Dhun Lagi - 32 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 32

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધૂન લાગી - 32


10:00 વાગ્યે બધાં કરણનાં ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં ધૂમધામથી કરણ અને અંજલીનું સ્વાગત કરવામાં આવ્યું. બૅન્ડવાજા, ફટાકડાં અને પુષ્પવર્ષા સાથે તેમની આગતા-સ્વાગતા થઈ.

શર્મિલાજીએ કરણ અને અંજલીની આરતી ઉતારીને, તેમનું ઘરમાં સ્વાગત કર્યું. અત્યાર સુધી જે કરણનું ઘર હતું, તેને પોતાનું ઘર બનાવી, અંજલી તંડુલકળશ ઢોળી અને કુમકુમ પગલે અંદર પ્રવેશી. પછી કરણ અને અંજલીએ મંદિરમાં જઈને ભગવાનજીની આરતી કરી. ત્યારબાદ અંગૂઠી શોધવાની, પુષ્પ પસંદ કરવાની અને થાળ ગોઠવવાની વગેરે રસમો થઈ.

બધી રસમો પૂર્ણ થયાં બાદ કરણ અને અંજલી તેમનાં રૂમમાં ગયાં. રૂમમાં પ્રવેશતાં જ તેમનાં પર પુષ્પવર્ષા થઈ. તેમનાં રૂમને ગુલાબનાં ફૂલો, મીણબત્તીઓ અને લાઈટો વડે શણગારવામાં આવ્યો હતો. કરણ અને અંજલી એટલાં બધાં થાકી ગયાં હતાં કે રૂમમાં જતાં જ બેડ પર જઈને ઢળી પડ્યાં.

સૂર્યોદય થયો. અંજલી માટે મુંબઈનો સનરાઈઝ, કેરેલાનાં એ સૂર્યોદય કરતાં તદ્દન અલગ હતો. દરરોજની જેમ પંખીઓનો કલરવ ન હતો, પણ જરૂર સિવાયનાં અવાજ વગરની શાંતિ વ્યાપેલું વાતાવરણ હતું.

અંજલી ઊઠી અને સ્નાન કર્યું. પછી ગુલાબી સાડીમાં સજ્જ થઈ, તે પોતાનાં વાળ ઓળવી રહી હતી. તેણે રૂમનો પડદો ખોલ્યો, એટલે સૂર્યપ્રકાશ કરણ પર પડ્યો. પોતાનાં વાળની મદદથી, તેણે કરણને પાણીનાં છાંટા ઉડાળ્યા.

"મિસિસ અંજલી! તમે સવારમાં મને છેડો નહીં, નહિતર હું તમને છોડીશ નહીં!" આમ કહીને કરણે અંજલીને પોતાની તરફ ખેંચી લીધી. અંજલીનો પગ સાડીમાં ભરાઈ ગયો અને તે નીચે પડી ગઈ. તે કરણ સામે જોઈને હસવા લાગી.

અંજલી પોતાનાં રૂમમાંથી નીચે હોલમાં ગઈ, ત્યાં મંદિરમાં દર્શન કરીને રસોડામાં પ્રવેશ કર્યો. દરરોજ આશ્રમમાં અંજલી બધાં માટે જમવાનું અને નાસ્તો બનાવતી. અહીં રસોડામાં ત્રણ-ચાર સર્વન્ટ કામ કરી રહ્યાં હતાં. અંજલીએ બધાં માટે શીરો બનાવ્યો. પછી ડાઇનિંગ ટેબલ પર જઈને, બધાંને પોતાનાં હાથનો બનાવેલો શીરો પીરસ્યો. બધાંએ તેની રસોઈનાં ખૂબ વખાણ કર્યા.

નાસ્તો કરીને બધાં પોતાનાં કામ પર લાગી ગયાં હતાં. અંજલી તેનાં રૂમમાં ગઈ. રૂમમાં આવતાં જ કરણે તેને પોતાની પાસે ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો. કરણનાં હાથનો સ્પર્શ થતાં જ તેનાં હાથ સ્થિર થઈ ગયાં. અચાનક અંજલી અને કરણની આંખો એકબીજા સામે સ્થિર થઈ ગઈ અને બંને એકબીજા સામે તાકીને જોવા લાગ્યાં. ત્યાં કોઈએ તેમનાં રૂમનાં દરવાજા પર ટકોર કરી.

"અરે રે! કોણ આવાં સમયે આવી ગયું!" કરણ બોલ્યો.

"હું જોઉં છું." આમ કહીને અંજલીએ જઈને દરવાજો ખોલ્યો.

"હેલ્લો ભાઈ! હેલ્લો ભાભી! Sorry! મેં તમને ડિસ્ટર્બ તો નથી કર્યાં ને?" બહાર ઊભેલાં કૃણાલે પૂછ્યું.

કરણે કૃણાલની સામે મોટી આંખો કરીને જોયું.

"ના, ના. બોલો, શું કામ હતું?" અંજલીએ પૂછ્યું.

"હું મારાં રૂમમાં બેઠો હતો એટલે મને યાદ આવ્યું. કે હું ભાઈને આઈડિયા આપું; તમને મુંબઈ ફરવા લઈ જવાનો." કૃણાલે કહ્યું.

"Thank you for idea!" કરણે દાંત પીસીને કહ્યું.

"Ok. તો હવે મારે જવું જોઈએ." આમ કહીને કૃણાલ ત્યાંથી ચાલ્યો ગયો.

"ચાલ અંજલી! ઝડપથી તૈયાર થઈ જઈએ. આજે આપણે મુંબઈ ફરીશું." કરણે કહ્યું.

કરણ અને અંજલી તૈયાર થઈને મુંબઈ ફરવા માટે નીકળી ગયાં. ગેટ વે ઓફ ઇન્ડિયા, બાંદ્રા ફોર્ટ, હેંગિંગ ગાર્ડન, ઈસેલ વર્લ્ડ, સિદ્ધિવિનાયક મંદિર અને જૂહુ બીચ. આ બધું ફરીને સાંજે મરીન ડ્રાઈવ પર ગયાં. ત્યાં બંને એકબીજાનો હાથ પકડીને પાથ પર ચાલી રહ્યાં હતાં.

"આજે હું ખૂબ જ ખુશ છું." અંજલીએ કહ્યું.

"કેમ?"કરણે પૂછ્યું.

"આજે મારી સાથે એક એવી વ્યક્તિ છે, જે મને પ્રેમ કરશે, મારાં પર વિશ્વાસ કરશે અને જીવનભર મારી સાથે રહેશે."

"હવે તો તું દરરોજ આટલી જ ખુશ રહીશ." કરણે અંજલીનો હાથ ખેંચીને કહ્યું.

"અચ્છા...! અંજલીએ કહ્યું.

મરીન ડ્રાઈવથી તેઓ એક હોટલમાં ગયાં. ત્યાં કરણે અંજલી માટે ડિનર ડેટ પ્લાન કરી હતી. અંજલીને કરણનું સરપ્રાઈઝ ખૂબ જ પસંદ આવ્યું. ડિનર ડેટમાં પ્રેમની વાતો કરી, જમી અને ડાન્સનો આનંદ લઈને તેઓ હોટલ રૂમમાં ગયાં.

હોટેલનો રૂમ ગુલાબની પંખૂડીઓ અને મીણબત્તીથી શણગારેલો હતો. રૂમમાં એ.સી. ચાલું હતું એટલે વાતાવરણ ઠંડું હતું. આવાં વાતાવરણમાં અંજલી ધ્રૂજી રહી હતી. અંજલી અને કરણ એકબીજાની સામે હતાં. મીણબત્તીનાં આછાં પ્રકાશમાં અંજલી વધુ સુંદર દેખાતી હતી અને ઠંડીનાં કારણે અંજલીનાં એ કંપાતા હોઠ જોઈને કરણ પોતાની જાતને રોકી ન શક્યો અને પોતાનાં હોઠને અંજલીનાં હોઠ પર બીડી દીધાં.

ઘણીવાર સુધી બંને એકબીજાનાં હોઠનો પરાગરસ માણતાં રહ્યાં. અંજલીનાં બંને હાથ કરણની પીઠ પર ભરળાઈ ગયાં હતાં. કરણનાં હાથ, અંજલીનાં હાથ પર નરમ રીતે ફરી રહ્યાં હતાં. તેનાં હાથ અંજલીનાં ઉરોજ પાસે આવીને અટકી ગયાં. અંજલીએ જાણે આંખોથી જ મંજૂરી આપી હોય, તેમ લાગતાં કરણ હવે પોતાનાં મગજ પરનો કાબુ ગુમાવી બેઠો. તેનાં કઠોર હાથનું સ્પર્શ અંજલી માણવા લાગી. ધીમે-ધીમે બંનેનાં શરીર પરથી એક-એક વસ્ત્ર નીચે પથરાતું ગયું અને ઠંડીમાં બંને યુવાગરમી એકબીજાને ખેંચી રહી હતી.

તેઓ જાણે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયાં હતાં. તેઓ મન ભરીને એકબીજાનો સહવાસ માણતાં રહ્યાં અને સંતોષની લાગણી સાથે, બંને નિર્વાસ્ત્ર જ એમ ને એમ સૂતાં રહ્યાં. અંજલી તો કરણની છાતી પર હાથ ફેરવતી, ક્યારે સૂઈ ગઈ એ ખબર જ ન રહી અને કરણ પણ ધીમે-ધીમે અંજલીનાં માથામાં હાથ ફેરવતો ફેરવતો સૂઈ ગયો.


______________________________



શું કરણ અને અંજલીનું દામ્પત્ય જીવન આવું જ ખુશહાલ ચાલશે? કે પછી કોઈ નવી મુશ્કેલી તેમનાં જીવનમાં પ્રવેશ કરશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી