College campus - 56 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 56

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 56

" કૉલેજ કેમ્પસ "ભાગ-56

પરીની વિમાસણ હજી ઓછી થતી નહોતી એટલે તેણે તરત જ ભાવનાબેન સામે ક્રોસ કર્યો કે, પણ આન્ટી હું અહીં તમારા ઘરે આવી કઈ રીતે ?
અને ભાવનાબેને તેને એટલી જ શાંતિથી જવાબ આપ્યો કે, " બેટા તું પહેલા જરા ફ્રેશ થઈ જા પછી હું તને બધું જ સમજાવું છું...
ભાવનાબેને પરીને એવું કહી તો દીધું કે હું તને પછી બધુંજ સમજાવું છું પરંતુ ચા પીતાં પીતાં સતત તેમના મગજમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે હું પરીને કઈરીતે અને શું જવાબ આપીશ ? એટલામાં મનિષભાઈ પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ ઉપર ચા નાસ્તો કરવા માટે આવ્યા જેમણે ભાવનાબેનની ચિંતા દૂર કરી દીધી. મનિષભાઈએ ટેબલ ઉપર બેસીને તરત જ પરીને ગુડ મોર્નિંગ કહ્યું અને તે પરીને પૂછવા લાગ્યા કે, " રાત્રે તું અને આકાશ ક્યાં ગયા હતા ? "

પરીને કલ્પના નહોતી કે મનીષઅંકલ તેને આવો કોઈ પ્રશ્ન પૂછશે એટલે પરી થોડી ગભરાઈ ગઈ અને એક સેકન્ડ માટે પણ તેને વિચાર આવી ગયો કે, સાચું તો નહીં જ બોલાય નહીં તો મારું અને આકાશનું બંનેનું આવી બનશે.. એટલે તેણે મનિષભાઈને જવાબ આપ્યો કે, " અંકલ, જગ્યાનું નામ તો મને ખબર નથી પરંતુ આકાશ તેનાં કેટલાંક ફ્રેન્ડ્સને મળવા માટે મને લઈ ગયો હતો અને એ એવું કહેતો હતો કે, હું કંટાળી જવું કે એટલો પડું ત્યારે અવારનવાર અહીંયા આવતો હોઉં છું અને અહીં આવ્યા પછી આ બધા ફ્રેન્ડ્સને મળ્યા પછી મારું એકાકીપણું દૂર થઈ જાય છે મારી સાથે મારું પોતાનું કોઈ છે જેની સાથે હું મારા સુખ દુઃખ, મારી વાતો હું શેર કરી શકું છું બસ એવું સતત મને લાગ્યા કરે છે અને માટે જ હું એકલો પડું ત્યારે અહીં આ જગ્યાએ અચૂક આવી જાઉં છું.

મનીષભાઈએ ફરીથી પરીને પ્રશ્ન કર્યો કે, " એટલે એ કઈ જગ્યા હતી તે તને નથી ખબર એમ જ ને ? "
જેટલી શાંતિથી મનિષભાઈએ પ્રશ્ન કર્યો તેટલી જ શાંતિથી પરીએ જવાબ આપ્યો કે, " ના અંકલ, ખરેખર મને એ જગ્યાનું નામ નથી ખબર પરંતુ મને એટલી ખબર છે કે એ જગ્યા શહેરથી થોડે દૂર છે અને બીજું આકાશ એમ પણ કહેતો હતો કે, "હું આખો દિવસ મારા બિઝનેસના અને ઓફિસના કામમાં એટલો બધો બીઝી હોઉં છું કે શ્વાસ લેવાનો પણ મને સમય મળતો નથી. પપ્પા ઓલ્વેઈઝ પોતાના બિઝનેસમાં રચ્યાપચ્યા હોય છે મમ્મી પોતાના ઘરકામમાં વ્યસ્ત હોય છે તેથી આખો દિવસ હું સાવ એકલો પડી જઉં છું બસ અહીં આ ફ્રેન્ડ્સ સાથે આવું છું ત્યારે ટેન્શનથી થોડો રિલેક્સ થઈ શકું છું લાઈફ જીવવા જેવી લાગે છે તેથી જ પરી હું અહીં ચાલ્યો આવું છું. અને બીજું તે કહેતો કે, યુ ક્નોવ પરી.. મને મારા આ બધા જ ફ્રેન્ડ્સ મારા પોતાના હોય તેમ જ લાગે છે. અને પરીએ એક ઉંડો શ્વાસ લીધો જાણે આકાશની તકલીફો તે પોતે અનુભવી રહી હોય તેમ.."

મનિષભાઈની સમજમાં પણ આખીયે આ વાત આવી ગઈ કે, ટૂંકમાં આકાશ પોતાના મમ્મી પપ્પાથી અને પરિવારથી જાણે દૂર ચાલ્યો ગયો છે અને આ વાત જાણીને તેમને ખૂબ દુઃખ પણ થયું અને આજે જે કંઈપણ બન્યું તેને માટે જવાબદાર આ બધી પરિસ્થિતિ અને પોતે જ હોઈ શકે તેમ પણ તેમને લાગ્યું તે કંઈજ ન બોલી શક્યા આજે તેમને લાગ્યું કે તેમણે પૈસા તો ખૂબ કમાઈ લીધા છે બિઝનેસમાં પણ એક ચોક્કસ પ્રકારનું સ્થાન અને ખૂબજ નામના મેળવી લીધી છે પરંતુ પોતાના બાળકની કિશોરાવસ્થા અને યુવાની વચ્ચેની જે ટીનેજર ઉંમર છે તે ઘણીબધી ગેરસમજ ઉભી કરતી ઉંમર છે અને ત્યારે બાળકને પોતાના માતાપિતાનો અને પોતાના પરિવારનો ખૂબજ સાથ અને સહકારની જરૂર હોય છે તે સમય આપવો મનિષભાઈ પોતાના બાળક માટે ચૂકી ગયા હતા અને હવે તેને આ બધામાંથી પાછો વાળવો થોડો મુશ્કેલ છે. આમ તેમના એક હાથમાં ઈમ્પોર્ટેડ કાચનો મગ હતો જેમાં તે ચૂપચાપ ચા પી રહ્યા હતા પરંતુ તેમના મગજના વિચારો જેટલા સ્પીડમાં ચાલી રહ્યા હતા તેટલી તેમની ચા પીવાની ગતિ ધીમી થઈ ગઈ હતી.

બસ તેમના મગજમાંથી એક જ વિચાર ખસતો નહોતો કે હવે આ છોકરાનું મારે શું કરવું ?? કઈરીતે તેને લાઈન ઉપર લાવવો ?? અને આજે અચાનક તેમનાં મોંમાંથી, " હે ઈશ્વર.." એવા લાચારી ભર્યા શબ્દો ભારોભાર નિસાસા સાથે સરી પડ્યા....

હવે આગળ શું થશે ? શું મનિષભાઈ પોતાના દિકરા આકાશને ડ્રગ્સની ચુંગાલમાંથી બચાવી શકશે ? પરી અને પરીના પરિવારને પરી સાથે જે કંઈપણ બન્યું તેની જાણ થશે કે નહીં થાય ? નાનીમા પરીને તેના આવા વર્તન વિશે શું કહેશે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/1/23