Vampiyyar - 2 in Gujarati Love Stories by Secret Writer books and stories PDF | વેમ્પાય્યાર - 2

Featured Books
Categories
Share

વેમ્પાય્યાર - 2


અત્યાર સુધી....

કોઈ વિરાન સ્થળ પર એક યુવાનને બંદી બનાવવામાં આવ્યો હોય છે. વૈભવી અને તેના ફ્રેન્ડ્સ સહ્યાદ્રી પર્વતમાળામાં ફરવા માટે આવ્યા હોય છે. રાત ઘણી થઈ ગઈ હોવાથી સુરક્ષિત સ્થળે ટેન્ટ બાંધી તેઓ ગપ્પા મારતાં હોય છે. તેટલામાં વૈભવી કોઈની ચીસ સાંભળી સતર્ક થઈ જાય છે. પણ પછી તેને ભ્રમ ગણી નકારી દે છે.

હવે આગળ.....



વેમ્પાય્યાર Part 2



સાંજ પડી ગઈ હતી. નાનકડા ઘરમાં ફરી તે જ અવાજ શરૂ થયો. " પ્લીઝ મને છોડો, મને જવા દો....કોઈ છે...?... કોઈ તો મદદ કરો...." રૂમમાંથી સતત તે યુવાનનો અવાજ સંભળાઇ રહ્યો હતો. પરંતુ આજુબાજુ તેનો અવાજ સાંભળવાવાળું કોઈ ના હતું. તે વૃદ્ધ સ્ત્રી પણ કંઈ કામથી બહાર ગઈ હશે એવું લાગતું હતું.

રૂમમાં તે યુવાન ક્યારનો સાંકળ ખોલવા મથામણ કરી રહ્યો હતો. " આ.... આ...." સાંકળ ખોલવાના નિર્થક પ્રયાસોને અંતે આક્રોશના કારણે તેણે ગગનચુંબી ચીસ પાડી. તેણે પડેલી ચીસથી આખું ઘર પણ ધ્રુજી ઉઠ્યું.

📖📖📖

" વેદ...." ગપ્પા મારીને પોતાના ટેન્ટમાં જઈ બધા સૂઈ ગયા હતા. અચાનક અડધી રાતે ડરાવનું સ્વપ્ન જોઈ વૈભવી ચીસ પાડી બેઠી થઇ ગઇ.

" જા વૈભૂ જા... એ તને નહી છોડે... જતી રહે અહીથી..." સ્વપ્નમાં કોઈના દ્વારા બોલાયેલા શબ્દો વૈભવીના કાનમાં ગુંજી રહ્યા હતા. પીડાને કારણે તેણે તેના હાથની મુઠ્ઠી જોરથી પીસી દીધી. વૈભવીને અંધારાનો ફોબિયા હોવાથી નિયતિ પણ તેની સાથે સૂઈ ગઈ હતી. વૈભવીએ પડેલી ચીસના કારણે તે પણ ઉભી થઇ ગઈ હતી અને પીડાતી વૈભવીના માથે હાથ ફેરવી તેને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી.

" વૈભૂ... તને હજી તે ડરાવના નાઈટમેરસ...આવે છે?" ચિંતા કરતી નિયતિએ પૂછ્યું. જવાબમાં વૈભવીએ ફકત હકારમા માથું હલાવી સંમતિ દર્શાવી.

" ચિંતા ના કર બધું ઠીક થઈ જશે... " વૈભવીના માથે વ્હાલથી હાથ ફેરવતી નિયતિ બોલી.

" નીતુ, ખબર નહિ સપનાઓ સાથે મારો શું સંબંધ છે. મને કંઈ જ સમજાતું નથી કે મારી સાથે શું થાય છે. હું શું કરું?" પીડાતી વૈભવી બોલી.

" ચિંતા ના કર બધું ઠીક થઈ જશે. " ફરી એ જ વાત કહી નિયતિ વૈભવીને સુવડાવવા પ્રયત્ન કરવા લાગી. અને પોતે પણ શાંત થવાના પ્રયાસ કરવા લાગી.

📖📖📖

છેક મોડી રાતે તે સ્ત્રી ઘરમાં આવી. રૂમમાંથી હજી સતત સાંકળના ખખડવાનો અવાજ આવી રહ્યો હતો. અવાજને અવગણી તેણે કબાટમાંથી કોઈ પુસ્તક કાઢ્યું અને વાંચવા લાગી.

📖📖📖

" અરે યાર જલ્દી કરો ને.... આપણે બસ કળસુબાઈ પર્વતની ટોચ પર પહોંચી જ જવાના..." વહેલી સવારે નાસ્તો કરી પોતપોતાનો સામાન સમેટી બધા કળસુબાઈ પર્વતની ટોચ તરફ વધ્યા હતા. વચ્ચે એક જગ્યાએ આરામ કરી તેઓ આગળ વધ્યા હતા અને બીજા એક સ્થળ પર જમવા માટે રોકાઈ સાંજ પહેલા ટોચ પર પહોંચવાનો તૈયારીમાં હતા ત્યાં અતિઉત્સાહી વૈભવી આગળ ચાલતી બોલી પડી.

બધા થોડી વારમાં તો ટોચ પર પહોંચી ગયા. ટોચ પરથી આસમાનનો નજારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. ઢળતી સંધ્યાએ સૂર્ય પોતાની આભા ચારે કોર ફેલાવી રહ્યો હતો જેના સોનેરી પ્રકાશમાં પર્વતોની ટોચ સુવર્ણની જેમ ચમકી રહી હતી. કળસુબાઈ પર્વત સહ્યાદ્રી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર છે. આ શિખર પરથી દેખાતા નાના શિખરો ખુબ રળિયામણા લાગી રહ્યા હતા. આસપાસ વાદળોથી ઘેરાયેલ કળસુ બાઈ શિખર ગગન ને આંબતું હતું. વાદળોથી છવાયેલ આ શિખર પર થોડી વાર આરામ કરી બધા ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા.

📖📖📖



કળસુબાઈ પર્વત પરથી નાના શિખરોની આભા....

📖📖📖

રાત પાડવાની શરૂઆત થઈ ગઈ હતી. ઝડપથી બધાએ રહેવા લાયક સ્થળ શોધી ત્યાં ટેન્ટ બાંધ્યા અને જમવાની વ્યવસ્થા કરવા લાગ્યા. જમીને બધા અગ્નિ પેટાવી તેની આસપાસ ગોઠવાઈ ગપ્પા મારવા લાગ્યા. વૈભવી ચારે કોર સતર્કતાથી ધ્યાન રાખી રહી હતી. આજુબાજુ ગાઢ જંગલ હોવાને કારણે બધાએ જાગવા માટેના વારા નક્કી કર્યા.

બધા સૂઈ ગયા હોય ત્યારે પહેલા બે કલાક હાર્દ રખેવાળી કરવાનો હતો ત્યાર બાદ બે કલાક સુલભ ત્યાર બાદ બે કલાક સુનિધિ અને ત્યાર બાદ બે કલાકમાં વૈભવી અને નિયતિ બંને સાથે જાગવાના હતા.

📖📖📖

" વેદ...." રોજની જેમ આજે પણ ડરાવના સ્વપ્નને કારણે વૈભવી ચિલ્લાઈને ઉઠી પડી હતી.

" વૈભૂ... આ વેદ કોણ છે? રોજ તું એનું નામ કેમ લેય છે? " બાજુમાં બેઠેલી નિયતિએ પૂછ્યું.

" વેદ..?" આશ્ચર્યસહિત ધીમે અવાજે વૈભવી બોલી. " વેદ કોણ છે?" બોલી એક બે સેકન્ડ નિયતિ તરફથી જવાબની રાહ જોતી તે ચૂપ થઈ ગઈ. "હું કોઈ વેદને નથી ઓળખતી..." થોડા સેકન્ડ મૌન બાદ વૈભવીને કોઈ જવાબ ન મળતા તે ફરી બોલી. ગભરામણને કારણે વૈભવી થોડી ધ્રુજી રહી હતી.

" ઠીક છે કંઈ નહી. હું પણ કોઈ વેદને નથી ઓળખતી. હમણાં શાંતિથી સૂઈ જા. પછી આપણે બે કલાક પહેરો પણ આપવાનો છે ને." વાતને ફેરવી નિયતિ બોલી અને વૈભવીને સુવડાવવાનો પ્રયત્ન કરવા લાગી. પછી પોતે વિચારે ચઢી ગઈ.

તેમનો જાગવાનો વારો આવતા સુનિધિએ બંનેને ઉઠાડ્યા અને બંને પહેરો દેવા બહાર તાપણાની નજીક ગોઠવાયા. બંને બહાર પહેરો આપવા બેઠા હતા પણ થોડી વારમાં નિયતિ બેઠી બેઠી સૂઈ ગઈ. જ્યારે વૈભવી પોતાની સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગઈ હતી.

" જા વૈભૂ જા.... એ તને નહી છોડે.... જતી રહે અહીથી." સ્વપ્નમાં સંભળાયેલ અવાજ અજાણ્યો હોવા છતાં જાણ્યો લાગતો હતો. વારે વારે તેની નજરો સમક્ષ તેને તેનું સ્વપ્ન જ દેખાતું હતું. તેણે પોતાના મગજને શાંત કરવા પોતાની આંખો બંધ કરી.

📖📖📖

એકદમ મોટી હવેલીમાં વૈભવી કોઈની જોડે ટહેલી રહી હતી. હવેલી જાણે કોઈ ભૂલભૂલૈયા હોય તેવું લાગતું હતું. અચાનક કઈ અવાજ આવતા વૈભવીની સાથે ચાલતો વ્યક્તિ ગભરાઇ ગયો. અને તેનો હાથ પકડી મોટી હવેલીમાં બંને ભાગવા લાગ્યા. બંને તે હવેલીના મોટા આકર્ષક મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા અને બંને થોભી ગયા. તે વ્યક્તિએ વૈભવીને બહારની તરફ ધક્કો માર્યો અને બોલ્યો, " જા વૈભૂ જા.... એ તને નહી છોડે.... જતી રહે અહીથી. " તે વ્યક્તિ બોલી રહ્યો હતો. ત્યાંજ અચાનક હવેલીનો દરવાજો જાદુથી બંધ થઈ ગયો. અને તે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયો.

" વેદ...." દરવાજાની બહાર હાથ પછાડી વૈભવી જોરથી ચિલ્લાઈ ઉઠી અને સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી. બધાને ઉઠવામાં હજી વાર હતી. તે તાપણાની નજીક જ બેઠી હતી છતાં તેને ઠંડી લાગતા પોતાના ટેન્ટમાં જઈ જેકેટ પહેરીને બહાર આવી વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થઈ રહ્યું હતું. નિયતિ હજી એમ જ બેઠા બેઠા ઊંઘતી હતી એટલે તેને સાલ ઓઢાવી તે બાજુમાં ગોઠવાઈ અને પોતાના હાથને ગરમ કરવા બંને હાથને સામ સામે ઘસવા લાગી.

" વૈભૂ..... વૈભૂ....." દૂરથી કોઈ તેના નામની બૂમ પાડતું હોય તેવો તેને ભાસ થયો. તેણે આજુબાજુ નજર કરી પણ અહીં નજીકમાં કોઈ ના હતું. ફરી એ જ અવાજ તેના કાનમાં સંભળાવા લાગ્યો.

" જાઉં કે ના જાઉં... જાઉં... ના ના... કંઈ થઈ ગયું તો... કોણ મારા નામની બૂમ પાડે છે? કઈ સમજાતું નથી...." પોતાની સાથે જ વાત કરતી વૈભવી બબડી રહી. પછી છેલ્લે તે ટોર્ચ લઈને અવાજની દિશામાં આગળ વધવા લાગી. જાણે તે અવાજે તેની પર જાદુ કર્યો હોય એમ વૈભવી અવાજની દિશામાં વધી રહી. પોતાના ગ્રુપથી તે ઘણી દૂર નીકળી ગઈ હતી. જંગલ પણ હવે ગાઢ થતું જતું હતું. અચાનક તેની તંદ્રા તૂટતાં તેણે આજુબાજુ નજર ફેરવી. તે રસ્તો ભટકી ચૂકી હતી. પાછા જવાનો કોઈ રસ્તો જડતો ના હતો. શું કરવું તે કઈ સમજાતું ન હતું. તેના નામનો અવાજ હજી તેને સંભળાતો હતો. તે અવાજમાં જાણે કઈ અનોખું આકર્ષણ હતું... તે અવાજ જાણે તેને જ બોલાવતો હોય તેવું લાગતું હતું. તેણે તે અવાજ અજાણ્યો છતાં જાણીતો લાગતો હતો. ફરી તે કંઈ પણ વિચાર્યા વગર અવાજની દિશામાં આગળ વધવા લાગી.



કોણ હશે વેદ...?
તે વૃદ્ધ સ્ત્રીના શું ઇરાદા હશે?
શું છે વૈભવીના સપનાઓ પાછળનો રાઝ...?
આગળ વૈભવી માટે કઈ મુસીબત વાટ જોઈ રહી જશે?

જાણવા માટે વાંચતા રહો ' વેમ્પાય્યાર ' નો નવો અંક....