આગળના ભાગમાં આપણે જોયું કે પ્રભા સુનિતાને પોતાના ગાઢ મિત્ર એવા વિશ્વાસના અકસ્માતની કહાની તેની ફ્રેન્ડ સુનીતાને કહી રહી હોય છે હવે આગળ...
ગતઅંકથી શરુ
પ્રભા તેના મિત્ર વિશ્વાસની કહાની સુનિતાને કહેવા લાગે છે, સુનિતા અમે બંને કૉલેજમાં મળ્યા હતા, અને ફ્રેંડ્સ બન્યા ત્યાર પછી અમારી મિત્રતા ખુબ ગાઢ થઇ તું જાણે જ છે હું આ ઓફીસમાં આવી ત્યારે તું મારી ફ્રેન્ડ બની એટલે તને પણ ખબર છે મારી માટે વિશ્વાસ કેટલો મહત્વનો મિત્ર છે, એ દિવસે એ દરેક રવિવારની જેમ અનાથ આશ્રમમાં જતો હતો બાળકોની સાથે સમય પસાર કરવા પાછળથી એક ટ્રક એ એની કારણે ટક્કર મારી એની માથાની પાછળની ભાગમાં બહુ લાગ્યું જેથી સર્જરી થઇ પરંતુ એ સર્જરી દરમિયાન એને પોતાની આંખો ગુમાવી, બહુ દુઃખદ હોય છે જયારે જોઈ શકતી રંગીન દુનિયા અચાનક અંધકારમાં છવાઈ જાય... સુનીતાએ આશ્વાસન આપતાં કહ્યું ભગવાન બધું ઠીક કરશે પ્રભા.... પ્રભાની આંખમાં એકાંત વ્યપેલો સુનિતા અનુભવી શકતી હતી એટલામાં ઓફિસની રીસેસ પુરી થઇ અને બધા ફરીથી કામે લાગી ગયા....
પ્રભા તેના ટેબલ ઉપર પડેલી ફાઈલ ખીલીને વાંચતી હતી અને એને કોલ મેળવ્યો, સામેથી જવાબ આવ્યો હેલો કેયા સ્પીકિંગ, હું તમારી વકીલ પ્રભા તમે ઓફીસે આવી શકો છો અત્યારે પપેર્સ તૈયાર થઇ ગયા છે તમારી સાઈન લેવી છે... કેયા એ ધીમા અવાજે કહ્યું મિસ પ્રભા શું કરું મૂંઝવનમાં છું કેવી રીતે સાઈન કરું જેની સાથે સાત ફેરા લીધા એને માત્ર 7 મહિનામાં મને કઈ રીતે છોડવાનો નિર્ણય લીધો હું અત્યારે ત્યાં નહિ આવી શકું.... ઓકે ઓકે ઓકે... કેયા તમે આટલા વિચાર ન કરો તમે કહો ત્યાં મળીએ આજે હું આવીશ ત્યાં બોલો ક્યાં મળીશું? કેયાએ ફરીથી ધીરેથી કહ્યું તમે કહો ત્યાં પણ અત્યારે નહિ., ઓકે મિસ કેયા કાલે હું તમારા ઘરે આવીશ તમારા મમ્મી જોડે પણ વાત કરીશ ચાલો કાલે મળીએ એટલું કહેતા જ સામેથી કેયા એ કોલ કાપી દીધો
પ્રભા ઓફિસના બીજા કામમાં વ્યસ્ત થઇ ગઈ અને એટલામાં સાંજ પડી ગઈ, સાંજે પ્રભાએ પોતાના ઘરે પહોંચતા જ કહ્યું મમ્મી કાલે થોડી લેટ ઉઠાડજે રવિવાર છે, એટલે એક ક્લાઈન્ટ ને મળવા જ જવાનુ છે... અરે હા પ્રભુ જેવી તારી મરજી બેટા ચાલ જમવા... પ્રભા એ જમી લીધું અને પછી એને એક કોલ આવ્યો એને અગાસી ઉપર જઈને કોલ રિસીવ કર્યો અને કહ્યું કેમ છે તું? સામેથી જવાબ આવ્યો ફિલહાલ તો તારી સાથે વાત કરું છું પણ આવતી કાલે તું આવીશ કે નહિ?.... હા મારે એક ક્લાઈન્ટ ને મળવાનું છે તું પણ આવજે આપણે બંને એને મળીને ત્યાં જઈશું જ્યાં તારું બાળપણ તું જોવે છે..... હા હું જરૂર આવીશ ઓકે એટલામાં કોલ કપાઈ ગયો અને પ્રભા સવારની રાહમાં ચાંદને જોઈ બેડ રૂમમાં ચાલી ગઈ..
સવારના શિયાળાની ગુલાબી ઠંડીમાં લઘભગ 7:30 થયાં હતા એક માણસ બસ પોર્ટ ઉપર એક બાંકડા ઉપર સ્ટિક લઈને બેઠો હતો ત્યાં જ એક બ્લેક કલરની કાર આવી અને એમાથી એક છોકરી ઉતરી અને એ યુવાનને કરમાં લઇ ગઈ, અરે પ્રભા આટલા જલ્દી ઉઠી ગઈ, હા આજ હમ ભી મુસાફિર હે યારો કલ પર ક્યાં યકીન કલ હો ના હો... એક હાસ્ય સાથે પ્રભાએ કહ્યું વિશ્વાસ હું પણ ધીરે ધીરે તારી જેમ જ કવિતા શીખવા લાગી છું, પ્રભા એ કાર ઓન કરી અને ઠંડીમાં ઓસ કારના કાચ ઉપર ચોટેલી અને તેની ભીનાશ હવામાં વહેવા લાગી કાર રોડ ઉપર ચાલતા જ પ્રભાએ કહ્યું એ પણ શું દિવસો હતા જયારે કોલેજના દિવસોમાં તું કાર ચલાવતો અને આપણે એકવાર nss શિબિરમાં ગયેલા કેટલી મજા આવી હતી એ ગામડામાં જઈને ત્યાંના culture વિશે જાણવાની અને ત્યાંના લોકો જોડે રહેવાની... હા પ્રભા એ દીવસો કોઈ ન ભૂલી શકે... એ સમય આપણી માટે યાદગાર બની રહેશે... ગાડી એક સોસાયટીમાં એન્ટર થઇ અને ઘર નંબર 18 ને ત્યાં ડોરબેલ વાગ્યો હેલો હું પ્રભા કાલે વાત થઇ હતી ને એજ... આવો આવો બેસો મિસ પ્રભા....
પ્રભા એ કેયા જોડે વાત કરી અને કહ્યું ધીરજ રાખો હું પુરી કોશિશ કરીશ આ ડિવોર્સ રોકી શકાયતો જરૂર રોકીશ, પ્રભા એ કેયાની મમ્મી જોડે પણ વાત કરી જ્યારથી આ થયું છે જ્યારથી જ કેયા બહુ strees અનુભવે છે,... મિસ કેયા શું તમને કઈ વાંધો ન હોય તો તમે મારી સાથે આવી શકો છો એક સ્થળે જવાનુ છે હું તમને સાંજે ડ્રોપ કરી દઈશ અને હા આ મારો ફ્રેન્ડ છે વિશ્વાસ ચાલો તમને બહુ સારુ ફીલ થશે કેયા એ તેની મમ્મી તરફ નજર ફેરવતા ખામોશી જાળવતા માથું હલાવ્યું...
કાર ત્યાંથી ઉપડી વિશ્વાસ કારની પાછળના ભાગમાં બસીને બ્રેઈન લિપિમાં અખબાર વાંચવા લાગ્યો અને અડધો કલાકની મુસાફરી પછી કાર એક અનાથ આશ્રમ આગળ આવીને ઉભી રહી જેનું નામ કેયા એ વાંચ્યું મોટા અક્ષરથી લખેલુ હતું ધારા અનાથાલાય.... કેયા એ જોયા બાદ તરત જ કહ્યું આ તો મારી ફ્રેન્ડના નામથી છે એની ફેમિલી એ શરુ કરેલુ છે મેં એના અવસાન પછી એના પાપાના મોઢેથી સાંભળ્યું હતું પણ ક્યાં છે તે ન હતી ખબર.... હા ધારાનું જ જે વિશ્વાસની મોટી બહેન હતી..... વિશ્વાસ તું ધારાનો ભાઈ છે ? કેયા ચોકી ગઈ...
✍️Vansh prajapati (vishesh)
વધુ આવતા અંકમાં........