Love's risk, fear, thriller fix - 19 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 19

Featured Books
Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 19


"સમજે છે શું ખુદને.. જેમ મારી રેખાને મારાથી દૂર કરી, તને પણ કરશે! આવવા દે હવે, એક એક ને જોઈ લઈશ!" ગીતા આજે રઘુનું અલગ જ સ્વરૂપ જોઈ રહી હતી!

"તું તો મને લવ નહિ કરતો ને! તો કેમ આટલી ફિકર કરે છે, મારા માટે છેક એની પાછળ ગયો, તને ગોળી વાગી જતી તો?!" ગીતાએ બહુ જ ચિંતાતુર અવાજમાં કહ્યું. એ બહુ જ ગભરાઈ ગઈ હતી. આ બધું જ એના માટે બહુ જ નવુ હતું!

"જોઈ લીધું ને, હજી પણ વિચાર કરી લે તું, હજી પણ કરીશ તું મારી મદદ, બહુ જ રિસ્ક છે. બહુ જ ખતરો છે. હું તને મુસીબતમાં નહિ જોવા માગતો." રઘુ એ કહ્યું.

"કહે ને કેમ તું મને રેખા જેટલો પ્યાર નહિ કરી શકતો?!" ગીતા ને તો એની જાન ની કઈ પડી જ નહોતી. એને તો બસ રઘુ નો પ્યાર જ જોઇતો હતો!

રઘુ ગીતા ને જવાબ આપે એ પહેલાં જ ગીતા નો ફોન વાગે છે. એ કોલ રીસિવ કરે છે.

"ઓહ, હા, હા, ઠીક છે." કોઈને એ કહે છે તો રઘુ એને પૂછે છે. કોલ કાપીને ગીતા એને જવાબ આપે છે.

"બહુ ભરોસો હતો ને તને તારી દીપ્તિ પર.. એ જ છે આ બધા પાછળ!" ગીતા એ કહ્યું તો રઘુ ના પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ!

"શું મતલબ, કોનો કોલ હતો?!" રઘુ એ પૂછ્યું.

"હું અહીં આવી ત્યારે જ મેં ડેડ ને કહી ને બે માણસો ને દીપ્તિ ના ઘરની આસપાસ એની જાસૂસી કરવા કહ્યું હતું. દીપ્તિ કોઈ ડફોળ અને કોઈ ચાલક એવા બે વ્યક્તિઓ સાથે વાત કરતી હતી એવું જાણવા મળ્યું છે!" ગીતા એ કહ્યું.

"શું વાત કરતી હતી?! શું જાણવા મળ્યું?!" રઘુ એ પૂછ્યું.

"વીસ વીસ હજાર આપવાની આપની વાત થઈ હતી અને હવે તમે પાંત્રીસ પાંત્રીસ હજાર કેમ માંગી રહ્યાં છો?!" એ લોકો ને દીપ્તિ કહી રહી હતી.

"ઓહ.. એ લોકોને કહી દેજે કે એની પર બરાબર નજર રાખે. આપને એને પકડી લઈશું." રઘુ એ કહ્યું.

"હા.. કંઇક ખાસ જાણવા મળશે તો આપને એને પકડી લઈશું." ગીતાએ કહ્યું.

બંને એ ઘણી વાતો કરી. ગીતા ને તો જાણે કે રઘુ પણ એને પ્યાર જ ના કરતો હોય એવું જ લાગી રહ્યું હતું. આખરે આટલી બધું કર્યા પછી થોડો તો થોડો પણ એને રઘુ નો પ્યાર મળ્યો તો ખરો ને.

સાંજે એક કેફેમાં બંને સાથે હતા. રઘુ ને તો બધું એટલું ખાસ નહોતું લાગી રહ્યું પણ ગીતા માટે તો આ એની લાઇફની બેસ્ટ મુમેન્ટ હતી!

વાતો, વિચારો, થાક અને ઘણું બધું કરી ને ગીતા એ પોતાના માથાને રઘુના ખભે ઢાળી દીધું હતું. હજી પણ એના વિચારો તો ઓછા થયા જ નહોતા! એ તો કોલેજના એ દિવસોને યાદ કરી રહી -

ગીતા, રેખા અને રઘુ એક જ કોલેજમાં સાથે હતા. ગીતા અને રઘુ વચ્ચે સારી ફ્રેન્ડ શિપ હતી. રઘુ એને ખુદની બેસ્ટી માણતો હતો. રેખા ત્યારે પણ એના દિલમાં બહુ જ સ્થાન ધરાવતી હતી.

કોલેજનો જ એક એવો દિવસ હતો.

બધા જ હાજર હતા ત્યારે જ ગીતા એ રઘુ ને બધા વચ્ચે જ પ્રપોઝ કર્યું હતું.

"હું જે પણ તને લવ કરશે એને બરબાદ કરી દઈશ.." જેની ઈચ્છાઓને કહેવા પહેલાં જ પૂરી કરી દેવામાં આવી હોય એ વ્યક્તિ એ બીજા નો પ્યાર પણ બસ જોઇતો જ હતો! પણ પ્યાર પૈસાથી થોડી મેળવી શકાય છે. દુનિયાની કોઈ પણ કિંમત પ્યારને થોડી ખરીદી શકે છે.

"સોરી, હું તને પ્યાર નહિ કરતો." રઘુ એ એને બહુ જ પ્યારથી કહેલું, એ એમની આટલી સરસ દોસ્તી નહોતો તોડવા માગતો.

"રેખા, આ દુનિયામાં નહિ, તો પણ તું મને પ્યાર નહિ કરે?!" રઘુ ને રેખા એ પૂછ્યું.

"ના.." રઘુ નો જવાબ નહોતો બદલાયો.

તૂફાન એમની તરફ આવવાનું જ હતું!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 20માં જોશો: "સોરી ગાય્ઝ, હું મોબાઈલ ચાર્જમાં મૂકવાનું ભૂલી ગયો હતો, અને હું ઊંઘી ગયો હતો!" વૈભવએ કહ્યું.

રઘુને તો રીતસર એને એક ઝાપટ મારી દેવાનું મન થઈ ગયું, પણ ખરેખર તો હવે એને રેખાની જગ્યા એ વૈભવ જ લાગતો હતો. એને એ જોતો ત્યારે એને એવું લાગતું જાણે કે એ ખુદ રેખા ને જ ના જોઈ રહ્યો હોય. રેખા હોત તો પણ એ પણ તો આવું જ કઈક કરતી ને! એ પણ તો સિરિયસ વાતોમાં કોમેડી અને મસ્તી શોધી લેતી હતી ને. એ પણ તો આવી જ તો બેફિકર અને બિન્દાસ્ત હતી ને!

રઘુ ને ખરેખર રેખા યાદ આવી ગઈ. કાશ એ એને બચાવી શક્યો હોત.. એ એને બહુ જ મિસ કરે છે.