Dhun Lagi - 33 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 33

Featured Books
Categories
Share

ધૂન લાગી - 33




મધુર ચાંદની રાત પછી, સોનેરી સવાર પડી ગઈ. દરરોજ વહેલી ઊઠતી હોવાથી અંજલીની ઊંઘ જલદી ખુલી ગઈ. કરણ હજુ પણ નિર્વસ્ત્ર થઈને સૂતો હતો. અંજલીએ પોતાનાં કપડાં પહેર્યા અને કરણને પણ ઉઠાડ્યો. કરણ પણ પોતાનાં કપડાં પહેરી રહ્યો હતો.

"કેવી રહી કાલની રાત?" કરણે હસીને પૂછ્યું.

"ખૂબ જ રોમેન્ટિક અને સુકૂન ભરેલી.." આમ કહીને અંજલી કરણને ભેટી ગઈ.

એટલામાં ટેબલ પર પડેલો કરણનો ફોન રણક્યો. કરણે ફોન પર વાત કરી અને પછી ફોન મૂકી દીધો.

"અંજલી! મારે ખૂબ જરૂરી કામ છે, એટલે અત્યારે જ ઓફિસે જવું પડશે. હું જલ્દીથી તને ઘરે મૂકીને, પછી ઓફિસે જઈશ." કરણે કહ્યું.

"તારે જરૂરી કામ છે, તો તું જા. હું કેબથી ઘરે જતી રહીશ." અંજલીએ કહ્યું.

"પણ તું હજી આ શહેરમાં નવી છે, તો કઈ રીતે?"

"એ હું મેનેજ કરી લઈશ‌. તું જા."

"Ok, Bye! Love you!" આમ કહીને કરણે અંજલીનાં કપાળ પર ચુંબન કર્યું.

"Bye, Love you!" અંજલીએ કહ્યું.

કરણ પોતાની કાર લઈને, હોટેલેથી સીધો ઓફિસ તરફ નીકળી ગયો. અંજલી કેબ બુક કરીને, ઘરે પહોંચી ગઈ.

ઘરે પહોંચીને અંજલી પોતાનાં રૂમમાં જઈને ફ્રેશ થઈ ગઈ. પછી મનીષજી અને શર્મિલાજી માટે કૉફી બનાવીને, તેમનાં રૂમમાં આપવા માટે ગઈ.

રૂમમાં મનીષજી, શર્મિલાજી અને રમીલાજી બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"Thank you, રમીલાજી! તમે અમારી મદદ કરી, એ માટે." શર્મિલાજીએ કહ્યું.

"ખોટું બોલું તો કાગડો ચરકે! હું કોઈપણ કામ મારાં ફાયદા વગર કરતી નથી. તમે મને રકમ આપી અને મેં તમારું કામ કર્યું." રમીલાજીએ કહ્યું.

"હવે અંજલી કરણ સાથે લગ્ન કરીને અહીં આવી ગઈ છે, એટલે તેને મનાવીને આશ્રમની જમીન મારાં નામ પર કરાવી લઈશ. પછી ત્યાં બનશે એક આલીશાન મૉલ." મનીષજીએ કહ્યું.

"પણ અંજલી એ જમીન તમારાં નામે કરશે?" શર્મિલાજીએ પૂછ્યું.

"હા, કરણ કહેશે, તો જરૂર કરશે. રમીલાજી! તમે મારાં કહેવાથી કરણનો સંબંધ લઈને, આશ્રમમાં ગયાં અને તેનાં માટે મેં તમને પૈસા આપ્યાં. હવે આપણો સંબંધ પૂરો. તમે મને નથી ઓળખતાં અને હું તમને નથી ઓળખતો." મનીષજીએ કહ્યું.

"તમે કોણ છો?" આમ કહીને રમીલાજી, શર્મિલાજી અને મનીષજી ત્રણેય હસવા લાગ્યાં.

આ વાત સાંભળીને અંજલીને આઘાત લાગ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. તે ત્યાંથી પોતાનાં રૂમમાં ગઈ. રૂમ બંધ કરીને, થોડીવાર સુધી તો ખૂબ રડી. પછી એક લેટર લખીને, તેને ટેબલ પર મૂક્યો અને પોતાનો સામાન લઈને ઘરની બહાર ચાલી ગઈ. અંજલી મુંબઈ એરપોર્ટથી કેરેલાની ફ્લાઈટ લઈને, પાછી આશ્રમે પહોંચી ગઈ.

સાંજે અમ્મા-અપ્પા ફળિયામાં બેસીને કૉફી પી રહ્યાં હતાં અને બાળકો ફળિયામાં રમી રહ્યાં હતાં. અનન્યા અને મૃદુલઅન્ના આશ્રમમાં કામ કરી રહ્યાં હતાં. અંજલી આશ્રમનાં ગેઈટ પાસે આવી. તેને જોઈને બધાં બાળકો, તેની તરફ દોડ્યાં અને તેને ભેટી ગયાં.

અંજલીનો ચહેરો સાવ નિસ્તેજ અને શરીર થાકેલું લાગી રહ્યું હતું. અમ્મા-અપ્પા ઊભાં થઈને, તેની પાસે ગયાં. અમ્મા સામે આવતાં જ અંજલી તેમને ભેટીને રડવા લાગી. નવી પરણાવેલી દીકરીને થોડાં દિવસોમાં જ આવી હાલતમાં પાછી આવેલી જોઈને, અમ્મા-અપ્પાનાં હૃદયમાં ધ્રાંસકો પડી ગયો. અમ્મા અંજલીને શાંત કરતાં કરતાં અંદર લઈ ગયાં. તેમણે અંજલીને પાણી આપ્યું અને શાંત કરી.

"અંજલી! શું થયું? તું આમ અચાનક આવી સ્થિતિમાં કેમ પાછી આવી ગઈ?" અમ્માએ પૂછ્યું.

"અમ્મા! અપ્પા! આપણી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. કરણનાં પપ્પા મનીષજીએ રમીલાજીને, આપણે ત્યાં કરણનો સંબંધ લઈને મોકલ્યાં હતાં. જેથી કરણ અને મારો સંબંધ થતાં, આ જમીન તેમની થઈ જાય." અંજલીએ કહ્યું.

"શું? રમીલાજીને તેમને મોકલ્યાં હતાં અને એ પણ આટલી મોટી યોજના સાથે!" અમ્મા બોલ્યાં.

"હા, મને તો એ વિશ્વાસ નથી આવતો, કે કરણ પણ આ બધાંમાં સામેલ હતો." અંજલી બોલી.

"એટલાં માટે જ એ લોકોએ, જલ્દીથી તમારું કલ્યાણમ્ કરાવવા જણાવ્યું હતું." અમ્માએ કહ્યું.

"હવે તમે શું કરશો?" અનન્યાએ પૂછ્યું.

"હું કરણને ડિવોર્સ આપી દઈશ, પણ આ આશ્રમને કંઈ નહીં થવા દઉં." અંજલીએ કહ્યું.

"તું એવું ન કરતી. આ આશ્રમને તેમનાં નામે કરી દે. અમે કોઈ વૃદ્ધાશ્રમમાં ચાલ્યાં જઈશું અને આ બધાં બાળકોને બીજાં કોઈ અનાથાશ્રમમાં મોકલી દેશું." અપ્પાએ કહ્યું.

"ના, તમે મારાં માટે ઘણું કર્યું છે. હવે તમે મારાં માટે, તમારું અને બાળકોનું ભવિષ્ય ન બગાડો. હું કરણથી અલગ થઈને, અહીંયા રહીશ અને આ આશ્રમને સંભાળીશ." અંજલીએ કહ્યું.

"એ બધું છોડ. હવે ચાલ અને જમી લે" અમ્માએ કહ્યું.

"હા, મેં જમવાનું બનાવી રાખ્યું છે. ચાલો, બધાં જમી લઈએ." અનન્યાએ કહ્યું.

પછી બધાં જમવા માટે ચાલ્યાં ગયાં.


______________________________



શું અંજલી કરણને ડિવોર્સ આપી દેશે? શું કરણ અને અંજલીનો સંબંધ અહીં સુધી જ હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી