"જો ગીતા, તારા સમર્પણ, તારા પ્યારની હું કદર કરું છું. હું ખરેખર ખુદને ભાગ્યશાળી માનું છું કે તું મને આટલો બધો લવ કરે છે, પણ હું તને ખરેખર લવ નહિ કરી શકું!" રઘુ એ એને સમજાવી.
"વૈભવ નો કોલ ઇનરિચેબલ આવે છે.." આ શબ્દો સાંભળતાં જ રઘુ ને બહુ જ ગુસ્સો આવવા લાગ્યો!
"હવે હું મારું અથવા તો મરું પણ એ લોકો ને ક્યારેય માફ નહિ કરું!" રઘુ બહુ જ ગુસ્સામાં લાગતો હતો.
બંને ફટાફટ ઘરે પહોંચ્યા. ઘરે બધું જ નોર્મલ લાગતું હતું. ખુદ વૈભવ પણ ઘરે હતો.
"સોરી ગાય્ઝ, હું મોબાઈલ ચાર્જમાં મૂકવાનું ભૂલી ગયો હતો, અને હું ઊંઘી ગયો હતો!" વૈભવએ કહ્યું.
રઘુને તો રીતસર એને એક ઝાપટ મારી દેવાનું મન થઈ ગયું, પણ ખરેખર તો હવે એને રેખાની જગ્યા એ વૈભવ જ લાગતો હતો. એને એ જોતો ત્યારે એને એવું લાગતું જાણે કે એ ખુદ રેખા ને જ ના જોઈ રહ્યો હોય. રેખા હોત તો પણ એ પણ તો આવું જ કઈક કરતી ને! એ પણ તો સિરિયસ વાતોમાં કોમેડી અને મસ્તી શોધી લેતી હતી ને. એ પણ તો આવી જ તો બેફિકર અને બિન્દાસ્ત હતી ને!
રઘુ ને ખરેખર રેખા યાદ આવી ગઈ. કાશ એ એને બચાવી શક્યો હોત.. એ એને બહુ જ મિસ કરે છે.
ગીતાએ એને બાહોમાં લઇ લીધો. દુઃખ ના સમયમાં કોઈ સાથે હોય તો કેવું સારું લાગતું હોય છે ને, દુઃખ ઓછું તો થાય કે નહિ, પણ મનમાં એક સૂકુન હોય છે. એક આશા હોય છે કે બધું ઠીક થઈ જશે.
🔵🔵🔵🔵🔵
વૈભવ, રઘુ અને ગીતાનાં હાથોમાં કોફીના મગ હતા. ત્રણેયને ગીતાનાં હાથનું જમ્યુ હતું. અને રઘુ ને તો કહેવું જોઈએ કે જબરદસ્તી થી ગીતાએ જમાડ્યું હતું! એની ઈચ્છા ખાવાની નહોતી, ગીતાએ જીદ કરીને એના હાથથી એને ખવાડ્યું હતું.
એક પ્યાર રઘુને કમજોર કરી રહ્યો હતો, એને બહુ જ દુઃખ આપી રહ્યો હતો તો બીજી તરફ બીજો પ્યાર, કહેવું જોઈએ કે જેને ગીતા લવ કરે છે એ એનો સાથ આપી રહ્યો હતો.
પ્યાર એવો જ તો હોય છે, બસ એક જ વ્યકિતમાં આખાય દુનિયા ની ખુશી મળતી હોય છે. જો એ નાખુશ હોય તો બધું જ નીરસ લાગે છે.
"હવે આપને શું કરવું જોઈએ?!" વૈભવ એ પૂછ્યું. રઘુ અને ગીતા બંને એ વૈભવ ને દીપ્તિ વિશે કંઈ ન કહેવા નો વિચાર કર્યો હતો.
"ફિલ્હાલ તો આપને ઊંઘવું જોઈએ.." ગીતાએ સ્વાભાવિક જ કહ્યું.
"મતલબ કે હવે કઈ બાજુ શોધવું હોઈએ?!" વૈભવ એ સ્પષ્ટતા કરી.
"હા, કેસ તો બહુ જ કોમ્પ્લીકેટેડ થતો જાય છે. કઇ જ ખબર નહિ પડતી કે કોને અને શા માટે રેખાનું મર્ડર કરવામાં આવ્યું!" ગીતાએ કહ્યું.
"શુરુથી કહું તો અણજાણ વ્યકિતઓએ પહેલાં તો વૈભવ તને કીડનેપ કર્યો. તને અમે એક લાખ રૂપિયા આપીને છોડાવ્યો ત્યારે વળી પાછો તને કિડનેપ કરાવાયો, એનું કારણ ખુદ રેખાને જ કહેવાયું અને એટલે જ રેખા એ ખુદને ખતમ કરી દીધી. હાલ સુધી તો આપને બસ આટલું જ જાણી શક્યા છીએ.." રઘુ એ કેસની પ્રોસેસ સમજાવી.
"અને હા, વૈભવ ને લઇ જતા દીપ્તિ ની ફ્રેન્ડ એ જોવાથી એ ગભરાઈ હતી.." ગીતાએ બાકીનું કહ્યું.
થોડી વારમાં વૈભવ ઊંઘી ગયો હતો. રઘુ અને ગીતા હજી જાગતા હતા.
"તું જરાય ચિંતા ના કર.. આપને રેખાને ન્યાય અવસ્ય અપાવીશું!" ગીતા ના ખોળામાં રઘુ નું માથું હતું, વધારે વિચારવાની લીધે એને ઊંઘ નહોતી આવી રહી તો ગીતા એના માથાને પંપોરતી હતી.
આવતી કાલની આવનાર મોટી આફતથી બંને અણજાણ હતા.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 21માં જોશો: "બહુ જ ખરાબ સપનું જોયું મેં!" ગીતા બહુ જ ગભરાયેલી લાગી રહી હતી.
"ખબર છે.. હું મરી જાઉં એવું જ ને?!" રઘુ એ અનુમાન જ લગાવ્યું હતું, પણ એ સાચ્ચું હતું!
"હા.. તને કેવી રીતે ખબર?!" ગીતાને આશ્ચર્ય થયું.
"બરાબર જ તો છે, રેખાના કાતિલ તો મળતાં નહિ, હવે હું પણ મારી રેખા વગર બહુ સમય નહિ રહી શકું ને!" રઘુ એ કહ્યું.
"ઓ! શું મતલબ?! જો તારો વાળ પણ વાંકો થયો તો હું પણ નહીં જીવું!" ગીતા એ રડતા રડતા કહ્યું.