સાડી પોતાની ઓટોમેટિક બેગ માં પોચી ગઈ હતી ..ત્યારબાદ રૂપરમે કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને શ્વેતા પાટીલ માટે લંચ નો ઓર્ડર આપ્યો અને રૂપેશ ચાવલાને કમલેશ પાટીલે આપેલી બેગ લઈને પૈસા ગણવા મોકલી દીધી જેમાં ગર્ભિત ઈશારો હતો કે આપડા પૈસા કાઢી લેજે !! રૂપેશ બેગ લઈને ગયો પછી અભિનાશે કમલેશ પાટીલ સાથે હાથ મિલાવ્યો .." આવી બીજી સાડી બનાવો ત્યારે મારો સંપર્ક જરૂર થી કરજો .." રૂપરમે ભવિષ્ય માં ધંધો કરવા માટે ની વ્યવસ્થા કરી દીધી ..અભિનાશે જવાબ માં ફક્ત સ્માઈલ જ કરી ,, થોડી વાર પછી રૂપેશ ચાવલા બેગ લઇ ને પાછો આવ્યો ..રૂપરમે રૂપેશ ના હાથ માંથી બેગ લઈને અબીનાશ ચેટ્ટર્જી ને આપી " લો જી આ તમારી પેમેન્ટ " અભિનાશે બેગ હાથ માં પકડી .." વેલ જેન્ટલમેન આઈ હેવ તો ગો મારી ફ્લાઈટ ને ૨ કલાક ની જ વાર છે " કહેતા અબીનાશ પૈસા ની બેગ લઈને ઉભો થયો..કમલેશ પાટીલ પણ ઉભો થયો ને અબીનાશ ચેટર્જી સાથે હાથ મિલાવ્યા ..રૂપરમે પણ હાથ મિલાવ્યા .." રૂપેશ ચેટ્ટર્જી સાહેબ ને મૂકી આવ " રૃપરામ રૂપેશ ને સંબોધી ને બોલ્યો ..અને રૂપેશ ચાવલા તથા અબીનાશ ચેટર્જી એરપોર્ટ જવા નીકળ્યા .અબીનાશ અને રૂપેશ માં ગયા પછી કમલેશ પાટીલ , અનિલ પાટીલ , અને રૃપરામ સિંધી પોતાના બિઝનેસ ની વાતો કરતા બેઠા ..આ દરમ્યાન અનિલ ની પત્ની સ્વેતા ને કંટાળો આવતો હતો તેથી તે હિન્દ સાડી સેન્ટર ની મુલાકાત લેવા નીકળી તેને બીજી પાંચ સાડી પણ ખરીદી ..આ દરમ્યાન એક કર્મચારી બધાની લંચ લઈને આવ્યો હતો ..લંચ તાજ માંથી મંગાવા માં આવ્યું હતું બધાએ લંચ લીધું ..
લંચ દરમિયાન રૃપરામ અને કમલેશ પાટીલ ધંધા ની ને બીજી બધી વાતો કરતા રહ્યા કમલેશ પાટીલ ને સાડી મકાઈ ખબર પડતી ના હોવા છતાં ..તે રૃપરામ ની વાતો સાંભળતો રહ્યો ..રૃપરામ પણ આટલી પૈસાદાર ગ્રાહક હોવાથી ..પોતા ના શૉ રૂમ માં કેટલી મોગી અને કિંમતી સદીઓ નું વેચાણ થાય છે એ બતાવતો રહ્યો ..આ દરમ્યાન સ્વેતા અને અનિલ શાંતિ થી જામી રહ્યા હતા ..છેવટે બધા એ લુંચ પુરૃં કર્યું ત્યાં સુધી રૂપેશ ચાવલા અબીનાશ ચેટ્ટર્જી ને એરપોર્ટ ડ્રોપ કરી ને આવી ગયો હતો ..દેસર્ટ પતાવ્યા પછી હવે .કમલેશ પાટીલ ને નીકળવાની ઉતાવળ હતી કારણ કે એની મુંબઈ ની ફ્લાઈટ નો સમય પણ થઇ ગયો હતો ..કમલેશે અને અનિલે રૃપરામ નું અભિવાદન કર્યું અને રૂપરમે ઓનનો ભવિષ્ય માં આવી કિંમતી સાડી આવશે તો તેમનો કોન્ટેક્ટ કરશે એમ જણાવ્યું ..કમલેશ , અનિલ અને સ્વેતા ના ગયા પછી રૃપરામ સુધી તેની કેબીન માં ગયો અને ૨ કરોડ ની કેશ તેની જ કેબીન માં રાખેલી ગુપ્ત તિજોરી માં ગોઠવી દીધી..! અને આરામ થી સામે ના ટેબલ પર પગ પર પગ ચડાવી ને બેસી ગયો
*"*******
રૃપરામ તેની કેબીન માં બેઠો તો ત્યારે અબીનાશ ચેટ્ટર્જી ની ફ્લાઈટ કોલકત્તા માં લેન્ડ થવા ની તૈયારી માં હતી અને કમલેશ પાટીલ ની મુંબઈ ની ફ્લાઇટ દિલ્હી થી ટેકઓફ થઇ રહી હતી . રૃપરામ સમજતો હતો કે આજે તેને થોડા ક જ કલ્કિ માં એક સોદો કરીને ઍં૨ કરીશ રૂપિયા કમાઈ લીધા ..પણ એને ક્યાં ખબર હતી કે તેના જ શોરૂમ માં તેની જ સામે ભારત ના ગૃહ મંત્રી શ્રીમાન સતીશ શાહ અને ભારતની ટોચ ની શોધ સંસ્થાન ના વાળા એસીપી પ્રદ્યુમ્ન એક અજબ પ્રકારનો ખેલ કરીને ગયા હતા જે ભવિષ્ય માં રૃપરામ માટે કેટલી ખાતરનાક નીવડવાની હતો ..!!
*****
એક તરફ અબીનાશ ચેટ્ટર્જી ની ફ્લાઈટ કોલકાત્તા લેન્ડ થઇ ..અને બીજી બાજુ કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને સ્વેતા પાટીલ મુંબઈ પહોંચ્યા હતા ..પણ આ ચારેવ જણા પહેલી નજરે ભારત ના સામાન્ય નાગરિક લગતા હતા ..પણ તેઓ ભારત ના સામાન્ય નાગરિક ન હતા ...!
અબીનાશ ચેટ્ટર્જી ફ્લાઈટ માંથી ડમ ડમ એરપોર્ટ માં પ્રવેશ્યા ત્યારે એમની નજર ચારી બાજુ ફરતી હતી ..કારણ કે અત્યારે એ સામાન્ય નાગરિક હતા ..તેમના હાથ માં ૩ કરોડ રૂપિયા ભરેલી બેગ હતી ..સામાન્ય રીતે ફ્લાઈટ માં આટલી બધી કેશ સાથે મુસાફરી ના કરી શકાય પણ અબીનાશ ચેટર્જી ની વાત જુદી હતી ..એમને ખબર જ હતી કે એરપોર્ટ માં તેમની કસ્ટમ ક્લિયરન્સ થઇ જ જવાનું હતું ..અને થઇ પણ ગયું ..ત્યાં ચારી બાજુ પોલીસ જવાનો તહેનાત હતા ..અને અબીનાશ ચેટ્ટર્જી ૩ કરોડ ની બેગ લઈને મુશ્તાક બહાર નીકળી ગયા !!
અબીનાશ ચેટર્જી એરપોર્ટ ની બહાર નીકળી ને થોડી વાર ઉભા રહ્યા .અને આજુબાજુ નજર કરી ..હજારો મુસાફરો આમ તેમ દોડી રહ્યા હતા ..અને કેટલાય પોલીસ વાળા અને આર્મી મેન વ્યવસ્થા ગોઠવવા માં પડ્યા હતા ..આમાંથી કોઈ આજે અબીનાશ ચેટર્જી સામે નજર સુધ્ધાં રાખતી ન હતું ..પણ એરપોર્ટ ના સીસીટીવી કંટ્રોલ રૂમ માંથી એક ઓફિસર અબીનાશ ચેટર્જી ની સુરક્ષા માટે સતત તેમના પર નજર રાખી રહ્યો હતો ..કારણ કે તેને ભારત ના ગૃહમંત્રી તરફ થી ઓર્ડર હતો કે આ નંબર ની ફ્લાઇટ માં અબીનાશ ચેટર્જી નામ ની એક ખાશ વ્યક્તિ આવે છે જે ભારત સરકારની મહેમાન છે એમની જાહેર માં સુરક્ષા થઇ શકે તેમ નથી માટે છુપી રીતે એમના પર નજર
રાખવી . એટલે અબીનાશ ચેટર્જી ઉપર સીસીટીવી રમ માંથી નજર રાખવા માં આવતી હતી ..જેના ઓર્ડર્સ ભારત ના ગૃહમંત્રી યર્સ થી આપવા માં આવ્યા હતા ..પણ અબીનાશ ચેટર્જી પર નજર રાખનારા ઓફિસર્સ ને એ વખતે ક્યાં ખબર હતી કે એ પોતે જે ગૃહમંત્રી ના ઓર્ડર્સ ફોલો કરીને અબીનાશ ચેટર્જી પર નજર રાખે છે એ પોતેજ ભારત ના ગૃહ મંત્રી શ્રી સતીશ શાહ સાહેબ છે !!!!!!
હા , અબીનાશ ચેટર્જી ..ના રૂપ માં બીજું કોઈ નહિ પણ ભારત દેશ ના ગૃહમંત્રી સતીશ શાહ સાહેબ પોતે જ હતા ..જે પોતે અબીનાશ ચેટર્જી ના નામે વેશ પલટો કરી ને હિન્દ સાડી સેન્ટર માં કમલેશ પાટીલ ને મળવા ગયા હતા ,,!! આપડા દેશ માં દેશ નીવસુરક્ષા મામલે આટલા સજાગ ગૃહમંત્રી કદાચ પહેલા મળ્યા હતા ..કે જે પોતે દેશ ની સુરક્ષા માટે પોતાની જાત ને ખતરા માં નખરા પણ અચકાતા ન હતા ..!!
એ ધારત તો આ મિશન વંદે માતરમ માટે પોતાના કોઈ પણ વિશવાળું ઓફિસર ને પસંદ કરી શકત કારણ કે ભારત માં ભારત માતા માટે શાહિદ થઇ જનાર સપૂતો ની કંઈ નથી એ પોતે જાણતા હતા ..પરંતુ આ એક ખાસ મિશન હોવાથી તેઓ એ પોતે જ આ મિશન પોતા ના હાથ માં લેવાનું નક્કી કર્યું હતું ..અત્યારે અબીનાશ ચેટર્જી ઉર્ફે ભારત ના પનોતા ગૃહ મંત્રી શ્રી સતીશ શાહ સાહેબ ડમડમ એરપોર્ટ ની બહાર એક સામાન્ય નાગરિક ની જેમ બેગ લઈને બહાર આવ્યા ..એક બ્લાક કલર ની આઈ ટ્વેન્ટી કર આવી ને ઉભો રહી અને સતીશ શાહ સાહેબ ને ત્યાં થી લઈને એરપોર્ટ ની બહાર નીકળી ગઈ ..