Vasudha - Vasuma - 81 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-81

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-81

આવંતિકાને મોક્ષે પહેલાં બાઇક પર બેસતાં શીખવ્યું બોલ્યો ‘એ તે પંજાબી ડ્રેસ પહેર્યો છે તો ફાવ્યું પણ સાડી કે સાડલો પહેર્યો હોત તો ના ફાવત. કછોટો મારવો પડ્યો હોત.” એમ કહી હસ્યો. “જોકે સ્કુટર હોય તો વાંધો નહીં તું શીખી જાય પછી સ્કુટર લાવી આપીશ.”

અવંતિકાને પહેલાં સ્ટીયરીંગ પકડીને બાઇક શરૂ કરવા કીક કેવી રીતે મારવી બ્રેકનું પેડલ બતાવ્યું હાથની બ્રેક બતાવી લાઇટ ચાલુ કરવી બંધ કરવી.. પછી કહ્યું “બને ત્યાં સુધી પગની બ્રેકજ મારવાની હાથની બ્રેકથી આંચકો આવે પડી જવાય.”

અવંતિકાની પાછળ મોક્ષ બાઇક શરૂ કરીને બેસી ગયો અને કહ્યું “હવે ચલાવ નિશ્ચિંત થઇને હું પાછળ બેઠો છું”. થોડે આગળ ગયા પછી મોક્ષ અવંતિકાની સાવ નજીક આવીને બેઠો અને અવંતિકાને મોક્ષનો સ્પર્શ થતો હતો અવંતિકા શરમાઇ ગઇ બોલી “તમે હાથે કરીને આટલાં નજીક બેઠાં તમારાં શ્વાસ મારાં કાનમાં સંભળાય છે બહુ લુચ્ચા છો આમતો હું શીખી રહી.. મારું ધ્યાન બાઇકમાં રહેતુંજ નથી.”

મોક્ષ હસી પડ્યો બોલ્યો “આતો થોડી મસ્તી ચાલ ગંભીરતાથી શીખવુ.” એમ કહી થોડો પાછળ ખસ્યો પછી પાછા ઘર તરફ આવી રહેલાં.

મોક્ષે કહ્યું “બાઇક શીખવતાં રોમાન્સ થઇ ગયો હું શું કરુ ? તારી નજીક આવતાંજ કાબૂ નથી રહેતો.” અવંતીકા એ કહ્યું “પણ મને કંઇ કંઇ થઇ જાય છે આવું ના કરો”. પછી અવંતિકા ગંભીર થઇ ગઇ બોલી “હવે સમજી વસુધાએ એનાં ભાઇને બાઇક શીખવવા કેમ બોલાવેલો ઓહ કેટલી પવિત્ર બાઇ છે કોઇ કંઇ ટકોર કરે કે એનાં માટે અણગમતું વિચારે એ પહેલાંજ એ... કહેવું પડે પાણી આવતાં પહેલાં પાળ બાંધે બધામાં શત શત નમન છે આવી સ્ત્રીને.....”

મોક્ષે કહ્યું “સાચી વાત છે તારી... આવી સ્ત્રીઓ સમાજમાં ઘણી ઓછી હોય છે એમનાં માટે માન થઇ ગયું.” અવંતિકાએ કહ્યું “એમનો પતિ નથી એટલે વધારેજ આવુ બધું ધ્યાન રાખે છે ક્યાંય પોતાનાં ચરિત્ર પર નાનો ડાઘ પણ ના આવે એવી કાળજી લે છે મોક્ષ એમની ડેરી પણ ધમધોકાર ચાલી રહી છે ખબર નથી હજી આગળ જતાં શું શું કરશે ? હજી તો હું અડધેય નથી પહોંચી કાંઇક અનોખુંજ પાત્ર છે વસુધા.. એમનાં જીવમાંથી કેટલી પ્રેરણાં અને સમજ મળે છે હું તો એમની ફેન છું.”

મોક્ષ કહે “આવી પ્રેરણામૂર્તિ સ્ત્રીઓજ સમાજને આગળ લાવે છે પોતે સંઘર્ષ કરીને દાખલો બેસાડે છે. તું વારે વારે એમની વાત કરે છે મને પણ ખૂબ માન છે એમનાં માટે... પતિ ગૂજરી ગયો છે એક નાની બાળકી છે છતાં એકલે પંડે એ સ્ત્રી હાર્યા વિના કેટલું કામ કરે છે એ પણ પોતાનાં માટે નહીં બીજી સ્ત્રીઓ અને ગામ માટે.... કહેવું પડે.”

અવંતિકાએ કહ્યું “હું પણ શીખીશ બધું સ્વાવલંબી બનીશ ભલે તમે મારાં સાથમાંજ છો પણ શીખવું જરૂરી છે ગમે તેવા જરૂરતનાં સમયે બધુ શીખેલુ કામજ આવે છે. હવે તમે તમારું કામ નીપટાવો હું મારી વાછડીને પાણી આપી પાછી વાંચવા બેસી જઊં આગળ બહુ રસપ્રદ વાર્તા આવી રહી છે...”

************

વસુધા ડેરીમાં બેઠી હતી બધાં હિસાબ જોઇ રહી હતી ત્યાં ગુણવંતભાઇ આવ્યાં બોલ્યાં “બેટા શું કરે છે ? હું તારાં માટે સારાં સમાચાર લાવ્યો છું.”

વસુધાએ કહ્યું “પાપા બધાં હિસાબ જોઇ રહી છું બધો ખર્ચ અને ડેરીમાં આવતું દૂધ એની ચૂકવણીનાં પૈસાનો હિસાબ ત્થા મોટી ડેરીમાં મોકલેલા. માલની વિગત જોઇ ત્યાં આવેલાં પૈસાનો હિસાબ મેળવી રહી હતી”.

“પાપા પહેલાં ખુશીનાં સમાચાર હું આપુ છું આજે આપણી ડેરીને 6 મહિના પુરા થયાં આ અડધા વર્ષમાં બધો ખર્ચ, પગાર, વીજળી બીલ, અન્ય ખર્ચા બધુંજ બાદ કરતાં ડેરીને 3 લાખનો નફો થયો છે.”

ગુણવંતભાઇએ વિચાર કરતાં કહ્યું “3 લાખ નફો સારો થયો પણ હજી વધારે થવો જોઇએ મારાં હિસાબે આપણે અડધે પહોંચ્યાં છીએ બાર મહીને મારી ગણત્રી કહે છે કે 15 થી 20 લાખ નફો મળવો જોઇએ મોટી ડેરીઓ તો કરોડોમાં રમે છે. પણ આ કંઇ ખોટુ નથી શરૂઆત છે એટલે બરોબર છે.”

વસુધાનો ચહેરો પડી ગયો એણે કહ્યું “પાપા કેમ નિરાશ થાવ હજી ખૂબ નફો થશે... સારો નફો થાય તો બીજી યોજનાઓ અમલમાં મૂકાય.”

“તમે શું સમાચાર લાવ્યાં છો ?” ગુણવંતભાઇએ કહ્યું “તને હતોત્સાહ કરવા મેં આંકડા નથી કીધાં આ નફો પણ ઘણો જ છે પણ આપણે લક્ષ્ય ઊંચાજ રાખવાનાં.”

વસુધાએ કહ્યું “પાપા મેં એકે એક ખર્ચ આમાંથી બાદ કર્યો માત્ર પગાર, જાળવણી ખર્ચ, ઇલેક્ટ્રીકબીલ, દૂધની ચૂકવણી, ટ્રાન્સપોર્ટ ખર્ચ, ઘરનો ખર્ચ, ગાડીનો પેટ્રોલ બાઇકનાં ખર્ચા બધુજ બાદ કર્યું છે કંઇ બાકી નથી ઉપરથી ડેરીનાં મકાન માટે લીધેલી લોનનાં હપ્તા આ જમીનનું ભાડુ બધુ બાદ કર્યું છે.”

“ભલે જમીન આપણી માલિકીની રહી પણ મેં ભાડુ પણ લખ્યું છે ચોપડે લીધું છે કોઇ રીતે તમને નુકશાન ના જવું જોઇએ”.

ગુણવંતભાઇ આશ્ચર્યથી સાંભળી રહ્યાં બોલ્યાં “તું તો હિસાબ કીતાબમાં અવ્વલ છે મોટાં હિસાબનીસને પણ પાછળ રાખી દે એવો હિસાબ કર્યો છે શાબાશ. હવે સારાં સમાચાર એ છે કે ઠાકોરભાઇનું કહેણ આવ્યું છે કે વડોદરા નજીક ગામ છે રણોલી ત્યાંનાં સરપંચનું આમંત્રણ છે કે ત્યાં એમની દૂધ મંડળીમાં બહેનો પ્રેરીત કરવા ભાષણ આપવા જવાનું છે આ રવિવારે સવારે 8.00 વાગે મેં તને પૂછ્યા વિનાજ હા કહી દીધી છે આ તો સારું કામ છે અને આપણાં કુટુંબ અને ગામ માટે ગૌરવની વાત છે.”

વસુધાએ શરમાતા કહ્યું “તમે પણ શું પાપા ? હું કંઇ મોટી નેતા છું ? મારે કેટલા કામ હોય છે નાહકની ફસાવી દીધી. તમે હા પાડી છે મારે તો જવુંજ પડશે ને તમે અને સરલાબેન, ભાવેશકુમાર બધાં સાથે આવજો તમારો બધાનો ફાળો છે આમાં.”

ગુણવંતભાઇએ કહ્યું “હાં બધાં જઇશું આતો તને કહી રાખ્યું હોય તું મનોમન તૈયારી કરી શકે”. વસુધાએ કહ્યું “એમાં શું તૈયારી કરવાની ? આપણે જે કર્યું છે એજ કહેવાનું છે પણ મને ગમશે તમે સારું કર્યું આંગણી ચીંધવાનું પૂણ્યજ છે ત્યાંની બહેનો આગળ આવીને કેળવણી લેશે તો ગામ પ્રગતિ કરશે.”

“પાપા મારાં મનમાં બીજી પણ વાત આવી છે કંઇ નહીં પછી કહીશ....”



આગળ આવતા અંકે - પ્રકરણ-82