નાની બેન બાજુ ઘુરકિયા કરવા લાગ્યો.
મેં તને અનેક વખતે કહીં દીધું અને પાછું કહું છું કે મને મારી મસ્તીમાં ખલેલ નહીં પહોંચાડવાની!
બેન પણ છણકો કરી ને બોલી : ઓ મહા પ્રેમી! તારાં બધાંજ નખરાં છે ને એ બધાં ઘડીક વારમાં ખતમ કરી નાખીશ! બઉ સ્માર્ટ નહીં બનવાનું! તને એમ જ છે કે બેનને નહીં ખબર હોય! તારા આ ચેનચાળા જેની જોડે ચાલી રહ્યા છે ને એ ચાંપલી મારી કોલેજમાં ભણતી મારા ક્લાસમાં મારી જોડે બેસતી મારી ફ્રેન્ડ છે... એટલે માપમાં રે'જે! એને મારી ખબર નથી કે જેની સાથે તું પેચ લડાવે છે ને જેની સાથે તું બાગ બગીચા ખુંદી નાખ્યા,ઝાડ પાનનો ખુરદો બોલાવ્યો,કોઇ મંદિર,ફિલમ જોવાના બાકી નથી રાખ્યાં તે મારો big brother છે એવું કહીશને તો ધાબે ઉછળી ઉછળી પતંગ ચાગાવે છે ને એ પતંગ ઉડાડે એટલી હવા પણ નહીં રહેવા દઉં!!
તારી ઉછળ કૂદ હમણાંથી વધી ગઈ છે ને એ ચરબીમાં મમ્મી પપ્પાને પણ તું ગુસ્સામાં જ જવાબ આપે છે તે ગુસ્સાનું ઇંધણ પણ બાળી ને ખાખ કરી નાખીશ હું સમજ્યો ભાઈ! એટલે માપમાં રેવાનું!
નાની બેનની ગળામાં અવિરત નીકળતી ગમે તેવા ધાતુને ઓગાળી નાંખે તેવી જ્વાળા જોઈ ભાઈ અચરજ સાથે ગભરાઈ ગયેલા હિરણ માફક છત ઉપર પંખો ફરતો હોવા છતાં કાતિલ ઠંડીમાં ભાઈને પીઠે મુખે પરસેવો છૂટી ગયો.
બેન! મને ક્ષમા કર!
બરફ ના ગાગડામાં ભૂલથી ટપકી પડેલા રૂપિયાના સિક્કા ને અડીયે તેમ ટાઢોગાર ભાઈ બેન આગળ નત મસ્તક બે હાથ જોડી બેન ને રીતસર કરગરવા લાગ્યો.
મારી બેન! તું મમ્મી કે પપ્પાને ના કહેતી નહીં તો મારી કોલેજ છોડાવી પપ્પાની જોડે પટ્ટાવાળાની નોકરીમાં રાખી લેશે.... અને તારી બેનપણી મારા વગર બાપડી રખડી જશે! હું એને એટલો પ્રેમ કરું છું કે ના પૂછ વાત ! પણ તને ઝંઝા એ કાંઈ કીધું તો નથી ને? એને ખબર તો નથી ને કે જેને તું ચાહે છે તે મારો ભાઈ છે?
બેન,ખુમારીથી નગરના પ્રમુખ જેમ પોતાના તાબામાં આવતા નગરપાલિકાના તમામ કર્મચારીઓને રોફ જમાવે તેમ રોફ જમાવતાં બોલી!
જો.... ભાઈ! તારે હવે એને મારી ભાભી બનાવવાની છે કે મા બાપે મહેનત કરી આ મહેલ બનાવ્યો છે અને તું તારા અલગ રૂમમાં તમામ સગવડો સાથે રાતના બબ્બે વાગ્યા સુધી ચેટિંગ કરે છે અને બીજા દિવસ ના નવ દસ વાગ્યા સુધી બંધ બારણે મોબાઈલમા Switch of કરી ઊંઘ્યાં કરે છે અને મમ્મી પપ્પાની મહેનત પર મનમાની કરે છે તે બધું છોડી કામે લાગ.મહેનતનો રૂપિયો મીઠો લાગશે તે હોટલના રોટલામાં ઘડીક સ્વાદિષ્ટ લાગશે બાકી આખી રાત એ રોટલો ગેસના ગોળા છોડશે આ સમજી જા!
હું તારી બેન છું એટલે માપમાં છું.જયારે એ ઝંઝા અને મમ્મી પપ્પાને હું ખબર આપીશ તો તારાં અને એ તારાવાળીનાં છોતરા નીકળી જશે!!"
ભાઈ! દિ્ગમૂઢ બની બેનની નજર સામે નજર નાખવાની હિંમત ખોઈ બેઠો.
બોલ એ ઝંઝામાંજ તારું ઝાઝું જામ્યું હોય તો હું એ ઝાંઝવા ને તારે કોટે બાંધવાની હિંમત કરું?
નત મસ્તક ભાઈ એટલું બોલી નીકળી ગયો બાઈકને કિક મારી બહાર.....! હું બહાર જાઉં છું.
બેનને બોલ્યા પછી પસ્તાવો થયો.... થોડા તેના ગુસ્સામાં હું ખુબ બધું ના કહેવાનું કહીં બેઠી..... ઘરના આગળના રૂમમાં બેઠાં બેઠાં કૉલ કરવાનું વિચાર્યું..પાછું મગજમાં આવ્યું કે ઝંઝા ને લડશે તો? હું બોલી છું તેને પસ્તાવા સાથે કોઇ ખોટું પગલું ભરશે તો? મારે એકના એક ભાઈની હું ખુબ પ્યારી બેન છું.તે મોટો છે તો મારે સ્નેહથી સમજાવવાની જગ્યાએ ધમકીના સૂર મા એને ધમકાવી નાખ્યો!
રે.... આસ્થા! તેં આ શું ક્ર્યું? મારો ભાઈ ગુસ્સામાં ગયો છે.એ નક્કી ઝંઝા પાસે જ ગાયો હશે.એ ઝંઝા પાસે પહોંચ્યો નહીં હોય! લાવ ઝંઝાને જ કૉલ કરી દઉં!
કૉલ કર્યો.....
હેલો... ઝંઝા!
તું ક્યાં છે?
હું કોલેજમાં ઝાડ નીચે બેઠી છું...
Ok!
મારા ભાઈ ને તું ઓળખે છે?
તારા ભાઈ ને!
હા મારા ભાઈ ને!
શું નામ!
અશ્ક!....
ઝંઝા આ નામ સાંભળતા ઉભી થઇ ગઈ!
અશ્ક....તારો ભાઈ છે?
હા ઝંઝા!
Oh...My god !!!!
તે તારો ભાઈ છે તો મને કેમ કોઇ દિવસ ન કીધું?
આશ્થા એ બીજો ધડાકો કર્યો....
તેં કોઇ દિવસ મને કીધું કે તું જેની સાથે ચોવીસે કલાકે ચોટેલી છે તો કોણ છે? એવું પૂછ્યું મને?
Oh! God! સોરી સોરી સોરી!
હું....... એને....
તેં એની પ્રેમ લફરાંની બધીજ વાત મને કરી દીધી છે,એટલે મને બધી જ જાણ છે પણ તને કે અશ્કને આ ખબર નથી આ બધી!!!
હા... તો! શું હતું અશ્ક નું!
વિસ્મય ચહેરે આશ્થા સામું ઝંઝા જોઈ ને બોલી ચૂપ રહી.
આસ્થા બોલી... કંઈ નહીં થયું અમારા બનને વચ્ચે ખાલી ઝઘડો થઇ ગયો.. અને તારી વાત બધી કરી.... કે તું જે છોકરીને પાગલ જેમ ચાહે છે ને એ મારી બેનપણી છે.....
ત્યાં અશ્ક બાઈક લઇ ઝંઝા પાસે આવી જ ગયો.... ફોન કાપતાં વાત કરી કે હું પછી વાત કરું....!!
અશ્કની મુખાકૃતિ રડમસ જોઈ ઝંઝા બોલી... અશ્ક કેમ કોઇ તારું સગું ટપકી ગયું કે શું?
અશ્ક બોલ્યો!
ઝંઝા..... બેનને આપણી બધી જ ખબર પડી ગઈ છે.હવે મારું આવી બન્યું.હું ખુબ ટેનશનમાં છું.
ઝંઝા બોલી : પ્રેમ સાચો હોય ત્યાં ગભરાટ કેમ?
ચાલ બાઈક સ્ટાર્ કર!
અશ્ક બાઈક સ્ટાર્ટ કર્યું અને બોલ્યો ક્યાં લઇ જાય છે મને?
ઝંઝા બોલી...... તારે ઘેર!
હજુ બાકી છે કંઈ? અશકે જવાબ આપ્યો!
ઘર આવી ગયું...!!!
બાઈક ઉભું કરી જેવો દરવાજો ખોલે છે,ત્યાં બેન કંકુ ચોખા અને ફુલને લઇ ભાભીને પોંખવા ઉભી છે.
પાછળ છુપાયેલા મમ્મી પપ્પા પણ પ્રગટ થયાં... કોલેજમાં ભણતી છોકરી ઝંઝાને કોલેજના ગણવેશમાં ગણપતિના ગીતો ગાતાં ગાતાં મોઢામાં ગોળ ઠાંસી ઠાંસી દીધો ! આખો પરિવાર કિલ્લોલ કરતો જમ્યો....
"અસ્તુ "
- વાત્ત્સલ્ય