મહાદેવજીનાં પ્રાંગણનાં પાછળનાં ભાગમાં એક સુશોભીત મંડપમાં બધીજ વ્યવસ્થા હતી. ગાદી તકીયા અને પૂજાની બધી વ્યવસ્થા ખૂબ સ્વચ્છ જગ્યામાં કરી હતી. ત્યાં ધૂપ ચાલી રહેલો દીવા સર્વત્ર પ્રાગટય કરેલાં હતાં. કંઇક અનોખું શાંત અને પવિત્ર વાતારણ હતું.
નાનાજી ચંદ્રમૌલીજી અને એમનાં પત્નિ ઉમા માલિક બેઠાં હતાં ત્યાં રુદ્રરસેલ અને એમનાં પત્નિ બધાને લઇ આવ્યાં. રુદ્રરસેલે બધાની ઓળખ કરાવી.
ચંદ્રમૌલીજી પવિત્ર ઋષિમુનિ જેવા દેખાતાં હતાં ભાલ પર ત્રિપુડ કરેલું હતું. તેજથી ભરપુર હતું. એમની વિશાળ આંખમાં એનેરી ઊંડાઇનો ભાવ હતો એમની દ્રષ્ટિ દેવ પર પડી અને એમણે સસ્મિત વદને કહ્યું “આવ દેવ આ બાજુ આવ.” દેવને અને બધાને આશ્ચર્ય થયું કે નામ પણ જાણે છે.. નામથી બોલવ્યો ?
દેવ એમની નજીક જઇને નીચે નમી ચરણ સ્પર્શ કરી આસીર્વાદ લીધાં એમનાં પત્નિને પણ પગે લાગ્યો. વારાફરતી બધાં એ ચરણ સ્પર્શ કરીને આશિવાર્દ લીધાં.
ચંદ્રમૌલીજીએ દેવને કહ્યું "દીકરા તારાં મુખેથી બોલાયેલી ઋચાઓ અને શ્લોક સાંભળીને ખૂબ આનંદ થયો દરેક ઋચાઓનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ખૂબ ભાવ હતો મને સાંભળી આર્શ્ચય પણ થયેલું કે આજનાં યુવાનોનાં મોઢે આવું દૈવી તત્વ ક્યાંથી બોલાયું ? પણ તારાં જીવમાં સંસ્કાર છે ધર્મનો આદર છે તારાં માતા પિતા ધન્ય છે.”
દેવ સાંભળી રહેલો એનાં હાથ ભાવથી જોડાયેલાજ હતાં એની આંખો ચંદ્રમૌલીજીને જોઇ રહી હતી એમની આંખોનાં ઊંડાણમાં એ અનોખું તત્વ જોઇ રહેલો. દેવ ભાવવાહી થયો એની આંખમાંથી આંસુ ટપકી ગયાં. ચંદ્રમૌલીજીએ એનાં માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં “તું કંઇક વિશેષ કરવા સર્જાયો છે તારુ ભવિષ્ય ઉજવું છે.”
“આજકાલ જે કર્મ કરી રહ્યો છે એ ભલે કરે પણ તારી દિશા જુદીજ છે જે સમય આવ્યે ખૂલશે દેખાશે. વધુ કંઇ કહેવું નથી જે થાય એને કુદરતી થવા દેજે તું અહીં આવ્યો છે એનું પણ કોઇ ચોક્કસ કારણ છે”.
“જે વ્યવસાય અંગે વિચારી રહ્યો છે એમાં રુદ્રની સલાહ લેજે. સ્વનિષ્ઠા અને સ્વપરિશ્રમે બધુ કરજો. કોઇનાં છાયામાં ના આવતો. પણ તારી બુધ્ધિ પ્રમાણે કરજે મારાં આશીર્વાદ છે”.
રુદ્રરસેલતો આશ્ચર્ય અને આનંદથી બધુ સાંભળી રહેલાં. એમને આશ્ચર્ય એ વાતનું હતું કે શ્વસુરજી ક્યારેય કોઇનાં માટે આવું નથી બોલ્યાં નથી કદી કોઇનામાં રસ લીધો કાયમ મઠમાં રહેલાં યોગીની જેમ રહ્યાં છે જરૂર આ છોકરામાં એમણે કંઇક વિશેષ જોયું છે.
રાયબહાદુર રાયે બે હાથ જોડીને ચંદ્રમૌલીજીને કહ્યું “આપ અમારાં વડીલ છો પૂજનીય છો. મારાં દેવને આશીર્વાદ આપ્યો મને ખૂબ આનંદ મળ્યો છે આ મારી દીકરી આકાંક્ષાએ હાલ US ભણે છે એને અહીં પૂજા માટે તાત્કાલિક બોલાવી હતી.”
આકાંક્ષાએ ફરીથી એમનાં આશીર્વાદ લીધાં. ચંદ્રમૌલીજીએ કહ્યું “દીકરી ખૂબ સંસ્કારી છે ખૂબ ચપળ હોશિયાર છે એની ચિંતા કરવાની જરૂર નથી એનાં યોગ ગઇકાલથીજ શરૂ થઇ ગયો છે તમે માતા પિતા ખુશનસીબ છો તમારે ત્યાં આવાં સંતાને જન્મ લીધો છે ખુશ રહો.”
ચંદ્રમૌલીજીએ પછી દેવમાલિકાને એમની પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં “આ મારી દીકરી દેવની દીધેલી છે એ પણ ખૂબ હોંશિયાર છે સંસ્કારી છે મારી સૂરમાલિકાનો ઉછેર છે અને બાપનો અપાર પ્રેમ છે.”. એમ કહી એનું કપાળ ચૂમ્યું. અને બોલ્યા “આ બંન્નેને મઠ પર લાવવાની જવાબદારી તારી..”.
દેવમાલિકાએ સૂરમાલિકા એની માતા સામે જોયું માં એ કહ્યું “દેવીને કહેવું નહી પડે” અને એમનાં પિતાનો ઇશારો સમજી ગયાં.
ચંદ્રમૌલીજીએ કહ્યું “રુદ્ર આજની પૂજાનાં સમાપન પછી મને કંઇક કાળચક્રની કંઇક ગતિવિધી જોવા મળી કંઇ સમજાયુ નથી પણ સમજાઇ જશે થોડાં ચોકન્ના રહેજો સાવધ રહેજો તમારોજ કોઇ માણસ...” પછી એ ચૂપ થઇ ગયાં.
રુદ્રરસેલને આશ્ચર્ય સાથે થોડી ચિંતા થઇ બોલ્યાં. “પિતાજી આ સામ્રાજ્ય આ ભૂમિજ તમારી છે મતારાં સત્કર્મો, હવનયજ્ઞ, ભક્તિથી તપતી ભૂમિ છે અહીં તમારાં આશીર્વાદથી બધુ સલામત છે મને કદી એક ક્ષણ ચિંતા નથી થતી તો આપ જે બોલ્યાં એમાં કોઇ ભય છે ? કોઇ મુશ્કેલી આવવાની છે ? હવે તો દેવાધીદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ હવે કોની મગદૂર છે કે કોઇ આપણું અહિત કરે ?”
ચંદ્રમૌલીજીનાં ચહેરાં પર આછુ સ્મિત આવ્યું. એમણે કહ્યું “આ ભૂમિ પર તારું કંઇ બગાડી નહી શકે.. પણ કાળચંક્રનાં આ ફરતાં પૈડામાં કોઇ આસુરી શક્તિ કંઇ કરીને હેરાન કરી શકે જે વેરબાધેલુ છે એ હવે બહાર પ્રગટ થશે.”
“દેવમાલિકા ઇશ્વર આપેલી છે છતાં સીતાને રાવણ ઉપાડી ગયેલો, દ્રોપદીને દુર્યોધનથી તકલીફ પહોચી હતી જ્યાં સાક્ષાત રામ સીતાનાં પતિ હતાં હતાં કૃષ્ણ જયાં સાક્ષાત સદેહે હાજર હતાં છતાં રામાયણ અને મહાભારતનાં યુધ્ધ થયાં હતાં અને એનું નિમિત સ્ત્રી હતી હું તને કોઇ ડર કે ભય નથી બતાવી રહ્યો પણ તારી સાવધાની હોવી જરૂરી છે એટલુ કહુ છું”.
“ક્યાં ક્યારે કોણ કારણ નિમિત બને કોઇને ખબર નથી પડતી પણ આજે એટલુ ચોક્કસ મને દેખાય છે કે આ છોકરાઓનાં પગલાં આપણાં આંગણે પડ્યાં છે એ પણ વિધીનાં લેખ છે અને પુણ્યાઇમાં વધારો થયો છે.”
રુદ્રરસેલ વિચારમાં પડી ગયાં ત્યાં દૂર બે ઓળો ત્યાંથી અલોપ થઇ ગયાં. બધાંજ થોડીવાર માટે ગંભીર થઇ ગયાં.
રાયબહાદુપજીએ કહ્યું “પિતાજી તમે અહીં સાક્ષાત હાજર છો આતો તપોભૂમિ છે તમારાં તપ અને સિધ્ધીઓનું બળ છે પછી શેની ચિંતા ? અને તમારાં ચરણોમાં છીએ.”
ચંદ્રમૌલીજીએ સસ્મિત કહ્યું “તથાસ્તુ કોઇ ચિંતા નથી કાળચક્ર એનું કામ કરે છે એને કદી રોકી નથી શકાતું પણ દેવી છે તો બધુંજ છે. એ સાંભળીને....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-70