One unique biodata - 2 - 28 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૮

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૮

કાવ્યા એના ક્લાસમાં બેસી હતી.હવે ફક્ત એક લેક્ચર બાકી હતો તેથી ઘણા બધા સ્ટુડન્ટસ લેક્ચર બન્ક કરીને જતા રહ્યા હતા.અમુક જ સ્ટુડન્ટસ ક્લાસમાં બેસ્યા હતા.હજી લેક્ચર સ્ટાર્ટ થવાનું એનાઉન્સમેન્ટ નહોતું કર્યું તેથી ક્લાસમાં બધા પોતપોતાના ગ્રુપમાં બેસીને વાતો કરી રહ્યા હતા.અમુક પોતાના ફોનમાં બીઝી હતા તો અમુક લવબર્ડ્સ એકબીજાનામાં ખોવાયેલ હતા.ઇન્ડિયામાં કોલેજમાં ભણતા સ્ટુડન્ટસને કોલેજમાં પ્રેમ કરવાની છૂટ ન હતી પણ કેનેડામાં આ બધું બહુ જ કોમન હતું.કેટલાક બોયસ એન્ડ ગર્લ્સ ખુલ્લેઆમ એકબીજાને હગ કરતા,કિસ કરતા.પણ આ બધું જ એમની મર્યાદામાં રહીને થતું.કાવ્યા જેવી ઇન્ડિયન છોકરીઓને આ બધું થોડું અજીબ લાગતું.પણ હવે એ પણ એટલી અન્ડરસ્ટેડિંગ થઈ ગઈ હતી કે એકબીજાને મર્યાદામાં રહીને જાહેરમાં પ્રેમ દર્શાવવો કોઈ ગુનો નથી.પણ છતાંય કાવ્યા અને એના જેવા કેટલાય ઇન્ડિયન સ્ટુડન્ટસને એમના સંસ્કાર અને પેઢીઓથી ચાલતી મર્યાદાને લીધેબધું કરવું અજીબ લાગતું.

કાવ્યા ગુસ્સામાં કેન્ટીનમાંથી આવીને ક્લાસમાં બેસી હતી.આમ તો એ હંમેશા પહેલી બેન્ચ પર બેસતી પણ એને થોડો ટાઈમ એકલું રહેવું હતું તેથી એ કેન્ટીનમાંથી આવીને ક્લાસમાં છેલ્લી બેન્ચ પર બેસી હતી.એની નજર બુકમાં હતી પણ એનું ધ્યાન કંઈક વિચારવામાં બિઝી હતું.કાવ્યા વિચારી રહી હતી કે,"મને આ શું થઈ રહ્યું છે.ક્રિશના મારી સાથે ના બોલવાથી હું કેમ આટલી બધી અફેક્ટ થઈ રહી છું.એ કોણ છે.હજી તો બે દિવસ જ થયા છે એને મળ્યાના.હું કેમ એવું એક્સ્પેક્ટ કરું છું કે એ મારા વગર કહે મને સમજે કે હું એની સાથે વાત કરવા માટે કેટલી એક્સાઇટેડ છું.એ મને ક્યાં વર્ષોથી ઓળખે છે તો હું એની જોડે કોઈપણ પ્રકારની આશા રાખી શકું.સ્ટોપ ઓલ ધીસ કાવ્યા.તું અહીંયા સ્ટડિ કરવા આવે છે.ફક્ત સ્ટડીમાં ધ્યાન આપ.આ બધા ફાલતુંના વિચારો બંધ કર"કાવ્યા આંખો બંધ કરીને બેસી રહી.

ક્રિશ કાવ્યાને સમજાવવા માટે ક્લાસમાં આવ્યો.ક્રિશની નજર સૌથી પહેલાં પહેલી બેન્ચ પર પડી.પણ ત્યાં કાવ્યાની જગ્યાએ બીજું કોઈ બેસેલું હતું.ક્રિશે આમતેમ નજર ફેરવી પણ કાવ્યા જ્યાં બેસી હતી એની થોડીક આગળની બેન્ચ પર ચાર-પાંચ છોકરા-છોકરીઓનું ગ્રૂપ બેસ્યું હતું તેથી ક્રિશ કાવ્યાને છેલ્લી બેન્ચ પર જોઈ ના શક્યો.ક્રિશે અંદર આવીને ફર્સ્ટ બેન્ચ પર બેસેલી છોકરીને પૂછ્યું,"એક્સ્ક્યુઝ મી....."

"યસ,હાવ મેં આઈ કેન હેલ્પ યૂ?"

"હેવ યૂ સીન કાવ્યા એનિવેર?"

"યસ"એ છોકરી બોલી.

"વેર ઇસ શી?"

"શી ઇસ ઓન લાસ્ટ બેન્ચ"

"ઓકે,થેંક્યું"

"યૂ આર વેલકમ"

ક્રિશે છેલ્લી બેન્ચ પર જોયું.ત્યાં કાવ્યા આંખો બંધ કરીને બેસી હતી.ક્રિશ એની પાસે ગયો અને એની પાસે જઈને ધીમે રહીને બોલ્યો,"હાઈ કાવ્યા"

કાવ્યાની આંખો બંધ હતી તેથી ક્રિશનો અવાજ સાંભળીને કાવ્યા થોડું ગભરાઈ ગઈ અને આંખો ખોલી તો સામે ક્રિશ.એના હદયના ધબકારા ફરી વધવા લાગ્યા.ક્રિશને જોઈને કાવ્યા ફરી એનામાં ખોવાઈ ગઈ.હમણાં એક મિનિટ પહેલા જે કાવ્યાએ નીર્ણય કર્યો હતો કે હવે પોતે બીજી થીંગ્સ પર ધ્યાન ના આપીને ફક્ત સ્ટડી જ કરશે એ જ કાવ્યા ક્રિશને જોઈને ફરી એનામાં મગ્ન થઈ ગઈ.

ક્રિશે ફરી પૂછ્યું,"કાવ્યા,કેન આઈ શીટ હિઅર?"

ક્રિશનો પ્રશ્ન સાંભળી એનામાં ખોવાયેલી કાવ્યા ભાનમાં આવી અને એને યાદ આવ્યું કે હું તો રિસાયેલી છું એટલે એ નારાજગી દર્શાવતા,"તું બધું જ કામ મને પૂછીને કરે છે?"

"ના"

"તો બેસને જ્યાં બેસવું હોય ત્યાં"

"હું એટલા માટે પૂછું છું કારણ કે જો તને નઈ ગમે તો તું મને મારીશ.બધાની વચ્ચે થપ્પડ ખાવાનો ડર છે એટલે તને પૂછીને જ તારી પાસે બેસવું ઠીક લાગે છે મને"ક્રિશ નિર્દોષ હાસ્ય સાથે બોલ્યો.

કાવ્યા ક્રિશની વાત સાંભળીને હસી પડી.ક્રિશ પણ એને જોઈને હસવા લાગ્યો.

"શું કરે છે અહીંયા એકલી બેસીને?"

"વાંચું છું"

"આંખો બંધ કરીને?"

"એતો યાદ કરતી હતી"

"અચ્છા,પણ તારામાં એક જોરદાર ટેલેન્ટ છે"

"કયું?"

"ઊંઘી બુક વાંચવાનું"

"સોરી"

"વોટ હેપ્પન?,વ્હાય આર યૂ એન્ગરી?,ગુસ્સો કરવો સારી બાબત નથી"ક્રિશે શાંતિથી પૂછ્યું.

કાવ્યા મનમાં બોલી,"તારા લીધે આટલો ગુસ્સો આવે છે.પણ હવે એ ગુસ્સો ગાયબ થઈ ગયો"અને પછી ક્રિશના પ્રશ્નનો જવાબ આપતા બોલી,"કંઈ જ નહીં"

"ગુસ્સો કરવો સારી બાબત નથી.ગુસ્સામાં આપણે પોતાની જાતને જ હર્ટ કરીએ છીએ.સો,ડોન્ટ ડુ ધીસ"આ બોલતા બોલતા ક્રિશ ખૂબ જ સિરિયસ સાઉન્ડ કરી રહ્યો હતો.

ક્રિશના આ શબ્દો સાંભળીને કાવ્યા એકદમ શાંત થઈ ગઈ.એટલામાં યશ અને હેલી પણ આવી ગયા.

યશે નિત્યાને ચોકલેટ આપતા કહ્યું,"સોરી બડ્ડી"

"ઇટ્સ ઓકે બુધ્ધુ,હવે મારી મજાક ના ઉડાવતો"કાવ્યાએ યશનો વોર્નીગ આપતા કહ્યું.

"હું તો કરવાનો જ"

"યશ,પ્લીઝ ડોન્ટ ડુ ધીસ યાર"હેલીએ યશને ટોકતા કહ્યું.

કાવ્યા પણ ગુસ્સેથી એની સામે જોઈ રહી.એની સામે જોઇને યશે કહ્યું,"ઓકે....ઓકે....મારી માં,સોરી"અને પછી કાવ્યાને જોરથી હગ કરી લીધું.

"લેટ્સ ટેક અ સેલ્ફી.આફ્ટર ઓલ,આજ આપણી ફ્રેન્ડશીપનો પહેલો દિવસ છે"

"યા યા સ્યોર"યશ અને કાવ્યા બંને બોલ્યા.

કાવ્યા,યશ અને હેલી ત્રણેય સેલ્ફીની ફ્રેમમાં ગોઠવાઈ ગયા પણ ક્રિશ કંઈક વિચારી રહ્યો હતો.યશે ક્રિશને કહ્યું,"ક્રિશ,ચાલને જલ્દી ભાઈ"

ક્રિશ કઈક બોલવા જ જતો હતો ત્યાં કાવ્યાએ એનો હાથ પકડ્યો અને એની બાજુમાં ઉભો રાખ્યો એવી જ હેલીએ સેલ્ફી લઈ લીધી.પછી હેલીએ સેલ્ફી જોવા માટે ફોનમાં ગેલેરી ઓપન કરી તો ફોટામાં ક્રિશ કાવ્યાની તરફ જોતો હોય એવી સેલ્ફી આવી હતી.

યશે કહ્યું,"હેલુ,આ બરાબર નથી.બીજી સેલ્ફી લે તું"

હેલીએ કાવ્યાની સામે જોયું અને એના કાનમાં કહ્યું,"કેમ,બરાબર છે ને?"

કાવ્યા શરમાઈને બોલી,"તું બીજી ક્લિક કરી દે"

"કેમ તને નથી ગમતી આ?"

"અમમ"

"ઓકે તો,આઈ ડીલીટ ધીસ પિક એન્ડ લેસ્ટ ક્લિક ન્યુ સેલ્ફી"

"ના,ડીલીટ ના કરીશ"

"ઓકે ઓકે,નઈ કરું"

હેલીએ બીજી સેલ્ફી લેવા માટે જેવો હાથ ઊંચો કર્યો કે તરત જ લેક્ચર સ્ટાર્ટ થવાનું એનાઉન્સમેન્ટ થયું અને તરત જ સર ક્લાસમાં આવી ગયા.સરના ક્લાસમાં આવતા જ બધા સ્ટુડન્ટસ ઉભા થયા.કાવ્યા પહેલી બેન્ચ પર બેસવા જતી હતી પણ યશે એને છેલ્લી બેન્ચ પર જ રોકી લીધી.એ ચારેય છેલ્લી બેન્ચ પર જ બેસી રહ્યા.

લગભગ અડધો લેક્ચર પૂરો થયો.યશની નજર ક્લાસના દરવાજાની બહાર પડી.દેવ એમના ક્લાસ આગળથી ચેરમેનની ઓફીસ તરફ જવા માટે નીકળ્યો.યશે દેવને જોયો.કાવ્યા,ક્રિશ અને હેલીનું ધ્યાન બુકમાં હોવાથી એ દેવને ન જોઈ શક્યા.યશે નીચું જોઉને ધીમા અવાજે કાવ્યાને કહ્યું,"કાવ્યા,દેવ અંકલ આવ્યા છે આપણી કોલેજમાં"

"યશ,અત્યારે મજાક ના કર"

"અરે..સાચે જ યાર"

"કાવ્યાના પપ્પા અહીંયા કેમ?"હેલીએ પૂછ્યું.

"આ એમની જ કોલેજ છે"

"મતલબ?"

"દેવ અંકલ ઇસ ધ ઓનર ઓફ ધીસ યુનિવર્સિટી"

"ઓહહ,કાવ્યા તે પહેલા કહ્યું નહિ કે આ કોલેજ તારી છે"હેલીએ કાવ્યાને કહ્યું.

"યાર,પ્લીઝ ચૂપ રહો.સર આપણને વાત કરતા જોઈ જશે તો બહાર કાઢી મુકશે.અને જો પપ્પા સાચે જ કોલેજ આવ્યા હશે તો આપણને બહાર જોઈને શું વિચારશે"કાવ્યાએ હેલી અને યશનો ચૂપ કરાવતા કહ્યું.

"યસ,કાવ્યા ઇસ રાઈટ.પ્લીઝ,સાઇલેન્ટ"

"ઓકે"યશે એના મોઢા પર લોક કરવાનું સાઈન આપીને ચૂપ થઈ ગયો અને બધાનું ધ્યાન પાછું લેક્ચરમાં લાગી ગયું.લેક્ચર પૂરો થયા બાદ બધા પોતાની બેગ પેક કરી રહ્યા હતા.

"કાવ્યા,હું સાચું કહું છું.મેં દેવ અંકલને જોયા હતા"

"અચ્છા,આવ્યા હશે કંઈક કામના સિલસીલામાં"કાવ્યા બોલી.એટલામાં કાવ્યાના ફોનમાં રિંગ વાગી.કાવ્યાએ પોકેટમાંથી ફોન કાઢ્યો અને જોયું તો દેવનો કોલ હતો.
ફોન ઉપાડ્યા પહેલા કાવ્યાએ યશની સામે જોઇને કહ્યું,"સાચી વાત છે તારી,પપ્પા કોલેજ આવ્યા જ છે"

"તને કેવી રીતે ખબર,તે ક્યાં એમને જોયા છે"

"એમનો જ કોલ છે"

કાવ્યા ફોન ઉપાડતા બોલી,"હેલો"

"હેલો બેટા,હું તારા ક્લાસરૂમની બહાર વેઇટ કરું છું"

"ઓકે પપ્પા,આઈ એમ કમીંગ"કહીને કાવ્યા એના મિત્રોને બાય કહીને ક્લાસમાંથી બહાર નીકળી.બહાર નીકળીને જોયું તો દેવ અને એની સાથે અજય પણ ઉભો હતો.દેવ અને અજય વાત કરી રહ્યા હતા તેથી કાવ્યાએ એમને ઇન્ટરઅપ્ટ કરવાને બદલે દેવ સામે સ્માઈલ આપીને ઉભી રહી.દેવ અને અજયની વાત પૂરી થઈ એટલે દેવે અજયને કાવ્યનું ઈન્ટરોડક્શન આપતા કહ્યું,"ધીસ ઇસ માય ડોટર કાવ્યા"

"હેલો અંકલ"

"હેલો બેટા,હાવ આર યૂ?"

"આઈ એમ ફાઇન અંકલ"

"બેટા,આજથી તમારી અને બીજી આપણી જેટલી પણ યુનિવર્સિટી છે એમાંના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ અજય અંકલ કરશે"

"ઓહહ,ધીસ ઇસ કૂલ"

"આર યૂ ઇંટ્રેસ્ટેડ ઇન એની સ્પોર્ટ્સ એક્ટીવીટી?"અજયે કાવ્યાને પૂછ્યું.

"યસ અંકલ,આઈ એમ ઇંટ્રેસ્ટેડ ઇન બેડમિન્ટન"

"નાઇસ"

"વ્હાય ડીડ યૂ શીટ ઓન ધ લાસ્ટ બેન્ચ?"દેવે કાવ્યાને પૂછ્યું.

"પપ્પા એક્ચ્યુઅલી........"કાવ્યા આગળ કઈ જવાબ આપે એ પહેલાં ક્રિશ,હેલી અને યશ ત્રણેય ક્લાસની બહાર જ્યાં દેવ,કાવ્યા અને અજય ઉભા હતા ત્યાં પહોંચ્યા.દેવને જોઈને યશ બોલ્યો,"હેલો દેવ અંકલ,હાવ આર યૂ?"

"એબસોલ્યુટલી ફાઇન,હાવ ઇસ યોર સ્ટડી ગોઈંગ?"

"ગુડ અંકલ"યશ ડરતા ડરતા નીચું જોઈને બોલ્યો.કાવ્યા યશનો ગભરાયેલો જોઈને મનમાં હસી રહી હતી.યશ એને ખુન્નસ ભરી નજરે જોઈ રહ્યો હતો.

"પપ્પા,આ બંને મારા ન્યુ ફ્રેન્ડ છે.આ ક્રિશ અને હેલી"

"હેલો અંકલ"હેલીએ કહ્યું.

"હેલો અંકલ"ક્રિશે દેવની સામે હેન્ડસેક કરવા માટે હાથ લાંબો કરતા કહ્યું.દેવ થોડી વાર માટે ક્રિશ સામે જોઈ રહ્યો અને પછી હાથ મિલાવતાં કહ્યું,"હેલો બેટા"

ક્રિશ સાથે હાથ મિલાવતાં જ દેવને કંઈક અલગ ફીલ થયું.ક્રિશનો હેન્ડસેક માટે લંબાવેલો હાથ એને એના ફ્રેન્ડની યાદ અપાવતો હતો.

"તારે બધા લેક્ચર્સ એટેન્ડ થઈ ગયા ને?"દેવે કાવ્યાને પૂછ્યું.

"હા પપ્પા"

"ઓકે તો ચાલ મારી સાથે ઘરે"

"ઓકે"

કાવ્યાએ એના ફ્રેન્ડસને બાય કહીને દેવ સાથે ગઈ.કાવ્યા,દેવ અને અજય ત્રણેય પાર્કિંગ તરફ ગયા.કોલેજમાંથી કાર પાર્કિંગ તરફ જતા જતા કાવ્યાએ દેવને કહું,"સોરી પપ્પા"

"કેમ?"

"લાસ્ટ બેન્ચ,હવેથી હું નહીં બેસું"

"ડોન્ટ વરી બેટા.મેં તો બસ એમ જ પૂછ્યું હતું.હું પણ મારા કોલેજના દિવસોમાં લાસ્ટ બેન્ચ પર જ બેસતો હતો"

"ઓહહ એવું,અને મમ્મી?"

"ઓલવેઝ ફર્સ્ટ બેન્ચ"

કાવ્યા અને દેવની વાત સાંભળી અજય બોલ્યો,"કાવ્યા પણ સેમ નિત્યા જેવી જ છે.એની જ છવી છે.સિમ્પલ બટ બ્યુટીફૂલ😍"

"તમે મમ્મીને પણ ઓળખો છો?"

"હા,કાલે જ તારી મમ્મી સાથે મારી મુલાકાત થઈ.સચ અ પ્યોર સોલ,શી હેવ"

"યા,યૂ આર રાઈટ.માય મોમ ઇસ વલ્ડર્સ બેસ્ટ મોમ"કાવ્યાએ પણ અજયની વાતથી સહમત થતા કહ્યું.

અજયને નિત્યા અને કાવ્યા બંનેની તારીફ કરતો જોઈને દેવને ખૂબ જ અજીબ ફીલ થયું.દેવ કંઈ બોલ્યો નહિ પણ એના મનમાં પ્રશ્નોનું તુફાન ચાલુ થઈ ગયું.પ્રશ્નો જે પોતાની સાથે જ થવા લાગ્યા જેનો જવાબ પણ ફક્ત એની પાસે જ હતો.પોતાના વિચારોને ખંખેરીને દેવ બોલ્યો,"ચલ બાય અજય,કઈ પણ કામ હોય તો જણાવજે"

"ઓકે સ્યોર,બાય"

"બાય અંકલ"કારમાં બેસતા બેસતા કાવ્યા બોલી.

"બાય બેટા"