સોહમ સાવીને ક્યારથી સાંભળી રહેલો. સાવી અવિરત બધી હકીક્ત સોહમને જણાવી રહી હતી એણે સોહમને કહ્યું “મેં તને એક કાગળ આપેલો જે તેં હજી વાંચ્યો નથી વાંચી લેજે આગળની તારી મારી સફર.. સોહમ હું આ મારું મેલું ચૂંથાયેલું ભષ્ટ્ર થયેલું શરીર ત્યાગું છું મારાથી તને કોઇ તકલીફ પહોચી હોય માફ કરજે.” કહીને પાસે રહેલી માચીસમાંથી પાંચ દીવાસળીની સળીઓ એક સાથે સળગાવી પોતાનાં જ કપડામાં આગ લગાવી.
અવાચક થયેલો સોહમ એને બળતાં ભસ્મ થતાં જોઇ રહ્યો. સોહમને આર્શ્ચય એ વાતનું હતું. એની પાસે માચીસ કેવી રીતે આવી ? અહીં આવતા જતાં માણસોને ભડથુ થઇ રહેલી સાવી દેખાઇ નહીં ? કોઇએ નોંધ સુધ્ધા ના લીધી ? મારી સામે જ મારી સાવી સળગી મરી ?
જોત જોતામાં સાવીની ભસ્મ પણ ત્યાંથી અલોપ થઇ ગઇ. સોહમની આંખમાં માંત્ર આંસુ સાક્ષી બની રહ્યાં.. જે કંઇ થોડાં સમયમાં પ્રણય થયો એ પણ બળીને ભસ્મ થયો ? આ અગોચર અલૌકીક અનુભવ કોને કહેવો ? મારી જાત જે જોયું છે એ માનવા તૈયાર નથી બીજું કોણ માનશે ?
સાવ અબોધ પાગલ માણસ એમજ બેસી રહે એમ બેસી રહ્યો. આંખો વરસી રહી હતી પોતાનાં જીવનમાં આવેલાં આવાં મુશ્કેલી ભર્યા અને કરુણ તોફાનને સમાવવા સક્ષમ નહોતો.
એ હળવેથી ઉઠ્યો એનાં શરીરમાં તાકાત નહોતી રહી મનમસ્તિકમાં વિચારોનું બવંડર હતું કંઇ સમજાતું નહોતું એ ઘર તરફ પાછો ફરી રહેલો. અત્યારથીજ જીંદગી હારી ચૂક્યો હોય એમ નિરાશ અને હારી ગયેલો ચાલતો રહ્યો.
સોહમ ઘર સુધી પહોચ્યો કેટલો સમય થયો એનુ ભાન નહોતું એ દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યો ઘરમાં નીરવ શાંતિ હતી બધાં ઘસઘસાટ ઊંધી રહેલાં એણે દરવાજે લોક કર્યો હળવેથી પોતાનાં રૂમમાં આવ્યો.
કેટલાય દિવસનો થાક ચિંતા ઉપરથી આજનો કારમો અનુભવ એ સાવ ભાંગી પડેલો એને સાવીનાં એક એક શબ્દ યાદ આવી રહેલા. સાવીએ એને તાકીદ કરી હતી કે મેં આપેલો કાગળ વાંચજે.. સોહમ તારી અને મારી આગળની યાત્રા... સોહમ એકદમ ઉભો થયો એણે કબાટ ખોલ્યું કાગળ જ્યા સાચવીને મૂકેલો એણે કાળજી સાથે લીધો. કાગળ લઇ એનાં બેડ પર આવી બેઠો. હાથમાં કાગળ છે એને વિચાર આવ્યો આટલાં સમયથી કાગળ મેં મૂકેલો યાદ જ ના આવ્યો ? શું આ ઘડી માટેજ સચવાયેલો રહ્યો ? મેં કેમ નાં વાંચ્યો ? એમાં એવું શું લખ્યું હશે ? સાવીએ શું આગાહી કરી હશે ? અમારાં મિલન પછી અમને પ્રેમ થયેલો એનું કંઇ હશે ?
સોહમે કાગળ ખોલ્યો. આખો એની આંખ સામે હતો એ ઝીણવટીથી સાવીએ લખેલું લખાણ વાંચી રહ્યો. એક એક શબ્દ એક એક લીટી એ વાંચીને ચાવી રહ્યો. જેમ જેમ વાંચતો ગયો એમ એમ એની આંખોમાં આંસુ છલકાયાં.. થોડું રડ્યો.. કાગળ થોડીવાર એમજ પકડી રાખ્યો.. એણે ફરીથી વાંચવાનું ચાલુ કર્યું જેમ જેમ આગળ ફકરાં વાંચતો ગયો એમ એમ એનાં શરીરમાં ઝણઝણગાટી ફેલાઇ ગઇ એનામાં જાણે નવું જોગ આવ્યું એણે વાંચતાં વાંચતાંજ જાણે નિર્ણય કર્યો..
થોડીવાર પાછો શાંત થયો.. વિચારમાં પડી ગયો પાછો આગળ વાંચતો રહ્યો.. લખેલાં શબ્દોનો ભાવાર્થ સમજતો ગયો એમ એનાં મનમાં કલ્પનાઓ થવા લાગી.. ઉદાસીની જગ્યાએ ઉત્સાહ આવી ગયો એની આંખોમાં નવી ચમક નવી આશા જાગી... મનમાં વિચાર આવ્યાં મેં પણ આ ક્યારેક વિચારેલું... સાવી તને શું કહું ? તારો આભાર કેવી રીતે માનું ?
સાવી તું મારાં જીવનમાં નવો સંચાર, નવી આશા લઇને આવી હતી આજે તું ગઇ પછી પણ મને નવી દિશા નવું જીવન આપતી ગઇ.. પ્રેમમાં બલીદાન હોય છે તે આપ્યું મારાં માટે ? આટલો પ્રેમ આટલો નીકટતાનો ઘરોબો પછી પણ આપતી ગઇ ? એક સાથ રહેવાનો આવો સંકલ્પ ? હું તારું ઋણ કેવી રીતે ચૂકવીશ ? સાવી હું તારાં બતાવ્યા પ્રમાણે કરીશ.. નહીં હારું નહીં ડગું બસ તેં બતાવેલી દિશા તેં ચીંધેલા રસ્તે નીકળી પડીશ.
સાવી આઇ લવ યુ... આઇ લવ યુ.. સાવી આઇ મીસ યું.. આજે નવો સોહમ બ્રહ્મમૂહૂર્તમાં સંકલ્પ લઇ રહેલો..
****************
સાવીનું ભસ્મ થયેલું શરીર એની રાખ પણ એ સ્થાનેથી અદ્રશ્ય થઇ ગઇ જયાં પહોચવાની હતી ત્યાં પહોંચી ગઇ. સાવીનો જીવ પ્રેતયોનીમાં પહોંચી ગયો. એની સદગતિ ના થઇ.. અધૂરા સંકલ્પ, સ્વપ્નની માયા, ભૂખ, બાકી રહેલાં કામની વાસના એને પ્રેતયોનીમાં જવા પૂરતી હતી...
************
સાવીનાં માતાપિતા બંન્ને દીકરીઓનાં અકાળે અવસાનથી ખૂબ પીડીત અને દુઃખી હતાં. કુટુંબના રહેલી ત્રણેય વ્યક્તિ અપાર શોકમાં ડુબેલી હતી. સાવીનાં પિતા નવલકિશોરે મોટી દિકરીનાં શરીરને અગ્નિદાહ દઇ દીધો અને ઘરે આવેલાં. સાથે આવેલાં પડોશીઓ પોત પોતાનાં ઘરે ગયાં.
નવલકિશોર પાસે નાનકી તન્વી આવી અને બોલી “ઘર બહાર માટીનાં કૂંજામાં તમે શું મૂક્યું છે ? માં એ એને લાલ કપડું વીંટાળી દીધું આ બધુ શું છે ? મોટી તો ભગવાનમાં ઘરે ગઇ પણ મારી સાવી દીદી તો આવશે ને ? એમણે કહ્યું છે હું તારી પાસે આવીશ.. મને એમની ખૂબ યાદ આવે છે.” કહીને ધુસ્કે ને ધુસ્કે રડી રહી હતી.
લાચાર અને હિંમત ખોઈ બેઠેલો બાપ બોલ્યો "બેટાં તને કીધું છે તો સાવી ચોક્કસ પાછી આવશે એનો જીવ તારામાં પણ હતો. એમણે કહ્યું કમલા આ ઘર પણ સાવીને કારણે હતું પણ મને એવું થાય છે આ ઘર બંધ કરી આપણે કોલકતા જઇએ.. આમેય મારે મોટીનાં અર્થી અહીં દરિયામાં નહીં ગંગામાં પધરાવવા છે મને નથી ખબર મારી દીકરીઓની શું ગતિ થઇ હશે ?”
કમલાએ કહ્યું “તમારી વાત સાચી છે અહીં આવ્યાં બધુ મળ્યું બધું લૂંટાઇ ગયું હવે નાનકી બધાની લાડકી હતી એજ આપણી અનામત છે એને કશું ના થવું જોઇએ આપણે આવતી કાલેજ ઘર બંધ કરી કોલકતા જઇએ અહીં પાછા આવવાનું લખ્યું હશે તો આવીશું નહીતર.. પણ ત્યાં ક્યાં જઇશું ? શું કરીશું ? આ નાનકી...”
નવલકિશોરે કહ્યું “ગંગા તીરે જઇએ માં મહાકાળીનાં ચરણોમાં જઇએ. અન્વીનાં અસ્થિ પધરાવીએ. ઘરમાં જે કંઇ બચત છે લઇન જઇએ આગળ ભાગ્ય કરશે જે કરવું હશે એ....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-54