Prem Asvikaar - 18 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 18

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 18

એમ નાં એમ 2 દિવસ નીકળી જાય છે અને ઈશા સાજી થી ને કોલેજ આવે છે અને ત્યાં બધા એને મળવા ખબર લેવા માટે ભેગા થઈ જાય છે. ત્યાં હર્ષ પણ આવે છે અને ઈશા ને જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે.
ઈશા ને મળી ને હર્ષ બોલે છે કે "કેમ છે હવે તમને પગ માં ? " " સારું છે હવે , મટી રહ્યું છે..."
ઈશા હર્ષ ની સામે હસતા હસતા જવાબ આપી રહી હતી,એવા માં બેલ વાગી જાય છે અને બધા ક્લાસ નાં ચાલવા લાગે છે, અને ચાલતા ચાલતા ઈશા બોલે છે કે "આભાર તમારો તમે મારો જીવ બચાવ્યો નહિ તો હું આ દુનિયા માં નાં હોત" " અરે નાં નાં એવું કઈ નથી, ભગવાન કરે એજ થાય .." " હા પણ હેલ્પ કરી તમે " અરે કઈ વાંધો નહિ..." એમ વાત કરતા કરતા ચાલવા લાગ્યા....ત્યાર પછી ઈશા બોલી કે ચાલો આપડે પછી કેન્ટિંન માં મળીયે" " હા વાંધો નહિ ચાલો મળીયે"
ત્યાર પછી ક્લાસ પૂરા થયા અને ત્યાર બાદ બધા કેન્ટિંન તરફ જવા લાગ્યા.
ત્યાં જઈ ને હર્ષ એ જોયું તો ત્યાં ઈશા અને નિધિ બધા બેઠા હતા ..તો એમના બાજુ માં ટેબલ તરફ જઈ ને બેસી જાય છે...ત્યાર પછી ઈશા મોટે થી બોલે છે કે તમે અહી આવો અહી જગ્યા છે...
ત્યાર બાદ હર્ષ ઈશા નાં ટેબલ પર ગયો અને બધા એ મળી ને કૉફી લીધી...અને ખૂબ વાતો કરી...
હર્ષ ઈશા નાં ખુબજ નજીક આવતો જઈ રહ્યો હતો...બધા મળી ને ખુબ વાતો કરતા હતા ..
ત્યાર બાદ બધા લેક્ચર ભરવા નાં બદલે ગાર્ડન માં આંટો મારવા ચાલ્યા ગયા .અને ત્યાં પણ બધા એ બઉ વાતો કરી..
ત્યાર પછી બધા જુદા પાડ્યા અને હર્ષ બસ સ્ટેન્ડ માં આવી ને બેસી ગયો....
તે વખતે બધું બઉ યાદ કરતો હતો...ઈશા નાં વિશે...અને તે ખુશ માં ને ખુશ માં ઘરે ચાલ્યો ગયો...
ત્યાર બાદ હર્ષ ઘરે જઈ ને ફ્રેશ થાય છે તો એવા માં એના સાયન્સ નાં સર નો ફોન આવતા એમને મળવા ચાલ્યો જાય છે...
ત્યાં જઈ ને તે ખુબજ બધી તેના સર જોડે વાતો કરે છે...
ત્યાં સાયન્સ નાં સર હર્ષ ને ખબર પૂછે છે અને. ..હર્ષ ને નવા પ્રોજેક્ટ વિશે સમજાવે છે ...ત્યાં સર બોલે છે કે હર્ષ આપડે જે સૂર્ય નાં કિરણો થી જે તેજ પડે છે એના વિશે આપડે ચકાસણી કરી કરી રહ્યા છે આપડે એના થી ઘણા બધા સાધનો બનાવી સકીએ છીએ....
સર બધું સમજાવતા હતા પણ હર્ષ તો ઈશા ની સાથે વિતાવેલ એક એક પળ ને યાદ કરી રહ્યો હતો ..અને સર એ બોલેલું બધું....અજાણ થઈ જોઈ રહ્યો હતો...અને સર ને હા માં હા મિલાવી રહ્યો હતો....
એવા માં નિધિ નો મેસેજ આવે છે ...અને નિધિ બોલે છે કે ...આજે બધા એ ખૂબ એન્જોય કર્યો ..અને ઈશા મારા ઘરે આવી છે ...જો તરે એને ... ફ્રી ડ્રેસ માં જોવી હોય તો મને કોઈ કામ ને બહાને વિડિયો કૉલ કર....
એટલું સંભાળતા ....હર્ષ ખુશ થઈ જાય છે અને ... સર ને મળ્યો ના મળ્યો કરી ને ...બહાનું બનાવી ને ત્યાં થી ઘરે જવા નીકળી જાય છે....
ઘરે જઈ ને વિડિયો કૉલ કરે છે તો ...ત્યાં ઈશા ને ત્યાં નિધિ નાં ઘરે બેઠેલી જુએ છે...ત્યાં તેને એવા કપડાં માં જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે...ત્યાં ઈશા એ ગ્રીન કલર નો ડ્રેસ પેહર્યો હતો...તો એ ખુબજ સુંદર દેખાતી હતી...ત્યાર પછી ...હર્ષ ફોન મૂકી ને ....બીજા દિવસે કોલેજ જવા ની રાહ જુવવા લાગે છે ...
હર્ષ વિચારે છે કે ક્યારે ... એ કોલેજ જાય અને ઈશા ને મળી ને વાતો કરે...