કહાની અબ તક (એપિસોડ 1થી 10): રેખા ના જીજુ નો ભાઈ એની હલવો લઈને રેખાના ઘરે આવે છે. રેખા બહુ જ ઉદાસ લાગતી હોય છે. જેમ લાઇફમાં બધી જ મુસીબત માં રેખાની મદદ રઘુ એ કરેલી એમ રેખા ને એ આ મુસીબત પણ કહેવા કહે છે. રેખા એને આખરે કહી જ દે છે! એ એને કહે છે કે એનો ભાઈ વૈભવ સવારનો ગાયબ છે અને કિડનેપર નો કોલ પણ આવ્યો હતો. એક લાખ રૂપિયા લઈને કાલે એમને એ લોકો બોલાવે છે, રેખા એની સાથે રઘુને પણ લઈ જવા કહે છે તો કિડનેપર માણી જાય છે.
રેખા ને લાગે છે કે એ થોડું જીવી લે, એ થોડીવાર દુઃખને ભૂલી ને રઘુ સાથે મસ્તી કરે છે. લોટથી બંને રમે છે. રઘુ એને કહે છે કે આ મસ્તી નો ટાઇમ છે તો એ ઉદાસ થતાં કહે છે કે શું ખબર આગળ ટાઇમ કેવો આવે!
બંને સવારે બેંકમાંથી એક લાખ રૂપિયા લાવે છે. કીડનેપર જ્યાં કહે છે ત્યાં પર્સ મૂકીને એ લોકો આખરે વૈભવ ને સહી સલામત લાવવામાં સફળ થાય છે. ત્રણેય ઘરે આવે છે. રેખા રઘુ ને ના જવા કહે છે. રાત્રે રેખા આ બધાની પાછળ ગીતા હોવાનું. કહે છે. રઘુ એને કોલ કરે છે, બધું નોર્મલ લાગે છે.
બીજા દિવસે લાઇબ્રેરી નું કહી ને બંને પાર્કમાં જાય છે. પાર્કમાં પણ રેખા પર ગોળીથી હુમલો કરવામાં આવે છે! રેખા બહુ જ ડરી જાય છે. એ રઘુ ને પ્યારનો ઈઝહાર કરે છે. બંને સાથે શોપિંગ કરે છે. બંને બહુ જ ખુશ લાગે છે. પણ બંને એક વાતથી અણજાણ હોય છે કે ખરી મુસીબત તો હવે આવવાની હતી! ઘરે તાળું હોય છે. રેખા બહુ જ ચિંતાતુર થઈ જાય છે.
"ઓહ ગોડ!" આખું ઘર તપાસ્યું પણ વૈભવ ક્યાંય ના મળ્યો તો રેખાથી એક ચીસ નીકળી ગઈ.
"રિલેક્સ, ચિંતા ના કર.. દીપ્તિ.. દીપ્તિ ને કોલ કર!" રઘુ એ એને તુરંત જ કહ્યું.
એને દીપ્તિ ને કોલ કર્યો.
"હા, વૈભવ અહીં જ છે." દીપ્તિ એ કહ્યું તો એની જાનમાં જાન આવી.
"પણ જો તું ખુદને ખતમ કરી દે તો અને તો જ તને તારો ભાઈ જીવતો મળશે.." એક બીજી છોકરી બોલી તો રેખા ના શરીરમાં કંપારી આવી ગઈ.
"તારી જોડે જ છે મારી દુશ્મની છે, તું ખતમ થઈ જા, હું તારા ભાઈનું બહુ જ ધ્યાન રાખીશ.." એને એક અટ્ટહાસ્ય સાથે કહ્યું.
"શું છે દુશ્મની, શું બગાડ્યું છે રેખા એ તારું?!" રઘુ થી ના જ રહેવાયું તો આખરે એણે કહ્યું.
"સારું તું એવું જ ચાહે છે ને તો હું મરી જ જઈશ.. પણ એ પછી ક્યારેય પણ તું મારા રઘુ અને મારા ભાઈ વૈભવને કોઈ જ નુકસાન ના પહોંચાડતી." રેખા બોલી અને બારીમાંથી બહાર કૂદવાનો અવાજ આવ્યો. રઘુ દોડીને ત્યાં ગયો.
🔵🔵🔵🔵🔵
"કેમ, પણ કેમ તું મને પ્યાર નહિ કરે!" ગીતા એ કોઈ મસ્ત હોટેલમાં સામે રહેલાં રઘુ ને પૂછ્યું.
"ભલે રેખા હવે આ દુનિયામાં ના હોય, પણ હજી તો પણ હું તો બસ એને જ લવ કરું છું, અને એને જ કરતો રહીશ!" એને બહુ જ મક્કમતાથી કહ્યું.
"અરે પણ, હજી તારી સામે આખી તારી લાઇફ છે, કોઈ તો જોઈએ ને જીવનભર તારું ધ્યાન રાખવા માટે!" ગીતાએ દલીલ કરતા કહ્યું.
"હા, પણ. મારા દિલમાં જે રેખાની જગ્યા હતી, હું ચાહું તો પણ એ જગ્યા હું કોઈને પણ આપી શકું એમ નહિ! હું ખરેખર એના સિવાય કોઈ ને પણ લવ કરી જ ના શકું! હું આજે પણ એને એટલો જ પ્યાર કરું છું અને મારી લાઇફનાં છેલ્લાં શ્વાસ સુધી બસ એને જ પ્યાર કરતો રહીશ!" રઘુ એ કહ્યું.
"તું જીદ કરીશ ના, હું પણ જો તું મને પ્યાર નહિ પણ કરે તો પણ હું બસ તને જ પ્યાર કરીશ! બસ તને જ!" ગીતા એ પણ ભારોભાર કહ્યું.
"અરે પણ હું તને ખરેખર પ્યાર નહિ કરી શકું! આઈ એમ ઓલરેડી ઇન લવ વિધ રેખા!" રઘુ એ ધારદાર નજર રેખા તરફ કરી.
"એવું શું છે રેખામાં જે મારામાં નહિ?! હેં? બોલ ને! એવું શું છે એનામાં કે તું એને મર્યા પછી પણ આટલો બધો લવ કરું છું! હેં?! જવાબ આપ!" ગીતા એ પાગલની જેમ જોર જોરથી પૂછ્યું.
"રેખામાં જેવું છે એવું કોઈનામાં ના હોય શકે. એ તો બહુ જ ખાસ છે, અને એટલે જ હું એને એના આ દુનિયામાં ના હોવા છતાં પણ પ્યાર કરું છું. ભગવાન મને એનાથી દૂર તો કરી શકે છે, પણ મારા પ્યાર ને ઓછો નહીં કરી શકે!" રઘુ એ એક અલગ જ વિશ્વાસ થી કહ્યું.
"હા બાબા! તમારા બંન્નેનો લવ બહુ જ ગ્રેટ! તમે બંને બહુ જ ગ્રેટ, પણ કેમ રેખા જ?! હું કેમ નહિ?! હું છોડ, દુનિયાની બીજી કોઈ છોકરી કેમ નહિ?! બસ એક એનામાં જ એવું તે શું છે?! બસ મને એનો જવાબ આપી દે ને તું!" ગીતાએ બહુ જ અકળાતા અને ગુસ્સામાં કહ્યું.
"બસ એટલું જ કહીશ કે એની પાસે જેવું દિલ છે ને એવું દિલ તો આ દુનિયામાં કોઈની પણ પાસે નહિ! અને એટલે જ એ મારા દિલમાં રહે છે." રઘુ એ કહ્યું.
"સો, તું મને પ્યાર નહિ કરે એવું ને!" ગીતા એ દાંત ભીંસતા કહ્યું.
"ના.. હું રેખાને પ્યાર કરું છું!" રઘુ એ કહ્યું.
"રેખા, રેખા, રેખા! આઈ જસ્ટ હેટ રેખા! મર્યા પછી પણ તારા દિલમાં એ જ છે!" ગીતા એ ગુસ્સામાં પોતાના જ વાર ખેંચ્યા.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 12માં જોશો: "ઓય ગીતા, જો, મારી પાછળ તું તારી લાઇફ બરબાદ ના કર, તું આટલા મોટા ઘરની છોકરી છું, તને કોઈ પણ મસ્ત છોકરો મળી જશે! મારું તો શું છે, હું તો જીવું પણ છું તો રેખાના મોતના બદલા માટે, જે દિવસે મને રેખાના હત્યારા મળી ગયા, હું પણ રેખા સાથે.." રઘુ આગળ બોલે એ પહેલાં જ ગીતાએ એના હોઠ પર આંગળી મૂકી દીધી.
"તું મારા જેવા માટે તારી લાઇફ બરબાદ ના કર પ્લીઝ! હું તો આજેં છું ને કાલેં નહિ! હું બહુ જ ખતરનાક લડાઈ પર જઈ રહ્યો છું, હું તને ક્યારેય નહી કહું કે તું પણ મારી સાથે ચાલ, પણ પ્લીઝ મને તું લવ ના કર, જેને મને આટલો બધો લવ કરેલો એને તો હું બચાવી ના શક્યો!" રઘુ બહુ જ રડવા લાગ્યો. એની આંખોની સામે ને રેખા સાથે ગાળેલા દરેક પળ આવી રહ્યા હતા.