"ના.." રઘુ એ સાફ સાફ કહી દીધું. હજી પણ એને તો રેખાના કાતિલ ને શોધવા હતા.
"પ્લીઝ.. એક વાર જ!" નેહા એ રઘુ નો હાથ પકડી લીધો તો રઘુ ને તો લાગ્યું કે ખુદ રેખા જ એને કહી રહી છે, એ ઈમોશનલ થઈ ગયો.
"ઓકે.." રઘુ એ આખરે માનવું જ પડ્યું.
🔵🔵🔵🔵🔵
"મતલબ હવે તું ક્યારેય કોઈને પણ લવ નહિ કરે?!" નેહા ને બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ચારેય ગાર્ડનમાં એક બાંકડે આઇસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં.
"ના.. હું હજી પણ મારી રેખા જ પ્યાર કરું છું!" રઘુ એ મક્કમતાથી કહ્યું.
"અરે, પણ પાગલ! જો રેખા હોત ને આ દુનિયામાં તો તને આમ થોડી જોઈ શકતી! કરી લે લગ્ન!" નેહા એ એવી રીતે કહ્યું જાણે કે જો રઘુ લગ્ન નહિ કરે તો ખુદ પણ કોઈની પણ સાથે લગ્ન નહિ કરી શકે! ગીતા એના દરેક શબ્દ ના અર્થ ને બરાબર જાણતી હતી, પણ એને રઘુ પર પણ વિશ્વાસ હતો કે રેખાના પ્યાર ને ઓછો નહિ થવા દે!
"મારા જેવા છોકરા સાથે તો કોઈ પણ લગ્ન ના કરે એ જ સારું છે... હું રેખા ને તો બચાવી ના શક્યો!" રઘુ એ અફસોસ કરતાં કહ્યું.
"એવું ના બોલ.. તું બેસ્ટ છું! તારા જેવું કોઈ જ નહિ!" આટલી ઓછી મુલાકાત માં પણ ખબર નહિ કેવી રીતે નેહા પણ રઘુ થી આકર્ષાઈ ગઈ હતી.
"ચક્કર જેવું આવે છે.." કહેતા જ નેહા એ ખુદના માથાને રઘુ ના ખોળામાં મૂકી દીધું. પગને એને ગીતાના ખોળામાં મૂકું દીધા. વૈભવ બાજુના બાંકળે ચાલ્યો ગયો.
"બહુ ચક્કર આવે છે?!" રઘુ ચિંતામાં આવી ગયો.
"ના.." નેહા નાના છોકરા ની જેમ રઘુ ને વળગી ગઈ હતી.
ગીતા થી આખરે ના જ રહેવાયું તો એને હું જાઉં છું નો ઈશારો કર્યો તો રઘુ એ એને ઈશારામાં જ ના જવા કહ્યું. ગમે એ થાય પણ એ રઘુ ની વાત તો માનતી.
ખબર નહિ પણ ગીતા ને શું વિચાર આવ્યો કે એ એકદમ ઊઠી ને વૈભવ પાસે ચાલી ગઈ. ઈવન, એને પણ એના ખોળામાં ખુદના માથાને મૂક્યું તો રઘુ તો રીતસર જલી ઉઠયો.
એ ત્યાં થી ઉઠી જવા માગતો હતો અને કહેવા માગતો હતો ગીતા ને કે તું તો ના પાડતી હતી ને કે મારા સિવાય કોઈ ને નહિ કરે લવ! પણ એ અણજાણ હતો કે પોતે ગીતા પણ તો એને પૂછવા માગતી હતી કે તું તો રેખા ને પ્યાર કરે છે ને!
રઘુ એ એક સ્ટેપ આગળ કર્યો, એને નેહા ના વાળને પંપોરવા શુરૂ કર્યા.
આ બાજુ ગીતા એ તો વૈભવ ને માથું દબાવવા પણ કહી દીધું! વૈભવ માટે તો આ બધું નવાઈ પમાડે એવું પણ સુખદ હતું!
રઘુ ને એક તુફાની આઈડિયા આવ્યો, એના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એને ગીતા સામે જોયું, ગીતા પણ એકધારી એને જ જોઈ રહી હતી.
રઘુ એ હોઠ થી નેહા ને કિસ કરવા માટે ચહેરો ધીમે ધીમે આગળ કર્યો. ગીતા રીતસર ઊઠી ગઈ. રઘુ એ માથું ઉપર લઇ લીધું. ગીતાના જીવમાં જીવ આવ્યો.
નેહા પર થોડો તાપ આવ્યો તો એ ઊઠી અને ખુદને રઘુ પર ઢાળી દીધી, એની પર પૂરો વજન આપી ને એ બેસી ગઈ. જાણે કે એની પર જ ના સૂઈ જવાની હોય! એટલામાં જ બીજી તરફ ગીતા પણ આવી અને બીજી તરફ એવી જ રીતે સૂઈ ગઈ. ખરેખર તો બંનેને રઘુ ની પાસે હોવાની એક અલગ જ પ્રકારના હાશકારા નો અનુભવ થઈ રહ્યો હતો!
ગીતાના મગજમાં રઘુ સાથે ના દરેક પળ, દરેક દિવસ, બધું જ કોઈ ફિલ્મ ની જેમ એક પછી એક આવી રહ્યું હતું. એ સૌમાં એને લાઇફમાં પહેલી વાર જે આજે ખુદના નજીક વૈભવ ને લાવ્યો તો જાણે કે કોઈ બહુ મોટો અપરાધ કર્યો હોય એવું એને લાગી રહ્યું હતું!
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 30માં જોશો: "સારું લાગે છે!" નેહા એ બહુ જ પ્યારથી કહ્યું. જાણે કે રઘુ નો સાથ પામી ને એ તૃપ્ત જ ના થઈ ગઈ હોય. એ બહુ જ સારું ફીલ કરી રહી હતી.
આ બાજુ ગીતા બહુ જ ઉદાસ અને અપરાધભાવ થી ગ્રસ્ત હતી. એના મનમાં એક સામટા અનેક વિચારો જાણે કે એકદમ આવી જતા વરસાદ ની જેમ આવી રહ્યાં હતાં. એક બાજુ તો પોતે વૈભવ ની સાથે જવાનો અફસોસ અને વધુમાં એક તો નેહા પણ હવે રઘૂથી નજીક જઈ રહી હતી! ખરેખર તો ગીતા રઘુ ની માફી માગવા માગતી હતી, બસ કહી જ દેવું છે કે એની ભૂલ થઈ ગઈ, તું તો એને લવ નહિ જ કરતો, પણ ખુદ તો એને જીવથી પણ વધારે ચાહ્યો છે ને! શું નહિ કર્યું એની માટે?! એ બસ રડવાની જ હતી. રઘુ એ જોઈ ગયો.
"વૈભવ," રઘુ એ વૈભવ ને બોલાવ્યો.