Polling: A Powerful Weapon in Gujarati Classic Stories by SHAMIM MERCHANT books and stories PDF | મતદાન: એક શક્તિશાળી હથિયાર

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મતદાન: એક શક્તિશાળી હથિયાર


"મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, "જ્યારે પંચાયત રાજ સ્થાપિત થશે, ત્યારે જનમત એ કામ કરશે, જે હિંસા ક્યારેય નહીં કરી શકે."

વલરાજ સાહનીએ જ્યારે રાષ્ટ્રપિતાના આ શબ્દો ટાંક્યા, ત્યારે દરેક જણની નજર તેના પર કેન્દ્રિત હતી. વલરાજ તેની કોલેજમાં વિદ્યાર્થી પરિષદનો પ્રમુખ હતો અને મતદાન તથા એક સારા નેતાનું મહત્વ સારી રીતે સમજતો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીકમાં હતી અને તેના વિખરાયેલા, અવિકસિત ગામને એક મજબૂત ઉમેદવારની ખૂબ જ જરૂર હતી, જે વાસ્તવમાં સામાન્ય લોકોના ભલા માટે સમર્પિતપણે કામ કરે. વર્તમાન સરપંચ, બ્રિજેશ કુમાર, ઘેટાંના વસ્ત્રમાં વરુ હતો. વલરાજને જોઈતું હતું કે તેના સાથીદારોની આંખ ખૂલે અને તેઓ પરિવર્તનની આવશ્યકતાને સમજે.

તેના એક મિત્રએ ઊભા થઈને કહ્યું, "આપણા મુઠ્ઠીભર મતોથી કોઈ ફરક નથી પડવાનો. જે જીતશે તે જ સત્તામાં આવશે. મતદાનની આ આખી પ્રથા નકામી છે."
અન્ય વિદ્યાર્થીએ તેનો બળપૂર્વક વિરોધ કર્યો, "તારા જેવા વિચારો ધરાવતા લોકો મતદાન નથી કરતા અને પછી ખરાબ અધિકારીઓ ખુરશી પર બેસી જાય છે, જે તેના લાયક પણ નથી હોતા."
વલરાજે પોતાની ટિપ્પણી ઉમેરી, "બરાબર! પછી બ્રિજેશ કુમાર જેવા સ્પર્ધકો જીતે છે, જે સ્વાર્થી અને લોભી હોય છે. તેઓ ફક્ત વધુ ધનવાન બનવાનું વિચારે છે અને આપણા ગામ અથવા તેના વિકાસની બિલકુલ ચિંતા નથી કરતા. વધુમાં, એક જવાબદાર નાગરિક તરીકે, જો આપણે મતદાન ન કરીએ, તો પછી આપણને ફરિયાદ કરવાનો અને સિસ્ટમને શાપ આપવાનો કોઈ અધિકાર નથી. છેવટે, આપણે જ છીએ જે સરકારમાં ગંદકીને સતત વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ."

આખા રૂમમાં એક મૂંઝવણ ભરેલો સન્નાટો ફેલાઈ ગયો અને વલરાજે એક ઊંડો નિસાસો લીધો. તેનો ઈરાદો તેના મિત્રોને ગુસ્સો કરવાનો નહોતો, પરંતુ તેઓનું ધ્યાન દોરવાનું હતું. તેના માટે એ લોકોનું સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તેણે પોતાની જાતને શાંત કર્યો અને આ વખતે વધુ નરમાશથી ફરી શરૂ કર્યું. "મિત્રો, આપણા મતભેદો હોઈ શકે છે, પણ મને ખાતરી છે કે દરેક જણ એક સામાન્ય તત્વ પર સહમત થશે. શું આ રૂમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ આપણા ગામને સુધારવા નથી માંગતી ?"
બધાએ સંમતિમાં માથું હલાવ્યું. વલરાજ આગળ બોલવા માટે પ્રોત્સાહિત થયો. "ખૂબ સરસ! તો ચાલો આ વખતે રામ સિંહને આપણો મત આપીએ. તે શિક્ષિત, નમ્ર અને દયાળુ છે. બીજા કરતાં, તે કોઈપણ ગુપ્ત હેતુઓ વિના નિઃસ્વાર્થ છે."

એક છોકરીએ હાથ ઊંચો કરીને પૂછ્યું, "આપણે કેવી રીતે માની લઈએ કે રામ સિંહ બ્રિજેશ કુમાર કરતા પ્રમાણિક છે?"
વલરાજ હસી પડ્યો, "સારો પ્રશ્ન છે."

તેણે પાછળ ફરીને બ્લેકબોર્ડની વચ્ચે એક લીટી દોરી, બંને દાવેદારોના નામ એક એક બાજુએ લખ્યા. ફરીથી પ્રેક્ષકોનો સામનો કરતા, તેણે કહ્યું, "આ બંનેએ અત્યાર સુધી આપણા સમુદાય માટે જે કંઈ કર્યું છે તે બધું સૂચિબદ્ધ કરીએ."

ઉપસ્થિત સૌના આશ્ચર્યમાં, રામ સિંહનું લિસ્ટ મોટું નીકળ્યું અને તેમાં કેટલીક ઉમદા પ્રવૃત્તિઓનો સમાવેશ હતો જેમ કે, તેણે સ્થાનિક શાળામાં પુસ્તકોની વ્યવસ્થા કરી હતી, પીવાના પાણીને સુલભ બનાવ્યું હતું, લોકોને તેમના રેશન કાર્ડ બનાવવામાં મદદ કરી હતી, અનાથાશ્રમમાં દાન આપ્યું હતું, વગેરે. સરખામણીમાં, બ્રિજેશ કુમારની યાદી બહુ ઓછી હતી, તે સિવાય લોકોએ એના કેટલાક કાળા કામ યાદ કર્યા, જેમાં પોલીસ કેસ પણ સામેલ હતા.

ભેગી થયેલી મંડળી પોતાની જ સૂચિથી દંગ રહી ગઈ. બધાની આશ્ચર્યતા જોઈને, વલરાજે તક ઝડપી લીધી અને ટિપ્પણી કરી, "દરેક વ્યક્તિ હકીકત જોઈ શકે છે, બ્રિજેશ કુમાર ફક્ત છેતરનાર અને બકવાસ માણસ છે, એટલે કે બસ માત્ર બોલ બચ્ચન. દોસ્તો, મતદાન એક શક્તિશાળી હથિયાર છે અને એક એક મત અતિશય અગત્યનું હોય છે. ચાલો આપણે એવા વ્યક્તિના હાથમાં સત્તાધિકાર આપીએ જે આપણને ખાતરી છે કે તે ગરીબોની તકલીફને સમજશે અને આમ જનતા માટે કામ કરશે."

ન ભૂલવું જોઈએ, કે તે દિવસે રૂમમાં ઉપસ્થિત દરેકના બીજા મિત્રો અને પરિવારો હતા. બધાએ તેમના વિચારો અને ઈચ્છાઓને જંગલની આગની જેમ ફેલાવી નાખ્યા. તેથી આશ્ચર્યજનક નહોતું જ્યારે રામ સિંહ મતોના અજોડ માર્જિન સાથે ચૂંટણી જીતી ગયો. વલરાજને ખુશી થઈ કે આખરે તેનું ગામ એક નવો સૂર્યોદય જોશે!

શમીમ મર્ચન્ટ, મુંબઈ
___________________________

લેખિકાની નજરે

નમસ્કાર મિત્રો,
આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, જેનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે જે પ્રકારની સરકારને સત્તામાં જોવા ઈચ્છીએ, તેને મત આપી શકીએ. દરેક જવાબદાર નાગરિકે પોતાની નાગરિક ફરજો બજાવવી જોઈએ, અન્ય કોઈ વસ્તુ માટે નહીં, પરંતુ પોતાના લાંબા ગાળાના ફાયદા માટે.
___________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=