Dhun Lagi - 20 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 20

Featured Books
Categories
Share

ધૂન લાગી - 20




સોનેરી સવારમાં અનન્યા ફળિયામાં બેસીને કૉફીનો આનંદ લઇ રહી હતી. અંજલી તેની શિષ્યાઓને ડાન્સ ક્લાસ કરાવવામાં વ્યસ્ત હતી. બાળકો સ્કૂલે ગયાં હતાં અને અમ્મા-અપ્પા તેમનું કામ કરી રહ્યાં હતાં.

"Good morning અનન્યા!" કરણે અનન્યા પાસે જઈને કહ્યું.

"Good morning!" અનન્યાએ નીરસતાથી કહ્યું.

"તું હજુ સુધી કાલની વાતથી ઉદાસ છે. જો, તું એ વાત ભૂલી જા અને ફરીથી તારાં જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કર."

"હું પ્રયત્ન તો કરી રહી છું, પણ મને થોડો ટાઈમ તો લાગશે."

"હા, એ પણ સ્વાભાવિક વસ્તુ છે. By the way, મને તારી એક મદદની જરૂર છે."

"તમારે મારી શું મદદ જોઈએ છે?"

"જો ધ્યાનથી સાંભળ! તું તો જાણે જ છે, કે હું અને કૃણાલ અહીં શા માટે આવ્યા છીએ."

"હા, મને કૃણાલે જણાવ્યું હતું કે તમે અક્કાને મળવાં માટે આવ્યાં છો."

"હા, તો હવે તારે મારું એક કામ કરવાનું છે. તું તારી અક્કા પાસે જઈને, તે મારાં વિશે શું વિચારે છે તે જાણી લાવ. મતલબ કે તે મને પસંદ કરે છે કે કેમ?"

"તમે અક્કાને પસંદ કરો છો?"

"હા, હું તને પસંદ કરું છું અને તેને પ્રપોઝ કરવા ઈચ્છું છું. પણ પહેલાં તેનાં મનની વાત જાણવી ખૂબ જરૂરી છે."

"ઓહ... તો તમે અક્કાને પસંદ કરો છો! ઠીક છે, તમારું કામ થઈ જશે. પણ બદલામાં મને શું મળશે?"

"તારે શું જોઈએ છે?"

"એ તો હું સમય આવશે, ત્યારે તમારી પાસે માંગી લઈશ. અત્યારે તમારાં પર ઉધાર રહ્યું."

"સારું. તો હવે તો જલ્દીથી તારી અક્કાને પૂછી અને આજે બપોર સુધીમાં મને મેસેજ કરજે અથવા રૂબરૂ આવીને કહેજે."

"Ok."

"All the best." આમ કહીને કરણ તેનાં રૂમમાં ચાલ્યો ગયો.

અંજલીનાં ડાન્સ ક્લાસનો સમય પૂર્ણ થઈ ગયો હતો. અંજલી રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને અનન્યા તેને મદદ કરી હતી.

"અક્કા! એક વાત પૂછું?" અનન્યાએ કહ્યું.

"હા બોલ" અંજલીએ કહ્યું.

"તમને કરણજી કેવાં માણસ લાગે છે?"

"તું અચાનક આવું કેમ પૂછે છે?"

"એમ જ પૂછું છું. તમે કહો ને!"

"કરણ સારો માણસ છે. ધનવાન હોવા છતાં પણ અભિમાની નથી. બધાંને માનસન્માન આપે છે. આ સિવાય પણ તેનામાં ઘણી સારી વાતો છે."

"ઓહ... તો અક્કાને પણ કરણજી પસંદ આવી ગયાં છે." અનન્યા ધીમેથી બોલી‌.

"શું બોલી તું?"

"કંઈ નહીં."

અનન્યાએ પોતાનાં મોબાઈલમાંથી કરણને 'Yës'નો મેસેજ મોકલી દીધો. કરણ મેસેજ જોઈને સમજી ગયો, કે અંજલી પણ તેને પસંદ કરે છે. તેણે મેસેજ કરીને અનન્યાને પોતાની પાસે બોલાવી. અનન્યા કરણનાં રૂમમાં ગઈ.

"Thank You અનન્યા! તે મારું ખૂબ મોટું કામ કર્યું છે, પણ તારે હજું એક કામ કરવાનું છે." કરણે કહ્યું.

"હજું શું બાકી છે?" અનન્યાએ પૂછ્યું.

"જો, આજે સાંજે હું અંજલીને પ્રપોઝ કરવાનો છું. એટલે હું તને કહું એ જગ્યા પર તારે અંજલીને લઈને આવવાનું છે."

"પણ આટલી જલ્દી પ્રપોઝ પણ કરી દેશો?"

"હા, અમે અહીં આવ્યાં તેને હવે એક અઠવાડિયું થવા આવ્યું છે. જો અમે વધારે સમય અહીં રહેશું, તો અંજલીને શંકા થશે. એટલે હું આજે જ તેને પ્રપોઝ કરવા ઈચ્છું છું."

"ઠીક છે, તો તમે મને લોકેશન મેસેજ કરી આપજો." આમ કહીને અનન્યા ફરી અંજલી પાસે ચાલી ગઈ.

"તું ક્યાં ગઈ હતી?" અંજલીએ પૂછ્યું.

"એક કામ યાદ આવ્યું હતું એ જ કરવાં ગઈ હતી." અનન્યાએ કહ્યું.

"ઠીક છે."

"અક્કા! આજે સાંજે તમારે મારી સાથે આવવાનું છે. તમારાં માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી છે."

"સરપ્રાઈઝ! પણ આમ અચાનક કેમ?"

"સરપ્રાઈઝ આપવામાં કોઈ સમયનો જોવાનો ન હોય. તમારે મારી સાથે આવવાનું છે એટલે આવવાનું જ છે, બસ! હવે હું કંઈ નથી સાંભળવાની."

"હા, ઠીક છે. તારી સાથે આવીશ, બસ!"

"Ok. Thank You." આમ કહીને અનન્યાએ કરણને thums upનો મેસેજ કરી દીધો અને કરણ તેની વાત સમજી ગયો.

"અમ્મા-અપ્પા! અમે જઈએ છીએ. થોડીવારમાં આવીએ." સાંજે અંજલીએ અમ્મા-અપ્પા પાસે જઈને કહ્યું.

"પણ તમે ક્યાં જાઓ છો?" અમ્માએ પૂછ્યું.

"અરે, આ જુઓને! આ અનન્યા મને કોઈ સરપ્રાઈઝ આપવા લઈ જાય છે." અંજલીએ કહ્યું.

"પણ ક્યાં?" ‌અપ્પાએ પૂછ્યું.

"એ તો સિક્રેટ છે, હું તમને નહીં કહી શકું, Sorry. અમે જઈએ છીએ, Bye" આમ‌ કહીને અનન્યા અંજલીને લઈને નીકળી ગઇ.


_____________________________



શું કરણ અંજલીને પ્રપોઝ કરી શકશે? અંજલીનો જવાબ શું હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી