love's risk, fear, thriller fix - 1 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 1

Featured Books
Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 1



"જો યાર, ગમે તે થાય, પણ હું તને ત્યાં નહી જ જવા દઉં! કેમ જવા પણ દઈ શકું!" રઘુએ કહ્યું.

"જો, વિશ્વાસ રાખ. મને કઈ જ નહી થાય!" રેખાએ સમજાવ્યું.

"અરે! પણ કેમ તું આવી જીદ કરે છે! કઈ થાય કે ના થાય, પણ મારે તને ત્યાં નહી જ જવા દેવી!" રઘુએ ચિડાઈને કહ્યું.

"જો રઘુ, ભાઈ મારી જિંદગી છે, આજે જે કંઈ હું છું, બસ ભાઈની જ મહેરબાની છે..." રેખાએ કહ્યું.

"સારું... તારી લાઇફ છે, જેવી તારી ઈચ્છા! આખરે હું છું જ કોણ, જે તને રોકે!" રઘુએ રડમસ રીતે કહ્યું.

"જો તને હક છે, તને પૂરેપૂરો હક છે; પણ, હું પણ તો કોઈની બહેન છું! મને પણ તો મારા ભાઈની ચિંતા થાય છે ને!" ખરેખર તો રેખાને પણ નહોતી ખબર કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.

રઘુની એના માટેની ચિંતા પણ વ્યાજબી જ હતી, પણ એણે એના ભાઈની પણ ચિંતા થઈ રહી હતી. આખરે કોને અને શા માટે એના ભાઈને આમ એનાથી દૂર કરી દિધો હતો!

"જો તું જરાય ચિંતા ના કર, હું છું ને! હું વૈભવને કઈ જ નહિ થવા દઉં!" રઘુએ કહ્યું તો રેખા રઘુની થોડી વધારે નજીક આવી ગઈ. જ્યારે દુઃખના સમયે કોઈ પાસે હોય તો કેટલી બધી હિંમત મળતી હોય છે ને! રેખાને પણ રઘુ પાસેથી હિંમત મળતી હતી. રઘુ એના માથાને પંપોરવા લાગ્યો.

"રડીશ ના તું, હું છું ને તારી સાથે?! જો પ્લીઝ તું ના રડ!" રઘુ એણે સમજાવી રહ્યો હતો.

"જો, ચિંતા ના કર તું. હું છું ને! આપને વૈભવને સહીસલામત લઈ ને આવીશું..." રઘુએ રેખાના ચહેરાને પોતાની હથેળીમાં લેતા કહ્યું.

🔵🔵🔵🔵🔵

"જો તારા ભાઈને જીવતો જોઈતો હોય તો અમે કહીએ એ જગ્યાએ એક લાખ લઈને કાલે આવી જજે... જો પોલીસનો સંપર્ક કર્યો છે તો તારો ભાઈ તો તને મળી જશે, પણ એનામાં જીવ નહિ હોય!" સામેવાળી વ્યક્તિ એ કહ્યું અને એક અટ્ટહાસ્ય કર્યું.

"હા, હું આવીશ... તમે જેમ કહેશો હું એમ જ કરીશ... પણ પ્લીઝ મારા ભાઈ વૈભવને કઈ જ ના કરતા!" રેખાએ સાવ રડમસ રીતે જ કહ્યું. એણે એના ભાઈને ખોવાનો બહુ જ ડર હતો. આખરે એક બહેન એના ભાઈ માટે કઈ પણ કરવા તૈયાર થાય જ.

કોલ તો કટ થઈ ગયો હતો, પણ હજી પણ એ વ્યક્તિના શબ્દો રેખાના માગજમાં ગુંજી રહ્યા હતા. એણે બહુ જ ડર લાગતો હતો!

🔵🔵🔵🔵🔵

"કેમ આટલી ગભરાયેલી લાગે છે?! જો આ તારી માટે ખાસ બહેને તારો ફેવરાઇટ ગાજરનો હલવો મોકલ્યો છે." રઘુએ કહ્યું.

"અરે, ઓકે!" રેખા કંઇક વિચારતી હોય એવું લાગતું હતું. ડર એના ચહેરા પર સાફ જાહેર હતો.

"તું કેમ આટલી બધી ગભરાયેલી લાગે છે?!" રઘુએ રેખાના ચહેરા તરફ જોતા કહ્યું, એના ચહેરા પર બાર વાગેલા હતા! જાણે કે કોઈ ડરાવનું સ્વપ્ન જોઈને કોઈ વ્યક્તિ ના જાગી ગઈ હોય, એ પણ એવો જ ચહેરો ધરાવતી હતી. પણ એ તો રઘુ જ હતો, એને લાઇફમાં એવી કઈ વાત રેખાની નહોતી જાણી, જે આજે એ ના જાણી શકે?!

"તારે ના કહેવું હોય તો..." રઘુ આગળ કઈ બોલે એ પહેલાં જ જાણે કે કોઈ સમુન્દ્રમાં ફસાયેલ વ્યક્તિને નાવ મળી ગઈ હોય એમ રેખા રઘુને બસ વળગી જ પડી. એની આંખોમાં આંસુઓ હતા.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "રઘુ, એ ગાયબ નહી થયો! એનું કીડનેપિંગ કરવામાં આવ્યું છે! મને કિડનેપરનો કોલ પણ આવ્યો!" રેખાએ આંસુઓ લૂછતાં વાત આગળ ચલાવી.

"અરે, પણ કોઈ કેમ આવું કરે?! તમારી સાથે એ લોકોની શું દુશ્મની હોય શકે?!" રઘુએ સવાલ કર્યો.

"એ તો હું નહી જાણતી, પણ મારે.. મારે તો મારા ભાઈને બચાવવો જ છે! કોઈ પણ હાલતમાં!" રેખાએ મક્કમતાથી કહ્યું.

"જો, ત્યાં બહુ જ ખતરો હોય શકે છે, તારે ત્યાં ના જવું જોઈએ!" રઘુએ રેખાના ચહેરાને પોતાની હથેળીમાં લેતા કહ્યું.