Mrugtrushna - 33 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 33

Featured Books
Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 33

[ RECAP ]

( અનંત ની ડીલ કેન્સલ થઈ જાય છે , પાયલ આદિત્ય ને મળી એમના સાથે વાત કરે છે , વૈદેહી દેવાંગી ને ફોન કરી એમની તબિયત પૂછે છે. પાયલ ના આવતા સાથે જ અનંત ગુસ્સે થઈ જાય છે અને પાયલ ને ઓફિસ માં થી ગેટ આઉટ કહી દેઇ છે.)

______________________________
NOW NEXT
______________________________

અચાનક આખી ઓફિસ શાંત થઈ ગઈ , સંજય સર ની આંખો નો દર સાફ સાફ દેખાઈ રહ્યો હતો,પણ હવે વાત એમના હાથ માંથી નીકળી ચુકી હતી. અનંત ની અને પાયલ ની આંખો બંને એક બીજા ને ગુસ્સા માં ઘૂરિ રહી હતી. પાયલ દૂર થી 2 કદમ આગળ આવી અનંત ની આંખો માં આંખો મિલાવી ને કહે છે


" સર દુઃખ લાગ્યું , મને પણ લાગ્યું. જ્યારે તમે મારા ડેડ ને વગર કામ ની વાતો સંભળાવી ત્યારે મને પણ ગુસ્સો આવ્યો. અને શું ગેટ આઉટ 🤣🤣મને ખરેખર નઈ સમજાતું કે તમે આ કંપની ના માલિક છો કારણ કે તમને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા નો એક રુલ છે કે 3 મહિના ના નોટિસ પીરીયડ વગર ઓબરોય ઇન્ડસ્ટ્રી માંથી એક પેન્સિલ નો ટુકડો બાર ના જઈ શકે , પાયલ મહેતા તો બોવ દૂર ની વાત છે.


સંજય : પાયલ ચૂપ થઈશ હવે

અનંત ગુસ્સા માં સંજય તરફ જોઈ પાયલ ના ટેબલ તરફ જાઈ છે અને પાયલ ના કોમ્પુટર માંથી ઓફિસ ના મેઈન કનેકશન નો વાયર કાઢી લેઇ છે. અને હાથ માંથી નીચે જમીન પર ફેંકી દેઈ છે. અનંત પાયલ ની પાસે જાઈ ને અને ગુસ્સા થી પાયલ ને ખેંચી ઓફિસ ના દરવાજા સુધી લઈ આવે છે.


સંજય : અનંત મારી વાત સાંભળીશ તું.


અનંત ગુસ્સા માં બોલી દેઇ છે
" શું સાંભળું... આ તમારા જોકર ને સાંભળું હું , છેલ્લાં 10 દિવસ થી જોઈ જ રહ્યો છું અને સાંભળી જ રહ્યો છું. શું લાગે છે તમને મારી ઓફિસ મજાક છે , કોઈ ને પણ રાખી લો છો વગર કોઈ ઓકાત વગર , બાર જોઈ આવો કેટલાં લાયક લોકો છે ઓબરોય ઇન્ડસ્ટ્રી માં કામ કરવા માટે , પણ આવા જોકરો ના લીધે એમને કામ નહિ મળતું. આ છોકરી નું કરેલું એક પરફેક્ટ કામ બતાવો મને , આવ્યો છું ત્યાર થી બસ એના નખરા જોવ છું, અને મારી પાયલ મારા ડેડ સાંભળું છું. સંબંધ સાચવો હોઈ તો તમારા ઘરે સાચવો અહીંયા નહિ.

પાયલ : સર એમને કંઈ.....
અનંત પાયલ નું વાક્ય પણ નથી સાંભળતા અને પાયલ ને કહે છે.

અનંત : ચૂપ.....
પાયલ ને ઓફિસ ની બાર નો રસ્તો બતાવી અનંત એને કહે છે ,

" મારા ઓફિસ માં મારે એમ્પ્લોઇ સાથે કેવી રીતે વાત કરવી એ મારે તારા પાસે થી સિખવા ની જરૂર નથી. બીજી વાત મારી કંપની નો રુલ માસ્ટર પણ હું છું , અને રુલ બ્રેકર પણ હું જ છું.


કાલ થી ઓફિસ આવવા ની જરૂર નથી. અને હા કોઈ પાસે પોતાની સિફારિશ કરાવવા નું વિચારતી પણ નઈ કારણ કે મારે આ ઓફિસ માં કોને રાખવું અને કોને ના રાખવું એ મારી મરજી છે , સંજય સર ની નઈ. એમની મરજી થી આ કંપની નથી ચાલતી.

અનંત ગુસ્સા માં ત્યાં થી ઉપર એમના કેબિન માં જતાં રહે છે. ઓફિસ માં બધાં જ આશ્ચર્ય માં હતા કે અચાનક શું થઈ ગયું. પાયલ એના ટેબલ પાસે આવી એની બુક્સ અને સામાન લેઇ છે. રાધિકા , આકાશ , રાજ અને બીજા બધાં પાયલ ના ચેહરા ને જોઈ રહ્યા હતા. પાયલ પોતાનો સામાન લઈ સંજય સર જ્યાં ઊભા હોઈ છે ત્યાં જાઈ છે.અને પ્રેમ થી એમને કહે છે.


પાયલ : શું થયું??😀અચાનક આવા ક્લીન બોલ્ડ કેમ થઈ ગયા. તમને જ રોજ ગુસ્સો આવતો હતો ને મારા પર , હવે તો તમને શાંતિ કે પાયલ ગઈ 🤣


પાયલ ના આ હસવા ના પ્રયાસ ને બધાં ખૂબ સારી રીતે જોઈ રહ્યા હતા. પણ કોઈ ની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા.


પાયલ : અરે તમને બધાં ને શું થયું????કામ પર લાગો ને બધાં...પિક્ચર થોડી ચાલી રહ્યું છે અહીંયા🤣હમણાં 7 વાગી જશે... ચાલો કામ પર લાગો....અને તમે સંજય સર પૂતળા ની જેમ કેમ ઊભા છો. જાવ મિટિંગ હસે તમારી .....અને હા કાલ નું સ્કેડ્યુલ લખવા નું નઈ ભૂલતા , નકર પછી ગબ્બર તમને પણ 3 મહિના નો ટાઈમ નઈ આપે 😄😄.


સંજય સર ત્યાં થી કંઇજ બોલ્યા વગર પાછા ફરી પોતાના કેબિન માં જતાં રહે છે. પાયલ ઈમોશનલ થઈ , આખો માં આંસુ કંઈ , ચેહરા પર સ્માઇલ લાવી થોડી જ વાર માં ત્યાં થી જતી રહે છે.

______________________________


( દીપક અને વૈદેહી રાતે એમના રૂમ માં હોઈ છે. વૈદેહી ને વિચારો માં જોઈ દીપક એમની પાસે બેસે છે.અને વૈદેહી ને સવાલ કરે છે. )

દીપક : શું વિચારે છે?

વૈદેહી : મે ભાઈ ને ક્યારે પણ આવો નિર્ણય લેતા નઈ જોયો , એ પણ ભાભી નાં ખિલાફ , જે વ્યક્તિ એ એના જીવન નો નાના માં નાનો ફેંસલો ભાભી ને પૂછી ને લીધો છે. એ જ વ્યક્તિ આજે ભાભી ની વાત માનવા તૈયાર નથી.


દીપક : વૈદેહી....તમારા મન માં હજી આ વાત ચાલી રહી છે? મે પેહલા જ કહ્યું છે કે વધારે નઈ વિચારસો આ વાત પર. હું જેટલું ધનરાજ ને જાણું છું એટલું મને ખબર છે કે એ કોઈ ખોટો નિર્ણય નઈ લેઈ. હું માનું છું કે તમને અને ભાભી ને આદિત્ય ની ચિંતા છે, પણ એક વાત નઈ ભૂલતા બધાં કરતા આદિત્ય ની ચિતાં ધનરાજ ને વધારે છે. આજ સુધી ધનરાજ આદિત્ય નો સાંયો બન્યા છે. બસ ખાલી થોડી રાહ જોવો શું વાત છે એની આરામ થી ખબર પડી જશે. અને તમને આખા ગામ ની ચિતાં છે..થોડી મારી ચિતાં પણ કરી લો.


વૈદેહી : તમારી ચિંતા માટે નથી કરવી. ટાઈમ મળે છે આખો દિવસ માંથી થોડી વાર પણ મારા માટે. આખો દિવસ કામ , કામ ને કામ , માણસ થોડી વાર તો વાઇફ ને યાદ કરે.


દીપક : યાદ કરવા ની જરૂર એને પડે જે ભૂલી ગયું હોય , તું તો મને હંમેશા યાદ છે.

વૈદેહી : બસ આ જ બહાના હંમેશા ના છે....દીપક સાહેબ

દીપક : 🤣🤣તો હું શું કરું?

વૈદેહી : એક કામ કરો , તમારો બેડરૂમ ઓફિસ માં જ બનાવી લો. ઉઠી અને ડાયરેક્ટ કામ પર લાગી જવાઈ , ટાઈમ વેસ્ટ ના થાય ને તમારો. દીપક આટલો ટાઈમ તો ભાઈ પણ કાઢી લેઇ છે ભાભી માટે...


વૈદેહી ઉઠી ને રૂમ ની બારી ખોલવા જાઈ છે પણ બારી ખુલતી નથી.

દીપક : અરે એ ધનરાજ ઓબરોય છે. હું સીધો સાદો માણસ છું. એ આશિકો નો સરદાર છે. હું પ્રેમ નું નાનું પંખી.


દિપક વૈદેહી પાસે બારી પાસે થી વૈદેહી નો હાથ હટાવી , એક જ વાત માં બારી ખોલી આપે છે.વૈદેહી નાની મુસ્કાન આપી દીપક ને " થેન્ક્યુ " કહે છે. દીપક પ્રેમ થી એમ ને રોકી ને કહે છે.

મારી અને એમની સરખામણી ના થાય , હું તો ગરીબ વ્યક્તિ છું જેને તમારા રાજા ઓ જેવા ભાઈઓ એ એમની રાજકુમારી જેવી બેન ને સોંપી દીધી. હવે એ રાજકુમારી ના જીવન ને સંભવત ટકાવી રાખવા માટે મેહનત તો કરવી પડશે ને મારા લવ.


વૈદેહી દીપક ની વાતો સાંભળી હસવા લાગે છે.

દીપક : 🤣હસે છે કેમ ?? ખોટું કહ્યું મે કંઈ? તને સારી રીતે નઈ સાચવું તો તારા ત્રણેય રાજા ઓ આવી મને ધોઈ નાખશે. અને કહેશે કે આ માટે મે તારી સાથે પૈણાવી હતી મારી બેન ને.

વૈદેહી : મને ખબર છે કેટલાં ગરીબ છો તમે.

દીપક : હું એટલો ગરીબ છું ,કે ક્યારનો જોકર બની ને ટ્રાય કરું છું કે મારું બૈરું મને પ્રેમ થી ગળે મળી જાય, પણ શું કરું મારા નશીબ જ આવા છે.

વૈદેહી પ્રેમ થી દીપક સામે જોઈ રહે છે , અને પ્રેમ ભર્યા ગુસ્સા સાથે દીપક ને ગળે મળી જાય છે.

દીપક :🤣🤣તારા માટે મેહનત નઈ કરું તો બીજા કોના માટે કરીશ....મે આખું જીવન તને સૌંપી દીધું. હા અમુક વાર સમય ના આપી શકું , એનો મતલબ એ નથી કે હું તને ભૂલી ગયો.

વૈદેહી બસ ચૂપ ચાપ દીપક ના ગળે મળી રહે છે.

_____________________________


( ધનરાજ ઘરે નીકળવા માટે ઓફિસ થી બહાર આવી પોતાની કાર માં બેસે છે. અને ડ્રાઇવર ને કહે છે. )

ધનરાજ : વિજય મે બપોરે જે એડ્રેસ કહ્યું ત્યાં જવા નું છે ચાલો..

વિજય : હા...સર. મને ખ્યાલ છે. પણ સર એ એરીઓ થોડો અલગ છે.

ધનરાજ : મને ખ્યાલ છે તું ચાલ જલ્દી

વિજય : ઓકે.. સર
( વિજય ધનરાજ ના બતાવેલ એડ્રેસ ની પ્રોપર જગ્યા પર આવી કાર સ્ટોપ કરે છે. )

વિજય : સર... આ જ જગ્યા છે

ધનરાજ કાર ના ખુલ્લા કાચ માંથી આજુબાજુ જોવે છે. અને કાર માંથી ઉતરે છે.

ધનરાજ : વિજય...અહીંયા જ રેહ, હું આવું 5 મિનિટ માં.


ધનરાજ ત્યાં થી આગળ જઈ સામે ની એક શોપ માં જાઈ છે. ધનરાજ જેવા શોપ ની અંદર જઈ જોવે છે તો એમને એક નાની છોકરી દેખાઈ છે એની મમ્મી સાથે. એ છોકરી નું નામ ઈશા હોઈ છે અને તે ખૂબ રડી રહી હોઈ છે. ધનરાજ ની નજર જેવી એ નાની છોકરી ની બાજુ માં પડે છે ત્યાં એમને એ જ છોકરી દેખાઈ છે , જેને એમને થોડા દિવસ પેહલા એક્સિડન્ટ માં એક નાના છોકરાં નો જીવ બચાવતા જોઈ હતી , એટલે કે દિવ્યા.....


દિવ્યા : ઈશા... આપણે તારી મમ્મી ની કોઈ વાત નથી માનવી , તારે ઇન્જેક્શન નથી લગાવું ને , તો આપને દૂર મૂકી દઈએ ઇન્જેક્શન ને🤣બસ


ઈશા : આ શું કરો છો તમે , મૂવી જોવો છો?

દિવ્યા : હા હમણાં જ આવ્યું છે ને આ , ખબર છે આમાં હિરોઈન કોણ છે ?

ઈશા : કોણ?

દિવ્યા : તારી ફેવરીટ આલિયા ભટ્ટ

દિવ્યા ઈશા ને પોતાના પાસે બેસાડી લેપટોપ માં એનું ધ્યાન લગાવે છે. અને જેવો એને સમય મળે છે એવું જ ફટાફટ ધીરે થી એના હાથ માં ઇન્જેક્શન લગાવી દેઇ છે.

ઈશા : આઉચ....દી વાગ્યું મને .

દિવ્યા : અરે બસ થઈ ગયું , થઈ ગયું , બસ કીડી ચટકે ને એટલું જ દુખે , અને તારે તો એરફોર્સ માં જવું છે ને એટલે બોવ જ બહાદુર બનવું પડશે , આવા નાના નાના ઇન્જેક્શન થી થોડી ડરાઈ.

ઈશા : તમે દર વખતે મને બેવકૂફ બનાઓ છો...આવું ના ચાલે..

દિવ્યા : ઈશા...જો મારી વાત સાંભળ.... તને ખબર છે આજે સ્ટાર ગોલ્ડ પર પેલું આલિયા નું મૂવી આવા નું છે , શું નામ હતું એનું??

ઈશા : Raazi??

દિવ્યા : હા... એ જ

ઈશા : અરે હા...હું ભૂલી ગઈ ...દિવ્યા દી હું જવ, બાય બાય

ઈશા ફટાફટ દિવ્યા પાસે થી શોપ ના દરવાજા પાસે , ધનરાજ ની બાજુ માંથી ભાગતી ભાગતી એના ઘરે જાઈ છે. ઈશા ના મમ્મી દિવ્યા ને કહે છે,

" દિવ્યા તું કમાલ છે, બે દિવસ થી મારી વાત નતી માનતી આ ડોક્ટર પાસે જવા ની , એટલે હું તારી પાસે લઈ આવી , અને તે 2 મિનિટ માં એને મનાવી લીધી🤣🤣"

દિવ્યા : એવું કંઈ નથી , નાના છોકરા ના મન માં આ જે ડર હોઈ એ નીકળી જાય એટલે પછી વાંધો નઈ , હું એને મનાવા જાત તો એ નઈ માનેત, એટલે જ એને એની રીતે હેન્ડલ કરી🤣આલિયા ભટ્ટ ની વાતો થી.

ઈશા ના મમ્મી : સારું ચાલ હું જાવ , અને હા તારી ફીસ કેટલી થઈ?

દિવ્યા : જ્યારે ઈશા નું સિલેકશન એર ફોર્સ થઈ જાય ત્યારે મને પૈડાં ખવડાવી દેજો🤣 એ જ મારી ફીસ

ઇશા ના મમ્મી : તું પણ ને ઇશા જેટલી જ જિદ્દી છે 🤣સારું ચાલ હું નીકળું , પેલી આલિયા ના નામે રિમોટ પછાડી પછાડી ને તોડી નાખશે

દિવ્યા : હા સારું ચાલો...

ઇશા ના મમ્મી ને જતાં જોઈ દિવ્યા ની નજર ધનરાજ પર પડે છે.દિવ્યા પેહલા ધનરાજ ના કપડા ને જોઈ થોડી ચૌકી જાઈ છે.

દિવ્યા : યસ સર....શું જોઈએ તમારે??

ધનરાજ દિવ્યા તરફ જોઈ શોપ ની અંદર સુધી આવે છે.

ધનરાજ : પાણી છે???

દિવ્યા બે સેકન્ડ ધનરાજ સામે જોઈ જવાબ આપે છે
" પીવા માટે જોઈએ છે હમણાં કે બોટલ ?"
ધનરાજ : હા નઈ બોટલ બિસ્લેરી

દિવ્યા : 😄સારું આપુ એક મિનિટ

દિવ્યા સામે ના ફ્રીઝ માંથી બોટલ કાઢી ને ધનરાજ ને આપે છે.

ધનરાજ : થેન્ક્યુ.....કેટલાં થયાં??

દિવ્યા : 20 રૂપિયા.

ધનરાજ ફટાફટ એમનું વોલેટ કાઢી પૈસા આપવા જાઈ છે પણ એમના પાસે 2000 ની નોટ અને 500 ની નોટ જ હોઈ છે.
ધનરાજ દિવ્યા તરફ જોઈ સ્માઇલ કરે છે 😀અને ફરી સવાલ કરે છે કે " કાર્ડ પેમેન્ટ હસે?"

દિવ્યા : અત્યાર સુધી જરૂર નઈ પડી એટલે નથી , હવે વસાવું પડશે સર 🤣

ધનરાજ બીજું કઈ લેવા માટે પોતાની નજરો ફેરવે છે , દિવ્યા એમને જોઈ સ્માઇલ કરી ને કહે છે.
" સર.....અહીંયા ની ગમે તેટલી આઈટમ લેશો પણ 2000 ના છુટા નથી મારી પાસે 🤣🤣

અચાનક ધનરાજ નું વોલેટ નીચે જમીન પર પડી જાય છે.જેવા ધનરાજ વોલેટ લેવા જાઈ છે કે તરત દિવ્યા નીચે નમી વોલેટ તો લેઇ છે પણ એની સાથે સાથે ધનરાજ ના પગ ને હાથ લગાવી એમને ખબર ના પડે એવી રીતે આશીર્વાદ પણ લઈ લેઇ છે. અને પછી ધનરાજ ને વોલેટ આપે છે. તે છતાં ધનરાજ થોડું તો સમજી જાઈ છે કે દિવ્યા એમને ઓળખી ગઈ છે. દિવ્યા પાસે થી પોતાનું વોલેટ લઈ ધનરાજ દિવ્યા ને કહે છે કે
" હું મારા ડ્રાઇવર પાસે થી પૈસા લઈને આપુ ,2 મિનિટ ,ધનરાજ બાર જતાં જ હોઈ છે ત્યાં દિવ્યા એમને રોકે છે. "

ધનરાજ : ચાલશે સર.....લઈ જાવ , કારણ કે તમારા છોકરા એ મને બોવ કૉફી પીવડાવી છે. એટલે પાણી ના પૈસા નઈ લઈ શકું તમારી પાસે થી. કૉફી નું મૂલ્ય તો ક્યારેક ચૂકવું પડશે ને મારે.


દિવ્યા ની વાત સાંભળી ધનરાજ ફરી દિવ્યા તરફ જોવે છે,અને એક દમ સ્તબ્ધ થઈ જાય છે. ધનરાજ નો ચેહરો એક દમ પકડાઈ ગયા હોઈ એવા ચોર જેવો થઈ ગયો હતો. ધનરાજ દિવ્યા તરફ જોવે છે. દિવ્યા એમને શાંતિ પૂર્વક એક સ્માઈલ આપે છે.


દિવ્યા : તમારી 20 રૂપિયા ની સમસ્યા નું સમાધાન છે મારી પાસે.

દિવ્યા પાસે પડેલું એનું બેગ લેઇ છે અને એમાં થી રૂપિયા કાઢે છે.અને એ રૂપિયા લઈ ધનરાજ પાસે આવે છે. સર આ 6980 રૂપિયા છે. તમારા જ સમજો , પાણી ના 20 રૂપિયા મે લઈ લીધા અને હવે આ રૂપિયા અને પાણી બંને તમારા.😊

ધનરાજ ચૂપ ચાપ દિવ્યા ના હસતા ચેહરા ને જોઈ રહ્યા હતા.
અને વિચાર કરી એક સવાલ પૂછે છે દિવ્યા ને ,

" 7000 ની કૉફી ?😀"

દિવ્યા સ્માઇલ કરી ધનરાજ ને જવાબ આપે છે ,
" અડધી અમાઉન્ટ છે સર😊"

ધનરાજ : ઓહ...અચ્છા....પણ ચાલશે આની કોઈ જરૂર નથી , રાખો આ તમારી પાસે.


દિવ્યા : નઈ સર....આના પર જેનો હક છે એને આ પૈસા આપી દેજો , મારું વિનંતી છે આ🙏🏻🙏🏻

દિવ્યા હાથ જોડી ધનરાજ ને વિનંતી કરે છે. ધનરાજ સ્માઇલ આપી દિવ્યા ના માથે હાથ મૂકીને ત્યાં થી જતાં હોઈ છે ત્યાં દિવ્યા એમને રોકે છે.

દિવ્યા : સર.....

ધનરાજ પાછા વળી ફરી જવાબ આપે છે ,
" હા...બોલો "

દિવ્યા : હું એક વ્યક્તિ ને જાણું છું જેની કપડાં પેહેરવાની સ્ટાઈલ અને બોલવા ની સ્ટાઈલ એક દમ હૂબહૂ તમારા જેવી જ છે. અને કન્ફુસ થાય એટલે ખીસા માં હાથ નાખી મુઠી વાળી , જમીન માં જમણો પગ પછાડવા ની સ્ટાઈલ પણ એક દમ સેમ ટુ સેમ 😊😊


ધનરાજ દિવ્યા ની વાત સાંભળી ત્યાં થી જતાં રહે છે.દિવ્યા ધનરાજ ને જતાં જોઈ રહી હોય છે.


★★★★★★★


[ NEXT DAY ]

( NO SPOILER FOR SOME EPISODES🥰 )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.