"દૂર રહે મારાથી, જો તારો વૈભવ જોવે છે!" રઘુ ને ગીતાને ખુદથી દૂર કરી.
"હવે જો ખુદથી દૂર જવા કહીશ ને તો હું હંમેશાં હંમેશાં માટે બહુ જ દૂર જતી રહીશ!" ગીતા એ રડતાં રડતાં કહ્યું.
રઘુ એ એને બાહોમાં લઇ લીધી.
ખબર નહિ ગીતા શું વિચારી રહી હતી, પણ એના આંસુઓ રોજાતાં જ નહોતા!
"બસ પણ કર.. સોરી!" રઘુ એ એને કહ્યું.
"તું તારા હાથથી ખવાડ તો હું ચૂપ થઈશ!" રડી રડી ને અલગ જ થઈ ગયેલા આવજથી એને સાવ ધીમેથી કહ્યું.
"હા.." વૈભવ એ ઓનલાઇન ફૂડ પણ મંગાવી જ લીધું હતું.
રઘુ એ એને ખવડાવવું શુરૂ કર્યું. આટલા દિવસ જેને ખુદને જીદ કરીકરીને ખવડાવ્યું હતું, એને આજે રઘુ ખવડાવી રહ્યો હતો.
"ઓય તું પણ જો ગીતાને લવ કરે છે તો કેમ દીપ્તિ તને આટલા પ્યારથી જોતી હતી!" રઘુ એ વૈભવ ને સવાલ કર્યો.
"જેવી રીતે ગીતાએ તને બધા વચ્ચે પ્રપોઝ કરેલું, મને પણ દીપ્તિ એ બધા વચ્ચે પ્રપોઝ કરેલું!" વૈભવ એ કહ્યું તો રઘુ અને ગીતા ના આશ્ચર્ય નો કોઈ પાર જ ના રહ્યો.
"તો હા કેમ ના કહ્યું?!" રઘુ એ સ્વાભાવિક જ પૂછ્યું.
"કેમ કે હું એણે પ્યાર નહોતો કરતો!" વૈભવ એ કહ્યું તો રઘુ અને ગીતા તો આખોય કેસ સમજી ગયા! એ બંને એવું જ સમજી રહ્યાં હતાં કે આ બધાં પાછળ દીપ્તિ જ છે! પણ શું એ જ સત્ય હતું?!
ત્રણેય જમ્યા અને ફરી સોફામાં આવ્યા. ગીતા એ ખુદના માથાને રઘુ ના ખોળામાં મૂકી દીધું હતું.
કેટલું અજીબ અને અપમાન જનક લાગે છે ને જ્યારે તમે કોઇ બીજી વ્યક્તિ ને લવ કરો અને તમને કોઈ ત્રીજી જ વ્યક્તિ સાથે લવ કરતા હોવાનું કહેવામાં આવે! ગીતા હાલમાં એ જ મહેસૂસ કરી રહી હતી.
"શું વિચારે છે, રેખા નો ભાઈ દિલમાં આવી રહ્યો છે કે શું?!" રઘુ એ કહ્યું તો ગીતા એ કહ્યું કઈ જ નહિ પણ બસ રઘુ ના માથે હળવી કિસ કરી લીધી.
"બસ હું તમને સાથે નહિ જોઈ શકું!" વૈભવ એ કહ્યું.
"ઓહ, એટલે જ દરરોજ વહેલો ઊંઘી જાય છે!" રઘુ એ કહ્યું.
"ચિંતા ના કર.. ગીતા તારી જ છે!" રઘુ એ ઈશારામાં જ કહ્યું! વૈભવ સુવા ચાલ્યો ગયો.
"શું હતું, એ બધું?! હેં?!" ગીતા એ રઘુ ના ચહેરા ને પકડી લીધો.
"આહ.." રઘુ ને ખબર હતી કે ખુદને ગીતા આમ દર્દમાં તો નહિ જ જોઈ શકે! એને ફટાફટ હાથ દૂર કરી દીધો!
"દુખે છે?!" એને પૂછ્યું.
"હું તારો નહિ થઈ શકું!" રઘુ એ કહ્યું.
"હા, કોઈ વાંધો નહિ, પણ કેમ તો તું, મને બીજાની કરવા માગે છે?!" બહુ જ ઉદાસીનતા થી ગીતાએ કહ્યું.
"કોઈ તો જોઈશે ને જે તને પણ સામે એટલો જ લવ કરે, જેટલો તું કરે છે!" રઘુ એ કહ્યું.
"તું નહિ તો કોઈ નહિ.. આ જિંદગી જ નહિ!" ગીતા એ કહ્યું.
"ઓ, પાગલ!" રઘુ એ કહ્યું.
"એવું શું છે મારામાં, જે વૈભવ માં નહિ?!" રઘુ એ પૂછ્યું.
"રેખા એ કહ્યું હશે ને, કે કેમ એને તું આટલો બધો પસંદ છું!?!" ગીતા બોલી.
"વાત ના બદલ, જવાબ આપ!" રઘુ એ એની આંખોમાં જોયું.
"બસ એ જ જે બીજા કોઈના માં નહિ!" ગીતા એ એના વાળ પર હળવો હાથ ફેરવ્યો.
બધું ઠીક લાગી રહ્યું હતું. પણ હજી ઘણી એવી વાતો બહાર આવવાની હતી, જેની કોઈએ પણ કલ્પના પણ નહીં કરી હોય! બહુ જ ગંભીર વાતો હવે બહાર
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 24માં જોશો: "એ જ ને તો! હું પણ તો રેખાને પ્યાર કરું છું તો કેમ તું મને પ્યાર કરે છે?!" રઘુ એ પૂછ્યું.
"પણ એ હવે આ દુનિયા માં નહિ! હું તો છું ને!" ગીતા બોલી.
"પ્યાર છોડ.. લગ્ન નું તો ભૂલી જ જા! હું બસ એક નોકરાણી બનીને તારી જોડે રહેવા માગું છું!" ગીતા એ એના પગને પકડી લીધા.
"ઊઠ.." રઘુ એ એને બેડ પર બેસાડી.
"હે ભગવાન! એવું તે શું છે મારામાં જે તું મને આટલો બધો પ્યાર કરે છે?! કઈ વાતની કમી છે તારી લાઇફમાં, તારા ડેડ તારી ઈચ્છા કહેવા પહેલાં તો પૂરી કરી દે છે, તો આખરે કેમ તારે નોકરાણી થઈને પણ મારી સાથે જ રહેવું છે?!" રઘુ એ એને પૂછ્યું.