Dhun Lagi - 22 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 22

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ધૂન લાગી - 22





"શું થયું?" કરણે ફરીથી અંજલીને મોટેથી પૂછ્યું.

"કરણ! અપ્પા... અપ્પાને હાર્ટ એટેક આવ્યો છે." અંજલીએ રડતાં રડતાં કહ્યું.

"શું અપ્પાને હાર્ટ એટેક આવ્યો છે?" કરણે આશ્ચર્યથી પૂછ્યું.

"હા, અનન્યાનો કૉલ હતો તેણે જ કહ્યું. અપ્પાને અત્યારે હૉસ્પિટલે લઈ ગયાં છે."

"ચાલ, તો આપણે જલ્દીથી હૉસ્પિટલે જઈએ." કરણે કહ્યું. "તમે જલ્દીથી હોડીને કિનારા પર લઈ જાઓ." કરણે નાવિકને કહ્યું.

થોડીવારમાં તેઓ કિનારા પર પહોંચી ગયાં, ત્યાંથી તેઓ જલ્દી જલ્દી હૉસ્પીટલે ગયાં.

તેમણે રિસેપ્શનમાં અપ્પા વિશે પૂછ્યું અને પછી તેમની પાસે ગયાં. ઓપરેશન થિયેટરની બહાર અમ્મા, અનન્યા અને કૃણાલ હતાં. અમ્મા રડી રહ્યાં હતાં અને અનન્યા તેમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. અંજલી દોડીને તેમની પાસે ગઈ. અમ્મા અંજલીને ભેટીને રડવા લાગ્યાં.

"અમ્મા, તમે રડશો નહીં. અપ્પાને કશું નહીં થાય, અમે છીએ ને!" અંજલીએ તેમને શાંત કરતાં કહ્યું.

કરણ દોડીને કૃણાલ પાસે ગયો.

"આ બધું ક્યારે અને કઈ રીતે થયું?" કરણે પૂછ્યું.

"હું તો રૂમમાં હતો. અપ્પા બહાર બેસીને કૉફી પી રહ્યાં હતાં, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. એ તો અચાનક વધારે અવાજ થયો એટલે હું રૂમથી બહાર નીકળીને તેમને જોવા ગયો."

"Thank God! સારું થયું કે તું આશ્રમમાં જ‌ હતો. તારાં ત્યાં હોવાથી ઘણી મદદ થઈ હશે." કરણે કહ્યું.

થોડીવાર પછી ડોક્ટર ત્યાં આવ્યાં. બધાં ઊભા થઈને ડોક્ટર પાસે ગયાં.

"અપ્પાને કેમ છે? તેમની તબિયત તો સારી છે ને? તેઓ જલ્દી સ્વાસ્થ્ય તો થઈ જશે ને?" અંજલીએ પૂછ્યું.

"જુઓ, તેમની હાલત ખૂબ ગંભીર છે. આ તો તમે તેમને સમય પર અહીં લઈ આવ્યાં, નહીંતર તેમનું બચવું અશક્ય હતું. અમે તેમની સ્થિતિ નિરીક્ષણ કર્યું છે. તેમની એક સર્જરી કરવી પડશે." ડૉક્ટરે કહ્યું.

"સર્જરી? કેવી સર્જરી અને શા માટે?" કરણે પૂછ્યું.

"તેમની અવરોધિત ધમની ખોલવા માટે બલૂનનો ઉપયોગ કરવો પડશે, જેથી તેમની બલુન એનજીઓપ્લાસ્ટિ સર્જરી કરવી પડશે. તમે 2 લાખ રૂપિયા રિસેપ્શનમાં જમા કરાવી દો. ત્યાર પછી અમે તેમનું ઓપરેશન શરૂ કરીશું. Excuse me." આમ કહીને ડૉક્ટર ત્યાંથી ચાલ્યાં ગયાં.

"અમ્મા! મારાં ડાન્સ ક્લાસમાંથી જે આવક થઈ છે, તે પણ માત્ર 15000 છે અને તમારી પાસે વધીને 50000 હશે. તો આપણે 2 લાખ ક્યાંથી લાવીશું?" અંજલીએ કહ્યું

"અંજલી! Don't worry! ઓપરેશનની રકમ હું આપી દઈશ" કરણે કહ્યું.

"પણ તું કેમ?" અમ્માએ કહ્યું.

"મેં પણ એમને અપ્પા કહ્યાં છે. હવે ફરજ નિભાવવાનો મારો સમય છે. હું બિલ આપીને આવું છું. કૃણાલ! તું મારી સાથે ચાલ." આમ કહીને કરણ, કૃણાલ સાથે ઓપરેશનનું બીલ ભરવાં ચાલ્યાં ગયાં.

"કરણ ખૂબ સારો માણસ છે. આવી પરિસ્થિતિમાં તો સગાઓ પણ મદદ નથી કરતાં અને તે મહેમાન થઈને આપણી મદદ કરી રહ્યો છે. તેનું આ ઋણ હંમેશાં આપણાં પર રહેશે." અમ્માએ કહ્યું.

કરણ અને કૃણાલ ઓપરેશનની રકમ ચૂકવીને પાછાં ત્યાં આવી ગયાં હતાં.

"મેં ઓપરેશનની ફી ચૂકવી દીધી છે. ડોક્ટરે કહ્યું છે કે 1 કલાકમાં ઓપરેશન શરૂ કરી દેશે." કરણે કહ્યું.

ડોક્ટર અને તેમની ટીમ ઓપરેશન માટે ઓ.ટી.માં ગયાં. 2 કલાક પછી તેઓ બહાર આવ્યાં.

"ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. કાલે સવાર સુધીમાં તેમને હોંશ આવી જશે."

"Thank you so much, ડોક્ટર!" અંજલી બોલી.

"It's my duty! Excuse me!" આમ કહીને ડોક્ટર ત્યાંથી ચાલ્યાં ગયાં.

"રાત થવા આવી છે. આશ્રમમાં બાળકો એકલાં હશે. અમ્મા! તમે પણ થાકી ગયાં હશો. તમે આશ્રમે જાઓ, હું અહીંયા રહું છું." અંજલીએ કહ્યું.

"ના! હું ક્યાંય નહીં જાઉં." અમ્માએ કહ્યું.

"અમ્મા! તમે જીદ ન કરો. અપ્પાનું ધ્યાન રાખવા માટે તમારું સ્વસ્થ હોવું જરૂરી છે. જો તમે જમશો નહીં અને ઊંઘ પૂરી નહીં કરો, તો તમારી તબિયત પણ ખરાબ થઈ જશે." અંજલીએ કહ્યું.

"હા અમ્મા! અંજલી સાચું કહે છે. તમે જાઓ, જઈને જમી લો અને સૂઈ જાઓ. હું અને અંજલી અહીંયા છીએ." કરણે કહ્યું.

"અનુ! તું અમ્માની સાથે જા. બધાં બાળકોને જમાડીને સુવડાવી દેજે." અંજલીએ કહ્યું.

"કૃણાલ! તું પણ આમની સાથે જા અને બધાંનું ધ્યાન રાખજે." કરણે કહ્યું.

"Ok ભાઇ!" આમ કહીને કૃણાલ, અમ્મા અને અનન્યા સાથે આશ્રમે જવા નીકળી ગયો.


_____________________________



શું અપ્પાને સવારે હોંશ આવશે? સવારનો ઊગતો સૂરજ અંજલીનાં જીવનમાં શું નવો વળાંક લઈને આવશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી