Ek Anokhi Musafari - 6 in Gujarati Fiction Stories by Patel Viral books and stories PDF | એક અનોખી મુસાફરી - 6

Featured Books
Categories
Share

એક અનોખી મુસાફરી - 6

ભાગ :- ૬ 

રાતના બે વાગ્યાની આસપાસ સમય થયો છે અને રોહન ઘોર ઊંઘ માં સુઈ રહ્યો છે ત્યાં જ રોહનના બેડ ની પાસે બારી ખુલ્લી રહી ગયેલ અને ત્યાંથી વારંવાર કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને ત્યાં એ અવાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. રોહાન આ અવાજ સાંભળીને બેડ માં આંખ ચોળતો ચોળતો ઊભો થાય છે અને બારીની પાસે જઈને બારીની બહાર આમતેમ જોવા લાગે છે ત્યાં જ તેની નજર ઘરના સામેના ગાર્ડન ગેટ પાસે પડે છે. ત્યાં એક સ્ત્રીના હાથમાં એક બાળક હતું અને બંને જાણે ગેટ પાસે બેસેલા જોયા. "લાગે છે કે પહેલા બેન ના બાળકને ભૂખ લાગી છે એટલા માટે રડતું હશે લાવ તેને કંઈ ખાવાનું આપીને આવું." વિચારીને રોહન રસોડા માં જમવાનું શોધવા ગયો. રસોડામાંથી એક થેલીમાં વેફર, ચેવડો અને બિસ્કીટ ભરીને ગાર્ડનના ગેટ પાસે જમવાનું આપવા જાય છે. ત્યાં જઈને જોયું તો બાળક રડતું બંધ થઈ ગયું. બંને ને જોઈને નવાઈ પામે છે કેમકે તે બેનનાં ગળામાં ચાર-પાંચ સોનાના હાર હાથમાં સોનાની બંગડી અને મોંઘા કપડા પહેરેલા છતાં આવી હાલતમાં!

રોહન (મુંજવળમાં) :-  "બેન, તમે કેમ આટલા મોડા આવી રીતે બેઠા છો અને એ પણ એક નાના છોકરાને લઈને ?"

અજાણ્યા બેન (નજર ને નીચે નાખી ને) :-  "કઈ જ નથી ખબર મને."

રોહન :- "શું નથી ખબર? આવી રીતે આટલી અડધી રાત્રે બાળકને લઈને એકલા બેઠા છો ને ખબર નથી."

બહેન (થોડ્ડા ઊંચા અવાજે ) :- "કહ્યું ને  નથી ખબર એટલે નથી ખબર."

રોહન :- "સારું સારું, આ લો થેલી આમાં જમવાનું છે આ બાળકનાં રડવાનો અવાજ સંભળાયો એટલે મને લાગ્યું કે ભૂખ લાગી હશે માટે જમવાનું આપવા આવ્યો છું."

બેન :- "ખુબ ખુબ આભાર તમારો."

રોહન ક્યારનો એક વાતને ખૂબ જ ધ્યાનથી નોટીસ કરી રહ્યો હતો કે તે બહેન નીચું મોઢું કરીને જ વાત કરી રહ્યા હતા અને બધા વાળ ખુલ્લા હતા. રોહન મોઢું આમતેમ ફરાઇને તે બેનનું મોઢું જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ રોહન તેનું મોઢું નાં જોઈ શક્યો.

રોહન (કંટાળીને) :- "તમે ક્યાં રહો છો? તમે કોઈ પ્રોબ્લેમ માં છો કે પછી ભૂલા પડ્યા છો?"

બેન :- " મને કઈ જ નથી ખબર."

રોહન અકળાઈને બોલ્યો :- " તમે શું ક્યારના મગજ ખાવ છો બધા જ સવાલમાં નથી ખબર નથી ખબર કરો છો."

બેન આ વખત કઈ જ નાં બોલ્યા અને એક્દમ ચુપ રહ્યા અને છેવટે રોહન કંટાળીને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાંથી ગયા 15 સેકન્ડ થાય છે અને રોહન ગાર્ડનના ગેટ પાસે મોઢું પાછુ વળીને નજર નાખે છે ત્યાં પેલા બેન અને તેમનું બાળક ગાયબ થઇ ગયા. દારા ઘટના જોઇને રોહન ડરને માર્યો પરસેવાથી લેબજેબ થઇ ગયો અને સીધી દોટ મુકીને તેના બેડરૂમમાં જઈને સૂઈ ગયો. રોહન ની નજર સૂતાં-સૂતાં બારી પર પડી. રોહન ધીમે રહીને બારી પાસે જઈને બારી ઝડપથી બંધ કરી દીધી. રોહનને લાગ્યું આ કેવી રીતે શક્ય બને પંદર જ સેકન્ડમાં ગાયબ લાગે છે ભૂત કે કોઈ  આત્મા હશે. રોહન આ વાતને વિચારતો વિચારતો સુઈ જાય છે. સવારના છ વાગ્યા અને ફરીથી રોહનની આંખ ખુલી અને આંખ ખુલતાની સાથે જ રોહનની નજર ફરીથી બારી ઉપર પડી. રોહન બેડ માંથી ઉભો થઈને બારી પાસે ગયો અને હળવેકથી બારી ખોલી અને રોહનની નજર ગાર્ડનના ગેટ પાસે ગઈ અને રાતની ઘટના યાદ આવી. રોહન ડરતો ડરતો બારી ને બંધ કરી બાથરૂમ તરફ ન્હાવા માટે ગયો. ન્હાહીને રોહન કપડાં પહેરીને નીચે નાસ્તો કરવા ગયો ત્યાં જ નાસ્તો કરતો હતોને  તેના કાકા રૂમમાંથી બહાર આવે છે.

કાકા :- " આજે સ્કુલ નથી જવાનું કે શું ? સાત વાગ્યાં મોડું નથી થતું?" 

રોહન :- " ના, પરીક્ષા ના દિવસો નજીક આવે છે એટલે બધાને વાંચવા માટે રજા આપી છે. એટલા માટે હવે સ્કૂલે નથી જવાનું."

કાકા :- "બરાબર, બરાબર"

રોહન તેની સાથે બનેલી રાતની ઘટના તેના કાકાને કહેવા માંગતો હતો પણ રોહન ડરેલો હતો. છતાંપણ થોડીક હિંમત કરીને તેણે બધી વાત કાકાને કરી. "ડરીશ નહિ, આમાં ડરવાનું ના હોય આ ખાલી તને ભ્રમ થયો હશે." રોહનની વાત સાંભળીને કાકાએ કહ્યું. રોહન નાસ્તો કરીને રૂમમાં જઈને બેગ લઇને એરિન ઘર તરફ જવા નીકળે છે. તે ચાલતા ચાલતા ગાર્ડન ગેટ પાસે પોહ્ચે છે. ત્યાં રાત્રે જ્યાં પેલા અજાણ્યા બેન અને તેમની સાથે નું બાળક બેઠા હતા ત્યાં એક ચિઠ્ઠી પડેલી જોઈ. રોહન ચિઠ્ઠી લેતા થોડો ગભરાયો પણ તેણે હિંમત કરીને તે ચિઠ્ઠી ને ઉપાડી અને ત્યાંથી એરિનનાં ઘર તરફ ચાલવા લાગ્યો ધીમે રહીને રોહને ચિઠ્ઠી ને ખોલી અને ચિઠ્ઠી વાંચવા લાગ્યો "બેટા તારો ખૂબ ખૂબ આભાર મારી મદદ કરવા માટે અહીંયા બે કલાક સુધી અમે બેઠા હતા કે કોઈ અમને ખાવાનું આપે. અમે બે દિવસથી ભૂખ્યા હતા. અહીંયાથી ઘણા બધા લોકો પસાર થયા પણ કોઈએ અમારી મદદ ના કરી પણ તે અમારી મદદ કરી તે માટે ખૂબ ખૂબ આભાર અને હા ગભરાઇશ નહીં તું અમને જાણવાનો પ્રયત્ન નાં કરીશ. તારી પરીક્ષાના ફક્ત નવ દિવસ રહ્યા છે ધ્યાન રાખજે અને હા જો તારે સુરક્ષિત રહેવું હોય તો આ વાત કોઈને કરતો નહીં." ચિઠ્ઠીમાં વાંચીને રોહન થોડો ખુશ તો થયો પણ મૂંઝવણમાં પણ આવી ગયો તેને લાગ્યું કે "આમને કેવી રીતે ખબર પડી કે હું રાતની ઘટનાથી ગભરાયેલા છું અને આમને કેવી રીતે જાણ થઇ કે મારી પરીક્ષા ના ફક્ત નવ દિવસ જ બાકી છે. મારા જ ધ્યાનમાં આ ચિઠી આવી અહીંયાથી તો ઘણા બધા પસાર થાય છે બીજું કોઈ પણ ચિઠી ઉપાડીને લઇ જાત પણ હું જ કેમ?"  રોહન વિચારતો વિચારતો એરીનના ઘરે પહોંચ્યો ત્યાં જ રોહનને એરીનને બેગ લઈને ઘરની બહાર ગેટ પાસે ઉભેલો જોવે છે.

રોહન :- " કેમ અહીંયા ઊભો છે બહાર જાય છે ક્યાંય?"

એરીન (નિરાશ થઈને) :- " હા હું મારા માસી ના ઘરે જાઉં છું પરીક્ષા સુધી."

રોહન :- " કેમ ત્યાં જાય છે."

એરિન :- " મારા માસીનો છોકરો પણ આપણી સાથે બારમા માં છે. તો તેમણે મને કહ્યું કે વાંચવા લખવા માટે પરીક્ષા સુધી અહિયાં આવી જજે જેથી કૃણાલ ને તકલીફ ના પડે કારણ કે તે     

              ભણવામાં નબળો છે એટલે મારે જવું જ પડશે.

રોહન :- "હમમ.... કઇ નહી ચલ મેનેજ કરી લઇશ કંઈક. નઈ આવડે તો હું તને કોલ કરીશ તું મને વિડીયોકોલ ઉપર શીખવાડી દેજે."

એરિન :- " હા શ્યોર , કોઈપણ સબ્જેક્ટ માં તને પ્રોબ્લેમ પડે તો મને કોલ કરજે."

રોહન પાછો તેના ઘર તરફ વળે છે ત્યાં જ તે એરિન ને ગઈકાલની ઘટના કહેવા જાય છે પણ ત્યાં જ રોહનને ચિઠ્ઠીમાં લખેલા શબ્દો યાદ આવે છે કે જો તારે સુરક્ષિત રહેવું હોય તો વાત કોઈને પણ કરતો નહીં અને રોહન આ ઘટનાથી પહેલેથી જ ગભરાયેલો હતો અને આ ઘટનાને અને આ વાતને વધારે ફેલાવા માંગતો ન હતો. રોહન પાછો તેના ઘર તરફ ચાલવા લાગ્યો.

ક્રમશ: