Heart-beat in Gujarati Short Stories by Nisha Patel books and stories PDF | હાર્ટ-બીટ

Featured Books
Categories
Share

હાર્ટ-બીટ

.... આજ શ્ર્વાસ ટુંકા કેમ લેવાય છે, મગજમાં દોડધામ મચી ગઈ છે, બેચેની શાને છે, ખબર નથી કે શું આ યોગ્ય છે. જે હોય તે પણ મનમાં ઈતંઝાર છે, આંખમાં એને જોવા માટે તલસાટ છે. જાણે જુવાન હયુ પહેલી વખત કોઈ વ્યક્તિ ને મળવા તરસે એવી ઉત્સુકતા છે આજે.

.... એના માટે આ યોજના પણ બનાવી કે બહાર મીટીંગ છે કહી ઓફિસ પર થી વહેલા નીકળી જવું. કોઈ વખત ન જતા હોય એવા રેસ્ટોરન્ટ મા મુલાકાત ગોઠવી હતી.
.... એક સામટી બે પ્રકારની બીક લાગી, જે ભાગમાં દુખાવો થાય ત્યાં જીવ જાય એમજ ઘડીએ ઘડી ફોન ની રાહ હતી તો ફોન જોવાય જાય. આમતો મિલને હિંમત થી કામ લેવા કહેલું, ને વળી પરિસ્થિતિ સેન્સેટિવ છે તો જાળવજે ની ટકોર પણ કરી હતી. અને ડર પણ એ વાત નો છે કે અત્યાર સુધી બાઘેલી હિંમત દગો તો નહીં કરે ને! હયા ની હામ બટકી તો નહીં જાય ને. રહી રહી ને ફોન અને ઘડિયાળ પર નજર જાતી હતી.
..... શિવાની એ મનાઈ ફરમાવી હતી કે એકલો ક્યાંય ન જાય તે શરતે ફરીથી ઓફિસ જવા દવ છું. છતાં આમ રેસ્ટોરન્ટ ના ઉપરના ભાગમાં બારી પાસે એકલા બેસી દુર સુઘી બગીચો ને એને પાર રસ્તા પર નજર રાખી બેઠો છું. પવનની સાથે જુલતા ગૂલમહોર ને જોઈ રસ્તો શાંત અને એકલો ન લાગે કોઇ કોઇ લોકો કે વાહન ચાલકો છે રસ્તા પર છતાં એ પવન અને ગૂલમહોર એની મસ્તી મા મસ્ત છે. એ પવન છેક મારા મનની ડાળી હલાવીને એના ઘણાં બધાં પાન હલાવી દે છે. ફોન ની રીંગ વાગી ને છાતી મા જાણે તડાફડી ફુટી, ઉડતા ફટાકડા ની જેમ ઘડકનો ભાગી છુટી. રીંગ વાગ્યે જાય છે ને અચાનક ચમકી ને ફોન લીઘો તો શિવાની.. ઓહ..
.... ક્યાં છે તું? આટલી રીંગ વાગી નથી સાભળતો. મને કેટલી ચિંતા થાય ખબર છે તને...
..... કેમ તને એવું કે સમુ ગયો... ઉપર...
... સમુ કેટલી બધી વખત કહ્યું છે કે આવી નોનસેન્સ વાત ન કર...!
ઓકે ઓકે સોરી શિવુ. પરંતુ હું જીવું છું ને એક વર્ષથી નવા હદય સાથે.... એતો પહેલા હાર્ટ પેશન્ટ હતો.
... અરે મારા વ્હાલા એટલેજ મને ચિંતા થયા કરે છે. તું શું કામ એકલો બહાર ગયો છે? મે ઓફિસ ફોન કરેલો.
... સમીર બહાર જોઈને સહેજ બેઘ્યાન બનેછે. શિવાની ડરે છે સમુ સમુ તું કેમ બોલતો નથી!
.... એ એ તો હું પાણી પિતો હતો.... જે મનમાં આવ્યુ તે બોલી દિઘુ....
... તને ખબર છે ને કે તારે આ રીતે એકલા ક્યાય જવાનું નથી...
તુ સાવ બેજવાબદાર છે.. હું પાછી જ આવું છું સાંજે.
... સમીર ખાસિયાણો પડીગયો ફોન મુકાય ગયો હતો..
... ત્યારે જ ફરી રીંગ વાગી પણ જોયું તો અનનોન નંબર છતાં ઘડકતા હદયે જોયા...
... એક આશા ફોન ના વાયરો જેવી ગુચવાયેલી છતાં પ્રયાસ કરી રહી છે અને સામે છૈડે થી જવાબ ની આશા છે..... ઘમણ શ્ચાસ છે કે આજુબાજુ મા સુનકાર છે... બે.... ચાર... રીંગ વાગી ને ખુશાલી જાણે નીચોવાય ગયેલી આશા મા નહીં લે શું મારો ફોન......
.... ત્યા સંભળાયુ હલ્લો.... અ..... હલ્લો કોણ છે.... હું ખુશાલી..... ઓહ હું સમીર.... દિલમાં ઉજાસ થયો જાણે...
..... સમીર ને ખબર ન પડી કે આ ઉત્સાહ કેમછે... વેલ... કેમ સંબોઘવી ખુશાલી ને સમજાયું નહીં સમીર ને..... સમીર હું આવી શકું મળવા..? હા હા કેમ નહીં ઉતાવળે બોલી ગયો પછી મુજાયો.... આવો....
..... આર યુ શ્યોર મળી જશે ને રેસ્ટોરન્ટ.... હા આભાર...
... ફટ ફોન કટ થયો જાણે વજન લાગ્યો.... માંડ માંડ છાતી ના હાંફ ને કાબુમાં રાખ્યો આટલી વાર..
સમીર વોશરુમ ગયો ને અરીસા સામે જોઈ રહ્યો.. ચહેરા પર થોડી લીલી દાઢીની જાંય ને ડાબા પડખે ઘડકતું હદય આ શું થઈ રહયુ છે.... ફટાફટ બહાર હવામાં આવ્યો..
ખુશાલી ના વાળ હવામાં લહેરાતા હોય ને અનિકેત ના મોઢા પર જણજણાટી કરતાં અને હળવેથી અનિકેત એને કાન પાસે ગોઠવી ને પોતાનો હાથ રાખતો ને પોતે ગાલ એના ખભે ટેકવી ને આંખો બંધ કરી દેતી. બીજા હાથે અનિકેત પડખામા ગલીપચી કરે ને હસજોય મારી ખુશી છે તું આમ નાખુશ ન થઈ શકે હો...
.... ખુશાલી હસી પડતાં કોણી મારી ને અનિકૈત પેટ પર હાથ ફેરવતો.. એને આલીંગન મા ભરી લેતો.... લુચ્ચી તું રિસાઈ નહોતી નાટક કરતી હતી... ખુશી કોઈ દિવસ રિસાઈ છે એના અનિ થી.... હે બોલ... બોલ... બન્ને હાથે અનિકેત ને ગલીપચી કરવા લાગી...
... હા હો તું તો ચિપકી છે મને છ વર્ષ થી ગરોળી ની જેમ... ક્યારેય છોડતી નથી.. હાશ કયારેક તો એકલા જીવવા મળે..... ચુપ કર અનિ... તું મારી વિકનેસ જાણે છે એટલે વારંવાર મને દુઃખ કરે છે... ખુશાલી મોઢું ફુલાવે છે.... અરે પણ જો કોઈ દિવસ હું ન હોય તો.. તું.. ખુશાલી બન્ને કાન પર હાથ દાબી દે છે ને.. આંખો બંઘ કરી ને બેસી જાય છે..... સોરી યાર એટલું પણ શું ડરવાનુ..... કેમ તને તો મજા આવે છે ને મારો જીવ બાળી ને નહીં..?
કોઈ પર આટલું બધું નિર્ભર રહેવું નહીં સારુ.... ભલે ભલે બને હાથે પ્રેમથી ગાલે ચિટીંયા ભરે છે અનિ ને.... ભટ્ટી પડે છે.. ચહેરો આખો કિસ્સ કરી પ્રેમથી એની છાતી મા મોઢું છેપવે છે.....
... બસ હવે કેટલી વાર આમ ચોટી રહીશ છોડ મને... ચૂપ કહી અનિ ના હોઠ પર આંગળી રાખે છે...... મને તારા આ ઘબકારા સાંભળવા દે એ મારુ નામ બોલે છે.
.... ખુશી તું ખરેખર સૂખી છે ને તેના નાજુક ગોરા હાથ પર હાથ ફેરવતાં અનિ એ પુછ્યું.... સ્ત્રી ને એકજ દુઃખ હોય છે સ્ત્રી તરીકે જનમવાનુ પણ તને મળીને એ વાત ની સહુથી વધુ ખુશી છે. ને અનિ ના હોઠ ખુશી ના હોઠ સાથે વાતો એ વળ્ગયા....

..... ડ્રાઇવર ઓફિસે થી નિકળી ગયો છે તને લેવા એવો ફોન શિવાની નો આવેલ ને કહ્યું તું એકલો હોય ત્યારે ડર લાગે છે. ભુલી ગયો જ્યારે ઐટેક આવ્યો હતો ત્યારે તું એકલો હતો... ઓ.. કે.... શિવુ તું કહે કૈ ત્યાં પપ્પા ને કેમ છે....
.... સારું છે... મારુ ચાલે તો તને મૂકી ને આવત જ નહીં...... અરે આવતી નહી ઉતાવળે ત્યાં રહજે પપ્પા ને શારુ થાય ત્યાં સુઘી મમ્મી ને તારી જરુર છે...
..... હું એકલો નથી તું સતત છે મારી આસપાસ, તારા કપડાં, તારી વસ્તુઓ ડ્રેસિંગ રૂમમાં ને પલંગ પર તારી ખુશ્બુ મને એકલા મુકતાજ નથી. તૂ તો મને યમ પાસે થી પાછો લાવી છો તો હવે થોડી મને છોડવાની... હા.. હા...
.... બસ હવે એટલે જ ડરુ છું કે દર વખતે બાજી મા ત્રણ એક્કા ન આવે સમજયો... તારુ દિલ છે પણ શ્ચાસ મારા છે... સમજયો બહુ હોશિયારી ન કર અને જીવનભાઈ આવે કાર લઈ ને એટલે ઘેર જવા નું છે સીઘ્ઘૂ...... ઓકે...
.. એ ઘડકનો આજે પણ ખુશાલી સાંભળી શકે છે.... શું સાભળે છે ખુશી.. અનિ ચુપ આ નિર્મલ મિઠ્ઠી ને વહાલી છે તારા હદય ની ઘડકન..... મને સાદ પાડે છે.. ખૂશી.... ખુ.. શી..... પોતાના કાન અનિકેત ની છાતીમાં ભિસતી જાય છે ઓ બાપરે મરી ગયો..... જાને હવે કંજૂસ સાંભળવા દેને એ જ તો છે મારા જીવન નું ગીત... એમ હળવે થી વાળ પકડી ખુશી નું મો ઊચું કરી કપાળ ચુમી લે છે અનિકેત ને ફોન મા બિપ થયું... ક્યાં ટાઈમ હુઆ.. ટેક્સી ડ્રાઇવરે પુછ્યું.... એક સાલ... ક્યાં.... ખુશી ના ગાલ પર લાલીમા છવાઈ હતી ને ડ્રાઇવર સમય પુછતો હતો... ભોઠપથી બોલી કે ગયારહ બજકે દસ..... એના આવા વર્તન થી ડ્રાઇવરે ટેકસી ની સ્પીડ વઘારી એને કંઈ અજુગતું લાગ્યું હશે....
.... સમીરની રસ્તા પર નજર હતી અને શિવાની જીવન પહોચે ત્યાં સુધી વાતો કરવા માંગતી હતી..... વાતો પર જરા પણ ઘ્યાન નહતું.... આવયો જીવન કે....
..... અરે આવસે ટ્રાફિક હશે..... તું શું કરે છે.... કઈ નહીં બીજા એટેક ની તૈયારી.... ચુપ કર....
તો શું તું ફોન નહીં મુકે તો ફોનના બિલ જોયને એટેક આવીશકે હો.... હસવું આવી ગયું શિવાની ને... જા હવે ઘરે જઈને રિલેક્સ થઈ ને ટીવી જોજે... પાછા બેરાઓ જ ન જોયા કરતો....
હ.... કેટલું ખિજાઈ છે યાર.... ઈર્ષ્યા આવે છે તને મારી આઝાદી થી.... હા આવતાં જન્મે સ્ત્રી થાજે બઘું જ સમજાય જાશે...... હું દર કલાકે ફોન કરીશ તું ઘરમાં જ હોવો જોઈએ... ચોથી રીંગમા ફોન રિસિવ થવો જોઈએ..... સમજયો..... હા ભાઈ નહીતો વાવાઝોડું પાછું આવી જાશે..... બરાબર.... હા.... બાય...
......તે ઉભો થયો ફરી એક ચા મંગાવી આ તેની ત્રીજી વખત હતી..... પણ શું કરે ચેન નહતું પડતું કંઈક અલગ જ પ્રકારની બેચેની હતી સારું લાગવા છતાં ગભરાહટ પણ હતી..... તે આમ તેમ ટહેલવા લાગ્યો... રેસ્ટોરન્ટ ખાલી હતું... શહેર થી બહાર હતું એટલે રાત્રે જ અંહી ભીડ થતી.
.... એનો હાથ પોકેટ મા ગયો.... સમીરને સમજાતુ નથી કે હવે શું કરવું... તેને ખુશાલી નું વર્તન સમજાતું નથી કે સમજવા માગતો નથી... છતાં એના અહેશાન ના ભાર નીચે તો હતો જ એ સ્વીકારવું જ રહ્યું. આજે તેને આ પત્ર પાછો આપી દેવો હતો એટલે સાથે લાવ્યો છે. એકવાર વાંચી લેવા ની લાલચ રોકી ન શક્યો એ.....
... સમીર તને મળવા માટે ખુબ પ્રયત્નો કર્યા આ એક વર્ષમાં. હું મારી જાતને રોકી નથી શકતી.... નથી મારા મનને સમજાવી શકતી... આમ જોઈએ તો તારે મારી સાથે સિઘો કોઈજ સબંઘ નથી. છતાં જે એક જોડતી કડી છે એને નકારી શકાય તેમ નથી. કદાચ શિવાની ને મારું તને મળવાનું ન પણ ગમે છતાં હું મારી જાતને રોકી શકતી નથી. સમીર મને મળીશ ને?....
..... ટેક્સી ડ્રાઇવર હોર્ન મારતો હતો આજુબાજુ પણ હોર્ન ને શનન... કરતા વાહનો જતા હતા... ખુશીનુ માથું ભમવા લાગે છે સતત સાઈરન નો અવાજ એમ્બ્યુલન્સ નિકળી છે બાજુમાં... સાઈડ આપીદો ભાઈ અને જવાદો......
....... અનિ સાઈડ આપ એ લોકો ને જવાદેને.... ના ખુશી આ છોકરા પૈસદાર બાપાના, ને બગડેલ હોય છે જેને સમય પહેલાં અને હેસિયત થી વઘુ મળેલ છે.... જોતી નથી મને કયારના હોર્ન વગાડી ને મારી સાઈડ કાપવા માગે છે..... આવી ખુલી કારમાં આટલા લાઉડ મ્યુઝિક વગાડીને આપણને ઉશ્કેરણી કરી છે... હવે જો હું પણ બતાવી દવ...... ખીશી હજુ પણ કહે છે કે જવાદેને એ લોકો ડ્રેન્ક છે... આપણે શું ઉતાવળ છે છતાં સ્પીડ કરી ને આગળનાં વળાંક પર ન જાણે ક્યાં થી દરીયા ના મોજા ની જેમ વિશાળ ટ્રક આવી... નો.... સીટ કરતી ખુશી એ આંખો બંઘ કરી દીધી..... મોઢામાં થી ચિસ નિકળી હતી.... કે અવાજ અંદર જ દબાઈ ગયો?.... ખબર ન પડી... ટેક્સી ડ્રાઇવર એ બ્રેક મારી... આપ ચીખી ક્યુ... ક્યાં હુઆ... ખુશી કંઈ નહીં.... ક્ષોભીલી પડી ગઈ..... જાને દો ભયા.....
... હવે તો ડ્રાઇવર ની ઉત્સુકતા વધી રહી છે.....
.... પેશન્ટ.... દવા ની વાસ.... ડોક્ટરની ને નર્સ ની અવરજવર..... લીલા પડદા ને લાલ બત્તી... હાફળી ફાળવી ખુશી ચારે બાજુ જોતા આગળ જાય છે...... પોતાની શરીર પર પાટા ની એને પડી નથી.... એને તો જલ્દી છે એ ચહેરા ને જોવા માટે... સામે આઈ. સી. યુ. ના કાચના દરવાજા પાસે અટકી.. ઘડકતા હદયપુર્વક અંદર જોયું તો..... એક શરીર કેજેની પલ્સ મોનીટર પર ડચકાં લેતી હતી ને શરીરમાં કોઈ હલચલ નથી..... સલાઈન અને કેથેટર્સ....!..... તેનાથી જોવાયું નહીં... તે મની નથી શકતી નહી.... નહીં.... બોલતી પાછી દોડે છે એનુ શરીરમાં જરા પણ તાકાત નથી પણ એ લથડતી.... અથડાતી ભાગેછે..... આગળ કયા અંત હતો એ તો દોડે જાય છે..... મનોજ નો સાદ પાછળ આવે છે..... સ્ટોપ ખુશી.... ઊભી રહે ક્યાં જવું છે..... સ્ટોપ...
...... ડ્રાઇવરે બ્રેક મારી..... એને જોયું કે આપકો યહા હી ઊતરના હે... હા થોડા સાઈડમાં આગળ....
..... તે ઉતરી પૈસા આપી ચાલવા લાગી..... સમીરે તેને જોઈ દુરથી કદાચ એ હશે એવું લાગતા હદય જોરથી ઘબકવા લાગ્યું.... એને ઉડો શ્વાસ લીધો ને કપડાં સરખા કરી થોડો આગળ વધ્યો..... બન્ને ચહેરા એકવાર પણ મળ્યા નથી છતાં ઓળખાય ગયા... હાસ્ય ની આપલે થઈ.... ને સમીરે હેલો કહેતા હાથ લંબાવ્યો.....
ખુશી એ હાથ મીલાવી ને જણે કોઈ કરંટ લાગ્યો હોય એમ ખોવાઈ ગઈ...... હવે બસ કેટલી ખવડાવીશ.... આ ચોકલેટ છે... આનાથી પેટ ન ભરાઈ.... સમજ્યો. ને હળવાશથી ટપલી મારી અનિકેત ના ગાલ પર....
.... કેમ ખા ને તારી તો પ્રિય છે... આના માટે તો તું મળી છે... યાદ છે ને.... એકસકુયઝ મી આ ચોકલેટ તમારે ન જોઈએ તો મને આપીદો પ્લીઝ... ઓકે પણ એમાંથી હુપણ ખાઈશ.... ને એક એક પિસ ના સરખા ભાગે લઈ ને ઘીમે ઘીમે ખાઘી હતી.... પછી તો રોજ કેન્ટીન મા મળવાની ને ચોકલેટ ખાવની ઉજવણી..... એના હાથમાંથી પરાણે એની ચોકલેટ પણ પોતાના મોઢામાં મુકી દેતી... એજ હાથમાં ઉર્જા પ્રેમ અનુભવી અત્યારે ખુશી..... દબાતા હાથ ને થોડો ખેંચવા સમીર હલયો.... ખુશી થોડી શરમાઈ ને હાથ લઈ લીધો.....
...... બન્ને બેઠા.... મુંગા રહેવાનો મુંજારો બન્ને અનુભવતા હતા.... ખુશીએ તેના સનગ્લાશ હજુ પહેરેલા જ હતા.... આપણે.... એવું બોલવા જતો હતો આગળ ત્યાં જ ખુશીએ તેને પોતાના હોઠ પર આંગળી રાખી ચુપ રહેવા ઈશારો કર્યો..... એ થોડી આગળ આવી તેની ખુરશી પર.... સમીર મુંજાયો....
એને સમીર તરફ કાન માંડયા ને જાણે જીવંત બની... દુરના ઝાડની ડાળી પર લહેરાતો ગુલમહોર.... બગીચામાં ફુલની મીઠી સુવાસ.... પક્ષીઓ નો અવાજ સાંભળી રહી એકચીતે.....
...... સમીર થોડો હલ્યો ને કહે કે શિવાની થોડી વઘારે પડતી પજેસીવ છે.... ને છતાં તમારો પત્ર મળતા મે.... શૂ...... ખુશી એ ફરીથી ચુપ ક્યોં એને.... હું પણ કંઈ ઓછી નથી..... એટલે તો આવી છું આમ ગાંડીતુર નદી ની જેમ..... શિવાની એના ફાઘરની તબિયત લથડી હતી તો ગઈ છે એના મમ્મી ના ઘરે..... એટલે ફોન કરી મળવા માટે..... સોરી મારા કારણે..... મારે એ લેટર નહતો લખવો જોઈતો...... પણ શિવાની ક્યારે પણ ફોન તમને આપતી નથી..... સમીરને ફોનની રીંગ સંભળાય.... ઓહ માય ગોડ.... તે ઉભો થઈ ને દુર ગયો... ખુશી જોતી રહી તેની પીઠ....
...... મનોજ તું ખોટું બોલે છે એ કેવી રીતે મને છોડી શકે.... શરીર થી ને મન થી એ હવામાં બાચકા ભરવા લાગી.... તેના મગજ અને સ્પાઈન બન્ને ખુબજ ડેમેજ છે.... તો શું એ મારા માટે જીવશે.... નો ચાન્સ અમે બઘાજ પ્રયત્ન કરી રહ્યો છીએ.... અન્ય ડોક્ટર પણ આવી ગયા છે.... એ બસ થોડી ઘડી નો મહેમાન છે..
અમને તારી સહમતી જોઈએ... સાઈન જોઈએ..
અનિકેત પોતે બોડી ડોનેશન કેમ્પ વખતે ફોર્મ ભરીગયેલો... ને અત્યારે અમારે એના હાર્ટ ની જરૂર છે... ઓપરેશન ની બઘી તૈયારી થઈ રહી છે...... નહીં હું અનિ ને નહીં જવા દવ... આ ચીટિંગ છે.... એ ન જઈશકે...... ખરેખર તૂ એને પ્રેમ કરે છે તો એના હૃદય ને ઘબકવા દે સતત એ જીવશે મૃત્યુ પછી પણ.... પ્લીઝ સાઈન કરી દે....
..... સમીર વાત કરીને આવી ને જોયું કે હા મા જવાબ આપતા હોય એમ કરતી હતી એનુ ઘ્યાન નહતું.. એકદમ નિરાશાજનક ચહેરો ને બલ્બ ઉડી ગયોહોય એવું મો કરી રહ્યી છે.... શું આ માટે મળવાની ઉત્સુકતા હતી... સમીરે ગાર્ડન મા એક ફુલ ખરી ને હવામાં થોડું ઘસડાતા જોયું.... તે એમજ ઊભો હતો ને ખુશી બિલકુલ બેઘ્યાન....
...... જો ખુશી તું જે ઈચ્છે છે એ વ્યાજબી નથી... હું ડોક્ટર છું.... હું મારા કોઈ પેશન્ટ નું નામ ન આપી શકું.... મનોજ બોલ્યો.... એ ઘણી વખત આજ વાત કરી ચૂક્યા છે છતાં ખુશી વારંવાર પુછે છે..... પ્લીઝ મનોજ હું ફક્ત નામ જાણવા ઈચ્છું છું જેના શરીરમાં અનિકેત નું હદય ઘડકે છે.... શું એટલો પણ હક નથી ડોક્ટર મને....
..... છે પરંતુ એકવાર નામ ખબર પડશે તો ફોનનંબર નું મન થાય ને પછી એને જોવા કે મળવાનું.... એ શક્ય નથી ખુશી.... તું સમજવા નો પ્રયત્ન કર.... એને અજાણ જ રહેવા દે એજ સારું છે એના અને તારા બન્ને માટે...... ખુશી ભાંગી પડે છે જાણે રેતી નો ઢગલો.... સરરર કરતી વિખાવા લાગી... ડોક્ટર મનોજ એને દિલાસો આપી ને પાણી પિવડાવે છે...
..... જો કદાચ હું એને નામ નંબર આપું તો મને એવું લાગે છે કે જાણે જીંદગી ભરની પિડા લખી રહ્યો છું... આ લે બસ....
... એને હવે બેસવા ચેર ખસેડી તો ખુશી એ થડકો અનુભવ્યો એના આંખમાં પાણી ભરાઈ ગયા હતા એ લુછી ને હસી સમીર સામે એ પણ ભાવુક બની જાય છે અને મનોજ કૈટલો ખોટા હતો આ તો એક સુખદ ઘટના લાગી છે..... આ સાનિધ્યમાં ખુશી અનેરો આનંદ અનુભવે છે એ ઘણા વખતથી પેશન્ટ સમીર ને જોવા ઈચ્છતી હતી...... જે હદય ફક્ત એના માટે ઘડકતુ એ હદય એ કહેવા માગતી હતી સમીર ને કે એ મારું છે....
.... સમીર ને થોડી નિરાંત થઈ..... એ ખૂબજ બહાદુર ને પવિત્ર આત્મા હતા... હું તમને કોઈપણ પ્રકારની મદદ કરી શકું ખુશી..... ખૂશી તો મન સાથે યુદ્ધ કરી રહી હતી કહીદે... આવીજ છે તો દિલ ખોલી નાખ.... એતો ઘુમરાઈ રહી હતી... સમીર થોડા ઉચે થી પુછે છે શું લેશો તમે..... એ જોઈ રહી એજ ઉષ્મા આવી હતી એના તરફથી.... સમગ્ર વાતાવરણમાં વંટોળ હતો અને તેના કેન્દ્રમાં સમીર...... પોતે વિખેરાતી એના કેન્દ્રમાં જઈ રહી હતી..... ઘરમાં મા બાબા બન્ને રોકીહતી....
આવું ન કરાય એની પત્ની ને નહીં ગમે એ નથી ઈચ્છતી તને મળવા ને તું એના પતિને મળીશ...? હા હું એકવાર તો જરૂર મળીશ... એનો પ્રેમ મને છોડતો નથી હું ક્યા એકલી છું... અનિ હંમેશા મને વિંટળાઈ રહ્યો છે ચોવીસ કલાક સાથે જ છે.... એનુ હદય હજુ જીવે છે... મને એના તરંગો સંભળાય છે.... હું મજબુર છું..... કેટલું કહ્યું છતાં એક સંતાન ન કર્યું..... નહીં તો આવી ગાંડી ન થાત... મા એ ગુસ્સો કર્યો... એ દોડી ગઈ રુમમા....
.... સમીર સામે હતો આ રુમમા નથી હું એવો ખ્યાલ આવે છે ખુશી ને.... એ જોઈ રહી.... તમે કરશો હું કહું એમ..? સમીર કહે હા હા બોલો હું શું કરી શકું.....
... એ તેને ઊભી થઈ હતી અને તેના નજીક આવી હળવેથી તેનો હાથ પકડી એને લઈને ચાલવા લાગી....એ રેસ્ટોરન્ટ ના પાછલા ભાગ તરફ.... . સમીર એકદમ વશિકરણમા હોય એમ તેની પાછળ ચાલતો થયો ચુપચાપ...... એ એક અલગજ તેજસ્વી ચહેરા વાળી લાગી રહી હતી.... તેની આંખો હજારો ભાવ એકસાથે બદલતી હતી જાણે..... આગળ જતાં એક દિવાલ પાસે અટકી એ ને સમીરને દિવાલ બાજુ પિઠ કરી ઊભો રાખ્યો..... તેના મુલાયમ વાળની લટો હવે સમીરના ચહેરા પર રમવા લાગી.... ખુશી એ હળવેથી તેનો કાન સમીર ની છાતી પર રાખ્યો.... તેનો હાથ તેના હદય પર હતો........ બસ ચૂપકર સાંભળવા દે હવે મને અનિ.... લોભીયો છે એકદમ...
.... તારા ઘબકારા મારું નામ બોલે છે અનિ......
..... ખુશી.... ખુશી.... તું શું ગાંડી થઈ ગઈ છે..... જવાબ આપે એ પહેલાં સમીરના ફોનમાં બિપ મેસેજ ટોન થયો.....
... સફાળી જાગી ને.... સમીર કાઈ સમજે એ પહેલાં દોડી ગઈ..... સમીરતો હજુ જોવેકે જતી.... રહી કે... શું..... ત્યા તો એ બહાર નિકળી ગઈ હતી રેસ્ટોરન્ટની...
..... સિઘી જયા ટેક્સી હતી તેમા જઈ બેઠી.....
સમીર જોતોજ રહ્યો... ગઈ કે શું આગળ જઈ જોવે તો... ખુશી ભાગતી હતી જાણે કોઈનો હાથ પકડીને.... વાતો કરતી.... હસતી.... દોડી ગઈ રેસ્ટોરન્ટ બહાર.....
એ શું આવી ને ગઈ કંઈજ ન સમજાયું સમીરને...
.... ખુશી મનોમન... એજ ઘબકારા.... એજ પોકાર... હા... ઘબકેછે.... એ..... મને સંભળાય છે હજુ...
... સમીર હજુ મુંઝવણમાં છે કે એવું તો શું.... મેળવી ગઈ એ....... ત્યા જ સર ચાલો..... જીવન બોલ્યો..... ફોનમાં રીંગ વાગી રહી છે.... ઓહ શિવાની.... બોલો મેમસાહેબ.... જીવનભાઈ ડ્રાઇવર આવી ગયા છે....