Dilni Mangadi, pyarni Lagni - 4 - Last part in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલની માગણી, પ્યારની લાગણી - 4 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

Featured Books
Categories
Share

દિલની માગણી, પ્યારની લાગણી - 4 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

દિલની માગણી, પ્યારની લાગણી - 4 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કહાની અબ તક: ઘરે ગમે એટલું ખાસ મહેમાન કેમ ના આવ્યું હોય, એક છોકરાને તો બહાર બસ બધું લેવા જ મોકલી દેવામાં આવે છે. સંદીપ સાથે પણ એવું જ થયું હતું. બસ એની ભૂલ એટલી થઈ ગઈ હતી કે પોતે એને નીતા ને હિનાને લવ કરું છું એવું કહ્યું હતું. નીતા થી ના રહેવાયું તો એ એને કોલ કરે છે, સંદીપ પણ એને જવાબ આપે છે કે પોતે મજાક કરતો હતો. નીતાને હાશ થાય છે. એને ઘરે આવતા સાંજ થઈ જાય છે. નીતા એને એની પસંદ ની કોફી આપે છે. સૌ યુથ ટીમ બહાર ગાર્ડનમાં જવાનું કહે છે તો નીતા સાથે સંદીપ અને સંદીપ ની બહેન નિધિ એમ સૌ ગાર્ડન જાય છે. ગાર્ડનમાં બધા અલગ અલગ થઈ જાય છે. એવું જ હોય છે ને, અમુક લોકો સાથે કહેવા માટે ઘણું બધું હોય છે, અને અમુક લોકો ને વાત શું કહેવી એ પણ ખબર નહિ હોતી. નિધિ, સંદીપ અને નીતા ચાલતા ચાલતા એક શાંત જગ્યા એ આવે છે તો નીતા એને હિનાને લવ કરે છે એવું પૂછે છે તો સંદીપ એને કહે છે કે પોતે મજાક કરતો હતો! એ એના માથે હાથ મુકતાં પૂછે છે કે ગોળી ગળી? જવાબમાં એ એને કહે છે કે નહિ ગળવી! એ એને હગ કરે છે અને થોડું રડી પડે છે. એવું કેમ હશે કે ગમતી વ્યક્તિનું સાથે હોવું જ બહુ જ ખુશી અને સંતોષ આપે છે. એ ગોળી ગળે અને કહે છે કે હવે તું છું તો માથું નહિ દુખે. નિધિ અને સંદીપ હસી પડે છે. ત્રણેય બાજુના બાંકડે બેસવાનું નક્કી કરે છે ત્યારે સંદીપ તો જીદ કરીને નીચે બેસે છે. ત્રણેય એ બહુ બધી વાતો કરી. દરેક વાત ની સાથે નિધિ નું મન વધારે ફ્રેશ અને ખુશ થતું ગયું. નીતા એને બાજુમાં આવીને બેસવા કહે છે તો એ એને કહે છે કે પોતે તો રોજ એને એક સેકંડ માટે પણ છોડતો નહિ અને આટલો દૂર રહ્યો, એ એની દિલથી માફી માગે છે.

હવે આગળ: "હા, ખબર છે ને, સોરી! હવે બાજુમાં આવી જા ને તું!"

"ના બાબા, બહુ કરી છે ને તને પરેશાન આજે મેં!" સંદીપ બોલ્યો તો નીતાએ એના માથે હાથ ફેરવ્યો.

"ખુશ પણ તો તેં જ કરી છે ને અહીં લાવી ને!" એને હળવું હસતા કહ્યું.

"નહોતું જવું મારે!"

"બસ પણ કર, ઇટ્સ ઓલ રાઇટ!"

"સોરી.." સંદીપે માથું ઝુકાવી લીધું!

"બાજુમાં આવ તો એક વાત કહું.."

"પણ અહીં શું છે પ્રોબ્લેમ?"

"તું હરદમ મારા માથા પર રહે છે અને આમ નીચે સારો નહિ લાગતો!" એ બોલી.

એક ગહેરો નિશ્વાસ નાંખીને આખરે એ બાજુમાં જઈને બેઠો, ઇન ફેકટ એને બેસવું જ પડ્યું!

"બોલ."

"એવું શું છે મારામાં?!" એને પૂછ્યું.

સાંજ થઈ ગઈ હતી અને એટલે જ હવે જવું જ પડશે એમ કહીને નિધિ એ બંને ને કહ્યું તો બંને જાણે કે અલગ જ દુનિયામાંથી બહાર ના આવ્યા હોય!

એમને તો હજી પણ વધારે વાતો કરવી હતી! અને ખાસ વાત શુરૂ જ થઈ હતી કે ફરી દૂરી શુરૂ! જિંદગી આપના કહ્યા પ્રમાણે થોડી ચાલતી હોય છે!

હવે ક્યારે વાત થશે?! નીતા વિચારી રહી.

🔵🔵🔵🔵🔵

"મારો દિકો!" ધીમેથી નીતા બોલી તો એ શબ્દો સાંભળ્યા ની ગવાહી સંદીપ ની સ્માઇલ આપી રહી હતી.

એક બાજુ નિધિ અને બીજી તરફ ખુદ નીતા એના પગ દબાવી રહ્યાં હતાં.

નીતા ને તો આ સિમ્પલ વસ્તુ માં પણ બહુ જ ખાસ ફિલિંગ આવી રહી હતી. પોતે જાણે કે ખુદ સંદીપ ની વાઇફ જ ના બની ગઈ હોય એવું એ મહેસૂસ કરી રહી હતી!

ત્રણેય નું શુરૂથી બહુ જ સારું બનતું હતું. લગભગ બધા જ કામો માં આ ત્રણ જ સાથે જોવા મળતાં હતા! નીતા નિધિ ના સગા ભાભીની બહેન હતી.

"બસ અલી.." લાંબા સમય સુધી પણ નીતા એ પગ દબાવવા ચાલુ જ રાખ્યા તો આખરે સંદીપે કહેવું જ પડ્યું. ત્રણેય નિધિ ના રૂમમાં હતા.

"મેં કહેલું કે બસ બાજુમાં બેસ, બેઠેલો તું?!" એને ધારદાર નજર કરતાં કહ્યું.

"સોરી, પણ હાથ દુખશે તારા!" એને ચિંતા દર્શાવી.

"ક્યાં વાગ્યું હતું તને?!" એકદમ સંદીપ ને અચાનક જ યાદ આવ્યું તો એને એકાએક પૂછ્યું.

"દિલમાં ક્યાંક ઊંડો ઘા થઈ ગયો છે, પણ જેમ જેમ વધે છે, મને દુખતું નથી, પણ વધારે ગમે છે!" એને અલગ જ વાત છેડી!

"દિલ ક્યાંક લાગી ગયું છે, મેડમ!" એને કહ્યું.

"હા." એક લાંબા શ્વાસ બાદ એ બોલી.

"રાહુલ, પરાગ, ચિરાગ?!" અને કેટલાય બીજા નામો પણ સંદીપ બોલી ગયો, બધા નો જવાબ ના જ મળ્યો.

"તો કોણ?" એ મુંજાઈ ગયો.

"કોઈ નહિ." એને ઉદાસીનતાથી કહ્યું.

"મને તો લાગ્યું કે તને ખબર હશે." એ બોલી.

"હું?!" સંદીપે કહ્યું તો એ બેઠી થઈ ગઈ.

"હું તને બહુ જ પ્યાર કરું છું! બહુ, બહુ બહુ જ! અને એટલે જ આજે તારી જોડે વાત ના થઇ તો મને તો જાણે કે એવું જ લાગતું હતું કે કોઈએ મને જિંદગીભર નું નર્ક માં રહેવા જ ના કહી દીધું હોય!" એ આંખો બંધ કરીને કહી રહી હતી.

સંદીપે એને ગળે લગાવી લીધી.

"હા, હું પણ એવું જ ફીલ કરતો હતો! હું તારી ખુશી માટે ગમે તે કરવા તૈયાર છું! આઈ લવ યુ ટુ!" સંદીપે પણ કહ્યું.

"મને તો વિશ્વાસ હતો જ કે તું મને જ લવ કરે છે!" સંદીપે ઉમેર્યું તો નીતાની ખુશીમાં ઔર ઉમેરો થઈ ગયો!

(સમાપ્ત)