તે યુવાન ફટાફટ સીડી દ્વારા નીચે જવા લાગ્યો, રસ્તા માં એક બે વાર તો પડતાં પડતા બચે છે પણ પોતાની કંઈ ચિંતા કર્યા વિના તે જેમ બને તેમ જલ્દી જાનકી સુધી પોચવા માંગતો હતો... પાર્કિંગ માં તે પાડોશી સાથે ટકરાઈ છે, તો તે યુવાન ની હાલત જોઈ ને તે પાડોશી જરા ચિંતા થી પૂછે છે,
" નિહાન, બધું ઠીક છે ને..?"
તે યુવાન પોતાનું નામ સાંભળી ને એક પળ રોકાઈ ને કહે છે
"હા, ઠીક જ છે..."
અને ત્યાં થી જલ્દી ફરી ને ગાડી માં બેસી સરકારી હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે...
રસ્તા માં આવતા 3 સિગ્નલ પર પાંચ પાંચ મિનિટ ખોટી થયા બાદ તે લગભગ 45 મિનિટ પછી હોસ્પિટલ પોહચે છે...
પણ, અંદર જતાં પેહલા તેના પગ રોકાય જાય છે અને તે વિચાર કરે છે કે ત્યાં જાનકી ના પરિવાર ના લોકો પણ હશે... હું શું જવાબ આપીશ તે લોકો ને કે હું જાનકી ને કંઈ રીતે ઓળખું છું... પણ મન એમ કઈ હવે જાનકી ને જોયા વગર અને તે બરાબર છે એ વાત ની ખાતરી નહીં કરી લ્યે ત્યાં સુધી શાંત નહીં થાય.. તે વિચારી રહ્યો હતો કે દૂર થી જ જાનકી ને જોઈ લઈશ પછી નીકળી જઈશ.. આમ તે ગાડી ને પાર્ક કરી અંદર જવા લાગ્યો.. તેણે જોયું ઇમરજન્સી રૂમ ની બહાર જાનકી ના હસબન્ડ વેદ અને દીકરો યુગ બેઠેલા દેખાયા... નિહાન તે બન્ને ને ઓળખતો હતો તે તેમની તરફ઼ ધીમા પગલે આગળ વધી રહ્યો હતો.. એટલા માં તેના ખંભા પર તેને કોઈ નો હાથ અડ્યો હોય એવું લાગ્યું.. નિહાન જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ ચમકી ગયો...તેને ડરતા ડરતા પાછળ ફરી ને જોયું..
ડોકટર નિકુંજ તેમની સામે ખૂબ આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા.. પણ કંઈ બોલ્યા નહીં...
પણ નિહાન તેને જોઈ ને ડરેલા અવાજ માં બોલ્યો...
" હું જાનકી અહૂજા ને મળવા આવેલ છું,પણ..."
પણ પછી તે આગળ કંઈ બોલે એટલી વાર માં ડોકટર નિકુંજ બોલ્યા
"પણ શું...? આમ ચોરી છૂપે શા માટે તો અહીં ઊભા છોવ...? હું એમ પણ તેમનાં ફેમિલી પાસે જ જાઉં છું..."
ડોકટર નિકુંજ આગળ ચાલવા લાગ્યા... નિહાન તેમની પાછળ પાછળ એક પણ શબ્દ બોલ્યા વગર ચાલ્યાં કરે છે...
ડોકટર નિકુંજ ને આવતા જોઈ મિસ્ટર વેદ અને યુગ બન્ને ઊભા થઈ જાય છે... તેમની સવાલિયા આંખોં માં જોઈ ને નિકુંજ ડોકટર બોલ્યા..
" મિસ્ટર વેદ, જાનકી ના જે ચેકઅપ કરવાના હતા, તે થઈ ગયા છે જેના રિપોર્ટ 1 કલાક પછી આવશે.. અમારા મુજબ તો શરીર પર ની ઈજા તો થોડા દિવસ માં રૂઝાય જશે.. પણ માંથા પર લાગેલ ઘા વધુ છે.. તેને પેહલા જેમ ઠીક થતા થોડો ટાઈમ લાગશે.. અને હા, બની શકે તેમના ઘા ની અસર તેમના મગજ પર , સ્વભાવ પર અને કોઈક વાર કેટલીક અંશે યાદ શક્તિ પર પણ પડે.. પણ તે બધું જાનકી હોશ માં આવે પછી ખબર પડે..."
વેદ એ તેમની વાતો ને સાંભળી ને પૂછયું...
" જાનકી ની યાદ શક્તિ પર અસર એટલે તેને શું બધું ભૂલાય જશે..?
કે પછી શોર્ટ મેમરી લો થઈ જશે...? આપ ની વાત સમજ્યો નહીં..."
ડોકટર નિકુંજે કહ્યું..
" બંને સમભાવના રહે.. પણ બધું તેના હોશ માં આવ્યા પછી ખબર પડે..."
વેદ ને ચિંતા ચિંતા માં જોઈ ને તે ફરી બોલ્યા..
" અસર થાય એવું ફરજિયાત પણ નથી, ના પણ થાય.. કદાચ થાય તો થોડાં સમય જ થાય એવું પણ બને.. માટે તમારે હીંમત રાખવી જોશે..."
વેદ જરા વિચારી ને હા માં માથું હલાવી ને "હા" એમ જવાબ આપે છે...
ડોકટર નિકુંજ ની બાજુમાં ઊભેલા નિહાન ની હાલત પણ આવી જ હતી.. જે વાત નિકુંજ એ જોઈ લીધું હતું...
ડોકટર નિકુંજ ત્યાં થી જવા માટે આગળ વધ્યા, પણ નિહાન પોતાનાં વિચાર માં ત્યાં જ ભૂત બની ને ઉભો હતો... તેની સામે એક એક સવાલ અને જાનકી ની ચિંતા ના વાદળ છવાઈ ગયા હતા.. એટલા માં તેની નજર યુગ ની બાજુની ખુરશી પર પડેલા panda પર પડી.. અને તેની હાલત વધુ ગંભીર થવા લાગી.. તેની આંખ સામે અંધારું થવા લાગ્યું.. તેને એવું લાગ્યું કે હમણાં તેની આંખ બંધ થઈ જશે તે બેભાન થઈ જશે ગભરામણ થવા લાગી.. વેદ તેની આ હાલત ના જોઈ લે એટલે નિકુંજે તેને અવાજ લગાવ્યો...
" નિહાન, ચાલ આપણે આગળ જવાનું છે..."
આ સાંભળી નિહાન જાણે પોતાની દુનિયા માંથી ફરી ભાન માં આવ્યો.. અને બોલ્યો..
"હા , નિકુંજ"
થોડા ડગલાં ભરી ને નિકુંજે તેને પૂછયું..
" નિહાન, ભાઈ તું ઠીક છે ને...? કોણ છે જાનકી જેની વાત થી તું આટલો ટેન્શન માં આવી ગયો છે..?"
નિહાન નિકુંજ આ સવાલ ના જવાબ શું બોલવું તેનો વિચાર કરવા લાગ્યો... પણ તેના થી ખબર નહીં કેમ નિકુંજ ને ભેટી પડાયું.. અને બોલ્યો
"તે મારી જાનકી છે..., મારી જાના..."
આ સાંભળી નિકુંજ માત્ર તેની સામે જ જોતો રહ્યો..