અબીનાશ ચેટર્જી ના રૂપ માં હિન્દ સાડી સેન્ટર માં વેપારી બની ને જે રહસ્યમય સાડી વેચવા આવ્યા હતા એ ખુદ ભારત ના જાગૃત ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ હતા !! એક ગુપ્ત મિશન પોતે પોતાના હાથેજ પાર પડ્યું હતું ..જનતાની સેવા માં પોતે ક્યારેય ઉણા નહિ ઉતારે એવો પાલકો નીર્ધાર કરનાર આવા ગૃહ મંત્રી ભારત ને આઝાદી પછી એક જ વાર મળ્યા હતા ..સરદાર વલ્લભભાઈ પટેલ. અને આઝાદીના ૭૫ માં વર્ષે ફરી એકવાર સતીશ શાહ સાહેબ જેવા ગૃહ મંત્રી મળ્યા એના માટે દરેક ભારતીય ને ગર્વ હતો !!
********. કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને સ્વેતા પાટીલ પણ બોમ્બે એરપોર્ટ ઉતર્યા હતા ..તેમને પણ લેવા સફેદ કલર ની ઇનોવા કર આવી હતી ..બધું પ્લાંનિંગ એકદમ સચોટ હતું ક્યાંય પણ કોઈ પણ ખામી રાખવામાં આવી ન હતી ..તેઓ એરપોર્ટ ની બહાર નીકળ્યા ત્યારે એક સામાન્ય પેસેન્જર ની જેમ જ આવ્યા હતા ..બરાબર મુખ્ય દરવાજાની સામે જ એક સફેદ કલર ની ઇનોવા પડી હતી કમલેશ પાટીલ ની ચાલાક નજરે ગાડી ને ઓળખી લીધી એટલે તેઓ એ ગાડી તરફ આગળ વધ્યા ..અનિલ અને સ્વેતા પણ તેમને ફોલો કરતા તેમની પાછળ ગયા ...પેલી રહસ્યમય સાડી વળી વાળી બેગ અનિલ ના હાથ માં હતી ..કમલેશ પાટીલ ડરાઇવર ની બાજુની સીટ ની બાજુ ના દરવાજા પાસે જઈને ઉભા રહ્યા ..ડરાઇવર પણ જાણે બધું જાણતો હોય તેમ તેને દરવાજા ખોલી નાખ્યા કમલેશ પાટીલ ડ્રાયવર ની નાજુમાં બેઠા ..અનિલ અને સ્વેતા પાછળ ની બાજુ માં બેઠા ..દ્રાયવે જાણે ક્યાં જવાનું છે એમ જાણતો હોય તેમ કઈ પણ પૂછ્યા વગર તેને ગાડી ચાલુ કરી દીધી ..!!!
લગભગ એકાદ કલાક ના ડરાઇવ પછી એ ઇનોવા મુંબઈ ના બીજા છેડે થાણે બાજુ બહાર નીકળી હતી ત્યાં થી તેમને સહ્યાદ્રી ની પર્વત માળા ક્યાંથી શરુ થાય છે તે બાજી જવાનું હતું ગાદીએ બીજા કલાકેક નું અંતર કાપ્યું ..ત્યાં સુધી તો મૈન હાઇવે હતો ...પછી ગાડી ડાબી બાજુ વાળવામાં આવી કારણ કે ત્યાં સફેદ બોર્ડ પર લાલ દવાખાના નું નિશાન હતું જે દર્શાવતું હતું કે હોસ્પિટલ આ બાજુ છે .સિંગલ વે ના ધુલીયા રસ્તા પર ૪ કિલોમીટર અંતર કાપ્યા પછી એક મોટું ચોગાન આવ્યું ..ત્યાં એક જર્જરિત બિલ્ડીંગ હતું તેના પર બોર્ડ માર્યું હતું કે " માફ કરશો ..રીનોવેશન માટે દવાખાનું થોડા દિવસ માટે બંધ છે ,,!!"
ઇનોવા ત્યાં ઉભી રહી ગઈ ..તેમાંથી ત્રણેવ જન નીચે ઉતર્યા ને તરત જ ઇન્નોવે આવીતી એ રોડે પછી જતી રહી..!! કમલ નું પ્લાંનિંગ હતું આખા રોડે કોઈ કઈ બોલ્યું નહિ છતાં એ ત્રણેવ જન પોતાની મંજિલે પહોંચી ગયા ..ગાડી ના ગયા પછી કમલેશ પાટીલે સ્વેતા અને અનિલ સામે જોઈ એક સ્મિત કર્યું અને બોલતા " જય હિન્દ " ..અનિલ અને સ્વેતા એ એક સાથે ટટેનશન માં સલામ કરી ને કહ્યું " જય હિન્દ " અને પછી કમલેશ પાટીલે સ્વેતા ને એક ઈશારો કર્યો ..સ્વેતા ચાલતી ચાલતી પેલા ખંડેર જેવી હોસ્પિટલ ના મુખ્ય દરવાજા બાજુ ગઈ અને તેની હાથની વીતી માં રહેલું બટન દબાવ્યું અને એ ખંડેર જેવા મકાન નો દરવાજો ખુલી ગયો ..અને ત્રણેવ જન જલ્દી થી એ મકાન માં ઘૂસી ગયા ..!!! તમને લાગશે કે આ મિશન પૂરું થયું..ના આતો ભારતની આંતરિક ખદબદી ને ધાડ મૂળ માંથી કાઢવા નો પ્રથમ શંખનાદ હતો ..!
જેમ ભારત ના ગૃહ મંત્રી પોતે અબીનાશ ચેટર્જી ના રૂપ માં ૩ કરોડ ની રહસ્યમય સાડી લઇ ને આવ્યા હતા .એવી જ રીતે .ભારત ની સીઆઇડી સંસ્થા ના ચીફ ઓફિસર કેદારનાથ માથુર કમલેશ પાટીલ બની ને આવ્યા હતા ..સીઆઇડી ઓફિસર દયા સીંગ અનિલ પાટીલ બની ને આવ્યો હતો .અને સી આઈડી ઇંટેરિલિજન્ટ સોનિયા આપ્ટે સ્વેતા પાટીલ બની ને આવી હતી..!!