Dhun Lagi - 21 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 21

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધૂન લાગી - 21




આકાશને કેસરિયા રંગની ભેટ આપીને, સૂર્ય વિદાય લઇ રહ્યો હતો. દરિયાનું નીલું પાણી અને આકાશનાં કેસરિયા રંગનું મિલન થઈ રહ્યું હતું. દરિયાકિનારે બહુ વધારે ભીડ ન હતી. અંજલી અનન્યાની સાથે દરિયાકિનારાની રેતીમાં ચાલી રહી હતી.

"અનુ! તું મને દરિયા પાસે કેમ લઈ આવી છે? અહીં શું સરપ્રાઈઝ છે?" અંજલીએ પૂછ્યું.

"અક્કા! તમે બસ મારી સાથે ચાલ્યાં કરો. થોડીવારમાં તમને સરપ્રાઈઝ મળી જશે." અનન્યાએ કહ્યું.

અનન્યા અંજલીને એક હોડી પાસે લઈ ગઈ. લાકડાંની બનેલી હોળીમાં વચ્ચે, સામે-સામે બે સીટ હતી. જેનાં પર લાલ રંગનાં વેલ્વેટનું કવર લગાવેલું હતું. બંને સીટોની પાછળ હોડીનાં અંત સુધી લાલ અને ગુલાબી રંગનાં ફૂલો રાખવામાં આવ્યાં હતાં. હોડીનાં બંને છેડે એક-એક લાનર્ટેન લગાવેલાં હતાં, જેમાંથી પીળા રંગનો પ્રકાશ આવી રહ્યો હતો.

"અક્કા, તમે આમાં બેસી જાઓ." અનન્યાએ કહ્યું.

"પણ આમાં કેમ?" અંજલીએ પૂછ્યું.

"અરે, તમે બેસી જાઓ ને." એમ કહીને અનન્યાએ અંજલીને પરાણે બેસાડી દીધી. "હવે તમારી આંખો બંધ કરો અને હું કહું નહીં ત્યાં સુધી આંખો ન ખોલતાં." અનન્યાએ કહ્યું.

"આ છોકરી પણ શું-શું કરાવશે?" એમ કહીને અંજલીએ આંખો બંધ કરી દીધી.

"અનુ! હવે આંખો ખોલી શકું?" થોડીવાર પછી અંજલીએ આમ બે-ત્રણ વખત પૂછ્યું, પણ અનન્યાનો જવાબ ન આવતાં અંજલીએ આંખો ખોલી દીધી. તેણે આજુબાજુ જોયું તો અનન્યા ત્યાં ન હતી.

"અરે! આ અનુ મને એકલી મૂકીને ક્યાં ચાલી ગઈ?" અંજલીએ કહ્યું. તે હોડીમાંથી ઉતરીને આજુબાજુમાં અનન્યાને શોધવાં લાગી. ત્યાંથી થોડી આગળ જતાં તેણે ચાર પુરુષોને એકસાથે જોયાં. જેમાં એક પુરુષને બાકીનાં પુરુષો હેરાન કરી રહ્યાં હોય તેવું તેણે લાગ્યું. અંજલી તેમની પાસે ગઈ.

"અરે કરણ! તું અહીંયા શું કરે છે?" અંજલીએ તે પુરુષને જોઈને કહ્યું.

"તું એની સાથે પછી વાત કરજે, પહેલાં તારી પાસે જે કંઈ પણ હોય તે અમને આપી દે." તેમાંથી એક પુરુષે કરણને કહ્યું.

"જો ને અંજલી! આ ગુંડાઓ મારી પાસેથી ક્યારનાં ચોરી કરવાની ટ્રાય કરે છે!" કરણે કહ્યું.

"શાંતિથી કહું છું, અહીંથી ચાલ્યાં જાઓ. જો મને ગુસ્સો આવ્યો, તો તમારાંમાંથી એકપણને તમારાં પગ પર ઘરે જવા લાયક નહીં છોડું." અંજલીએ કહ્યું.

"તું અમને ધમકી આપે છે, તારી તો..." આમ કહીને તે ગુંડો અંજલીને મારવાં માટે આગળ વધ્યો. અંજલીએ તેને છાતીમાં લાત મારીને નીચે પછાડી દીધો. પછી બીજાં બંને ગુંડાઓ પણ કરણ અને અંજલીને મારવાં માટે આગળ વધ્યાં. કરણ અને અંજલીએ ત્રણેય ગુંડાઓને મારી-મારીને અધમૂઆ કરી દીધાં.

"Sorry સર! Sorry મેડમ! હવે બીજી વખત આવું નહીં થાય. અમને જવા દો." તેમાંથી એક ગુંડાએ કહ્યું.

"થવું પણ ન જોઈએ. ચાલો નીકળો અહીંથી." અંજલીએ કહ્યું. ત્રણે ગુંડાઓ ત્યાંથી નીકળી ગયાં.

"તું ઠીક છે ને?" અંજલીએ પૂછ્યું.

"હા, હું અને તું?" કરણે પૂછ્યું.

"હું પણ ઠીક છું, પણ તું અહીંયા શું કરે છે?"

"મારી વાત છોડ, તું અહીંયા શું કરે છે?"

"અનન્યા મને કંઈક સરપ્રાઈઝ આપવા ઈચ્છતી હતી. એટલે તે જ મને અહીં લઈ આવી હતી. મને હોડીમાં બેસાડીને પોતે ક્યાંક ગાયબ થઈ ગઈ."

"ચાલ, તો હવે તારાં સરપ્રાઈઝનો સમય આવી ગયો છે." આમ કહીને કરણે અંજલીની આંખો પર લાલ પટ્ટી બાંધી દીધી.

"અરે, તું પણ એનાં પ્લાનમાં સામેલ છે?"

"તું કંઈ પૂછ નહીં, માત્ર મારી સાથે ચાલ્યાં કર."

કરણ અંજલીને હોડી પાસે લઈ ગયો અને તેને હોડીમાં બેસાડી દીધી, પછી કરણ તેની સામેની સીટ પર બેસી ગયો. તેણે નાવિકને ઈશારો કર્યો અને નાવિકે હોડી હંકારવાની શરૂ કરી. હોડી દરિયાકિનારેથી દૂર આવી ગઈ હતી. હોડીમાંથી હવે ચોમેર માત્ર દરિયો જ દેખાતો હતો.

"હવે તું તારી પટ્ટી ખોલી શકે છે." કરણે કહ્યું.

અંજલીએ તેની આંખ પરથી પટ્ટી ઉતારી.

કેસરિયા આકાશ અને નીલા દરિયાનું મિલન થઈ રહ્યું હતું. સફેદ ટીશર્ટ, ગ્રે જેકેટ અને ગ્રે પેન્ટ પહેરીને, સિલ્વર કાંડા ઘડિયાળ સાથે, હાથમાં ગુલાબનું ફૂલ લઈને કરણ હોડીમાં બેઠો હતો. આછાં ગુલાબી રંગનાં વેસ્ટર્ન ગાઉનમાં, હાથમાં બ્રૅસલેટ સાથે, જમણી તરફ રાખેલાં વાંકળીયા વાળ સાથે, મૃગનયની અને કમળવદની અંજલી કરણની સામે બેઠેલી હતી. કરણ અંજલીની સામે ઘૂંટણ પર બેસી ગયો અને તેણે અંજલીની સામે ગુલાબનું ફૂલ રાખી, તેની આંખોમાં જોઈને પોતાનાં દિલની વાત કહી.

"આંખોમાં છુપાયલો છે પ્રેમ મારો,
વાતોમાં એ આવી જાય તારી સામે, મારું ન માને.
સપના હજારો મનમાં છે,
તોય એક તારાં સપને ફસાયો જાણે, રંગાયો જાણે.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ દોર,
લઈ જાય છે ઉડાવી ને તું કંઈ કોર,
બાજી જે હારી છે પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવુ ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે...
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે..."

કરણનાં મનની વાત જાણ્યાં પછી પણ, થોડીવાર સુધી તો અંજલી કરણની સામે જ જોઈ રહી. તેને વિશ્વાસ નહોતો આવતો કે કરણે તેને પ્રપોઝ કર્યું હતું.

"કરણ..." અંજલી આટલું બોલી, ત્યાં તેનો ફોન રણક્યો. અંજલીએ ફોન ઉપાડ્યો. ફોન પર સામેવાળી વ્યક્તિની વાત સાંભળીને અંજલીનાં હોંશ ઉડી ગયાં અને તેનાં હાથમાંથી ફોન નીચે પડી ગયો.

"શું થયું અંજલી?" કરણે પૂછ્યું.


_____________________________



અંજલીનાં ફોન પર કોનો કૉલ આવ્યો હશે? અંજલીનાં હોંશ શા માટે ઉડી ગયાં હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી