Prem - Nafrat - 61 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૬૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૬૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૧

મીતાબેનની વાત સાંભળી રચનાના ચહેરા પર એ ઘટના હમણાં બની હોય એમ એના પ્રત્યાઘાત ઉદાસી બનીને લીંપાઇ ગયા. તે બોલી ઊઠી:'મા, કાશ એ બધું ના બન્યું હોત તો કેટલું સારું? એ વાત યાદ કરવી એટલે જૂના ઘા ખણવા જેવી વાત છે. મા, મારે એ વાતને ફરી યાદ કરવી છે. એનો બદલો લેવો છે. મારે એ દુ:ખને ફરી જાણવું છે અને એ લખમલભાઇને અને એના પરિવારને આપવું છે. આપણે ઘણા વર્ષ સુધી એ દુ:ખ ભોગવ્યું છે. જાણે અગનભઠ્ઠીમાંથી પસાર થયા છે. તેં એ દુ:ખ સહન કરવા સમયના મોટા ખંડમાં તારી જાતને હોમી દીધી હતી...'

મીતાબેનની આંખમાં બે આંસુ ઝળક્યા. રચનાએ એને લૂછી નાખ્યા અને એના ખભા દબાવ્યા. મીતાબેન એ દિવસને યાદ કરતાં બોલવા લાગ્યા:'કંપનીના મજૂરોમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ હતી. જ્યાં સેંકડો લોકો હોય ત્યાં દરેકના વિચાર જુદી જુદી દિશાના હોય. કેટલાક એમાં પોતાનો ફાયદો પણ જોતા હોય છે તો કેટલાક પવન જોઇને સઢ ફેરવતા હોય છે. કોના મનમાં શું ચાલતું હતું એ તારા પિતા વાંચી શકે એમ ન હતા. પણ બધાં એમના માટે લાગણી ધરાવે છે એવો વિશ્વાસ હતો. એમણે મજૂરોને હડતાળ સમેટી લેવા સમજાવ્યા.

કેટલાકે તારા પિતાનો આ હડતાળ બંધ કરાવવામાં સ્વાર્થ હોવાની વાત ફેલાવી દીધી. એ મજૂરોને ન્યાય અપાવવાના જ પક્ષમાં હતા. મજૂરોને નુકસાન થાય કે એમનું અહિત થાય એવી કોઇ બાબત એમના મનમાં ન હતી. અચાનક હડતાળ પરના મજૂરોએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો અને હલ્લાબોલ શરૂ કરી દીધું. એક- બે જણે કંપની પર પથ્થરો માર્યા ત્યારે તારા પિતાએ એમને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે જહાજમાં મોટું કાણું પડી જાય ત્યારે એને બચાવવાનું મુશ્કેલ થઇ જાય એમ આ કામમાં ઘણા મજૂરો સામેલ થઇ ચૂક્યા હતા. દૂરથી દ્રશ્ય તો એવું જ દેખાતું હતું કે રણજીતરાયની આગેવાનીમાં મજૂરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મજૂરોનો ગુસ્સો વધતો જ રહ્યો અને એમણે ન્યાય માટે ગુહાર લગાવવાનું શરૂ કરી દીધું.

આ એવી સ્થિતિ હતી જ્યાં વાતચીતનો વિકલ્પ રહેતો ન હતો. કોઇ કોઇનું સાંભળે એમ ન હતું. હવે બન્યું એવું કે કંપનીના મજૂરોની સામે કેટલાક કર્મચારીઓ આવ્યા અને એમને અટકી જવા દાબદબાણ શરૂ કર્યું. બંને પક્ષે દાવા- પ્રતિદાવા ચાલ્યા. જેમાં એકબીજાને કહેવા કે સમજાવવા કરતાં ગુસ્સો વ્યક્ત કરવાનું અને મારામારી કરવાનું વલણ વધારે હતું. તારા પિતા બંને પક્ષ વચ્ચે ભીંસાતા હતા. ત્યારે લખમલભાઇ ત્યાં આવ્યા ન હતા. પછીથી એવી ખબર પડી હતી કે એ સીસીટીવીમાં આ બધો જ તમાશો જોઇ રહ્યા હતા.

કર્મચારીઓમાં એમના ખાસ માણસો હતા જે એમના ઇશારે કામ કરતા હતા. પરિસ્થિતિ ગંભીર બનતી જતી હતી છતાં કંપની તરફથી શેઠ કે મેનેજર કોઇ સમાધાન માટે કે મામલાને થાળે પાડવા હાજર થઇ રહ્યા ન હતા. આ ધમાલમાં એક- બે મજૂરને એક કર્મચારીએ ધોલધપાટ મારી દીધી. આ ઘટનાએ ચિનગારી ચાંપી દીધી હોય એમ બંને પક્ષ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી શરૂ થઇ ગઇ. જેણે જે હાથમાં આવ્યું એનાથી હુમલો કરવાનું વલણ અપનાવ્યું. એમાં તારા પિતા પણ અડફેટે આવી ગયા. એમના ઉપર હુમલો થયો. એક કર્મચારીએ આ તમામ ઘટના માટે એમને જવાબદાર ગણ્યા અને એ બીજા બે કર્મચારીઓ સાથે એમના પર તૂટી પડ્યો. બધાં એકબીજા સાથે બોલાચાલી અને મારામારીમાં એટલા તલ્લીન હતા કે તારા પિતાની કોઇ સંભાળ લઇ શક્યું નહીં. એમને ઇજાઓ પહોંચવા લાગી. કોઇએ ગુસ્સે થઇને કંપનીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો. કંપનીમાં એલાર્મ વાગ્યું અને આગ પર તરત કાબૂ મેળવી લેવામાં આવ્યો. પરંતુ લખમલભાઇએ પરિસ્થિતિ વણસતી જોતાં પોલીસને જાણ કરી દીધી હતી. કે પછી પોલીસને અગાઉથી જ તૈયાર રાખવામાં આવી હતી. આગની ઘટના પછી તરત જ પોલીસ કંપનીમાં ધસી આવી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવા લાગી. પોલીસે દંડાવાળી કરવા સાથે બંદૂકનો ઉપયોગ કરવાની ચીમકી ઉચ્ચારી એટલે બધાં અટકી ગયા અને શાંત પડી ગયા. કેટલાક મજૂરો ઇજાથી કણસતા હતા. એમને સારવાર આપવાની તૈયારી થવા લાગી ત્યારે તારા પિતા સાથે જેમને ખાસ મિત્રતા હતી એ દેવનાથભાઇએ આમતેમ નજર નાખી. એમને રણજીતરાય ક્યાંય દેખાયા નહીં.

વચ્ચે એક વખત એમણે થોડા મજૂરો અને કર્મચારીઓ વચ્ચેની ઝપાઝપીમાં એમને જોયા હતા. એ છૂટવા મથી રહ્યા હતા. અત્યારે ત્યાં દેખાતા ન હતા. એમણે બધા પર નજર નાખી. ક્યાંય રણજીતરાય દેખાયા નહીં. લખમલભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા અને મજૂરો સામે ગુસ્સાથી જોઇ રહ્યા હતા. દેવનાથભાઇને શંકા પડી કે કંપનીના માલિકે એમને ઉઠાવી લીધા હશે એ શું? પોલીસે કાગળિયા કરવાની શરૂઆત કરી દીધી હતી. દેવનાથભાઇએ આમતેમ ફરીને રણજીતરાયને શોધવાનો પ્રયત્ન કર્યો. તે ક્યાંય દેખાયા નહીં... તેમને સમજાતું ન હતું કે પોલીસના આગમન સાથે રણજીતરાય ક્યાં ગાયબ થઇ ગયા? શું તે ભાગી ગયા હશે?

ક્રમશ: