Prem Asvikaar - 17 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 17

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 17

નિધિ બોલી કે કઈ વાંધો નહિ યશ જો તને ઈશા પસંદ છે તો હું તને સપોર્ટ કરીશ, પણ તારે મને પેહલા કેવું જોઈએ ને કે તું એને પસંદ કરે છે?
અજય બોલે છે " હા નિધિ હું એનો ખાસ મિત્ર છું તો પણ એને મને આ વાત નથી કરી, નહિ તો હુજ એને મળવા માં મદદ કરવી દઉં."
હર્ષ બોલે છે કે " અરે ભાઈ એવું નથી અત્યારે પણ કઈ વહી નથી ગયું, હજુ પણ તમે મદદ કરી શકો છો." " હા હા ભાઈ હવે તો કરવા નાજ ને ...કેમ કે તમારા બંને ની જોડી એક દમ મસ્ત છે..સુ કેહવુ નિધિ? " નિધિ અચકાતા બોલી હા હા કેમ નહિ.." " હર્ષ બોલે છે કે કેમ નિધિ શું થયું...તું કેમ એમ અચકાઈ ને બોલે છે? " "અરે કઈ નહિ તમે બંને એક બીજા ને મળી ને જરૂર ખુશ થશો"
હર્ષ નિધિ ને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે કઈક નિધિ છૂપાવે છે જે ... અમને નથી કહી રહી...અને એ વાત ઈશા ને લગતી છે..પણ એ અમને કહી નતી શકતી.....
નિધિ ધીમે થી વાત ને બદલી નાખે છે અને બીજી વાત કરવા લાગે છે...
થોડી વાર રહી ને બંને ચાલવા લાગે છે અને હર્ષ બોલે છે કે નિધિ ...તું મને કઈક ઈશા વિશે કહેવા માંગે છે ને? ....
" નાં નાં હર્ષ એતો હું તને પછી વાત કરીશ તું અત્યારે આરામ કર." એમ કહી ને બંને હોસ્પિટલ માંથી નીકળી જાય છે.
હર્ષ ત્યાર થી વિચારવા નું ચાલુ કરે છે કે શું વાત છે કે નિધિ ચૂપાવા માગે છે...એતો જાણવું પડશે...
એમ નાં એમ 10 દિવસ નીકળી જાય છે હોસ્પિટલ માં ...અને હર્ષ ને ઘરે જવા ની રજા મળી જાય છે...
જ્યારે ઘરે હર્ષ જાય છે તો એના મમ્મી ખુશી નાં માર્યા રડવા લાગે છે અને ભેટી પડે છે અને બોલે છે કે હર્ષ તને કઈ થઈ ગયું હોત તો અમારું શું થાત...
" પણ મમ્મી મને કઈ નથી થયું...હું અત્યારે બિલકુલ ઠિક છું, એમ વાત કરી ને બધા પોત પોતાના રૂમ માં ચાલ્યા જાય છે...રૂમ માં જેવો હર્ષ જાય છે અને બેસે છે એવા માં એના સાયન્સ નાં ટીચર ફોન આવે છે અને બોલે છે કે " કેમ છે હર્ષ તારી તબિયત?" હર્ષ 1 કલાક વાત કરે છે....અને સર ફોન મૂકે છે તો હર્ષ રૂમ માં ને રૂમ માં સુઈ જાય છે.
બીજા દિવસે સવારે જ્યારે હર્ષ ઊઠે છે તો તે તૈયાર થઈ ને મંદિર જઈને કોલેજ જવા નીકળી જાય છે ...
જ્યારે તે કોલેજ જાય છે ત્યારે બધા હર્ષ ની ખબર લે છે ..અને તબિયત પૂછે છે...બધા મિત્રો આભાર પણ મને છે કે હર્ષ એ બધા ને બચાવ્યા...
ત્યાં જઈ ને હર્ષ બધા ને મળી ને ખુશ થઈ જાય છે અને વિચારે છે કે ઈશા ક્યાં છે? પણ ઈશા નથી મળતી... એવા માં નિધિ અને અજય આવે છે અને બોલે છે કે કેવી છે તબિયત હવે તારી? " " હા સારી છે ....નિધિ ...ઈશા નથી આવતી? " " નાં હજુ એ એના ગામડે થી નથી આવી ...એને હવે સારું છે પણ એ 2 દિવસ માં કોલેજ જોઈન કરી લેશે...." " હા તો ઠીક છે ....હર્ષ નિધિ ને પેલી વાત પૂછવા જાય છે પણ ક્લાસ ચાલુ થઈ જાય છે એટલે ...બધા ત્યાં થી ક્લાસ ભરવા ચાલ્યા જાય છે.....