ગામમાંથી બાઇક પસાર થઇ રહી હતી કરસન પાછળ વસુધા આકુને લઇને બેઠી હતી આકુને થોડી રાહત થઇ હોય એમ વસુધાનાં ખોળામાં સૂઇ ગઇ હતી ગામનાં ચોરેથી બાઇક પસાર થઇ ત્યારે ત્યાં બધી ગામની નવરી બજાર બેઠી હતી બધાએ આલોકોને બાઇક પર જતાં જોયાં.
ભુરા ભરવાડનો છોકરો કાળીઓ એનાં જેવાં નવરાં છોકરાઓ સાથે બેઠો હતો એણે કરસન અને વસુધાને જતાં જોયાં એની આંખો પહોળી થઇ ગઇ એને ગંદી રીતે જીભ કાઢી અને હોઠ પર ફેરવી બોલ્યો “વાહ આ ગામની નવી જોડી નીકળી....”
“કરસનીયો કુંવારો અને રાંડી રાંડ વસુધા બેઊ બાઇક પર નીકળ્યાં.. પેલાને બૈરું નથી અને આને ઘણી... શું કરવા જતાં હશે ? આમ તો બહુ મોટી મોટી વાત કરે છે... પણ સાલી રાંડ છીનાળ છે વિધવા થઇને પરપુરુષ સાથે બાઇક પર બેઠી છે અમે નહોતાં લઇ જવા તે કરસનીયા સાથે જાય છે ?”
ભુરાનાં છોકરાં કાળીયાને બોલતો સાંભળી બધાં હસવા માંડ્યા તાળીઓ પાડવા લાગ્યાં. કાળીયાએ કહ્યું “સા...લી... મારાં હાથમાં આવે તો એને ચૂંથી નાંખુ મારાં બાપને જેલમાં બેસાડ્યો છે અને પોતે પર પુરુષ સાથે બાઇક પર બેઠી છે.”
એનાં ફોલ્ડર જેવાં પકલાએ કહ્યું “અલ્યા કાળીયા અરીસામાં મોઢું જોયુ છે.. ? આતો કેવી રૂપાળી સુંદર, હુંશિયાર અને બહાદુર છે તારાં કોઇ ગજા નથી એની પાસે.. મસ્ત છે કહેવું પડે.”
કાળીયાએ કહ્યું “દાવ આવવા દે પછી જો હું શું કરુ છું ? મને શું અરીસો બતાવે છે એને હું ધોળે દિવસે તારાં ના બતાવું તો કહેજો એક વાર તો સ્વાદ લેવો છે છોડવાનો નથી.”
પકલો બોલ્યો “એય પણ વરસથી ભૂખી હશે તું એવો ખેલ પાડ કે તું ભોગવે અમે જોઇએ અને એય પલળી જશે બસ મોકો મળવો જોઇએ.”
કાળીઓ કહે “ચિંતા ના કર થોડાંક દિવસમાંજ મેળ પાડી દઇશ... કરસનીયા કરતાં તો હું... “ ત્યાં મુખી દેખાયાં બંન્ને ચૂપ થઇ ગયાં..
*************
કરસન વસુધાને શહેરમાં બાળ નિષ્ણાત ડોક્ટર પાસે વસુધાને લઇ ગયો. ડોક્ટરે તપાસીને કહ્યું “કંઇ એવું ખાવામાં આવી ગયું છે.. શું ખવરાવ્યું હતું ?” વસુધા વિચારમાં પડી પછી બોલી “ડોક્ટર હું કામ પર હતી મારાં સાસુ અને ફોઇ છોકરીને રાખે છે.. પણ ઘરમાં બનેલી વસ્તુજ આપી હોય”.
ડોક્ટરે દવા આપી અને બીજી લખી આપી અને દવા કેવી રીતે આપવી બધી સૂચના સમજણ આપી પછી કહ્યું “ઉછરતું બાળક છે થોડી કાળજી રાખો ગભરાવા જેવું કંઇ નથી 2-3 દિવસ દવા આપો તદ્દન સારું થઇ જશે. ફરી બતાવવા આવવાની પણ જરૂર નથી.. પણ લખી આપેલી દવા ઘરમાં રાખજો ફરી આવું કાંઇ થાય તો એ દવા આપી દેજો.”
વસુધાએ પૂછ્યું “ડોક્ટર હું રસી અપાવવા આવી હતી. ગાડરીયાથી આવું છું વસુધા...હમણાં થોડું કામ રહે છે એટલે...”
ડોક્ટરે કહ્યું “તમારાં પતિને દવા લખીને આપી છે મંગાવી લેજો.” વસુધા સાંભળીને ભડકી બોલી “ડોક્ટર એ મારાં પતિ નથી પણ મારાં પતિનાં મિત્ર મારાં ભાઇ જેવાં છે. મારાં પતિ તો..”
ડોક્ટરે કહ્યું “સોરી સોરી માફ કરજો મને ખબર નહોતી પણ દવા લેતા જજો.” વસુધાએ ફી ચૂકવી અને બહાર આવી.
વસુધાએ કહ્યું “કરસનભાઇ તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે ભાવેશકુમાર અને પાપા અહીં આવતાંજ હશે એમની સાથે હું ઘરે આવી જઇશ તમે ડેરીએજ જવાનાં ને ?”
કરસને કહ્યું “ભાભી ભલે તો હું ડેરીએજ જઊં છું” એમ કહી કરસન નીકળી ગયો. થોડીવારમાં ભાવેશ અને ગુણવંતભાઇ આવી ગયાં.
ભાવેશ અને ગુણવંતભાઇએ વસુધાનો ચહેરો પડેલો જોઇને પૂછ્યું “શું થયું ? આકુને ? કંઇ ચિંતાનજક નથી ને ? તારો ચહેરો રડમસ કેમ છે ?” વસુધાની આંખમાંથી આંસુ નીકળી ગયાં અને બોલી “ના ના પેટમાં દુઃખાવો હતો દવા લખી આપી છે લેવા જવાની છે.” આંસુ લૂછી આગળ કંઇ બોલ્યા વિના કારમાં બેસી ગઇ. ગુણવંતભાઇએ પણ બોલવાનું ટાળ્યું અને ઘરે આવવા નીકળી ગયાં.
****************
બે દિવસ વસુધા-ગુણવંતભાઇ, કસરન, સરલા અને અન્યને બધું કામ સમજાવી આકુ સાથે ઘરેજ રહી. ડોક્ટરે બતાવેલ દવા આપતી હતી આકુ પણ સાવ સાજીનરવી થઇ ગઇ.
ભાનુબહેનથી રહેવાયું નહીં. એણે કહ્યું “વસુબેટા બે દિવસથી ડેરીએ નથી ગઇ. આકુને સારું છે અમે એને સાચવી લઇશું. ચિંતા ના કર ડેરીએ જવું હોય તો જા.” વસુધાએ કહ્યુ “હાં માં આજે તો સારું છે પણ માં આકુએ શું ખાધું હતું. તો એને આટલું બધુ પેટ ચૂંકાયું ?” ભાનુબહેન વસુધાને સાંભળી રહ્યાં.
ભાનુબેને આજુબાજુ નજર કરીને કહ્યું “વસુ મેં ફોઇને હજારવાર ના પાડી કે આ નાની છે હજી એને પાપડનો કાચો લુવો ના આપો પણ કંઇ ના થાય.. કંઇ ના થાય કહીને ખવરાવેલો. આકુને ખૂબ ભાવેલો પણ મારું સાંભળ્યુ નહીં પછી આકુનું પેટ ચૂંકાયું તો ગભરાઇ ગયાં”.
“તમે દવાખાને ગયાં પછી મને કહેવા લાગ્યા ભાનુ ભૂલ થઇ મારી મારે લૂવો નહોતો આપવાનો ખૂબ રડ્યા પણ થઇ ગયાં પછી શું કહું એમને ?” વસુધાને સાંભળીને ગુસ્સો પણ આવ્યો અને હસી પડી બોલી “એટલે ફોઇ બે દિવસથી મારી સામે નથી આવતાં.”
“માં ભૂલ થઇ ગઇ ઠીક છે પણ હવે ધ્યાન રાખજો આમ કોઇની મદદ લઇને દોડવું પડે મને નથી ગમતું મેં નક્કી કર્યું છે કે હું ગાડી શીખી લઇશ અને હું અને સરલાબેન સાથેજ શીખવા જઇશું. અમે બકુલભાઇને કહીશું શહેરમાં ગાડી શીખવતી સ્કૂલમાં મૂકી જાય તમેય સાથે આવજો ફરવા મળશે.”
ભાનુબહેન કહે “હાંશ હવે સમજી... તું શીખી જાય તો આમ કોઇ બીજા જોડે જવું ના પડે મને ગમતું નથી પણ આકુની પીડા પણ જોવાતી નહોતી.”
વસુધા સમજી ગઇ... એ આકુને લઇએ રૂમમાં જતી રહી અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ-80