નવ મહિને દિકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયેલી તેની બરાબર ઘડી લેવા બહાર બેઠેલા જોષી પાસે દોડી ફેકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી. એટલે ઘડી ખોટી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરી જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પૂછાવ્યું. "કહો જોષીરાજ !
જન્માક્ષર શું કહે છે ? "
"કહે દિકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે ! "
સોનેરી પાંભરીમાં બાળકને વીંટાડવામાં આવ્યું.આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી:એને વગડામાં નાખી આવો,
બાનડી નાખવા આંઘે આંઘે ગઈ, એક બખોલ દેખી. બાળકને ત્યાં નાખી પાછી વળી,
તરતની જ વિયાએલી .એક વાઘણ પોતાના બે બચ્ચાં ને બખોલમાં મુકીને ભરખી ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાંને ધરવવા બેઠી. પાસે પડેલા બચ્ચાંના માથે ઓર હતી એટલે પોતાનું બચયું માની ગોદમાં લીધું. ઓર ચાટી લીધી. હેત ઉપજી ગયું. ત્રણેય બચ્ચાં આંચળ ચૂસી !ચૂસ ! ચૂસવા લાગ્યા. ત્રણેય ને ધવરાવી ને વાઘણ વગડામાં હાલી ગઈ.
મોંસૂજણુ થયું. બે ભરવાડો નીકળ્યા. એણે આ કૌતુક જોયું. બે વાઘના બચ્ચાં ને એક માનવીનું બચ્ચું ! એક બીજા ને ચાલે છે.
માનવીનું બાળક હાથ પગ ઉલાળતુ ઘુઘવાટા દે છે! ત્રણેય ને ઉપાડીને ગોવાળિયાઓ દરબારમાં લાવ્યા. આ કૌતુક કોણ સમજાવે ? પુછો બીજ સોલંકીને. !
માનવી બાળકને છાતીએ ચાંપતા જ તરત બીજ આંધડો બોલ્યો ! "અહહહા મારું કાળજું ઠરીને હીમ થાય છે! બાપ !આ બીજુ કોઈ ના હોય મારું જ પેટ "
શું બોલો છો ઠાકોર?
"પૂછવા રાણીવાસમાં :સોનાબાએ શું અવતર્યુ છે? "
રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું.
"એને કયાં નાખ્યું ? દાટી દીધું "
"દાટવાની જગ્યા ખોદાવો "
બાનડી ગભરાણી. એને ગરદન મારવાનો ડારો દીધો. રાણીમાતાએ કબૂલ્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મોકલ્યો છે. કયાં મેલ્યા એનો પતો લેવામાં આવ્યો. પાંભરી ઓળખાણી. એટલે નકકી થયું કે આ રાજ નો જ દિકરો.જોષીને મોડી ઘડી આપવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી. બીજ સોલંકી ની પરીક્ષા ઉપર લોકો ગાંડા બન્યા.
"અરે! મારા બાપ! શું હું મારા પેટને ના ઓળખું. એના શરીરના રૂંવાડે રૂંવાડે મારા કુળ નું નામ લખાઈ ગયું છે . એ બધી તો આંધળાઓને ઉકેલવાની ભાષા છે.
રાજમહેલમાં નોબેલ ગડગડી. દેવડોમાં ઝાલર રણજણી. ઘરે ઘરે લાપસી ના આંધણો મૂકાણા.
વાઘને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.
રાજ ને બીજ એકલા રણછોડરાયજી ને નવરાવા દ્વારકાના માગૅદશૅન ચાલી નીકળ્યા.
એક હજાર વષૅ પૂર્વ કચ્છના કેરાકોટ નગરના રાજ-ઝરૂખે ચાર બાઈઓ ઇન્દ્રભુવનની ચાર અપ્સરા જેવી બેઠી હતી. એક સોનું રાણી , બીજી જહજહી બારોટાણી , ત્રીજી નેત્રમ બાનડી, ને ચોથી ડાહી ડુમરી કચ્છ દેશની મર્દાનગી એમના કદાવર અંગોમાં ચમકતી હતી. એમનાં ધણી રણે ચડયા હતા.
આથમતા સૂરજ મહારાજે અસ્તચળ ઉપરથી રજપૂતાણી ને ભાળી. પોતાના હજારો ફૂલોની ડાળીઓ માંથી એણે એ ઝરૂખામાં ફેકયું. રાણીએ એ ફૂલ સુંગ્યું. પેટમાં કંઈક ટાઠો શેરડી પડયો. પછી બારોટાણીએ બાનડીએ ને ડુમડીએ વારાફરતી સૂગ્યું. "ઓય રે રાણીમા ! પેટમાં કોન જાણે શુંયે રે થઈ ગયું ! "
એમ ત્રણેય જણી બોલી -કોઈક જતિ જોગટાનુ મંતરેલું ફૂલ બાનડીએ બારીમાંથી ફેંકી દીધું. ફૂલ ઘોડારમાં પડયું. સો સો ઘમસાણોમાં ઝૂઝેલી પરનાળ ઘોડી ત્યાં બાંધી હતી. એણે એ સૂગ્યું. પાંચેય ને ઓધાન રહયા.
જહીએ માવલ જનમિયો . લાખણસી સોનલ
નેત્રમ માગેણો હોવો . ડાઈ જાઈ કમલ.
જહી બારોટાણી ને માવલ સાબાણી નામે પ્રખ્યાત બારોટાણી જનમ્યો. સોનલ રાણીએ લાખો ફુલાણી અવતર્યો. નેત્રમ દાસી ને
મોગેણો અને ડાહી ડુમરીને કમલ.