કહાની અબ તક (એપિસોડ 21થી 30): ગીતા સપનું જુએ છે કે રઘુ ખુદને ખતમ કરી દે છે! એ બહુ જ ગભરાઈ જાય છે! રઘુ એનો હાથ પકડી લે છે. મોકા નો ફાયદો ઉઠાવી ને, રઘુ એને કહે છે કે જો એ એને કહેશે કે એ એને પ્યાર કરે છે તો એ સાચે જ મરી જશે!
રઘુ અને ગીતા ના આશ્ચર્ય વચ્ચે જ વૈભવ સવારે વહેલું બધું કામ કરી ને આખરે એના દિલ ની વાત ગીતા ને કહે છે કે ખુદ એને બહુ જ પ્યાર કરે છે! રઘુ એને છેડે છે તો જાણે પણ છે કે દીપ્તિ વૈભવ ને પ્યાર કરે છે.
ગીતા રઘુ ને કિસ કરે છે, એ બહુ જ રડે છે, પ્યારની ભીખ માગે છે, પણ રઘુ નો રેખા માટે નો પ્યાર એવો ને એવો જ હોય છે.
સવારમાં પણ ગીતા તો ઊંઘમાં પણ રઘુ ને પ્યાર કરવા કહે છે તો રઘુ ને દયા આવી જાય છે. વૈભવ ગાયબ હોય છે તો બંને ને મેસેજ કરેલ જગ્યા પર જવા કહેવાય છે. બંને ત્યાં જાય છે.
ત્યાં બંને શોકમાં આવી જાય છે! નેહા બિલકુલ રેખા જેવી જ લાગતી હોવાથી વૈભવ પણ એને એની બહેન સમજી લે છે તો બધા ને એવું લાગે છે કે એ એની છેડતી કરે છે અને એને બાંધી દે છે!
નેહા રઘુ ને બધું રેખા વિશે પણ પૂછે છે તો રઘુ બધું યાદ કરી ને રડે છે! એના મૂડને સારું કરવા માટે નેહા સૌને ગાર્ડનમાં લઇ આવે છે. ત્યાં બાંકળા પર નેહા ચક્કર આવવાનું કહીને રઘુ ના ખોળામાં અને એની બાહોમાં પણ ઊંઘે છે. વૈભવ સાથે ગીતા પણ એવું જ કરે છે તો બહુ જ અપરાધ ભાવ મહેસૂસ કરે છે. ગીતા અને વૈભવ નાસ્તો લેવા જાય છે ત્યારે રઘુ ગીતાને કહે છે કે એ ખુદને પ્યાર કરતી જ નહિ!
"દૂર થઈ જા મારા રઘુ થી!" ગીતા એ રીતસર નેહા ને રઘુ થી દૂર કરી દીધી. આખરે એના થી ના જ રહેવાયું.
"દૂર થઈ જા, નહિતર, હું તને પણ રેખા સાથે મોકલી દઈશ!" ગીતા પાગલ ની જેમ બોલી તો સૌ એક પળ માટે સ્તબ્ધ જ થઈ ગયા, એમને સાંભળેલા શબ્દો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.
રઘુ આગળ કઇ કરી શકે એ પહેલાં જ ગીતા એ વૈભવ ને ધક્કો માર્યો અને એ નેહા ને અમુક ગુંડાઓ સાથે લઈ ને ફરાર થઈ ગઈ. રઘુ તો હજી શોકમાં જ હતો! જાણે કે આપને જ્યાં સારી જમીન પણ ઊભા હોઈએ અને અચાનક જ ત્યાં ખાળો નીકળે તો આપને કેવા અંદર પડી જઈએ, રઘુ પણ એવું જ મહેસુસ કરી રહ્યો હતો. હા, એ ગીતા ને પ્યાર તો નહોતો જ કરતો પણ એ એને માનતો હતો. એને ખબર નહીં ખુદને જ કે જે ગીતા એના એક ઇશારા પર કઈ પણ કરવા તૈયાર હોય, આ બધાની પાછળ ખુદ એ જ હતી! એને ગીતાને રોકી નહીં અથવા તો રોકી જ ના શક્યો, જાણે કે એને વિશ્વાસ હતો કે ખુદ ગીતા જ નેહા નું બરાબર ધ્યાન રાખશે!
"રઘુ, રઘુ.." વૈભવ બૂમો પાડતો એની પાસે આવ્યો તો રઘુ માંડ જાણે કે હોશમાં આવ્યો.
આ બધું એની માટે બહુ જ નવુ હતું. ગીતા ને જે ખુદથી આટલી નજીક ગણતો હતો, એ જ આ બધા ની પાછળ હતી!
રઘુ ના ફોનમાં રીંગ વાગી -
"જો ગીતા, નેહા ને કઈ પણ થયું તો.."
"થશે જ.. પ્યાર કરું છું હું તને! પહેલાં રેખા અને હવે આ નેહા! કેટલી ને કરું તારાથી દૂર?! જેટલી ને દૂર કરું છું.. એટલી નવી નવી આવે છે!" ગીતાના શબ્દોમાં માં રોષ હતો.
"જો ગીતું, તું જસ્ટ એક વાર મને મળ.. હું જિંદગીભર તારો ગુલામ બની ને રહીશ! પ્લીઝ તું નેહા ને કઈ ના કર!" રઘુ રીતસર કરગરી રહ્યો હતો.
"સોરી જાન! પણ જે તને પ્યાર કરશે, એને મરવું જ પડશે!" ગીતા એ દાંત ભિંસતા કહ્યું.
"હું નેહા ને લવ નહીં કરું! હું હજી પણ રેખા ને જ લવ કરું છું!' રઘુ એ કહ્યું.
"હા, એ તો મેં મારી આંખોથી જોયું જ છે ને!" ગીતા એ કટાક્ષમાં કહ્યું.
"જો ગીતુ, મારી વાત તું ધ્યાનથી સાંભળ! જો તું નેહાને કઈ કરી પણ લે તો પણ હું તો રેખા ને જ પ્યાર કરું છું ને!" રઘુ એ યાદ અપાવ્યું.
"તું નેહા ને લવ કરવા લાગ્યો છું અને હવે હું એને પણ તારી રેખા સાથે મોકલી દઈશ!" ગીતા એ પાગલની જેમ કહ્યું.
"સારું, કર તારે જે કરવું હોય! જો હું પોતે જ મરી જાઉં છું! લડી લેજે બધાં સાથે પછી તું!" રઘુ એ ભીના અવાજમાં કહ્યું તો ગીતા થોડું વિચારવા લાગી.
"ભૂલ બધી તારી જ છે! આટલો બધો લવ કરું છું હું તને! ખબર નહિ પણ તને તો બીજા લોકોમાં જ પ્યાર લાગે છે!" ગીતા એ ફરિયાદ કરી.
"ગીતું, જો! હું તને પ્યાર કરવા તૈયાર છું! હું તને જ પ્યાર કરીશ! હું તારો જ થઈ ને રહીશ! હું તારો લવ જાણી ગયો છું! તું વૈભવ સાથે હતી તો મને તારી પર બહુ જ ગુસ્સો આવી ગયો હતો, હું તને જ પ્યાર કરું છું! પ્લીઝ તું નેહા ને છોડી દે, આવી જા મારી સાથે!" રઘુ ને પ્યારથી કહ્યું.
"રાત થઈ ગઈ છે, હવે આજે હમણાં તો નહિ!" ગીતાએ કહ્યું.
"આવી જાને જોડે! તને ખબર તો છે કે તારી સાથે નહીં હોતો તો મને ઊંઘ નહિ આવતી!" રઘુ એ ફરિયાદ કરી.
"ઓહ! જ્યારે હું નજીક હોઉં છું ત્યારે તો તું મને ખુદથી દૂર કરે છે અને જ્યારે તારાથી હું દૂર હોઉં છું ત્યારે તું મને પ્યાર કરે છે!" ગીતા એ અફસોસ કરતા કહ્યું. ખરેખર તો ગીતા બહુ જ ખુશ થઈ ગઈ હતી, આખી જિંદગી ભર ની મહેનત નું જાણે કે સુખદ ફળ આજે એને ના મળી ગયું હોય!
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 32માં જોશો: રઘુ ને વૈભવ માંડ ઘરે લઈ ગયો, રઘુ એ જીદ કરી હતી કે એ અહીં જ બાંકળા પર સુઈ જશે! વૈભવ આખરે એને ઘરે લઈ આવ્યો.
આ બાજુ ગીતા એ રૂમમાં આવી, જ્યાં એને એક ખુરશી પર નેહા ને બાંધી રાખી હતી. ગીતાના હાથમાં થાળી હતી.
નેહા ના મોં પરની પટ્ટી હટાવી ને ગીતા એ નેહા ને એક કોળિયો ખવડાવવા હાથ આગળ કર્યો. નેહા એ ચહેરા ને આજુ બાજુ હલાવતા ના નો ઈશારો કર્યો.
"ખાઈ લે ને!" ગીતા એ પ્યારથી કહ્યું જાણે કે આ બધું એને મજબૂરીમાં ના કરવું પડી રહ્યું હોય, એની આંખોમાં આંસુઓ હતા.