Pranay Parinay - 5 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 5

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 5

'હું તારુ કંઇ સાંભળવાનો નથી.. વિવાનની કંપની સાથે આપણા ધંધાકીય હિતો સંકળાયેલા છે, હું વિવાનને નારાજ કરવા માંગતો નથી.' મિહિર કડકાઇથી બોલ્યો.

'ઓકે ફાઇન આવુ છું.' કહીને ગઝલએ પોતાની નાસ્તાની પ્લેટ ઉપાડી અને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ.

**

પ્રણય પરિણય ભાગ ૫

'પ્રિન્સેસ… હજુ કેટલી વાર..? મોડું થાય છે.. આવ જલ્દી..' મિહિરે ગઝલને સાદ પાડ્યો.

'આવી.. આવી.. કેટલી ઉતાવળ કરો છો ભાઈ.. ' બોલતી ગઝલ નીચે ઉતરી.

ગઝલ સાદી પણ ખૂબ સુંદર રીતે તૈયાર થઈ હતી. એણે બ્રાઈટ વ્હાઈટ અનારકલી ડ્રેસ પહેર્યો હતો. વાળ ખુલ્લા રાખ્યાં હતાં. હોઠ પર લાઈટ બ્રાઉનિશ લિપસ્ટિક લગાવી હતી. હળવી આઈલાઇનર અને મસ્કરા, ચહેરા પર એકદમ લાઈટ મેક અપ કર્યો હતો. પગમાં ઓફ વ્હાઈટ હિલ્સ પહેરી હતી. ગઝલ સિમ્પલ છતાં અદ્દભુત લાગી રહી હતી.

'ખૂબ સરસ લાગે છે..' કૃપાએ ગઝલને હગ કરતાં કહ્યું. ગઝલ મીઠું હસી.

'ઓકે ઓકે.. મોડું થાય છે ચલો.' કહીને મિહિર બહાર નીકળ્યો. તેની પાછળ ગઝલ પણ કૃપાને બાય કહીને નીકળી.

તેઓ ઓફિસમાં પહોંચ્યા. ગઝલ કયારેક જ ઓફિસમાં આવતી, છતાં બધા તેને ઓળખતા. તેને ઓફિસમાં આવેલી જોઇને સ્ટાફનાં જુના માણસો ખુશ થયા અને નવા લોકો તેને ટીકી ટીકીને જોઈ રહ્યા.

સામેથી મહેતા અંકલ એટલે કે મિહિરનાં મેનેજર અને કંપનીના ખૂબ જુના કર્મચારી હસતે મોઢે આવી રહ્યા હતા.

'નમસ્તે અંકલ..' ગઝલએ તેમને નમસ્કાર કર્યા.

'નમસ્તે બેટા.. કેમ છે..!' મહેતા અંકલ ગઝલના માથે હાથ ફેરવીને બોલ્યા.

'હું એકદમ મજામાં.. અંકલ, આજથી મારી છુટ્ટી શરૂ થઈ એટલે ભાઈ મને ઓફિસમાં લઈ આવ્યા.' ગઝલએ ક્યુટ મોઢું બનાવીને ફરીયાદના સુરમાં કહ્યું.

'તારે ક્યારેક તો ઓફિસમાં ધ્યાન આપવાનું જ છે ને બેટા.. સરની પણ એ જ ઇચ્છા હતી..' મહેતા અંકલ બોલ્યા.

'હા અંકલ, મને ખબર છે પણ ભાઇ છેને બધુ સંભાળવા માટે, પછી મારી જરુર શું છે?'

'જરૂર છે બેટા, એ એકલો કેટલું કરે? અને બિઝનેસ એક્સપાંડ કરવા માટે ભાઈને કોઈ ઘરના માણસની જરૂર છે.' મહેતા ગઝલને સમજાવતા બોલ્યા.

'પણ અંકલ મને બિઝનેસમાં બિલકુલ ઈન્ટરેસ્ટ જ નથી' ગઝલ હોઠ વાંકા કરીને બોલી.

'રોજ ઓફિસમાં આવશે એટલે ઈન્ટરેસ્ટ પણ એની મેળે આવશે.' મિહિર પાછળથી બોલ્યો.

ગઝલએ મોઢું મચકોડ્યું.

'સારુ ચાલો ફટાફટ કામ પતાવીને પછી આપણે શ્રોફ ઈન્ડસ્ટ્રીઝ પણ જવાનું છે.' મિહિર બોલ્યો.

'શ્રોફ ઈન્ડસ્ટ્રીઝમાં ગઝલનું શું કામ પડ્યું..!?' મહેતા અંકલે આશ્ચર્ય ઠાલવ્યું.

'એજ પેલી પ્રપોઝલ ફાઈનલ કરાવવાની છે અને ગઝલએ થોડી ઉપાધિ કરાવી છે તો એનુ નિવારણ કરવું પણ જરૂરી છે.' મિહિર ગઝલ સામે જોઈને બોલ્યો.

'હવે શું કર્યું તે?' મહેતા અંકલે ચિંતાથી પૂછ્યું. ગઝલએ જાણે કંઈ બન્યું જ ન હોય એવા હાવભાવ બતાવ્યા.

'પ્રિન્સેસે વિવાનની ગાડી ઠોકી દીધી છે.. અને ઉપરથી એલફેલ સંભળાવીને આવી છે.' મિહિરે મહેતા અંકલને આખી વાત કરી.

'હેએેએેએ..!! વિવાનની ગાડી ઠોકી, ઉપરથી એવો વર્તાવ કર્યો અને તેણે ચુપચાપ સાંભળી લીધુ?' મહેતા અંકલને આશ્ચર્યનો એટેક આવ્યો..

'એ જ તો વાત છે.. એ શાંત બેસે એવો માણસ નથી, એટલે જ એ શાંત બેઠો કેમ છે એનું જ મને ટેન્શન છે.' મિહિર બોલ્યો.

'છોકરી છે એટલે જવા દીધુ હશે.'

'બની શકે…! પણ જો એ ભૂલ્યો નહીં હોય તો આપણા માટે એનુ પરિણામ ગંભીર આવશે. એટલે જ તો ગઝલને સાથે લઇ જઉં છું.' મિહિર બોલ્યો.

'એની વેઝ, સાથે એક સરસ બૂકે લેતા જજો' મહેતા અંકલે સુચન કર્યું.

'હા અંકલ,' મિહિરે એનુ સુચન માન્ય કર્યું.

'તમારે જે ડોક્યુમેન્ટ્સ પર મારી સાઈન જોઇએ છે તેની ફાઈલ લેતા આવો અને વિવાનને આપવાની પ્રપોઝલ પણ લેતા આવો. અને હા, આજે કોને કોને પેમેન્ટ કરવાનું છે એની વિગતો પણ લાવો એટલે પેમેન્ટ ટ્રાન્સફર કરી દઉ.' મિહિરે મહેતા અંકલને સૂચના આપી.

'હાં હમણાં લાવું.' કહીને મહેતા અંકલ ગયા.

થોડી વાર પછી મહેતા અંકલ મિહિરને ફાઈલ્સ તથા પેમેન્ટની વિગતો આપી ગયા.

ગઝલ ઓફિસના સટાફને મળવા બહાર નીકળી.

એક પછી એક નવા જુના એમ્પલોઈઝ પાસે જઈને ગઝલ વાતો કરી રહી હતી. જુના એમ્પલોઈઝ આત્મીયતાથી ગઝલને મળી રહ્યાં હતાં જ્યારે નવાનાં દિલમાં ગઝલને જોઇને ઘંટડીઓ વાગી રહી હતી.

લગભગ અડધા કલાકમાં મિહિર ફ્રી થઈ ગયો.

ગઝલ પણ બધાને મળીને પાછી આવી ગઈ હતી.

મિહિરે મહેતા અંકલને ઈન્ટરકોમ કરીને અંદર બોલાવ્યા.

બધાના પેમેન્ટની રીસિપ્ટ મહેતા અંકલને સોંપીને મિહિરે કહ્યુ : 'અમે વિવાનને ત્યાં જવા માટે નીકળીએ છીએ, તમે ફોન કરીને એમને ઈન્ફોર્મ કરી દેજો.'

'આમ તો આપણે પહેલાથી એપોઇન્ટમેન્ટ લીધેલી છે, છતાં હું ફોન કરી દઉં છું.' મહેતા અંકલ બોલ્યા.

'ઓકે, બાય અંકલ..' ગઝલએ કહ્યુ.

'બાય બેટા.. ' મહેતા અંકલ વહાલભર્યું સ્મિત કરીને બોલ્યા.

મિહિર અને ગઝલ વિવાનને ત્યાં જવા નીકળ્યા. રસ્તામાંથી તેમણે સુંદર મજાનો બુકે લીધો.

અડધો કલાક પછી તેમની કાર શ્રોફ ગૃપ ઓફ કંપનીઝના હેડક્વાર્ટર પર પહોંચી. મિહિર અને ગઝલને નીચે ઉતારીને ડ્રાઈવર કારને પાર્કિંગમાં લઇ ગયો.

શ્રોફ ગૃપ ઓફ કંપનીઝની ઓફિસની આલીશાન બિલ્ડીંગ જોઇને ગઝલ સ્તબ્ધ થઇ ગઇ. આ ઇમારતમાંથી આખા શ્રોફ ગૃપનું સંચાલન થતુ હતું.

ગઝલએ આ પહેલા શ્રોફ ગૃપનું ફકત નામ સાંભળ્યું હતું તેના માલીકને ગઈ કાલે પહેલીવાર મળી હતી એ પણ એની કાર ઠોકીને. આજે હવે તેમની ઓફિશિયલ મુલાકાત થવા જઈ રહી હતી.

મિહિરની કંપની ઘણા વર્ષોથી શ્રોફ ગૃપ સાથે કામ કરતી હોવાથી શ્રોફ ગૃપમાં ઘણા લોકો મિહિરને ઓળખતા હતા. બધા તેને હાય હલો કરતાં હતા.

એન્ટ્રન્સ હોલના વેઇટિંગ લાઉન્જમાં ગઝલને બેસાડીને મિહિર રિસેપ્શન કાઉન્ટર પર ગયો.

'એક્સક્યુઝ મી..' મિહિરે રિસેપ્શનિસ્ટને કહ્યુ: 'આઈ એમ મિહિર કાપડિયા, મારે મિ. વિવાન શ્રોફને મળવાનુ છે, એમની સાથે એપોઇન્ટમેન્ટ છે મારી.'

'એક મિનિટ સર' કહીને રિસેપ્શનિસ્ટે કોમ્યુટરમાં આજની એપોઇન્ટમેન્ટનુ લીસ્ટ ચેક કર્યુ.

'યસ સર, આજની આપની એપોઇન્ટમેન્ટ છે, બટ વિવાન સરને અચાનક એક અર્જન્ટ મિટિંગ માટે બહાર જવું પડ્યું છે. તેથી એ પંદર વીસ મિનિટ પછી તમને મળશે. જો તમને અનુકૂળ હોય તો તમે પંદર વીસ મિનિટ વેઈટ કરી શકો છો.' રિસેપ્શનિસ્ટ ચહેરા પર પહોળુ સ્માઈલ લાવતા બોલી.

ગઝલએ કરેલા કારનામાને કારણે આજે વિવાનને મળીને સોરી કહેવું જરૂરી હતું એટલે મિહિર રાહ જોવા તૈયાર થયો.

'ઓકે, આઈ વીલ વેઈટ.' મિહિરે કહ્યુ.

'થેન્કયૂ સર, તમે બેસો હું તમારા માટે કોફી મોકલાવું છું.' રિસેપ્શનિસ્ટે ફરીથી એજ પહોળુ સ્માઈલ કરતાં કહ્યું.

પાંચ જ મિનિટમાં ગઝલ બોર થવા લાગી.

'ભાઈ.. હજુ કેટલી રાહ જોવાની છે? આપણે પછી આવશુ તો નહીં ચાલે?' ગઝલ કંટાળાના ભાવ સાથે બોલી.

'નહીં બિલકુલ નહીં.. તેનુ અને મારું બંનેનુ શેડ્યુલ બિઝી હોય એટલે ફરીથી એપોઇન્ટમેન્ટ લઇને પછી ક્યારે આવવાનું થાય તે નક્કી નહીં, આજે ઓલરેડી મારી એપોઇન્ટમેન્ટ છે. એટલે તારુ ને મારું બંનેનુ કામ થઈ જશે' એમ કહીને મિહિર સામે પડેલુ બિઝનેસ મેગેઝીન વાંચવા લાગ્યો.

ગઝલ હોઠ ફફડાવતા અહીં તહીં જોતી બેસી રહી. બે મિનિટ તો એ માંડ બેઠી હશે ત્યાં એને લાગ્યું કે આમ તો ટાઈમ નહીં પસાર થાય. તેને વેઇટિંગ લાઉન્જ અને આસપાસના વિસ્તારમાં આંટો મારવાનું મન થયું.

વેઇટિંગ લાઉન્જના કોરિડોરમાં દિવાલો પર ઠેર ઠેર વિવાને તથા તેની કંપનીએ મેળવેલા એવોર્ડસ તથા સર્ટિફિકેટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

કોઈ કોઈ જગ્યાએ ક્લાસિક કહી શકાય તેવા કિંમતી પેઈન્ટિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા.

ગઝલ ફરતાં ફરતાં બધુ જોઈ રહી હતી.

એ બધું જોતા જોતા ગઝલ વેઇટિંગ એરિયાથી ઘણી દૂર આવી ગઈ.

આગળ એક મોટો કાચનો દરવાજો હતો. દરવાજો ધકેલીને એ અંદર દાખલ થઇ. ગઝલને ખબર નહોતી કે તે વિવાનના પર્સનલ-પ્રાઈવેટ એરિયામાં આવી ગઈ હતી.

શ્રોફ ગૃપના આ હેડક્વાર્ટરમાં બધાને ખબર હતી કે તે એરિયામાં કોઇને પણ જવાનું એલાઉડ નથી. ફક્ત વિવાન માટે એ જગ્યા બનાવવામાં આવી હતી. એ એક સ્યૂટ હતો. (એક એવી જગ્યા કે જેમાં દિવાન ખંડ, સ્ટડીરૂમ, બેડરૂમ તથા ટોયલેટ બાથરૂમ હોય)

ઓફિસમાં જ્યારે વધારે પડતો વર્કલોડ હોય ત્યારે વિવાન ઘરે ન જતો, સ્યૂટમાંજ રોકાઇ જતો. સ્યૂટમાં બે પ્રવેશદ્વાર રાખવામાં આવ્યા હતા, એક જ્યાંથી ગઝલ પ્રવેશી તે, અને બીજું પાછળની સાઈડ હતું, જે ઓફિસની બારોબાર હતું. એનો દરવાજો વિવાનના કાર પાર્કિંગમાં ખૂલતો. વિવાનની પ્રાઇવસી જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.

એવી જ રીતે સ્યૂટની અંદર બેડરૂમમાં પણ બે દરવાજા હતા.

અંદર સ્યૂટનું અદ્દભુત ઇન્ટિરિયર જોઈને ગઝલ અભિભૂત થઈ ગઈ. અલ્ટ્રામોર્ડન ફર્નિચર હતું, મોટા દિવાનખંડમાં કલાત્મક પેઇન્ટિંગ લગાવવામાં આવ્યા હતા. ખૂબ મોટી સ્ક્રીનનું એક ટીવી હતું, એક ટેબલ પર ફ્લાવર વાઝમાં તાજા ફુલો રાખવામાં. આવ્યા હતાં. બારીઓ પર ખૂબ સુંદર પરદા લગાવ્યા હતા. ફ્લોર પર મુલાયમ કાર્પેટ બિછાવી હતી. સૂર્યપ્રકાશ એટલો સરસ આવતો હતો કે લાઈટની જરૂર ન પડે.

ખરેખર આરામદાયક સ્યૂટ હતો.

ગઝલ બધુ જોવામાં ખોવાઈ ગઈ હતી અને અચાનક એનો પગ કોઈ વિચિત્ર વસ્તુ પર પડ્યો અને તરત જ જોર જોરથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો.

તેણે ભડકીને નીચે જોયું તો એક ખતરનાક કાળો જર્મન શેફર્ડ ડોગ તેની સામે જોઈને ઘૂરકિયા કરી રહ્યો હતો.

ગઝલ ભયંકર રીતે ગભરાઈ ગઈ, જોર જોરથી 'બચાઓ.. બચાઓ' કરતી ભાગી..

તેને ભાગતી જોઈને ડોગ પણ એની પાછળ પડ્યો. આ પકડાપકડીનો ખેલ આખા દિવાનખંડમાં ચાલ્યો.

ગઝલની બૂમાબૂમ ચાલુ હતી પણ આખો સ્યૂટ સાઉન્ડ પ્રૂફ હતો એટલે એનો અવાજ સ્યૂટની બહાર નીકળે તેમ હતો નહીં.

ગઝલ સોફા પર, ખુરસી પર કે ફ્લોર પર કૂદી કૂદીને ભાગતી હતી.ભાગતી ભાગતી સ્યૂટનાં પાછલા પ્રવેશદ્વાર પાસે પહોંચી ગઈ પણ એ દરવાજો લોક હતો, પોતે જ્યાંથી પ્રવેશી હતી એ દરવાજો દૂર હતો અને ડોગ તેને એ તરફ જવા દે તેમ નહોતો.

ગઝલએ બંને તરફ જોયું. ડાબી તરફ એક નાનકડો દરવાજો હતો. એ દરવાજો નજીક પણ હતો. ગઝલએ ઉંડો શ્વાસ લીધો અને એ દરવાજા તરફ ભાગી, બીજી ફર્લાંગે તે ત્યાં પહોંચી ગઈ. તેણે નોબ ઘુમાવ્યો.. દરવાજો ખૂલી ગયો. તેણે અંદર ઘૂસીને ત્વરાથી દરવાજો બંધ કરી દીધો.

એક ક્ષણ ઉંડો શ્વાસ લઈને એણે આજુ બાજુ નજર ફેરવી.. એ વિવાન માટેનો બેડરૂમ હતો.

ડોગ બેડરૂમના દરવાજા પર નહોર મારતો હતો અને ડરામણી રીતે ઘૂરકી રહ્યો હતો..

ગઝલએ ફરીવાર બૂમ પાડી 'બચાઓઓ.. હેલ્પ..' પણ એનો કોઈ અર્થ નહોતો. એનો અવાજ બહાર જાય તેમ જ નહોતો.

બીજી તરફ ગઝલ જ્યારે બેડરૂમમાં ઘૂસી બરાબર એ જ સમયે વિવાનની કાર ઓફિસ બિલ્ડિંગમા પ્રવેશી હતી.

ગઝલને ખાતરી થઈ ગઈ હતી કે પોતાની ખુદની સિવાય કોઈ એની મદદ કરી શકે તેમ નથી. તેણે સામેના ટેબલ પર પડેલો ફ્લાવર વાઝ ઉઠાવ્યો અને દરવાજા પાસે તૈયાર થઈને ઉભી.

આ તરફ વિવાન સવારના સાત વાગ્યાનો ઘરેથી નીકળ્યો હતો, એટલે તેને પોતાની કેબિનમાં જતા પહેલા સ્યૂટમાં જઇને ફ્રેશ થવુ પડે તેમ હતું.

તે કારમાંથી ઉતરીને સયૂટનાં બારોબારના દરવાજાથી અંદર આવ્યો.

અંદર જતાં જ તેને પોતાના કૂતરાનો ઘૂરકવાનો અવાજ સંભળાયો. તે તરતજ સાવધ થઈ ગયો. એકદમ સાવધાની પુર્વક વિવાન દિવાનખંડમાં પ્રવેશ્યો.

તેણે એક ઉંડો શ્વાસ લીધો. લેડીઝ પરફ્યુમની ખુશ્બુથી એનુ નાક ભરાઇ ગયું. ખુશ્બુ પરથી અંદર કોઈ મહિલા હોવી જોઈએ એવો તેણે અંદાજ બાંધ્યો. આ પરફ્યુમની ખુશ્બુ એને પરિચિત લાગી પણ એથી વિશેષ કશું યાદ ના આવ્યું.

'બ્રુનો.. ' વિવાને ડોગીને ધીરેથી અવાજ દીધો.

ડોગી દોડીને વિવાન પાસે પહોંચી ગયો.

'વ્હોટ હેપન્ડ બ્રુનો.. કોઈ અંદર આવ્યું છે કે?' ડોગીના માથા પર હાથ ફેરવતાં વિવાન બોલ્યો.

ડોગી ફરીથી બેડરૂમ તરફ જોઈને ભસવા લાગ્યો.

'ઓકે.. ઓકે.. અન્ડરસ્ટૂડ, સમવન ઈઝ ધેર..' વિવાને "બ્રુનો"ને કહ્યુ.

'યૂ વેઈટ હિયર.. હું જોઉં છું અંદર કોણ છે, એન્ડ રિલેક્સ હવે બિલકુલ અવાજ નહીં કરતો. ગો એન્ડ સીટ એટ યોર પ્લેસ.' વિવાન બ્રુનોને શાંત કરતા બોલ્યો. અને તે ડોગ પણ સમજદાર માણસની જેમ શાંત થઈને પોતાની જગ્યા પર જઇને બેસી ગયો.

વિવાન સ્ટડીરૂમમાં, જ્યાંથી બેડરૂમમાં જવા માટેનો બીજો દરવાજો હતો ત્યાં ગયો. એણે હળવે હાથે દરવાજાનો નૉબ ઘુમાવ્યો. અંદર ગઝલ પેલા દરવાજા પાસે હાથમાં ફ્લાવર વાઝ પકડીને અંત્યત ગભરાયેલી ઉભી હતી.

વિવાને બિલકુલ અવાજ ન થાય તેમ એકદમ હળવેથી દરવાજો ખોલ્યો. ગઝલ પેલી તરફના દરવાજે ઉભી હતી એટલે વિવાનને એની પીઠ દેખાતી હતી. તેથી એ કોણ છે તેની ખબર પડતી નહતી.

વિવાન ધીમે પગલે તેની નજીક ગયો અને પાછળથી જ પોતાના મજબૂત બાવડાં વચ્ચે ગઝલને જકડી લીધી.

ગઝલ માટે આ હલ્લો અચાનક હતો. પહેલા તો તેને કશું સમજાયું નહીં. એકાદ ક્ષણ પછી એ રાડ પાડવા ગઈ પણ ત્યાં સુધીમાં વિવાને પાછળથી એક હાથ એના મોઢા પર રાખી દીધો અને એને ઉઠાવીને ઉંધેમાથે બેડ પર પટકી.

'કોણ છે તું? મારા બેડરૂમમાં શું કામ ઘૂસી?' એમ બોલતા વિવાન તેની ઉપર પડ્યો.

ગઝલનું મોઢુ હજુ દબાયેલું જ હતું એટલે એ કંઇ બોલી શકે તેમ નહોતી. ગઝલને વિવાનનું વજન લાગતું હતું.

વિવાન એની ઉપર ઝૂકેલો હતો. વિવાનનુ નાક ગઝલના ઝૂલ્ફો નજીક ગયું, એક પરિચિત સુગંધ આવી અને એને સ્ટ્રાઇક થઇ. એ ગઝલ પરથી ઉતરીને સાઈડ થયો અને તેણે ગઝલને પોતાની તરફ ફેરવી. એ ખૂબસૂરત કથ્થઈ આંખો જોઈને વિવાનના હોશ ઉડી ગયા.

ગ..ગઝલ.. વિવાનના મોઢામાંથી અસ્પષ્ટ અવાજ નીકળ્યો..

ગઝલ પણ ગભરાયેલી પડખાંભર પોતાની આંખો પટપટાવતી વિવાન સામે જોઈ રહી. વિવાન ફરીથી ગઝલની સુંદર આંખોમાં ખોવાયો. એકાદ ક્ષણ માટે તો ગઝલ પણ વિવાનની આંખો પર વારી ગઈ.

એટલી વારમાં બેડરૂમના દરવાજા બહાર બ્રુનો જોરથી ભસ્યો.. ગઝલ બીકની મારી ઉછળીને વિવાનને એકદમ ટાઇટ બથ ભરી ગઈ.. વિવાન બેધ્યાન હતો, જેમતેમ પોતાનું સંતુલન જાળવીને એણે ગઝલને સંભાળી લીધી.

'પ્લીઝ વિવાન.. પ્લીઝ એ ડોગીને અહીંથી ભગાવો પલીઝ.. મને એનો બહુ ડર લાગે છે.. પલીઝ.. પલીઝ.. પ્લીઝ... ' ગઝલ બીકની મારી એની પકડ હજુ વધુ ટાઈટ કરતી હતી.

ગઝલનો ચહેરો વિવાનના ગળા સાથે ટચ થતો હતો, એના કોમળ ગાલ વિવાનના ગળા સાથે ઘસાતા હતા, ગઝલના મોટા ગોળ સ્તન યુગ્મ વિવાનની છાતી સાથે ચંપાઈ ગયા હતા. ગઝલનાં ઝડપથી ચાલી રહેલા ખૂશ્બૂદાર શ્વાસ વિવાનના કાન - એના ગળા સાથે અફળાઈ રહ્યા હતા. વિવાન રોમાંચિત થઇ રહ્યો હતો. એના હ્દયમાં-મનમાં ન સમજાય તેવા સંવેદન ઉમટી રહ્યા હતા.

એવુ નહોતુ કે વિવાનને આના પહેલા સ્ત્રી સ્પર્શ થયો નહોતો, પણ ગઝલનાં સ્પર્શની વાત જ કંઇ અલગ હતી, ગઝલના શરીરમાંથી આવતી ખુશ્બુ વિવાનને સંમોહિત કરતી હતી.એનો જાદુ વિવાન પર છવાઈ ગયો હતો. ગઝલના સ્પર્શને ફિલ કરવા-મમળાવવા વિવાને પોતાની આંખો બંધ કરી લીધી.

તે પોતાના બેડરૂમમાં, ગઝલની બાહોંમાં હશે એવી કલ્પના વિવાને સ્વપ્નમાં પણ કરી નહોતી.. અત્યારે તેને સ્વર્ગીય આનંદનો અનુભવ થઇ રહ્યો હતો.

'વિવાન..' ગઝલ હળવેથી બોલી.

'હમ્મ..' વિવાને મદહોશીમાં હોંકારો આપ્યો.

'એ ગયો કે?' ગઝલએ હળવેથી ડોક ઉંચી કરીને પુછ્યું.

ગઝલના આ નાજુક અવાજથી વિવાન ભાનમાં આવ્યો હોય તેમ આંખો ખોલીને ગઝલની સામે જોયું.

'કોણ?' વિવાને પૂછ્યું.

'પેલો ડોગી..' ગઝલ આજુ બાજુ જોતા ધીમા અવાજે બોલી.

'નહીં હજુ અહીં જ છે..' વિવાન એના કાન પાસે ધીમેથી બોલ્યો.

વિવાને "હજુ અહીં જ છે" એમ કહેતાં જ ગઝલએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી અને ફરીથી પોતાનો ચહેરો વિવાનની છાતીમાં છૂપાવી લીધો. કદાચ નાના બાળકની જેમ ગઝલને પણ લાગતું હતું કે હું આંખો બંધ કરી લઇશ એટલે ડોગી મને જોઇ નહીં શકે.. પણ ડોગીની આંખો તો ખુલ્લી જ હતી ને..!

જોકે દરવાજાની બીજી તરફ હોવાથી બ્રુનોને અંદરનું દ્રશ્ય દેખાતુ નહોતું!

ગઝલની આવી ભોળપણભરી હરકત જોઇને વિવાનને હસવું આવી ગયું..

.

.

ક્રમશઃ

.

**

❤ નવલકથાનું આ પ્રકરણ આપને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવશો તથા આ પ્રકરણને રેટિંગ આપશો.. ❤