ફરીવાર અમે નવરાત્રિ બાળકો સાથે રમ્યા. બાળકો જ્યારે તૈયાર થઈને આવે છે અને મન મૂકીને અમારી સાથે ગરબે રમે છે. ત્યારે જે આહલાદક આનંદની અનુભૂતિ અને નિજાનંદનો આનંદ થાય છે તે સ્વર્ગ થી પણ વધારે વહાલો લાગતો હોય છે। અને આ વખતે જમીને છૂટા પડ્યા.આ વખતે અમારા ગૃપના તેજસ ભાઈએ કહયું કે બાળકોને વેકેશન પડે તેના છેલ્લા દિવસે કઈક અલગ જમવાનું આયોજન કરવું છે બસ એ જ પ્રમાણે સ્વીટ ., ફરસાણ., બે શાક દાળ-ભાત રોટલી ., પૂરી અને છેલ્લે આઇસ્ક્રીમ બસ બાળકોને જલ્સો પડી ગયો અને દિવાળીનું વેકેશન પડ્યું.
નવા વર્ષે આવતાની સાથે જ રાઇટ વે સ્કૂલ તરફથી બાળકોને લઈને આવવા આમંત્રણ મળ્યું તેથી એક દિવસ પહેલા નક્કિ કર્યા પ્રમાણે અમે બાળકોને લઈને સ્કૂલે પહોચી ગયા. ત્યાં બધા જ બાળકોએ અમારા બાળકોનું સ્વાગત કર્યું . બધા જ બાળકો અમારા બાળકો માટે કઈકને કઈ ગિફ્ટ લઈને આવ્યા હતા અને જે સ્કૂલમાં આવકારમળ્યો તે અદભૂત અને આનંદથી ભરપૂર રહયો.આમ અમે નક્કિ કર્યા કર્તા પણ વધારે સુંદર રીતે હરેક કાર્યક્ર્મ થતો હતો અને એક દિવસ અમે ધૂળેટી પર્વ પણ બાળકો સાથે ઉજવ્યું હતું. બસ આ પછી તો લોકડાવુન થયું અને વચ્ચે એકવાર સરકારે મંજૂરી આપી એટ્લે થોડા દિવસ શરૂ કર્યું પણ ૮ દિવસમાં જ ફરી બંધ કરવું પડ્યું. પણ લોકડાવુન ની વચ્ચે અને સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને અમે બધા મિત્રોએ બાળકોને મળવાનું શરૂ રાખ્યું અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતાં સીમા બેનને બી.એસ.ડબલ્યુ માં અને રત્નાને ૧૧માં ધોરણમાં પ્રવેશ અપાવ્યો. તો લોક ડાવુન વચ્ચે અમને એક નવો વિચાર આવ્યો કે જે વૃધ્ધો કે જેના બાળકો નથી અથવા તો છે પણ માતા – પિતા ને એક રૂપિયો પણ ઘરે નથી આપતા તેના માટે ૧ મહિનો ચાલે તેટલો રાશનની કીટ પહોચાડવી જેમાં ઘઉં., ચોખા., બાજરો., તેલ., મગની દાળ., અડદની દાળ., તુવેરની દાળ.,તેલ અને ઘી પહોચતું કરવું જે એક વર્ષથી નિરંતર ૧૫ વ્યક્તિના ઘરે ૧ થી ૫ તારીખ વચ્ચે પહોચતું કરવામાં આવે છે.
અહી આવતા શિક્ષક મિત્રોની પણ આગવી ઓળખ છે . હિમાંશુભાઈ એમ.બી.એ.બીએડ છે. હાલ ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ ૧૧ -૧૨ માં એકાઉન્ટ અને અંગ્રેજી ભણાવે છે. પોતે એટલા પોસિટિવ અને ખુશ હોય છે એટ્લે બાળકોને પણ ખુશ રાખી શકે છે. હમેશા હરેક વસ્તુ અને વ્યક્તિ જે સકારત્મ્ક વિચારવાળો મે એક જ વ્યક્તિ જોયો છે તે એટ્લે હિમાંશુભાઈ । અમિતભાઈ પોતે એમ.કોમ.બીએડ છે ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ ૧૧-૧૨ માં અર્થશાસ્ત્ર જેવા વિષયને ન્યાય આપે છે. પોતે કવિ. ,કપોસર અને સિંગર જે બોવ જ ઓછા વ્યક્તિમાં આ એક આગવી શૈલી જોવા મળે છે. ગુજરાત તાત્કાલિક યુવા ગજલમાં સતત ૪ વર્ષ પ્રથમ ક્રમાંકે રહ્યા. પડદા પાછળ રહેવાનુ પસંદ કરે જાજુ મૌન રહે. ભાવેશભાઈ પોતે બી.બી.એ કર્યું છે અને પોતાનો પ્રાઈવેટ બિસનેસ સંભાળી રહ્યા છે. અમારા ગૃપનું સૌથી મોટું બાળક – ક્યારેય ઉદાસ મે તેમને જોયા નથી. હરેક પળને પર્વ માનીને ઉજવી જાણનાર એટ્લે ભાવેશભાઈ., સપનાબેન નો હાલ ટી.વાય.બીકોમ માં છે અને નૌશીનબેન પી.ટી.સી કરી રહ્યા છે
ડ્રોપ એ કોઈ ગૃપ નથી વિચાર છે અને વિચારને જીવંત રાખવા ગૃપના બધા જ સભ્યોએ ભારે મહેનત ઉપાડી છે. આ કામ કોઈ એક વ્યક્તિ ક્યારેય કરી જ ના શકે અને શક્ય પણ નથી પણ આ બધા જ મિત્રોના સહયારા પ્રયત્નોથી શક્ય બન્યું છે. હું વ્યક્તિગત આ ગૃપમાં જોડાયો ત્યાર થી મને એવું લાગ્યું કે તમે નિર્દોષ ., પવિત્રતાથી અને પૂરા દિલથી કોઈ કામ કરો જેમાં તમારો લેશમાત્ર સ્વાર્થ ના હોય તો કુદરત હરેક ક્ષણ ...હરેક પળ ..તમારી સાથે હોય છે અને જાણે આવા ગૃપની ચલાવવાની જવાબદારી કુદરતની હોય તેવું લાગે છે. પાણી જેમ પોતાનો રસ્તો કરી લે તેમ આવા પવિત્ર ઉપદેશથી ચાલતા ગૃપને ચલાવવા નથી પડતાં તેની મેળે જ ચાલતા હોય છે. પ્રભુની અસિમ કૃપાથી ક્યારેય આ ગૃપમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી આવી અને જે કાર્યક્ર્મ અમે જે દિવસે નક્કિ કર્યો હોય તે કરતાં ૧૦ ગણો સારો કાર્યક્રમ કર્યો છે. હિમાંશુ ભાઈના શબ્દોમાં કહું તો થઈ જશે મોન્ટુ ભાઈ...કોવિડમા ગૃપ દ્વારા જે બા-દાદા દ્વારા જેમને કોઈ સંતાન નથી અને કામ કરી શકે તેમ નથી તેવા 28 પરિવારને મહિનો ચાલે એવી રાશનની કિટનું વિતરણ ત્યારથી હરેક મહિને કરવામાં આવી રહ્યું છે.
મિલન મહેતા - બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨